Short Stories - 4 books and stories free download online pdf in Gujarati

શોર્ટ સ્ટોરી(4)

(1) ગુનેગાર

રાત ના અગિયાર વાગ્યા હતા, હું દોડતી મારા ઘરે પહોંચી, મમ્મી એ દરવાજો ખોલ્યો, હું કાંઈ બોલ્યા વિના કે મમ્મી ના કોઈ પ્રશ્નનો નો જવાબ દીધા વિના મારા રૂમ તરફ દોડી.

મેં મારી જાત ને મારા રૂમ માં બંધ કરી દીધી, મમ્મી પાછળ આવી એમને દરવાજો ખટખટાવ્યો, પણ હું એ હાલાત માં ન હતી કે હું દરવાજો ખોલી કોઈ સાથે વાત કરું.

હું મારા બેડ ની સાઈડ ના ભાગ માં છુપાઈ જઈ, જમીન પર બેસી ગઈ. મારી આંખો માં ડર સાથે આંસુ હતા, મારા હાથ પગ ની આંગળીઓ અને અંગુઠા એકબીજા સાથે ઘસેડતી હતી, હું ડરતી હતી.

મારા કાન માં એ છોકરી ની ચીસો સાંભળતી હતી, મેં કાન આડા હાથ રાખી આંખો બંધ કરી દીધી, ત્યાં જ મને એ દરીંદા, એ ફ્રુર, એ અધમ્ય, એ આરોપી, એ રાક્ષસ નો ચેહરો દેખાયો...

હું ડરી ગઈ મેં આંખો ખોલી, ત્યાં બેડ પાસે થી ઉભી થઇ ગઇ, મારી આંખો માં આંસુ હતા, ...મારા થી એ ડર એ ઘૂંટન સહન નહતી થતી, મેં એક જોર થી ચીસ પાડી... અને પાસે ટેબલ પર પડેલ બધી વસ્તુ નો ઉપાડી ઘા કરવા લાગી...

ત્યાં જ મારા રૂમ નો દરવાજો તૂટ્યો, મમ્મી પાપા અને ભાઈ અંદર આવી ગયા, હું હજુ વસ્તુ ના ઘા નીચે જમીન પર કરતી હતી, મમ્મી મારી પાસે દોડતી આવી અને મને ખુબ ટાઈટલી હગ કરી લીધું, મને બાથ માં ભરી લીધી, હું એમને ગળે લગાડી ખૂબ જોર જોર થી રડવા લાગી.

મને આ હાલત માં જોઈ બધા ની આંખો માં આંસુ આવી ગયા. થોડી ક્ષણો હું એમજ રહી, પછી હું શાંત પડી, મને બેડ પર બેસાડી, આજુ બાજુ મારુ પરિવાર બેઠું, અને પાપા એ પૂછ્યું,"શું થયું બેટા...?"

" ગુનો થયો પાપા " હું આંખો માં દર્દ લઈ બોલી.

"મતલબ" મમ્મી વાત જાણવા બોલ્યા.

"મતલબ કે આજે દુષ્કર્મ કરતા વ્યક્તિઓ ને રોકવા ની હિંમત ન કરતા મેં ભાગી ઘરે આવવા નો ગુનો કર્યો,

તમારી દીકરી આજે એક ગુનેગાર બની ગઈ, આ સમાજ ના દુષકર્મી એ મને પણ ગુનેગાર બનાવી દીધી, પાપા.

માણસ ના વેશ માં આવેલ એ જાનવર એના શિકાર ને પકડી લઈ જતા હતા, એ રેપીસ્ટ એક છોકરી ના શરીર સાથે રમવા જઈ રહ્યા હતા, એની ઈજ્જત સાથે,એની જિંદગી સાથે, એના ગુરુર સાથે, એના સપના સાથે,એના ભવિષ્ય સાથે, એના વર્તમાન સાથે રમવા જઈ રહ્યા હતા,એ છોકરી ના પાડતી હતી, મદદ માંગતી હતી, એના જીવન ની ભીખ માંગતી હતી, પણ એ લોકો એની મદદ ની પુકાર ને ભદ્દો મજાક માની હસતા હતા.

