મહેક ભાગ-૪

 મહેક_ભાગ_ ૪

મહેક, કાજલ અને રાજેશ હોટલની કેન્ટીનમાં ફ્રેન્ડસ સાથે બ્રેકફાસ્ટ માટે જોડાયા...ત્રણેયને આવી જતા જોઈ ગ્રુપ લીડર યોગેશ બોલ્યો. "ફ્રેન્ડસ, આપણે અહી બે દિવસ રહેવાનું છે. એટલે આજ ચાલતાં-ચાલતાં આસપાસનાં જોવાલાયક સ્થળની મુલાકાત લઈશું.. ત્યાર પછી અહીની સોપિંગ માટેની પ્રખ્યાત બજારની મુલાકાત લઈ હોટલ આવશું. કાલે ટેક્સી દ્વારા દુરના સ્થળો જોવા જઈશું... 

"લીડર સાહેબ કોઇને ગ્રુપથી અલગ રહી થોડી ક્ષણો માણવાની મંજૂરી મળશે.?" પ્રિતીએ પોતાના મજાકિયા અંદાજમાં પુછ્યું.
"બીલકુલ નહિ... જ્યા સુધી આપણે અહી રહીએ ત્યાં સુધી કોઈ ગ્રુપથી અલગ નહી રહી શકે. પણ હા, 'સાંગાલા વેલી બંજારા કેમ્પમાં' આ નિયમો ચાર-પાંચ દિવસ સુધી હટાવી લેવામાં આવશે. આ હશીન વાદીયા અને ફુલ ગુલાબી ઠંડીમાં જો કોઈના અરમાન જાગતાં હોય તો ત્યાં પુરા કરી શકે છે." યોગેશે હસતાં-હસતાં કહ્યું.
"આભાર લીડર સાહેબ..! અમારા અરમાનોને સમજવા માટે." ક્યારનો મૌન રહી વાતો સાંભળતો આકાશ ધારા સામે જોતા બોલ્યો. ધારા પણ તેની સામે જોઈ સ્માઈલ કરી રહી હતી.
"હું તમારા અરમાનોને નહિ, મારી ભાવનાને સમજવા માંગું છું ." યોગેશ પોતાની ફિયાન્સી ભાવનાને હગ કરતાં કહ્યું.

"હા ભાઈ, તમે તમારી ભાવના અને અરમાનને સમજો, આમાં અમારે તો બળતરાજ કરવાની ને..! તારું શું કહેવું છે મહેક..? તારાં મનમાં કોઈ અરમાન હોય તો કહી દેજે." સંજય મહેક સામે જોઈ આંખની સરારત કરતા પુછ્યું .
"મારી ઈચ્છા છે  કે આ ઠંડીમાં તારી સાથે થોડી કરાટાની પ્રેક્ટિસ કરી લઉં.." સંજયની પીઠ પર એક ધબ્બો મારતાં મહેક બોલી. આ શીન જોઈ બધાં હસી પડ્યાં.

