Mahek - 5 books and stories free download online pdf in Gujarati

મહેક - ભાગ-૫

મહેક ભાગ-૫

વાંકાચૂકા પથ્થરીલા ચડાણવાળા રસ્તેથી જંગલના મધ્ય ભાગમાં એક નાનકડા મકાન પાસે આવી પેલા બેય વ્યક્તિ ઉભાં રહ્યાં. ચોતરફ એક નજર કરી પછી એ બંને મકાનની અંદર ચાલ્યાં ગયાં.. મહેક એક ઝાડ પાછળ છુપાઈને જોઈ રહી છે કે હવે પ્રભાત શું કરે છે?
પ્રભાત એક મોટા પથ્થરની આડમાં મકાન તરફ નજર રાખી ચુપચાપ ત્યાં બેસે છે. જાણે પ્રભાત, મહેકની ધીરજના પારખા કરતો હોય તેમ બેગ ખોલી એક પેકેટ અને પાણીની બોટલ કાઢે છે. પેકેટ તોડી તે આરામથી ખાઈ છે.. મહેક તેને જોઈ રહી હતી. પાણીની બોટલ જોઈ મહેકને પણ પાણી પીવાની ઈચ્છા થઈ હતી પણ બેગ તો કાજલ પાસે રહી ગઈ હતી. ઘડિયાળમાં જોયું.. ઘડિયાળનો કાટો એકનો સમય બતાવી રહ્યો હતો.
કલાક ઉપર સમય થવા આવ્યો હતો પણ પ્રભાત તો કોઇ  ફિકર વીના આરામથી નાસ્તો કરીને બેઠો હતો.. મહેકને કાઈ સમજાતું નથી કે હવે શું કરે? અહી રહી ને જ પ્રભાત પર નજર રાખે કે તેની પાસે જઈને પુછે કે આ બધું શું છે..?" ધીરે-ધીરે મહેકનું ટેનશન વધી રહ્યું હતું. સામેના મકાનમાં કોઈ હલચલ થઈ રહી નહોતી.. હવે પ્રભાત હરકતમાં આવ્યો હતો. પાણીની બોટલ બેગમાં મુકી. બેગમાથી બીજી કોઈ વસ્તુ બાહર કાઢી. તે વસ્તુ પેન્ટના પાછળના ભાગમાં છુપાવતાં મહેક જોઈ ગઈ હતી. એના હ્રદયના ધબકારા વધી રહ્યા હતા. કારણ કે તે વસ્તુ એક પિસ્તોલ હતી...!  બેગને ત્યાંજ મુકી ધીરે-ધીર પ્રભાત, મકાનની પાછળની દીશામાં જઈ રહ્યો હતો. હવે એ મહેકની આંખોથી ઓઝલ હતો...
મહેક ધીરે-ધીરે પ્રભાતની બેગ પાસે આવી. બેગ તપાસી તો એમાં નાસ્તાના પેકેટ અને પાણીની બોટલ સીવાય કશું ના હતું.  "હવે શું કરું..? પ્રભાતની પાછળ જઉ કે અહીજ રહી તેની રાહ જોવ. એવા વિચારોમાં અટવાતી મહેક હજું કોઈ નિર્ણય લે એ પહેલાં મકાનમાથી કંઈક ટુટવાના અવાજ સાથે એક હલકી દર્દભરી ચીખ સંભાળાય..! મહેકના પગ  આપોઆપ એ મકાન તરફ ગતિથી ઉપડીયા હતાં. પાછળના ભાગમાં એક અધખુલ્લા બારણા પાસે આવીને અટકીયા...
મહેકે, સાવધાનીથી એ અધખુલ્લા બારણામાં જોયુ એ બારણાથી દશ ફુટની દુરી પર એક બીજું બારણું હતું તે સાવ ખુલ્લું હતું. તેનાથી આગળ પાંચેક ફુટની દુરી પર પ્રભાત જમીન પર અર્ધબેહોશીની હાલતમાં પડીયો હતો. તેના કપાળની જમણી સાઇડમાં એક બદામી કલરનું વર્તુળાકારનું ઢીમણું થઈ ગયું હતું. પાસે એક તુટીખુરશી પડી હતી. મહેક સમજી ગઈ, એને શેનો અવાજ સાંભળ્યો હતો.!

અંદર બંને વ્યક્તિમાથી એકના હાથમાં પિસ્તોલ હતી એ પ્રભાત તરફ તાકી બોલી રહી હતી. "સાલે અબ સ્ટુડન્ટ કો પીછા કરને ભેજને લગે."