એક છોકરી અને ચાર થી પાંચ જાનવર, એ છોકરી ને રમકડું સમજી એના સાથે રમી, એને તોડી અને ઉકરડે ફેંકી દેવા માટે તૈયાર હતા.

એની હવસ માટે, એક નિર્દોષ ને વિકટીમ બનાવી, અને પોતે હત્યારા બનવા જઇ રહ્યા હતા.

જ્યારે મેં એ દ્રશ્ય જોયું, હું ધ્રુજી ઉઠી, દોડતી ત્યાં પહોંચી, ચહેરે રૂમાલ બાંધેલ એ વ્યક્તિ એ મને દૂર થી પકડી પાડી,મારુ ગળું દબાવતા એ બોલ્યો,

"ચુપચાપ સીધી ચાલતી થઈ જા, નહીં તો એની જગ્યા એ તું હોઈશ, "

એને મને બે ઓપશન આપ્યા,"વિકટીમ બની જા, કે પછી ગુનેગાર."

હું ગુનેગાર બની ગઈ મમ્મી....

પાપા તમારી દીકરી ગુનેગાર બની ગઈ."

{આ સ્ટોરી એક કાલ્પનિક સ્ટોરી છે,પણ સચ્ચાઈ એ છે કે જ્યાં સુધી આ સમાજ ના અસામાજિક તત્વો ને કેદ કરી સજા નહીં મળે, ત્યાં સુધી દરેક સ્ત્રી /મહિલા એક ડર સાથે ઘર ની બહાર નીકળશે,

વિકટીમ બનવા નો ડર કે પછી ગુનેગાર બનવા નો ડર.}

***

  • "બાળમજૂરી"
  • ઓગણીસ જુલાઈ નો એ દિવસ, જે દિવસે પૂરા બાવીસ વર્ષ પહેલાં મારો જન્મ થયો હતો, રાત્રે બાર વાગ્યા થી મને મારા જન્મદિવસ માટે ના ઘણા મેસેજ આવતા થયા, હું ખુશ હતી.

    એ રાત્રે હું ત્રણ વાગ્યા સુધી જાગી અને દરેક લોકો ના મેસેજ નો રીપ્લાય આપ્યો.

    બીજે દિવસે સવારે હું મારા ફેમિલી સાથે મંદિર એ ગઈ, ભગવાન ના આશીર્વાદ લીધા, અને થોડું દાન પુન કર્યું મમ્મી એ, મને ગરીબો પ્રત્યે હમદર્દી પૂરતી પણ, ભીખ માંગતા એ જુવાનિયા અને એના બાળકો ને જોઈ ગુસ્સો આવતો કે એ લોકો ખુદ કમાઈ અને મહેનત કેમ નથી કરતા. એ વાત ની મમ્મી ને જાણ, જેથી એમને પોતાના હાથે દાન કર્યું, હું મંદિર ની સીડી પાસે ના ઓટલા પર વૃક્ષ ના છાંયડા નીચે બેસી ગઈ, અને મારા મોબાઈલ માં આવેલ બર્થડે વિશ વાંચવા લાગી.

    ત્યાં જ બાર તેર વર્ષ ની છોકરી પર મારુ ધ્યાન પડ્યું,એ કોઈ ભાઈ ને કહેતી સંભળાઈ,"ભાઈ તમારા સ્કુટર ને હું સાફ કરી આપું, બસ ત્રીસ રૂપિયા માં, ચમકાવી દઈશ...."

    એ ભાઈ પોતે જાણે પોતાના સાંસારિક જીવન માં ગૂંચવાયેલા હતા, એમણે એ ગૂંચવળ માં જ પેલી ની વાત સાંભળ્યા વિના ના કહી દીધી.

