Pride - 10 books and stories free download online pdf in Gujarati

મહેક - મહેક ભાગ-૧૦

મહેક ભાગ-૧૦

"તું વધુંને વધું સસ્પેન્સ થતી જાય છે. હવે અમે કોઈ સવાલ નહીં પુછીએ, તુજ અમને બધું કહે જો અમારાપર વિશ્વાસ હોય તો.!" પ્રભાત હાર માનતા બોલ્યો.
 મહેક કંઈ કહે એ પહેલા મનોજ બોલ્યો. "એક મિનિટ મેડમ.! તમે અમને અનાળી કેમ કહિયા? અમારાથી એવી કઈ ભુલ થઈ?"
"આપણી મંઝિલ નજદીક આવી રહી છે એટલે આપણી પાસે સમય ઓછો છે. હું બધું સમજાવું એ પહેલા તમને થોડા સવાલ પુછું એમાં તમને સમજાય જશે કે મે તમને અનાળી કેમ કહ્યા." મહેકે મનોજના સવાલનો જવાબ આપતા કહ્યું..
"મારો પહેલો સવાલ..! તમે મારો પીછો કરતા એ હોટલમાં આવ્યા હશો જ્યાંથી મે નોકરનો પીછો કર્યો હતો. ત્યાં તમે યાકુબને જોયો હશે તો તમે મારો પીછો કરતા પહેલા તમારામાથી કોઈ એક ત્યાં યાકુબ પર નજર રાખવા રહ્યું હશેને..?"
"ના..અમારામાથી કોઈ ત્યાં નહોતું રહ્યું. અમારાપર તમારી સુરક્ષાની જવાબદારી હતી." મનોજે જવાબ આપતાં કહ્યું...
"આ પહેલું સબુત તમારા અનાળી હોવાનું." મહેકે હસતા હસતા કહ્યું..
"મહેકની વાત બરાબર છે. જેને આપણે છ, મહિનાથી શોધતા હતા. એ અચાનક સામે આવ્યો હતો. આપણે એને નજરથી દુર કેમ થવા દેવાઈ.! આપણામાથી કોઈ એક ત્યાં રહ્યું હોત તો બે કામ એક સાથે થયા હોત.આ આપણી ભૂલ છે. પણ મહેક તું  મારા એક સવાલનો જવાબ આપ. યાકુબ તારા માટે પણ મહત્વનો હતો, તો તું ત્યાં રહેવાના બદલે પેલા નોકર પાછળ કેમ ગઈ હતી..?" પ્રભાતે ભૂલ કબુલ કરતા સામો સવાલ પૂછ્યો..
"ત્યારે યાકુબની મારે જરૂર નહોતી. યાકુબ કરતા નોકર મારા માટે વધું મહત્વનો હતો. યાકુબને તો હું પછી પણ શોધી શકું તેમ હતી. એ આટલો સમય ક્યા રહેતો હતો એની મને ખબર પડી ગઈ હતી." પ્રભાતના સવાલનો જવાબ મહેકે આપ્યો.
"મતલબ..! તને પહેલેથી ખબર હતી એ ક્યાં છુપાઈને બેઠો છે?" આશ્ચર્ય સાથે પ્રભાતે પુછ્યું..
"ના.. મને એજ હોટલમાં ખબર પડી હતી. મને લાગે છે તમે યાકુબના યુનિફોર્મને ધ્યાનથી જોયો નથી. મે જોયો હતો..! એ યુનિફોર્મ પર કંપનીનો લોગો હતો. મે એ કંપનીનું નામ ગુગલ પર સર્ચ કર્યું તો મને એ કંપનીનું એડ્રેસ મળ્યું હતું. હું સમજી ગઈ હતી કે એ ત્યાંજ છુપાઈને રહેતો હશે. એ એક બંધ કેમિકલ ફેક્ટ્રી હતી. જ્યાં આપણે બે વખત જઈ આવ્યા હતા. હું એજ જાણવા તે રાત્રે ફેક્ટ્રીમાં ગઈ હતી. અને સી.સી.ટી.વીનું રેકોર્ડીંગ જોયું હતું... મારો બીજો સવાલ... હું જે ઘરપર નજર રાખતી હતી એ ઘર કોનું હતું અને મે દસ દિવસ ત્યાં શું કર્યું એની તમને ખબર હતી..?"