બધાં બ્રેકફાસ્ટ કરી સ્વર્ગ જેવી શિમલાની ધરતીને ખુંદવા નીકળી ગયા.. ઠંડી બરફીલી હવામાં સોનેરી સુરજનો હુફાળો તડકો એક અનોખી તાજગીનો અનુભવ કરાવતો હતો. સમર વેકેશનમાં અહી ટુરિસ્ટની ખાસીં ભીડ જોવા મળે છે. એપ્રિલ-મૈ મહિનામાં અહીનું વાતાવરણ માણવા લાયક હોય છે...
ચાલતાં-ચાલતાં બધાં પાસેના એક મંદિર તરફ આગળ વધ્યા... થોડા પગથિયાં ચડતા સામે જ એક ભવ્ય મંદિર દેખાયું. મંદિરમાં દર્શન કરી બધાં આસપાસની ખૂબસૂરતીને નીહાળવામાં ખોવાઈ ગયા... એક તરફ દેવદાર વૃક્ષના જંગલની હરિયાળી તો બીજી તરફ શિમલાની બજારો અને સ્ટેપ બાય સ્ટેપ મકાનોનુ અદભૂત રમણીય દ્રશ્ય જોઈને મન પ્રફુલીત થઈ રહ્યું હતું... આ પળને યાદગાર બનાવવા માટે કોઈ પોતાના કેમેરામાં કેદ કરી રહ્યાં હતાં. તો કોઈ દુરબીનથી દુરની સુંદરતાને વધું પાસેથી જોઈ માણી રહ્યાં હતાં.
"યાર આ શહેરને જોતા મારા મનમાં એક સવાલ થાય છે. અહીના લોકો કઇ રીતે રહેતા હશે.?"  ચૌ-તરફ જોતાં પ્રિતી બોલી.
"કેમ અહી શું વાંધો છે ?" દૂરબીનથી નીચેની લાલ-લીલી છતવાળા મકાનોની હારમાળા વચ્ચેની બજારને જોતાં મહેકે  પુછ્યું.
"જો ને..! અહીના રસ્તા વાંકા-ચુકા ચડ-ઉતરવાળા છે. ક્યાય સપાટ જગ્યા જ નથી." પ્રિતી નીચે રસ્તા બતાવતા બોલી.
પાસે જ રાજેશના કેમેરામાં કેદ થવા પોતાની અદામાં ઉભી કાજલે પણ પ્રિતીની વાતને સાથ આપતા બોલી. "તારી વાત સાચી છે. તમારે જ્યાં જવું હોય ત્યાં ચડો અથવા ઉતરો આ લોકોની અડધી જીંદગી તો ચડ-ઉતર કરવામાં જ નીકળી જતી હશે."

"પ્રભાત..."

