મહેક

મહેક - ભાગ :-૧

જુલાઇ મહિનાની એક અંધારી રાતના બાર-સવાબારનો સમય થયો હતો. વરસાદનું એક ઝાપટું વરસીને શાંત થઈ ગયું હતું. ઠંડા પવન સાથે માટીની સુગંધ આવી રહી હતી.  આકાશમાં વાદળ વિખરાઈ ગયા હતા. સ્વચ્છ આકાશમાં ટમટમતા તારલા સુંદર લાગી રહ્યા હતા. એ સમયે એક પડછાયો સુમસામ ભીની સડક પર સાવધાનીથી આગળ વધી રહ્યો હતો. તે એક ખંડેર જેવી હાલતમાં બંધ પડેલી ફેક્ટરીની દિવાલ પાસે આવીને ઉભો રહ્યો. ચારો તરફ એક નજર કરી.  દુર દુર સુધી કોઈ હલચલ નહોતી.  ક્યારેક કૂતરાના ભસવાનો અવાજ તો ક્યારેક ઝાડના પાનનો સરસરાહટ વાતાવરણને વધુ ભયાવહ બનાવી રહ્યો હતો. તે પડછાયાએ  દિવાલ કૂદી અંદર દાખલ થઈ દબાતા પગલે ચાલતા એક સીડી પાસે આવીને ઉભો રહ્યો. ઉપરના માળની એક બારીમાંથી  પ્રકાશ રેલાઈ રહ્યો હતો. ઉપર કોઈના બોલવાનો અવાજ પણ આવી રહ્યો હતો. તે પડછાયો સાવધાનીથી સીડી ચડવા લાગ્યો. જેમ જેમ અવાજની દિશામાં આગળ વધતો જતો હતો તેમ તેમ અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. એ અવાજ ત્રણ-ચાર વ્યક્તિઓના વાતો કરવાનો હતો. કોઈ અલગ અલગ જગ્યાના નામ લઈને મહત્વની ચર્ચા કરી રહ્યા હતા. 
ભંગાર જેવી હાલતમાં બંધ પડેલા મશીનની આડમાં છુપાતા તે પડછાયો બિલકુલ એ લોકોની પાસે પહોંચ્યો,  હવે તેને એ દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. બલ્બના દૂધિયા પ્રકાશ નીચે એક ટેબલ પર કોઈ નકશા તરફ નજર કરી ત્રણ વ્યક્તિ ઉભા હતા. એક વ્યક્તિ એ નકશા  પર નિશાની કરતા કોઈ સ્થળ અને સમયની જાણકારી આપી રહ્યો હતો.
તે પડછાયાએ મોબાઈલથી એ દ્રશ્યને કેમેરામાં કેદ કરી એક નંબર પર સેંડ કરતા એક મેસેજ ટાઈપ કર્યો. "કન્ફર્મ સર, આ એ જ લોકો છે, જેની થોડા સમય પહેલા ગુપ્તચર વિભાગે માહિતી આપી હતી. "કચ્છ બોર્ડર પરથી ચાર-પાંચ આંતકવાદીઓ ગુજરાતમા ઘુસ્યા છે." સર, તેનો પ્લાન અમદાવાદની રથયાત્રામાં બૉમ્બબ્લાસ્ટ કરવાનો છે. તમે જલ્દીથી આ લોકેશન પર પુરી તૈયારી સાથે આવી જાવ.  ત્યાં સુધી હું તેના પર નજર રાખું છું." એટલું ટાઇપ કરી મેસેજ સેંડ કર્યો. મદદ આવે ત્યાં સુધી નજર રાખવા કોઈ સુરક્ષિત જગ્યા શોધવા પાછળ ફરતા નીચે પડેલી એક ખાલી બોટલ સાથે પગ અથડાયો, એ અવાજથી ચારેય વ્યક્તિ શતર્ક થઈ ગયા..! પોતાની પિસ્તોલ લઈ અવાજની દીશામાં જોયું, ત્યાં એક પડછાયાને જોતા એક વ્યક્તિ બોલ્યો, "જો ભી હો હાથ ઉપર કરકે સામને આ જાવો, વર્ના ગોલી માર દુંગા."
હવે તે પડછાયા પાસે સરેન્ડર કર્યા સિવાય કોઈ બીજો વિકલ્પ નહતો, મદદ આવે ત્યાં સુધી આ લોકોને રોકી રાખવા જરૂરી હતા. એટલે તે પડછાયો હાથ ઉપર કરી પેલા લોકોની સામે આવ્યો.  બ્લેક જીન્સ ઉપર લેધરનુ બ્લેક જેકેટ અને ચહેરો બ્લેક કલરના નકાબમાં છુપાયેલો હતો. નકાબમાથી તેની આંખો દેખાઈ રહી હતી એ આંખોને જોતા પેલા વ્યક્તિએ પુછ્યું, "કોન હો તુમ?" પણ સામેથી કોઈ ઉત્તર ના મળ્યો.

 "ઈસે કુર્સી કે સાથ બાંધ દો" .