"હા.. અમને ખબર હતી. એ ઘર ભારતના રક્ષામંત્રીના પી.એનું હતું. એ ઘરની સામે બેસીને તે દસ દિવસ નજર રાખી હતી ... જોકે તારે બીજું કંઈ કરવાનું હતું નહિ. પણ મને એક વાત ના સમજાય! તે દસ દિવસ કંઈ કર્યું નહોતું તો પછી પેલા નોકર પર શંકા કેમ થઈ હતી. અને તે એનો પીછો કેમ કર્યો..?" પ્રભાતે પ્રશ્ન કરતા પુછ્યું.
"તમે બધાં એવું વિચારતા હતા કે એ ઘરમાં મને કંઈ મળવાનું નથી. આતો મારી ધેર્યની પરિક્ષા હતી. મારી ટ્રેનિંગનો એક હિસ્સો હતો... તો તમે ત્યાં જ રોંગ હતા...! હું વિચારતી હતી કે મને ગુજરાતથી બોલાવી આ ઘરના સભ્યો પર નજર રાખવાનું કામ કેમ સોપ્યું હશે? આવું કામતો કોઈ પણ કરી શકે! આની પાછળ કંઈક તો કારણ હશે. પણ મારી પાસે કોઈ  ઓપ્શન નહોતું. મારે શું કરવાનું છે? મારે શું જાણવાનું છે? એટલે મે નક્કી કર્યું હતું કે હું કંઈ નહી કરું. હવે જે કરવાનું છે તે એ લોકોજ મને સામે આવીને કહેશે. એટલે મે એના ઘર સામે અડ્ડો જમાવ્યો હતો. હું એકજ જગ્યાએ બેસી નજર રાખતી હતી જેથી એ લોકોની નજરમાં આવી શકું.." મહેકે થોડીવાર ચુપ રહી..
મહેકને ચુપ જોઇ પ્રભાત બોલ્યો... "તારું કેરેક્ટર મારી સમજની બાહર છે. જ્યા છુપાવાનું હતું ત્યાં તું સામે ચાલીને એ લોકોની નજરમાં આવવા માંગતી હતી.. કેમ ?"
"એનો જવાબ તો તમને દસ દિવસ પછી મળી જ ગયો હતો... હું બીજા કોઈની નજરમાં આવી કે નહી એ મને ખબર નહતી પણ નોકરની નજરમાં આવી ગઈ હતી. એ હોટલમાં યાકુબ પાસે આવ્યો ત્યારે મને જોઈ લીધી હતી એટલે જ ત્યાંથી ભાગ્યો હતો... એ મને જોઈને કેમ ભાગે છે એ જાણવા હું તેની પાછળ ગઈ હતી. એણે અજાણતા જ મને યાકુબનું એડ્રસ બતાવી દીધું હતું. પણ ત્યારે મારાથી એક ભુલ થઇ હતી એ તમે આવીને સુધારી લીધી નહિતર અત્યારે આ સ્ટોરી હું તમને ન કહી રહી હોત."
"વાહ! દોસ્ત, સાચું અમે તારી સામે અનાળી સાબીત થયા. અમારી પાસે ઘણા ઓપ્શન હતા. છતા અમે કંઈ ન કરી શક્યા. અને તારી પાસે કોઈ ઓપ્શન ન હોવા છતા દસ દિવસમાં ઘણું કામ કરીને ચાલી ગઈ અને આજ સુધી કોઈને ખબર નથી કે તે શું કર્યું... "હવે ડિટેલમાં કહે. સત્ય શું છે?"
"પ્રભાત, પહેલા એક કામ કરવાનું છે. અત્યારે તારા સરને કોલ કરીને પુછવાનું છે. કે રાજકોટમાં મહેક પાછળ જાસુસ મુક્યો હતો એને શું રિપોર્ટ આપ્યો.."
મહેકના કહેવાથી પ્રભાતે એના સરને કોલ કર્યો. "હેલ્લો" સામેથી સરનો અવાજ સ્પિકર મોડ પર રાખેલ ફોનમાં બધાને સંભળાયો..
"સર, તમે રાજકોટમાં મહેક પાછળ જાસુસ રાખ્યો હતો તેને શું રિપોર્ટ આપ્યો..?" પ્રભાતે કોઈ ઓપચારીકતા દાખવીયા વિના સીધો સવાલ કર્યો.
