Mahek - 11 books and stories free download online pdf in Gujarati

મહેક - ભાગ - ૧૧

મહેક ભાગ-૧૧


"હાય.. ફ્રેન્ડસ.." કાર પાસે આવીને કાજલ બોલી.
"તમે અહીં કેમ ઉભા રહ્યાં..? કોઈ પ્રોબ્લમ..?" કારમાથી બાહર આવતા મહેકે  પુછ્યું..
"આપણે સાંગલાવેલી નજદીક પોહોચવા આવ્યા છીએ, એટલે મે વિચાર્યું અહી થોડીવાર રોકાઈ તારો આગળનો શું પ્લાન છે એ જાણી લઉ.અહી  રેસ્ટોરન્ટ છે એટલે થોડી પેટપૂજા કરી સાથે આગળ જઈએ." કાજલે પંકજ સામે જોઈ સ્માઈલ કરતા કહ્યું. કાજલના સ્માઈલ કરવાથી એ કારની બાહર આવી બોલ્યો. "હા.. ચાલો થોડીવાર અહીં રોકાઈ નાસ્તો કરી પછી નીકળ્યે.."
બધા સામે દેખાતી  રેસ્ટોરન્ટ તરફ ચાલ્યા.. મહેકને જોય એના બધા ફ્રેન્ડસ ઘેરીને સવાલોનો વરસાદ કરી દિધો. "આ બધું શું છે.? તું અહી કયાં કામે આવી છે.? તે અમને પહેલાં કેમ કહ્યું નહી.? તું કોઇ પ્રોબ્લમમાં તો નથી ને.?" મહેક ચુપ રહી બધાને સાંભળતી રહી..
"એલી કંઈક તો બોલ." મહેકને ચુપ જોતા પ્રિતી અકળાઈને બોલી.
"તમે મને બોલવાનો મોકો આપો તો બોલું ને.." મહેકે કહ્યું..
"બધાના સવાલના જવાબ આપશે, પહેલા એને બેસવા દ્યો.એની સાથે બીજા ફ્રેન્ડસ છે, એને હાય-હેલ્લો તો કરો યાર." યોગેશે બધાને શાંત કરતા કહ્યું.
મહેકે એક-બીજાનો પરીચય આપી પછી બધાને આગળના પ્લાનની માહિતી આપતા બોલી .. "ફ્રેન્ડસ, હજી ત્રણ દિવસ હું તમારાથી દુર રહીશ. આજની રાત મારા આ ફ્રેન્ડસ સાથે સાંગલામાં રહીશ, કાલે તમારી પાસે 'બંજારા કેમ્પ' આવીશ. ત્યાં મે તમારાથી અલગ બુકિંગ કરાવેલ છે એટલે આપણે એક-બીજાને ઓળખતા ના હોય એ રીતે રહેવાનું છે.."
"સાથે હોવા છતા તું અમારી સાથે કેમ નહી.? એવું શું કરવા આવી છે." યોગેશે વચ્ચે જ સવાલ કર્યો.
"સોરી ફ્રેન્ડસ..! અત્યારે તમને કંઈ નહી કહી શકું. જેમ કહું છું, એમ જ કરો... પ્લીઝ..! મારા કારણે તમે કોઈ મુશ્કેલીમાં ના મુકાવ એનું મારે ધ્યાન રાખવાનું છે. ચાર દિવસ પછી તમને બધી ખબર પડી જશે... અત્યારે કાજલને અમારી કારમાં સાથે લઈને આવું છું. તમે આગળ સાંગલા પહોચી રાહ જુવો.." 
★★★★★
અડધી કલાકના વિરામ પછી મહેકે તેના મિત્રોને સમજાવી સાંગલા તરફ રવાના કર્યા. 
પોતાની કાર તરફ જતા હતા ત્યારે કાજલે મજાક કરતા પ્રભાતને પુછ્યું. "પ્રભાત તે આ મેડમ પર એવો તે શું જાદું કર્યો કે હજી એક રાત તારી સાથે રહેવા માંગે છે."
"મને શું ખબર! આ પ્લાન એનો છે, તો એને જ પુછને.." પ્રભાત કાજલાના સવાલનો જવાબ આપતા કહ્યું.