" લેકીન ઈસે ક્યું બાંધના હે ? ઠોક દેતે હે." દુસરે વ્યક્તિ ને કહા.

" નહિં..! મુજે જાનના હૈ, કી યે કોન હૈ ઔર ઈસ કે સાથ ઔર કિતને લોગ હૈ." પહેલો વ્યક્તિ ગુસ્સાથી બોલ્યો. . ખુરશી પર બેસાડી હાથ-પગ દોરડાથી બાંધી તેનો ચહેરો જોવા કપડું હટાવી દીધુ. બધા એ ચહેરાને જોઈ  રહ્યા. તે એક સત્તર-અઢાર વર્ષની સુંદર ગર્લ હતી...  ચહેરો જોતા જ પેલો વ્યક્તિ  ચિલ્લાતા બોલ્યો. "ઈસે ગોલી માર દો ઔર ફૌરન જરૂરી સામાન લેકે ઈસ જગહ કો છોડ દો...!"
                 
"લેકિન ક્યું?  ક્યાં તુમ જાનતે હો ઈસે?"

 "અચ્છી તરહ જાનતા હું! યે વહી હે, જીસ કી વજહ સે હમારી દો બાર કી કોશીશ નાકામ રહી થી. આજ ભી અકેલી નહી હોગી! ઈસને અપને સાથી કો ખબર કર દી હોગી, વો આસપાસ હી હોંગે,  "ઈસે ગોલી મારો ઓર નીકલો યહા સે". 
એક વ્યક્તિએ ગર્લના કપાળ પર પિસ્તોલ રાખતા એના ચહેરા સામે જોયું! એ ચહેરા પર જરા પણ ભય નો'તો! એકદમ શાંત અને હોઠો પર મુસ્કાન હતી.              
            
પિસ્તોલમાથી ગોળી છુટવાનો અવાજ રાતના સન્નાટામા ગુંજી ઉઠ્યો ધાઈઈઈ..

પિસ્તોલમાથી ગોળી છુટવાનો અવાજ રાતના સન્નાટામાં ગુંજી ઉઠ્યો ધાઈઈઈ! એ સાથે એક બીજો અવાજ આવ્યો, "સટ્ટાકકક!" મમ્મી...! કહેતા તે જાગી ગઈ... ચારો તરફ જોઈ,  મમ્મીનો હાથ પકડતા બોલી "થેંક યુ મમ્મી.! આજ તારી એન્ટ્રી ખરા સમયે થઈ અને હું, બચી ગઈ. નહિતર હમેશા મિશન કમ્પલિટ કરવાની નજદીક હોવ છું, ત્યારે જ જગાડી દે છે!"
"હવે તું, અઢાર વર્ષની થવા આવી, એક યંગ ગર્લ જોવે એવા સ્વપ્નાં જોને! આ જાસુસી ચોપડીયુ વાંચવાનુ બંધ કર, તુ ગર્લ છે બોય નથી. હવે જલ્દીથી તૈયાર થઈને આવ, હું, તારા માટે ગરમ-ગરમ પરાઠા બનાવુ છું. કહેતા એ બાહર ચાલ્યા ગયા.
"મહેક પરમાર" એક શિક્ષક દંપતીની ગોદ લીધેલ દીકરી હતી. આ વાત મહેક જાણતી હતી. પિતા "આશિષ પરમાર" સરકારી કોલેજમાં પ્રોફેસર હતા અને માતા "અનીતા" પ્રાયવેટ સ્કૂલના ટીચર, બન્નેએ મહેકને ઉડવા માટે એક ખુલ્લું આકાશ આપ્યું હતુ.  મહેક પોતાના મમ્મી-પપ્પાને ખુબ પ્રેમ કરતી હોવાથી ક્યારેય એની આપેલ છૂટનો ગેરફાયદો નથી ઉઠાવતી. આ નાનકડું ફેમેલી રાજકોટ શહેરમા હસી-ખુશી સાથે રહેતું હતું. મહેક કોલેજના પ્રથમ વર્ષમા ભણતી,એક બોલ્ડ બિન્દાસ ગર્લ હતી. તેને જાસુસી નોવેલ વાંચવાનો ગાંડો શોખ હતો. સાહસિક અને જેમ્સ બોન્ડ જેવી મુવી ફર્સ્ટ ડે ફર્સ્ટ સો જોવાની દિવાની હતી. લાઇફનુ બસ એક જ સ્વપ્નું હતું, જેમ્સ બોન્ડની જેમ દેશ માટે કામ કરવું.

" મહેક શુ કરે છે ? ચાલ જલ્દી આવી જા".

" મમ્મી એક મિનિટ આવી".
                    "તને તૈયાર થવાનું કહ્યું હતું, આ શુ પહેરીને આવી છે ? તને કેટલી વાર કહ્યું કે આવા ટૂંકા કપડાં નહી પહેરવાના હવે તુ મોટી થઈ ગઈ છે, આવા કપડાં તને સારા ના લાગે.