"ઓહ! તેને એ પણ ખબર પડી ગઈ. તે મારા ધારણાઓથી પણ વધું તેજ નીકળી. આઈ.એમ.ઇમ્પ્રેસ. દિલ્લીથી ગયા પછી તેણે શું કર્યું એની કોય જાણકારી નથી મળી. પણ મને વિશ્વાસ છે કે એ ઘણું જાણે છે. પ્રભાત, ફોન મહેકને આપ. મારે એની સાથે વાત કરવી છે.."

"સર, હું સાંભળી રહી છું."
"મહેક..! મને ખબર છે કે તું મિશન 'D' શું છે એ સારીરીતે સમજી ગઈ છે. એટલે જ તું શિમલા આવી છે. હવે તારે બધા સાથે મળીને આ મિશનને અંજામ સુધી પહોચાડવાનું છે. અત્યારથી જ તુ ટીમ લીડર છે. બધા તારા ઈશારે આગળ ચાલશે..."
"ઓ.કે. સર, હું અંજામ સુધી પહોચાડીશ. પણ અંજામ આપવા માટે અમે પાંચ પુર્તા નથી. અમને મદદની જરુરત પડશે. નેપાળ બોર્ડર પરથી ડ્રગ્સ આવવાનો છે. એ વીના રોકટોક અહીં પહોચવો જોઇએ એ પણ બે દીવસમાં.."

"ઓ.કે. મહેક.! નો ટેન્શન બધું થઈ જશે. બેસ્ટ ઓફ લક..."
"એક મિનિટ સર..."
"યસ...!"
"સર, હવે પ્રાઇવેટ નંબરથી મેસેજ નહિ, ડાઇરેક્ટ કોલ કરજો.." મહેકે હસતા-હસતા કહ્યું..
"વેરી સ્માર્ટ ગર્લ..! તને દિલ્લી બોલાવીને મે કોઈ ભૂલ નથી કરી. ગ્રેટ જોબ..ઓ.કે હવે કોલ કરીશ.."  સામેથી સરના હસવાના આવાજ સાથે કોલ કટ થયો...મહેક અને સર વચ્ચે હિન્દીમાં થયેલ વાર્તાલાપ બધા ધ્યાનથી સાંભળતા હતા..
"ઓ.કે.. ફ્રેન્ડસ.. હવે તમને એ રાત્રે ફેક્ટ્રીમાં મેં શું જોયું અને શું કર્યું હતું.? ત્યાર પછી રાજકોટ જઈ મે શું  કર્યું.? એ બધું ડીટેલમાં કહું છું." મહેકે તે રાતથી વાત શરુ કરી..
"યાકુબ ફેકટ્રીમાં શું કરે છે એ મારે જાણવું હતું. એટલે પહેલા સી.સી.ટી.વી કેમેરાનું રેકોર્ડિંગ જોયું હતું. યાકુબ પેલી મેન ઓફિસમા રહેતો અને કોમ્પ્યુટર પર કામ કરતા કેમેરામાં કેદ થયો હતો. બીજા પણ ઘણા જાણીતા ચહેરા કેમેરામાં કેદ થયા હતા. બધું જોવાનો મારી પાસે સમય ન હતો એટલે હાર્ડડિક્સ મે સાથે લીધી હતી. મેન ઓફિસના કોમ્પ્યુટરમાથી મને અહી થનાર મિટીંગની સંપૂર્ણ જાણકારી મળી, એ મે મારી પેન ડ્રાઇવમા ડાઉનલોડ કરી ત્યાંથી હું સીધી રેલવે સ્ટેશન પહોચી હતી. ચાર વાગ્યાની ગાડી પકડી રાજકોટ ચાલી ગઈ હતી... રાજકોટ જઈ હું કંઈ થયું ના હોય એમ રહેવા લાગી હતી. પણ હું વિચારોમાં ખોવાઈ જતી હતી. હવે મારે શું કરવું.? હું દિલ્લીથી જે જાણકારી લઈને આવી હતી એ કોની સાથે શેર કરું. કોની મદદ લઉ.  