"તું વિચારે છે એવું કશું નથી.  મારે આ મિશન વિશેની થોડી વાતો આ લોકોને સમજાવવી છે. અમે આ એક રાત પુરતા સાથે છીએ, કાલથી બધા અલગ-અલગ જગ્યાએ હશું. એટલે આજની રાત આ લોકો સાથે જઉં છું." મહેકે કારમાં બેસતા કહ્યું... ડ્રાઈવર સીટ ફરી એકવાર મનોજે સંભાળી કારને સાંગલા તરફ દોડતી કરી...
"કાજલ, મને એક સવાલનો જવાબ આપ,  તને કેમ ખબર પડી કે અમે તમારી પાછળ આ જ કારમાં આવ્યે છીએ..?" મનમાં ક્યારનો ગુલાટી મારતો પ્રશ્ન અંતે પ્રભાતે  પુછી લીધો.
"મુર્ખ જેવી વાત ના કર. મને એના મોબાઈલના GPS પરથી ખબર પડી. એનું GPS ઓન છે." કાજલે સ્માઈલ સાથે જવાબ આપ્યો...
"તે કહ્યું હતું ને, તારો મોબાઈલ ઓફ છે?"  મહેક સામે જોતા પ્રભાતે પુછ્યું.
"મે એવું નથી કહ્યું. મે એમ કહ્યું હતું કે મારો મોબાઈલ ઓફ હોય તો પણ કાજલ મને શોધી શકે છે.." મહેકે સ્માઈલ કરતા કહ્યું...
"પણ એ કઇ રીતે ?" પ્રભાતે આશ્ચર્ય સાથે કાજલ અને મહેક બન્ને તરફ જોતા પુછ્યું.
"એક નાનકડી "ચિપની"  મદદથી, પણ એ ફક્ત પાંચ કિ.મીના અંતરમાં હોય તો! આની પાછળ મોટી સ્ટોરી છે,  પણ હું સોર્ટમાં કહું. તમે જ્યારે કોઇ પ્રત્યે અનહદ લાગણી ધરાવતા હોવ ત્યારે તમને એને ખોવાનો ડર વધું લાગતો હોય છે. આવું જ મારી સાથે થયું હતું. આ ચિપનો જન્મ એક શંકાના આધાર પર થયો હતો... આજથી એક વર્ષ પહેલાં મારો બોયફ્રેન્ડ 'રાજેશ'  થોડા દિવસથી મારા કોલ રિસીવ નહોતો કરતો. ક્યારેક તો ફોન ઓફ કરી દેતો હતો. એની કોલેજમાથી બંક મારી ક્યાંક ચાલ્યો જતો. મોબાઈલ ઓન હોય ત્યાં સુધી મને વાંધો ન હતો. હું એનું લોકેશન જોઈ શકતી હતી. પણ એ મોબાઈલ ઓફ કરતો હતો એટલે મને શંકા થઇ કે કંઈક તો એવું છે જે મારાથી છુપાવે છે. હું જ્યારે પુછતી ત્યારે તે વાતને મજાકમાં ઉડાવી દેતો. એ સમયે હું અને મારો એક કોલેજ ફ્રેન્ડ, GPS જેમ જ કામ આપી શકે એવી ડિવાઇસના પ્રોજેક્ટ પર સાથે કામ કરતા હતા. ત્યારે મે એને કહ્યું કે હું આનો પ્રયોગ મારા બોયફ્રેન્ડ પર કરવા માંગુ છું. ત્યારે એને સાફ ના પાડી હતી. પણ હું માની નહી અને એ આઇડિયાની મેં ચોરી કરી આ ચિપ બનાવી હતી. એક હેન્ડવોચમાં ફિટ કરી એ વોચ હું રાજેશને ગીફ્ટમાં આપવા માંગતી હતી, પણ મારા આ પાગલપણાની મહેકને ખબર પડી ગઈ. એણે મને એવું કરતા રોકી હતી. મને સમજવી કે 'આવી નાની વાતમાં ક્યારેય કોઇ સબંધની જાસુસી ન કરાય, નહિતર હમેશા એ સબંધથી હાથ ધોય નાખવા પડી શકે.' પછી રાજેશ ક્યાં જાય છે અને મોબાઈલ કેમ ઓફ હોય છે એની હકીકત મને કહી ત્યારે મને મારી જાત પર બોવ ગુસ્સો આવ્યો હતો.  સમજાયું કે હું કેટલી મોટી ભુલ કરી રહી હતી..! જેની સાથે પુરી જીંદગી જીવવાના સ્વપ્નાં જોતી હતી એની પર મે શંકા કરી...!" કાજલ વાત કરતા ભુતકાળમાં ચાલી ગઇ હતી. ત્યારે કરેલી ભુલનો અફસોસ અત્યારે પણ તેના ચહેરા પર પ્રભાત સાફ જોઇ શકતો હતો ... 