મહેકના મુખમાથી અચાનક નીકળેલા શબ્દોથી કાજલના કાન ચમકીયા! તેને મહેક સામું જોયું તે દુરબીનથી નીચે બજાર તરફ જોઈ રહી હતી.
"એલી તે પાછું એનુ ભુત જોયું.. ? મને જોવા દેતો. કયા છે?" કહી કાજલે મહેકના હાથમાથી દુરબીન આચકી લીધું..
"જો.. પેલી દુકાન પાસે એલ્લો કલરનુ જેકેટ પહેર્યુ છે તે." મહેકે નીચેની તરફ આંગળી ચિંધતા બોલી.
"હા યાર!  પ્રભાત જેવો જ લાગે છે. પણ એ પ્રભાત હોય તો તરો કોન્ટેક્ટ તો કરે કે નઈ? તું અહી છો એતો તેને ખબર છે."
"હું એજ વિચારુ છું.!અહી છે તો મને કેમ મળતો નથી?" મહેકે મોબાઇલમાં પ્રભાતનો નંબર ડાયલ કર્યો પણ હજી સ્વિચઓફ જ આવી રહ્યો હતો. મહેકે ગુસ્સામાં પાળી પર હાથ પછાડ્યો ! "કાજલ હું નીચે જઉ છું.  તું તેના પર નજર રાખજે ત્યાંથી તે દુર જાય તો મને ફોન કરજે. મારે નજદીકથી જોઈને ખાતરી કરવી છે."
"એલી આમ ગાંડી ન થા..! તે પ્રભાત જેવો જરૂર લાગે છે પણ  પ્રભાત નથી. હોય તો તને મળવામાં એને શું વાંધો હોય?"
"તારી વાત સાચી છે પણ હું એકવાર ખાતરી કરવા માંગું છું.." બંનેની વાતો સાંભળીને બધાં ફ્રેન્ડસ પાસે આવીને પુછવાં લાગ્યાં... "કાજલ..! શું થયું..?"
" સવારનો એક છોકરા પર મહેકને ડાઉટ છે. તેને લાગે છે કે તે એનો ફ્રેન્ડ પ્રભાત છે. સવારે અમે જોયો હતો.. અત્યારે નીચે બજારમાં ઉભો છે. આ ગાંડી કહે છે મારે પાસેથી જોઈને ખાતરી કરવી છે. બધાને સમજાવતાં કાજલ બોલી.
"તો એમાં શું.. ચાલો આપણે બધા જઈએ.!" પ્રિતી. ઉસ્તાહીત થતાં બોલી.
"ના.. તમે બધા એન્જોઇ કરો. હું એકલી જ જવાં માંગું છું." મહેકે બધાની સામે જોતાં કહ્યું.
"એકલાં જવાની મંજુરી હું કોઇને નથી આપવાનો.. શિમલા જેટલું સુંદર છે એટલું ખતરનાક પણ છે..!" યોગેશે ના પાડતાં કહ્યું.
"મારી ચિંતા ના કર યોગેશ.! હું મારું ધ્યાન રાખી શકું છું.. વિશ્વાસ ન હોય તો કાજલને પુછ.
"શું કરવાનું છે ? તે આગળ જઈ રહ્યો છે." પ્રિતીએ દુરબીનથી જોતાં કહ્યું.
"તું જા મહેક.. હું તને અહીથી જાણકારી આપતી રહીશ.." કાજલે નીચેની તરફ જોતાં કહ્યું.
"એય તું શું કહે ે? તને ખબર છે ને હું ગ્રુપ લીડર છું.! તમે બધાએ પ્રોમિસ કર્યું હતું.! તમે મને ફોલો કરશો..."
"સોરી લીડર સાહેબ.! તમારે મહેકની ચિંતા કરવાની કોઈ જરુર નથી, કારણ કે આ ગ્રુપમાં મારાથી વધુ મહેકને કોઈ નથી જાણતું.!  આ અજાણ્યા પ્રદેશમાં જ્યાં સુધી આ ચુપચાપ રહેતી છોકરી આપણી સાથે છે ત્યાં સુધી હું કોઈને અસુરક્ષીત નથી સમજતી. તમને યાદ છે..? આઠ મહિના પહેલાં અમદાવાદમાથી ડ્રગ્સ રેકેટ પકડાયું હતું. તેને પકડાવવા પાછળની મુખ્ય વ્યક્તિ આજ તો હતી.!  ફક્ત એક વ્યક્તિ પર શંકાના આધારે બે દિવસ તેની પાછળ ફરતી રહી હતી. આ વાતની જાણ ફકત મને એકનેજ છે. એટલે તેની ચિંતા ના કરો તેની અંદરનો જાસૂસ જાગી ગયો છે, હવે તે પોતાનું જ ધાર્યું કરશે. તેને રોકવાની કોશિશ બેકાર છે. તું જા મહેક.! તે દુર નીકળી જાય એ પહેલાં ખાતરી કરી આવ."