મારા પત્રકાર મિત્રની મદદ લેવાનો વિચાર કર્યો પણ એને કંઈ કહું એ પહેલા મને ખબર પડી કે કોઈ મારી પર નજર રાખે છે. એ દોસ્ત છે કે દુશ્મન! મને ખબર ન હતી. હું બન્નેની નજરમાં આવી ગઈ હતી. એટલે કોઈ પણ હોય શકે. એ સમયે કોઈ રિસ્ક લેવા નો'તી માંગતી. આમને આમ પંદર દિવસ વીતી ગયા, ત્યારે એક વાત સમજાઈ કે મારી પર નજર રાખવાવાળો દુશ્મન નથી. નહિતર આટલા દિવસમાં કંઈક તો હરકત જરૂર કરી હોત. એટલે હું નિડર બની મનોમન નક્કી કર્યું કે હવે આમા હું મારી રીતે આગળ વધીશ. પણ જે માહિતી મને મળી હતી તે થોડી અધુરી હતી એ પુરી કરવા માટે એક હેકરની જરૂર હતી જે બીજાના કોમ્પ્યુટરમાં ઘુસી શકે. ત્યારે મારા દિમાગમાં એક નામ આવ્યું, એ હતું મારી ફ્રેન્ડ કાજલનું. એ કોમ્પ્યુટર એક્સપર્ટ હતી. એને મે બધી વાત કરી હતી. પહેલાં તો એને ના પાડી હતી. પણ ઘણી સમજાવી પછી માની ગઈ હતી. અમે પરિક્ષાની તૈયારીના બહાને મારા ઘરે મોડી રાત સુધી કોમ્પ્યુટર પર કામ કરતા હતા. એક પછી એક રહસ્ય ખુલ્લવા લાગ્યા... હવે બધું કિલયર હતું.. મિટીગનું સ્થળ, કોણ કોણ આવશે, નેપાળ બોર્ડર પરથી ડ્રગ્સ ક્યારે આવશે. બધું સમજાય ગયું હતું. હવે મારે શિમલા આવ્યા વીના છૂટકો નહતો. મે મારો આખો પ્લાન કાજલને કહ્યો. એણે કહ્યું કે 'ત્યાં જઈને આપણે શું કરશું..? આપણી મદદ કોણ કરશે ?' ત્યારે મે એને સમજાવતા કહ્યું હતું કે આપણા શિમલા પહોચતા પહેલા આપણી મદદ કરવાવાળા શિમલામાં હશે. કારણકે ફેક્ટ્રીમાથી મળેલી માહિતીથી યાકુબનો પુરો પ્લાન મને સમજાય ગયો હતો. બસ પછી મે અને કાજલે મળી શિમલા આવવાનો આખો પ્લાન બનાવ્યો હતો. દોસ્તો સાથે શિમલા પહોંચ્યા પછી જે થયું એની તમને ખબર છે.."
"યાર... આ મેન વિલન છે કોણ ? એતો તે કહ્યું નહી." પ્રભાતે મહેક સામે જોતા બોલ્યો.
"કાલે એની એન્ટ્રી સાંગલાવેલીમાં થશે. ત્યાજ જોઈ લેજો તમે એને સારી રીતે ઓળખો છો." મહેકે હસતા હસતા કહ્યું..
અચાનક કારની બ્રેક લાગી...! "હવે તને શું થયું..?" પંકજ સામે જોતા પ્રભાત બોલ્યો.
"યાર સામે જો.એક બ્યુટીફુલ ગર્લ લીફ્ટ માંગે છે. એને કારમાં લઈ લઉ. આગળની સફરમાં મજા આવશે."
"મિસ્ટર, લાળ ટપકાવવાની કોઈ જરુર નથી. એનો એક પહેલવાન ટાઇપનો બોય ફ્રેન્ડ છે." મહેકે બાહર જોતા કહ્યું.
"કોણ છે..?" પંકજે મહેક સામે જોઈ પુછ્યું ..
"કાજલ..! પણ એને કેમ ખબર આપણે આજ કારમાં છીએ..?" બાહર જોતા પ્રભાત બોલ્યો.
"મુર્ખ જેવી વાત ના કર.! ટેકનોલોજીનો જમાનો છે. તમે મને મોબાઈલ ઓન હોય તોજ ફોલો કરી શકો, પણ કાજલ મારો મોબાઈલ ઓફ હોય તોય મારું લોકેશન સોધી શકે છે.."
બધા કાર તરફ આવતી કાજલને જોઈ રહ્યા...!!

ક્રમશઃ