કાજલ ચુપ રહેતા મહેક સામે જોતા પ્રભાતે  પુછ્યું.. "રાજેશ એવું શું કરતો હતો ? જેના કારણે એ કોલેજ બંક કરતો અને મોબાઈલ ઓફ રાખતો હતો...!"
"મારી મદદ... હું અને રાજેશ સાથે જ ભણીએ છીએ, એ પણ પત્રકાર બનવા માંગે છે. મે પહેલા તમને કહ્યું હતુને કે હું મારા પત્રકાર મિત્રને ડ્રગ્સ પર આર્ટીકલ લખવામાં મદદ કરી રહી હતી. એજ વિષયમાં રાજેશ મારી મદદ કરતો હતો. જ્યારે મારી પાસે સમય ના હોય ત્યારે મારી જગ્યાએ રાજેશ પહોચી જતો અને એ લોકો પર નજર રાખતો હતો." મહેકે પ્રભાતને સમજાવતા કહ્યું..
"વાહ...! મતલબ તારા બધા ફ્રેન્ડ પણ તારી સાથે મળેલા છે..?"
"બધા નહી.. આ બેજ મારી સાથે શરૂંથી છે." મહેકે હસતા-હસતા કહ્યું.
"ઓ.કે...!! હવે મને સમજાયું કે કાજલ તને મોબાઈલ વિના કેમ શોધી શકે છે... એ વોચ અત્યારે તારા હાથ પર છે એમજને..?" પ્રભાતે મહેકના હાથ પરની ઘડિયાળને જોતા બોલ્યો... "પણ એ કામ કઇ રીતે કરે છે..?"
પ્રભાતના સવાલનો જવાબ આપતા કાજલ બોલી. "એ ચિપ મારા મોબાઈલમાં રહેલા એક સોફવેર સાથે કનેક્ટ છે. એ ગુગલ મેપ સાથે જોડાયેલ છે. જેથી હું મહેકને પાંચ કિ.મી.ના અંતરે ફોલો કરી શકું, એના ચોક્કસ લોકેશનને જોઇ શકું છું." પ્રભાતના પ્રશ્નનો જવાબ આપી પછી મહેક સામે જોતા કાજલે પુછ્યું. "મહેક, મને કેમ સાથે લીધી. તારો શું પ્લાન છે..?" 
"હવે અમારા આ મિશનને તારા હેકર દિમાંગની જરૂર છે... તું કોઇ પણ નંબર ટ્રેસ કરી શકે છે. એટલે અત્યારે હું તને બે નંબર આપું છું એ અત્યારે ક્યા છે એનું એકઝેટ લોકેશન મને કહે..." મહેક પોતાના ફોનમાથી નંબર સર્ચ કરતાં બોલી..
કાજલે બેગમાથી લેપટોપ કાઢી મહેકે આપેલા નંબરને ટ્રેસ કરી રહી હતી... થોડીવાર પછી લેપટોપ મહેક તરફ કરી કહ્યું... "અત્યારે આ બન્ને નંબર દિલ્લીમાં  અલગ-અલગ જગ્યા પર છે. લોકેશન જોઇલે.."
ઓ.કે...!! હવે આ બન્ને નંબરનુ લોકેશન તારે ચેક કરતું રહેવાનું છે. એની દરેક હિલચાલની અમને અપડેટ આપવાની છે. આ બધા ફ્રેન્ડસના નંબર સેવ કરીલે હવે આપણે બધા ફોન પર મળશું." મહેકે કાજલને આગળનો પ્લાન સમજાવતા કહ્યું...
"તમે આ નંબર ટ્રેસ કરો છો એટલે મહત્વના છે એ તો મને સમજાયું. પણ કદાચ એ નંબર બદલી નાખે તો..?" પંકજે કાજલ સામે જોતા પુછ્યું...
"એ નંબર બદલે તો પણ મારી નજરની સામે જ હશે.મોબાઈલ બદલે તો થોડી તકલીફ થઇ શકે.!" કાજલે પંકજ સામે સ્માઈલ કરતા કહ્યું..