    એ છોકરી થોડો નિસાસો નાખી આગળ ચાલવા લાગી.મારુ ધ્યાન તેના પર જ હતું, આગળ એક ત્રીસ વર્ષ ની આજુ બાજુ ઉંમર ધરાવતી મહિલા ઉભી હતી, એ છોકરી એની પાસે પહોંચી જે ફોન માં વાતો કરતી હતી, પેલી છોકરી એ,એ જ વાત ફરી કહી....

    એને વળતો પ્રત્યુતર આપ્યો,"પૈસા જોઈએ છીએ એ તો એમ બોલ ને..એમ કહી એને એના પર્સ માંથી એક પચાસ રૂપિયા ની નોટ કાઢી એને હાથ માં મૂકી દીધી,અને ફરી ફોન પર વાતો માં લાગી ગઈ.

    એ છોકરી એ એના હાથ માં આવેલ એ પચાસ વાળી નોટ સામે જોયું, અને કંઈક વિચારતી હતી...થોડી ક્ષણો પછી એને એ નોટ એ મહિલા ના હાથ માં પાછી દીધી, પેલી મહિલા આશ્ચર્ય થી એની સામે જોવા લાગી, પેલી છોકરી ખૂબ મીઠાશ થી બોલી, "મને ભીખ નથી જોતી,કામ કરી પૈસા કમાવા છે ."

    આટલું કહી એ આગળ ચાલવા લાગી, હું એના એ જવાબ થી ખૂબ ઈમ્પ્રેસ થઈ ગઈ, આટલી નાની ઉંમર માં આટલી મેચ્યુરિટી, મારા થી રહેવાયું નહી, હું દોડતી એની પાછળ ગઈ, એ સામે એક પથ્થર પર બેઠી બેઠી રસ્તા પર દોડતા વાહનો અને ચાલતા લોકો સામે જોતી હતી, શાયદ કંઈક વિચારતી હતી, હું એની પાસે જઈ બેસી ગઈ, એને મારી સામે જોયું.

    મેં એની સામે જોયું, અને પૂછ્યું,"હેય, શું જોઈ છે તું રસ્તા પર ક્યાર ની ?"

    "આ લોકો ને, જે ભીખ દેવા માં સમજે છે કામ દેવા માં નહીં ."એ નાની બાળકી એની વેદના મને કહેતા બોલી.

    "પણ તું હજુ બાળક છે, અને તારી ઉંમર ના બાળકો પાસે કામ કરાવીએ તો એ બાળમજૂરી કહેવાય, જે એક ગુનો છે." હું દલીલ કરતા બોલી.

    "તો નાના બાળકો ભીખ માંગે એ ગુનો નથી દીદી ?" એના અવાજ માં એક અજીબ દર્દ, કંઈક કન્ફ્યુઝન હતું, એ ફીલિંગ હું સમજી નહતી શકતી.

    હું ચૂપ રહી, મારી પાસે એના પ્રશ્નો નો કાંઈ જવાબ નહતો.

    ***

  • ...ખુશી...
  • લગ્ન ની તો સિઝન ચાલે છે ગામ માં એક એક ગલી એ અલગ અલગ બે ત્રણ જાગ્યા એ અલગ અલગ વાગતા ગીતો સાંભળવા મળે. લોકો નાગીન ડાન્સ કરતા જોવા મળે, કોઈક ગરબા લેતું નજરે ચડે, વળી ક્યાંક કોઈ ચાર ચાર બંગડી વાળી ગીત માં કાંઈક અલગ પ્રકાર ના ડાન્સ કરતું દેખાય .