"બાતે મત કર.. શુટ કર..!" જંગલ મે કહી દફના દેંગે." પિસ્તોલધારીની પાસે ઉભેલી વ્યક્તિએ કહ્યું.
મહેકની પાસે વિચારવાનો સમય નહોતો. એને કરાટેની ટ્રનિંગમાં એક વાત સીખી હતી. જે હાથ આવે તેને હથીયાર બનાવી લેવું એજ સાચી અકલમંદી હોય છે. મહેકે એક પથ્થર ઉઠાવ્યો. અડધું બંધ બારણું ખોલી તે તેજીથી અંદર પ્રવેશી અને પિસ્તોલવાળા વ્યક્તિ તરફ પુરી તાકાતથી પથ્થરનો ઘા કર્યો હતો. તે પથ્થર પેલા પિસ્તોલવાળા વ્યક્તિના માથામાં લાગ્યો અને તે દર્દથી ચિલ્લાતા બેલેન્સ ગુમાવી જમીન પર પટકાય. અચાનક થયેલાં હુમલાથી બીજી વ્યક્તિએ પાછળ ફરીને જોયું. ત્યાં સુધીમાં મહેક તેની પાસે પહોચી ગઈ હતી. પેલો કોઈ હરકત કરે તે પહેલા મહેકે એક જોરદાર લાત તેના બે પગ વચ્ચે મારી એથી એ કણસતો બેવડ વળીને જમીન પર ઢળી પડ્યો. પિસ્તોલવાળા વ્યક્તિએ પિસ્તોલ મહેક તરફ કરી હતી પણ ચલાવે તે પહેલાં... જમીન પર પડેલા પ્રભાતે પિસ્તોલવાળા હાથ પર લાત મારી હતી. પિસ્તોલ હાથમાથી છુટીને દુર જતી રહી હતી. આ મોકાનો ફાયદો ઉઠાવતા મહેકે ઉપરા-છાપરી બે લાત તે વ્યક્તિના મોઢા પર જડી દીધી હતી.... બે પગ વચ્ચે લાત પડવાથી બેવડ વળીને પડેલો વ્યક્તિ હાથમાં પિસ્તોલ સાથે ઉભા થઈ મહેકને લાત મારતાં મહેક દુર જઈ પડી હતી. હવે તે વ્યક્તિએ પિસ્તોલ પ્રભાત તરફ કરી હતી. જે ઉભા થવાની કોશિશ કરતો હતો. પેલી વ્યક્તિ ટીગર દબાવે એ પહેલાં... મહેકે પાસે પડેલી પિસ્તોલ ઉઠાવી ટીગર દબાવી દીધું હતું.. જીંદગીમાં ફર્સ્ટટાઈમ રીયલ પિસ્તોલથી ફાયર કરતા મહેકનો હાથ ધ્રુજી ગયો અને ગોળી પેલાના જમણા ખંભાની નીચે લાગી હતી. તે દર્દથી ચીલ્લાયો તેના હાથમાથી પિસ્તોલ પડી ગઇ... હવે પ્રભાત તે પિસ્તોલ લેતા ઉભો થોયો હતો. પથ્થરથી ઘાયલ થયેલા વ્યક્તિ પર બે ફાયર કર્યા હતાં. પછી મહેકના હાથમાથી પિસ્તોલ લઈ ગોળી લાગવાથી ઘાયલ થયેલા વ્યક્તિના માથામાં ગોળી મારી...
પ્રભાતે, બંને પિસ્તોલ રૂમાલથી સાફ કરી ત્યાં જ બંનેની પાસે મુકી દીધી... દુર ફંગોળાય ગયેલી પોતાની પિસ્તોલ લઈ, નીચે પડેલા મહેકના તૂટલા ગોગલ્સ ઉઠાવી તેનો હાથ પકડી બાહરની તરફ ભાગ્યો હતો. મહેક ફાટી આંખોથી આ બધું જોઈ રહી હતી.. રિયલમાં પહેલીવાર આવું ભયાનક દ્રશ્ય જોઈને મહેક ડરી ગઈ હતી. શરીર ધ્રુજતું હતું. આંખો ખુલી ને ખુલી જ રહી હતી...!
મહેકને એક લાશની જેમ ખેચીને પ્રભાત એ મકાનની બાહર આવ્યો હતો... બાહર આવી પોતાની બેગ લીધી પછી જે દિશામાંથી આવ્યાં હતાં તેની વિરુદ્ધ  દિશામાં મહેકનો હાથ પકડીને પ્રભાત દોડી રહ્યો હતો. લગાતાર દોડતાં જંગલ પાર કરી બંને એક કાચા રસ્તા પર આવી પહોચ્યાં હતાં.. હવે એક ડગલું પણ આગળ ચાલવાની શક્તિ મહેકના શરીરમાં ન હતી. એ ત્યાં જ ગોઠણ વાળી બેસી ગઈ. બોલવું હતું પણ બોલી શકી નહી, શ્વાસ ધમણની જેમ ચાલતો હતો ગળું સુકાઈ ગયું હતું. એટલે શબ્દો ગળામાથી બાહર નો'તા નીકળતાં. એ હાથના ઈશારે પ્રભાતને ના પાડી રહી હતી.