હવે સાંગલાવેલી નજદીક આવી ગયું હોય એવા સંકેત આપતી બરફીલી ઠંડી વધી રહી હતી. .. જેમ-જેમ કાર આગળ વધતી હતી એમ હિમાલયનાં ઊંચા અને વિશાળ પહાડો જાણે અંદર-અંદર લઈ જતા હોય એવું લાગતું હતું. હવે રસ્તા એકદમ જ પથરાળ જેવા શરૂ થયા હતા. ઊંચી ચટ્ટાનો અને ઊંડી ખાઈઓને વચ્ચેથી કાર ક્યારે સાંગલાવેલી આવશે એ સવાલ સાથે આગળ વધી રહી હતી. આજુ-બાજુનું સમગ્ર વાતાવરણ શહેરીકરણથી સાવ અલગ જ હતું.
ચાર વાગ્યે સાંગલા ગામમાં પહોચ્યા. ત્યા મહેકના ફ્રેન્ડસ તેની રાહ જોતા સામે ઉભા હતા. તેનાથી થોડી દુર કાર ઉભી રાખી કાજલને ત્યાં જ ઉતારી મનોજને કાર આગળ ગામમાં લેવાનું મહેકે કહ્યું..
આગળ પુછતા એક ગેસ્ટહાઉસ મળી ગયું હતું. બધા લાંબી સફરથી થાક્યા હતા એટલે ફ્રેશ થઇ થોડીવાર આરામ કરવાનું નક્કી કરી પોત-પોતાના રૂમમાં ચાલ્યા ગયા..
★★★★★★
સાંજે સાત વાગ્યે બધા મહેકના રૂમમાં બેઠા હતા. મહેક આગળના પ્લાનની માહિતી આપતા બોલી... "ફ્રેન્ડસ, આ મિટિંગમાં હાજરી આપવા આવવાના છે એ બધાના ફોટા મેં તમારા મોબાઈલમાં ફોરવર્ડ કરીયા છે. એમાંથી ઘણાને તમે જોયા હશે.. એ બધા કાલથી અહી અને મનાલીમાં દેખાશે. તમારે એની પર નજર રાખવાની છે પણ સાવધાનીથી. કોઇ મુર્ખામી કરી એ લોકોની નજરે ન ચડતા. આપણે કોઇ હિરોગીરી નથી કરવાની. આ બધા એક જગ્યાએ ભેગા થાય પછી આપણી મદદ કરવા આવશે એને સોપી ચુપચાપ નીકળી જવાનું છે.. કાલથી આપણે બધા અલગ થશું. હું બંજારા કેમ્પ જઇશ, પ્રભાત અને મનોજ કાર સાથે અહીં પર રહેશે, પંકજ અને જનક તમારે કાલે મનાલી જવાનું છે..." મહેકે બધા સામે જોતા વાત પુરી કરી..
"અમારે મનાલી કેમ જવાનું છે ? મેન વિલન તો અહીં જ આવવાનો છે ને.?" પંકજે પ્રશ્ન કર્યો..
એના પર હું નજર રાખીશ. એ તમને બધાને સારી રીતે ઓળખે છે. એટલે તમારામાથી કોઇને છેલ્લે સુધી એની સામે જવાનું નથી... એને એમ જ સમજવા દ્યો કે યાકુબ તમને શિમલામાં ફેરવી રહ્યો છે. આપણે એનો ફાયદો ઉઠાવાનો છે. થોડું રિસ્ક છે. કદાચ મારા વિશે જાણતો હોય. કદાચ એને યાકુબના મરવાની ખબર પડી ગઇ હોય. જો આમાંથી કંઈ પણ ખબર હશે તો એ કાલે સાંગલા નહિ આવે, અને જો આવશે તો આ મિશન સો-ટકા સફળ થાશે. મિટિંગનું સ્થળ મનાલીમાં છે, અને ત્યાં જ તમને જાણીતા ચહેરા જોવા મળશે. અમે પણ મેન વિલનની પાછળ મનાલી આવશું.. હવે કોઇ સવાલ.?" મહેકે બધા સામે જોયને પુછ્યું.
"નહિ મેડમ, હવે બધું સમજાય ગયું.."
"ઓ.કે..!! તો ચાલો પેટપુજા કરવા બાહર જઈએ. મને ભુખ લાગી છે." મહેકે ઉભા થતા કહું..
"હવે તો કહે.. આ મેન વિલન કોણ છે ...?"
પ્રભાતનો સવાલ સાંભળી મહેકે એની સામે જોતા બોલી... "તમને તમારા સરે એના વિશે કાંઈ કહ્યું નથી તો હું સમય પહેલા તમને કેમ કહું..!!"

ક્રમશઃ