"મમ્મી પણ આજે હુ ક્યાં ઘરની બાહર જવાની છું, આજે તો સન્ડે છે.

"આજે મેરેજમાં જવાનુ છે એ ભૂલી ગઈ ને? તને ક્યાંથી યાદ હોય, તુ તારા સ્વપ્નમાંથી બાહર નીકળે તો યાદ રહે ને.!
"સોરી મમ્મી!" નાસ્તો કરીને ફટાફટ તૈયાર થઈ જઈશ ઓકે.
"ફટાફટ તૈયાર થવાની જરૂર નથી, આરામથી ગર્લની જેમ તૈયાર થવાનું  છે. બોય જેમ જીન્સ-શર્ટ નથી પહેરવાના. કેટલુ લાવી આપ્યું છે, "એ ક્યારે પહેરીશ ?"

"મમ્મી, મને શણગાર કરવુ નથી ગમતું..!"

"હમેશા પપ્પાની જ ઈચ્છા પુરી કરવાની, મમ્મી તો વધારાની છે..!" ગુસ્સો કરતા એ કિચનમાં ચાલ્યા ગયા.

"સવાર-સવારમાં કેમ મા-દિકરી ઝઘડો છો?" મોર્નિંગ વોકથી પાછા આવતા આશિષભાઈએ પૂછ્યું.
"તમે મોઢે ચડાવી છે, એટલે મારે તો તેની સાથે ઝઘડતુ જ રહેવાનું, એમાં પાછું કરાટાની ટ્રેનીગ લેવા મોકલો છો. બધી હરકતો છોકરા જેવી છે. એક દિવસ માટે છોકરી બનીને રહેવાની સલાહ આપી.?"
અનીતાબેનનો ગુસ્સો વધતા જોઈ, આશિષભાઈને ત્યાંથી ચાલ્યા જવાનુ જ ઉચ્ચીત લાગ્યું. જતા-જતા મહેકના કાનમાં ધીમેથી બોલ્યા, "આજે પાછું તે ગર્લના કપડાં પહેરવાની ના પાડી લાગે છે."

પપ્પા સામે જોઈ મહેક મુસ્કુરાઈ અને માથુ હલાવી હા પાડી.

"બાપ-દિકરી બન્ને મળીને મારી મજાક ઉડાવો.. હું જ ગાંડી છું જો બકબક કર્યે રાખુ છું..!" બાપ-દિકરીને હસતા જોઈ અનીતાના ગુસ્સામાં વધારો થયો.
"બસ કર મમ્મી, ખોટો ગુસ્સો ના કરો. હું એ જ પહેરવાની છું જે તમે કહેશો. મારા માટે તમારા બન્નેની ઈચ્છા પુરી કરવી એજ મારી પહેલી ફરજ સમજું છું.. ત્યાર પછી બીજુ બધુ. પહેલા તમે શાંતિથી નાસ્તો કરીલો, પછી મને તમારી ઈચ્છાથી તૈયાર કરજો." અનીતાનો હાથ પકડી ચેર પર બેસાડતા મહેક બોલી.

 "બેટા અમે એવુ નથી ઈચ્છતા કે, તું, હમેશા અમારી ઈચ્છા પ્રમાણે રહે, પણ અમે મા-બાપ છીએ એટલે અમારી ઈચ્છા હોય કે અમારૂ બાળક એક દિવસ અમારી ઈચ્છા પ્રમાણે જીવે. મે, હમેશા તારી પરવરિસ એક દીકરાની જેમ કરી છે, તો તારા મમ્મી તને એક દીકરીના રૂપમા જોવા માંગે છે. આશિષભાઈ આવી ચા નો કપ લેતા બોલ્યા.
નાસ્તો કરી મહેક ઉભી થઈ, મમ્મીને હગ કરતા ગાલ પર ચુમ્મી ભરી. પપ્પા સામે જોતા બોલી. "મે ક્યારેય તમને બન્નેને દુખી નથી કર્યા તો આજ હું, મારી પ્યારી મમ્મીને દુખી કેમ કરૂ."

"ઓકે. જા હવે તૈયાર થા." અનીતાએ હસતા-હસતા કહ્યું. 

"ના, આજ તમે જ મને તૈયાર કરો ". 

'હવે તુ નાની નથી. હાથે તૈયાર થઈજા. તને જે ગમે તે પહેરજે પણ યાદ રહે આપણે નાના ગામડામાં જવાનું છે. એટલે મેરેજ જેવા પ્રસંગમા સારો લાગે એવો ડ્રેસ પસંદ કરજે. હવે જા. મારે તારા પપ્પા સાથે થોડી વાત કરવી છે.'

ઓ..હો ! તો એટલા માટે મને ભગાડવામાં આવે છે. આ ઉમરમાં પણ એક મોકો નથી છોડતા.

" વાયડી થાતી જા હવે.. મોડુ થાય છે". 


ઓકે.ઓકે. જાવ છુ. મહેક હસતા-હસતા પોતાના રૂમમાં ચાલી ગઈ.

ક્રમશઃ 

***