"હજી આપણે ખતરાથી દુર થયા નથી. થોડી હિંમત કરો તો આગળ બાજાર સુધી પહોચી જાવાય.." પ્રભાત આગળ વધવાનું કહેતો રહ્યો પણ મહેક હાથના ઈશારે ના પડતી રહી.

"ઓ.કે.. પાંચ મિનિટ આરામ કરીલો પછી જલ્દી અહીથી નીકળી જઈએ..."

મહેક, હેરાનીથી પ્રભાત સામે જોઈ રહી હતી. અને વિચારી રહી હતી.! "આ મને કેમ ઓળખતો નથી..? શું સાચુ આ પ્રભાત નહી હોય..?" પછી પોતાના ચહેરા પર હાથ લગાવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે સ્કાપ અને ટોપીમાં હજી ચહેરો છુપાયો છે ખાલી ગોગલ્સ નીકળી જવાથી તેની આંખો દેખાય રહી હતી..

"સોરી..! તમારા ગોગલ્સ તૂટી ગયા છે. આપણે આગળ બાજારમાથી બીજા લઈ લેશુ." પ્રભાતે મહેકના હાથમાં તુટેલા ગોગલ્સ આપતાં કહ્યું.

મહેકે વિચાર કર્યો.. "મને હજી ઓળખી નથી તો થોડો સમય ચહેરો છુપાવી રાખી એ શું કરે છે તે ચુપચાપ જોયા કરું.. જો હું બોલી તો કદાચ મને અવાજ પરથી ઓળખી જશે." એટલે મહેકે બોલ્યા વીના ઈશારાથી પાણી માગ્યું. પ્રભાતે પાણીની બોટલ આપતા કહ્યું "થોડું છે. ગળું ભીનુ કરી લ્યો.." બોટલ લેતાં મહેક ઉભી થઈ પ્રભાતની સામે પીઠ કરી પાણી પીધુ.

"તમે કોણ છો..? મારી મદદ કેમ કરી..?" પ્રભાતે તેની પીઠ તરફ જોતાં પુછ્યું..

મહેકને થોડું પાણી પીવાથી રાહત થઈ હતી.  એટલે પ્રભાત સામે આગળ ચાલવાનો ઇશારો કરતાં તે ચાલવા લાગી હતી. પ્રભાત પાછળ-પાછળ ચાલતાં બોલ્યો. "તમે તમારી ઓળખ છુપાવા માંગો છો એ મને ગમ્યું.. આવા સમયે કોઇ પર ભરોસો કરવો જોઈએ નહીં.. સોરી.. હવે નહી પૂછું..!"
મહેક ચાલતાં-ચાલતાં તેને સાંભળી રહી હતી.  હવે બંને બજારમાં લોકોની ભીડમાં ભળી ગયાં હતાં. મહેકે ઈશારાથી કહ્યું. 'મને ભુખ લાગી છે...' એટલે મહેકને એક રેસ્ટોરન્ટમાં લઈ ગયો. ત્યાં શિમલાની એક ખાસ વાનગી અને સોફ્ટ ડ્રિન્કનો ઓર્ડર આપી મહેકને એક ટેબલ પર બેસવાનો ઈશારો કરતાં બોલ્યો. "તમે નાસ્તો કરો ત્યાં સુધીમાં હું મારી હોટલમાથી મારો સામાન લઈને આવું છું. આપણે જેમ બને તેમ અહીથી દુર જતું રહેવું છે.." એટલું કહી એ બાહર જતો રહ્યો. 

મહેક, એક ખુણાના ટેબલ પર બેસી વિચારતી હતી. "શું આ એજ પ્રભાત છે, જે એક છોકરીના ફોન નંબર માંગતા પણ ડરતો હતો.? ના.. આ એ વ્યક્તિ ના હોય શકે.! આતો કેટલો ખતરનાક છે..! એક મિનિટમાં બે વ્યક્તિને જાનથી મારી નાખ્યાં..! મારે  હવે શું કરવું જોઈએ..?  તેની સાથે જવું જોઈએ કે મારી હોટલ પર ફ્રેન્ડસ પાસે જવું જોઇએ.?" 

વેઇટર આવી પ્લેટ ટેબલ પર મુકી ચાલ્યો ગયો.

સવારના નાસ્તા સીવાય કાઈ ખાધું નો'તુ અને પ્રભાત આવે એ પહેલાં સ્કાપમાં ચહેરો છુપાવી દેવાના ઈરાદે સ્કાપ હટાવીઝડપથી નાસ્તો કરવા લાગી... વાનગી સ્વાદિષ્ટ હતી. પહેલી નજરે બર્ગર જેવી લાગતી વાનગી ત્યાંની કોઇ દેશી આઈટમ હતી.. નાસ્તો કરી પ્રભાતની રાહ જોતી મહેક ત્યાં જ બેસી રહી....

ક્રમશઃ