"સોરી ફ્રેન્ડસ..! મારાં લીધે તમારો મુડ ખરાબ ના કરતાં. મને આવવામાં વાર લાગે તો તમારે આગળ નીકળી જવું. હું સીધી હોટલ આવી જઈશ." બધાને કહ્યાં પછી કાજલ તરફ જોતાં મહેક બોલી. "તારે શું કરવાનું છે એ મારે કહેવાની જરૂર નથી. સંભાળી લેજે." કહીને મહેક ઝડપથી પગથિયાં ઉતરવા લાગી. બધાં તેને જતાં જોઈ રહ્યાં..!
"જતા-જતા મહેક તને શું સંભાળી લેવાનું કહેતી ગઈ?" યોગેશે કાજલ ને પુછ્યું. બધાની નજર કાજલ તરફ હતી.
"તેના કહેવાનો એક જ મતલબ છે. તેના મમ્મીનો ફોન આવે તો મારે તેને જાણ થવા દેવાની નથી કે તે આપણી સાથે નથી. આવું ત્યારે જ થાય જ્યારે તેનો ફોન સ્વિચઓફ હશે અને જો આવું થાય તો સમજવાનું કે આગળનો પ્રવાસ આપણે તેના વીના જ કરવાનો છે. મને  તેના સંકેતમાં એક વાત સાફ-સાફ સમજાય છે. તે ફકત પ્રભાત છે કે નહી એ ખાતરી કરવા નથી ગઈ! એ કઈક બીજું જ જોઈ ગઈ છે."
"તું આટલા વિશ્વાસથી કેમ કહી શકે કે તે એવા ઈરાદે ગઈ છે?" યોગેશે પુછ્યુ.
"કારણ કે મે આવી રીતે બે-ત્રણવાર મદદ કરી છે."
"કાજલ મને તારો ડાઉટ સાચો લાગે છે.! મહેક.. એવું જ કંઈક જોઈ ગઈ છે. જો.. તે છોકરાની આગળ બે વ્યક્તિ છે, તે જેમ-જેમ આગળ વધે છે તેમ-તેમ તે છોકરો પણ આગળ વધે છે. તે પેલા બંને વ્યક્તિનો પીછો કરતો હોય એવું લાગે છે."
કાજલે પ્રિતીના હાથમાથી દુરબીન લઈ પેલા બે વ્યક્તિને જોવા લાગી. કાજલને તેમાથી એક વ્યક્તિને ક્યાંક જોયો હોય એવું લાગ્યું.. "પણ ક્યા? ક્યા જોયે છે.?" કાજલ યાદ કરતી એટલામા વોક કરતી રહી... કાજલને આ રીતે વોક કરતા જોઈ રાજેશે પુછ્યું. "શું થયું..? તું અચાનક આમ કેમ કરે છે?" 
"સો-ટકા મહેક આ વ્યક્તિને જોઈને જ ગઈ છે. મેં આને જોયો છે..  પણ ક્યાં અને ક્યારે.! એ યાદ નથી આવતું.."
કાજલે મહેકને ફોન કર્યો સામેથી મહેકનો આવાજ સંભળાયો "હા..બોલ.!  શું છે?"
"તું પ્રભાત માટે નથી ગઈ. તેની આગળ જે બે વ્યક્તિ છે એમાથી એકને જોઈ ગઈ છે એટલે તું ગઈ છે ને.?"
"વાહ..! તો તું તેને ઓળખી ગઈ."
"હા.. મે તેને ક્યાંક જોયો છે પણ યાદ નથી આવતું..!"
"યાદ કર.. તે મારી સાથે  "છ" કલાક તેનોપીછો કર્યો હતો. પછી હું એકલી અમદાવાદ ગઈ હતી. "યાદ આવ્યું..?" સામેથી મહેક બોલી રહી હતી. "તેનો પીછો કરનાર મારો ફ્રેન્ડ પ્રભાત જ છે. પણ તે શુંકામે તેનો પીછો કરે છે એ મારે જાણવું છે. આમા કેટલો સમય લાગશે એ હું કહી શકતી નથી. એટલે તું હવે બધાને મારા શિમલા આવવા પાછળનું સાચું કારણ બતાવી દેજે, મારે આવવામાં વાર લાગે તો તું બધાને લઈને આગળ પ્રવાસ શરૂ રાખજે. હું મારી રીતે તમારી પાસે આવી જઈશ.. ચાલ બાય.. પછી ફોન કરીશ.." મહેકે ફોન કટ કર્યો.