    મારે પણ કોઈ રિલેટિવ ને ત્યાં લગ્ન માં જવા નું થયું, (મને બધા ના લગ્ન માં જવું ખૂબ જ ગમે એમ તો ન કહી શકું, પણ મને એવા રિલેટિવ ના લગ્ન માં જવું ગમે જ્યાં હું ખુલ્લા દિલ થી નાચી શકું .., અને આ રિલેટિવ ના લગ્ન એમાં ના એક "નથી")

    તો પણ પરિવાર ના દબાવ થી હું લગ્ન માં પહોંચી, દાંડિયા નો દિવસ આવ્યો દૂર પાર્ટી પ્લોટ માં દાંડિયા શરૂ થયા, લોકો ડાન્સ કરવા લાગ્યા, હવે બધા ને ખબર જ કે નાચવા ના અમે પણ શોખીન એટલે હાથ ખેંચી ખેંચી ને નાચવા લઈ જાય,,,

    પણ સામે હું પણ આટલી જિદ્દી થોડી વાર હાથ હલાવી પાછી જગ્યા પર બેસી જવા નું..., અને લોકો નું પણ એવું, એક વખત આવે વધી વધી ને બે વખત પછી તો વિચારી જ લેવા ના "આ છોકરી માન ખાઈ ખોટી, એના વિના એ આપણે દાંડિયા રમી શકીએ ને " ...

    ને બસ મારુ કામ થઈ જાય ...આરામ થી દુર બેઠા બેઠા મોબાઇલ માં હું મસ્ત કોઈન માસ્ટર ગેમ રમતી હતી અચાનક મારી દૂર ની માસી ને કોઈક યાદ કરવા લાગ્યું, .....

    એટલે એમની માટે પાણી લેવા મને મોકલી, હું પાણી લેવા પહોંચી ત્યાં પાસે ખૂણા માં એક 12 વર્ષ ની આજુ બાજુ ઉંમર ધરાવતો એક છોકરો ઉભો હતો,

    મારી નજર એના પર પડી, પછી એની નઝર જ્યાં હતી તેના પર મેં ધ્યાન દીધું .

    દાંડિયા રમતા લોકો સામે એક અલગ એક્સપ્રેશન સાથે જોતો હતો, આંખો મોટી મોટી હતી અને એમાં કંઈક ચાહ હતી, અને એકલોએકલો મ્યુઝિક ને એન્જોય કરતો હતો...

    મારા થી રહેવાયું નહીં,હું એની પાસે પહોંચી મને જોઈ થોડો શરમાયો ...મેં પૂછ્યું,શું જુએ છે તું?

    છોકરા એ કહ્યું "કાંઈ નહી ."

    "ખોટું ન બોલ, કે મને શું જુએ છે તું " મેં ફરી પૂછ્યું

    છોકરો ગભરાઈ ને " અરે સાચે કાંઈ નહીં..."

    "ગભરા નહીં, શું વિચારતો વિચારતો ત્યાં જોતો હતો કહે મને ...."

    " બધા કેટલા ખુશી થી નાચે છે,એમની ખુશી ને જોવ છું હું...."પેલો દાંડિયા રમતા લોકો ને જોઈ ને બોલ્યો.

    મેં પણ બધા નાચતા હતા ત્યાં જોયું, પછી તે છોકરા ને મેં પૂછ્યું, "તો તું ક્યારેય આટલી ખુશી થી નાચ્યો નથી?"

    એ મારી સામે જોવા લાગ્યો હું ચોખવટ કરતા બોલી,"મતલબ કે તું ક્યારેય કોઈ ના લગ્ન માં જઇ આટલી ખુશી થી નાચ્યો નથી?..."

    " લગ્ન માં તો હું ગયો છું, પણ ત્યાં મને કોઈ ઓળખે નહીં ."

    મેં આશ્ચર્ય માં એને પૂછ્યું, "કેમ ?"

    છોકરો થોડો દુઃખી થઈ અને બોલ્યો "કારણકે હું અનાથ છું ને, એ કોઈ મારા કહેવાય એમના લગ્ન ન હોય, ક્યાંક લગ્ન માં હું થોડી ઘણી મદદ કરાવી પૈસા કમાવા ગયો હોવ, તો ક્યાંક ...."

    મેં એનો હાથ પકડ્યો અને વચ્ચે બોલતા અટકાવ્યો.....અને હું બોલી," ચાલ...."

    એમ કહી અમે આગળ ચાલતા થયા...