મહેકે પોતનો ચહેરો સ્કાપ અને ગોગલ્સથી છુપાવી દીધો હતો. હવે મહેકને ઓળખવી મુશ્કેલ હતી. તેને પુરો વિશ્વાસ હતો કે તે છોકરો પ્રભાત જ છે. પણ પાસે જઈને ખાતરી કરવા માંગતી હતી. એટલે બજારમાં આવી ધીરે-ધીરે ચાલતાં તેની પાસે પોહોચી. નજદીક પહોચી ખાતરી કરી.. તે પ્રભાત જ હતો. તે આગળના બન્ને વ્યક્તિ પર નજર રાખી રહ્યો હતો. મહેક બાજુના સ્ટોર પર વસ્તું જોવાનો ડોળ કરતી ત્રણેય પર નજર રાખી રહી હતી. તેને જોવું હતું કે પ્રભાત અહી શું કરે છે? અને પેલા બન્ને વ્યક્તિનો  શુંકામ પીછો કરે છે..?
મંદિર પરથી બધાં મહેકને પેલા ત્રણેયની નજદીક પહોચતા જોઈ રહ્યા છે. હવે કાજલને યાદ આવે છે કે તે આદમી કોણ છે અને ક્યાં જોયો હતો. કાજલ બધા ફ્રેન્ડસને કહે છે.
"ફ્રેન્ડસ મને યાદ આવી ગયું..! આ એજ વ્યક્તિ છે જેનો પીછો કરતા મહેક અમદાવાદ ગઈ હતી. તે એક ડ્રગ્સ ડીલર છે.  તે દિવસે પોલીસની રેડમાં તેના ઘણાં સાથીયો પકડાયા હતાં પણ આ ભાગી ગયો હતો. મહેક તેને જોઈને જ ગઈ છે. પણ મહેકનું  શિમલા આવવા પાછળનુ કારણ પ્રભાત કે પેલો વ્યક્તિ નથી. તે બન્ને તો અચાનક વચ્ચે આવ્યા છે..!"
"મહેકનું શિમલા આવવા પાછળ કોઈ પ્લાન હતો?" યોગેશે પુછ્યું .
"સોરી ફ્રેન્ડસ.! તમને બધાને અમે એક વાત નથી કહી.  મહેક એક ખાસ કામથી શિમલા આવી છે. એટલે તેના વિના જ આપણે આગળ પ્રવાસ કરવાનો છે."
હવે પેલા બન્ને વ્યક્તિ વાતો કરતા જંગલ તરફના રસ્તે આગળ વધી રહ્યાં હતાં. પ્રભાત તે લોકોની નજરથી પોતાને છુપાવતો થોડાં અંતરે તેનો પીછો કરી રહ્યો હતો. મહેક પણ ત્રણેયની પાછળ ધીરે-ધીરે આગળ વધી રહી હતી. મહેકને કંઈક અનિક્ષીત ઘટનાના સંકેત થઈ રહ્યાં હતાં..! મહેકે.. કાજલને કોલ કર્યો... કાજલ તેના જ કોલની રાહ જોય રહી હોય તેમ પહેલી રિંગે જ કોલ રિસિવ કરી "હેલ્લો" બોલી.
"કાજલ, મારી વાત ધ્યાનથી સાંભળજે." કાજલનું હેલ્લો સાંભળતા મહેક પોતાની વાત કહેવા લાગી. "હું થોડો સમય તને કોલ નહી કરી શકું. તે છોકરો મારો ફ્રેન્ડ પ્રભાત જ છે. પણ તે પેલા વ્યક્તિનો પીછો શુંકામે કરે છે તે જાણવા હું તેની પાછળ જઉ છું. હું પાછી ક્યારે આવીશ એ અત્યારે નહીં કહી શકું. મારી ચિંતા કર્યા વગર તમે બધાં પ્રવાસની મજા લુટજો.. સમય મળતાં તને કોલ કરતી રહીશ. "કાજલ તું સાંભળે છે ને.?"'
"હા.. હું સાંભળું છું.. મહેકની વાત કાજલે ધ્યાનથી સાંભળી પછી બોલી..  "તારું ધ્યાન રાખજે. કઈ પણ કરતાં પહેલાં એટલું યાદ રાખજે.. આ ગુજરાત નથી. અહી તારી કોઈ મદદ નહી કરે. કોઈ પ્રોબ્લમ હોય તો કોલ કરજે."
"ઓ.કે.. કોલ કરીશ.. બાય..." મહેકે કોલ કટ કરી પેલા બે વ્યક્તિ અને પ્રભાતની પાછળ-પાછળ જંગલ તરફ આગળ વધી હતી ત્યારે મહેક નહોતી જાણતી કે એ એક ભયાનક દ્રશ્યની સાક્ષી બનવા જઈ રહી છે...!
કાજલ સાથે બધાં ફ્રેન્ડ ચારેય જણાને દેવદાર વૃક્ષનાંજંગલમાં ગાયબ થતાં જોઈ રહ્યાં...!

ક્રમશઃ


***