    છોકરો ચાલતા ચાલતા બોલતો હતો,"દીદી ક્યાં લઈ જાઓ છો ?"

    " તારે નાચવું છે ને ચાલ આજે આપણે બંને ખૂબ નાચીએ ને ખુશ થઈએ..… ચાલ...." હું બોલી.

    હું એને બધા નાચતા હતા ત્યાં લઈ ગઈ અને નાચવા લાગી.....

    પેહલા તો એ થોડો શરમાયો, પણ પછી ડાન્સ ની ધૂન માં એ ધીરે ધીરે ખોવાયો અને મન મૂકી નાચવા લાગ્યો.....

    દાંડિયા પુરા થયા અમે થાક્યા ખુરશી માં એ મારી પાસે બેઠો હતો હાંફતા હાંફતા બોલ્યો, "દીદી તમે કેમ મારી સાથે નાચ્યાં ?"

    " મતલબ?" હું મારો થાક ઉતારતા બોલી.

    "મતલબ કે મેં દૂર ઉભા ઉભા જોયું હતું તમને બધા નાચવા બોલવતા હતા તમે નહતા જતા ...તો તમારી ઈચ્છા નહતી તો કેમ મારી સાથે નાચ્યા? એ મારી સામે જોઈ બોલ્યો.

    હું કાંઈ ન બોલી બસ એની સામે હસી.

    એ પણ મારી સામે હસ્યો.... થોડી ક્ષણો પછી મેં એને કહ્યું.

    " સાંભળ, થેન્ક યુ હો ....."

    " કેમ દીદી? " છોકરા એ આશ્ચર્ય માં મને પૂછ્યું.

    હું મન માં બોલી ""(બીજા ની નાની નાની ખુશી માં કોઈક વાર આપણી ઈચ્છા વિરુદ્ધ કામ કરવું પડે તો ક્યારેય વિચારવું નહીં કરી નાખવું એ તે મને શીખવાડ્યું એ બદલ...)""

    દાંડિયા પુરા થયા એ ચાલ્યો ગયો બધા છુટા પડતા હતા ત્યાં મને યાદ આવ્યું ....

    શું યાદ આવ્યું ?

    એ માસી તો બિચારા તરસા જ રહી ગયા......

    * શોર્ટ_સ્ટોરી

    * રિયલ_સ્ટોરી

    ***

    (4) સપના.....

    વાત આજ ની જ છે, સ્કૂટર ચલાવી ને હું એકલી જ્યારે મારા ઘરે થી મારા ડેસ્ટિનેશન પર જતી હતી ત્યારે મારી પાસે થી બાઇક પર એક ભાઈ પસાર થયા ને એની પાછળ 7-8 વર્ષ એક છોકરો તે ભાઈ ના પેટ ફરતે હાથ વીંટાળી ને બેઠો હતો...એ ભાઈ નો દીકરો હશે....

    એ બાઇક મારી આગળ હતું ને હું થોડી પાછળ હતી... મારુ ધ્યાન રોડ પર સીધું હતું..ને સામે જ બાઇક ચલાવતા પિતા ને પાછળ બેઠેલો દીકરો દેખાતા હતા....

    મારુ ધ્યાન તેમની ઉપર પડ્યું ત્યારે એ પિતા ઈશારો કરી ને એના દીકરા ને કંઈક બતાવ્યું...દીકરો વળી વળી ને તે જોવા લાગ્યો....મને પણ એ જાણવા માં રસ જાગ્યો....રસ્તા પર ટ્રાફિક થોડો ઓછો હતો તો મેં પણ નજર ફેરવી ને જોયું તો એક મસ્ત મજા ની કાર જતી હતી તે પિતા એના દીકરા ને એ દેખાડતા હતા.… કંઈક વાતો પણ કરતા હતા..… હું થોડી દૂર હતી એટલે મને કાંઈ સંભળાયું નહીં.… પણ મને અંદાજો છે કે ....

    તે પિતા એના દીકરા ને શાયદ સપના જોવા નું શીખવાડતા હતા.....

    Megha Gokani