Pride - 8 books and stories free download online pdf in Gujarati

મહેક ભાગ-૮

 મહેક ભાગ-૮

બીજા દિવસે જ હું મમ્મી પપ્પાની રજા લઈ  દિલ્લી જવા નીકળી હતી  મારા રહેવા માટે હોટલની જાણકારી કુરીયર સાથે જ મોકલી હતી. દિલ્લી પહોચી હોટલ જઈને ફ્રેશ થઈ થોડીવાર આરામ કર્યો. એક વાગ્યે ટેક્સીમાં બેસી હું ચાંદનીચોકમાં રોશની રેસ્ટોરન્ટ પહોંચી હતી. પણ બોર્ડ વાંચતા મારા પગ ત્યાં જ થોભી ગયા! કારણકે એ એક નોનવેઝ રેસ્ટોરન્ટ હતી. એક મિનિટ માટે મને લાગ્યું કે કોઇએ મારી સાથે મજાક કરી છે. નોનવેઝમાં કાઠિયાવાડી ડીસ ક્યાથી મળે.. છતા હિંમત કરી અંદર પ્રવેશી. એક વેઝીટેરીયનને નોનવેઝ જોઈને જેવું ફિલ થાય, એવુ મને થઈ રહ્યું હતું. બધાને ખાતા જોઈ મને ચિત્તરી ચડતી હતી. મે ચોતરફ નજર કરી. 12 નંબરનું  ટેબલ ખાલી જોયું એટલે હું  ત્યાં જઇને બેઠી..
"તો તમે નોનવેઝ નથી ખાતા ?" મહેક થોડીવાર ચુપ રહેતા પંકજે પુછ્યું.

"હું વેઝીટેરીયન છું." મહેકે પંકજને જવાબ આપી આગળ વાત કહેવા લાગી. થોડીવાર પછી એક વેઈટર ઓર્ડર લેવા આવ્યો, મે કાઠિયાવાડી ડીસનો ઓર્ડર આપ્યો. એ આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યો! હવે મને વિશ્વાસ થઈ ગયો, જરૂર કોઈએ મારી ફિરકી લીધી છે. હું ક્ષોભ અનુભવતા ત્યાંથી જવા માટે ઉભી થતી હતી ત્યારે એ વેઈટર બોલ્યો. "આપ આરામસે બેઠીએ મે લેકે આતા હું." કહીને એ જતો રહ્યો. થોડીવાર પછી એ આવી એક ઢાંકેલ ડીસ મારી સામે મુકી. મે ઢાંકેલું આવર્ણ હટાવી જોયું તો એમાં ખાખી કલરનું એક કવર હતું મે એ કવર લઈ ટીપના પૈસા ડીસમાં મુકી,  વેઈટરને થેંક્સ કહી ઝડપથી દરવાજા તરફ આગળ વધી ગઈ. દરવાજે પહોચી પાછળ જોયું તો પેલો વેઈટર મારી સામે જોઈ મુસ્કુરાઈ રહ્યો હતો. હું ત્યાંથી નીકળી સીધી મારી હોટલના રૂમમાં આવી. કવર ખોલ્યું, એમા થોડાક વ્યક્તિઓના ફોટા અને ઘર અને એક ઓફિસના એડ્રેસ હતા. સાથે એક ચીઠ્ઠી હતી. એમા એ લોકો પર નજર રાખવાનું અને માહિતી એકત્રીત કરવાનું જણાવ્યું હતું. હું પહેલાં એ ઘરના એડ્રસ પર ગઈ, ત્યાની આસપાસની જગ્યા જોઈ પછી ઓફિસ પણ જોઈ આવી હતી. મે એ ઘર પર નજર રાખવાનું શરૂ કર્યું, ચાર દિવસ નજર રાખતા તે ઘરના સભ્યો વિશે જાણ્યું. બે ડ્રાઈવર, પાંચ નોકર, ત્રણ લેડીસ, બે જેન્સ,  ફેમેલીમાં પતિ-પત્ની સાથે એક  દિકરી રહેતી હતી. પતિ રોજ સવારના દસ વાગ્યે ઓફિસ જતો અને પાંચ વાગ્યે પાછો આવતો હતો. દીકરી રોજ પોતે કાર ચલાવી કોલેજ જતી હતી. પત્ની વધું સમય તો ઘરમાં જ રહેતી. જ્યારે પણ બાહર જતી ત્યારે ડ્રાઈવર જ કાર ચલાવતો.  એ બધાની પ્રવૃત્તિમાં મને કંઈ ખાસ જાણવા જેવું ના લાગ્યું. હવે મને ધીરે-ધીરે કંટાળો આવતો હતો. આમને-આમ દસ દિવસ વિતી ગયા હતા. પણ મને કંઈ  નવીન જાણવા ન મળ્યું. બસ હવે બોવ થયું! હવે ખોટો ટાઈમ નથી બગાડવો. એવો વિચાર કરતા અગ્યારમાં દિવસે હું બે વાગ્યે ત્યાંથી જવાની હતી કે ત્યાંરે જ એ ઘરના માલિકની ગાડી મેં જોઈ. મને આશ્ચર્ય થયુ! અત્યાર સુધીમાં ક્યારેય એ આ સમયે ઘરે નથી આવ્યો, તો આજે કેમ આવ્યો હશે?  એ  જાણવાની લાલચે હું થોડીવાર રોકાઈ હતી. એક કલાક પછી એ ગાડી બંગલાની બાહર નીકળી. મને ફરી આશ્ચર્ય થયું. કારણ કે અત્યારે તેનો ડ્રાઈવર નો'તો એ પોતે ગાડી ચલાવી રહ્યો હતો. હવે કંઈક નવીન થતું હોય એવું મને લાગ્યું. મે ટેક્સીથી તેનો પીછો કર્યો. તેની ગાડી એક હોટલના પાર્કિંગ લોટમાં જઈને ઉભી રહી હતી. ટેક્સીને રવાના કરી હું એ વ્યક્તિ પાછળ  હોટલમાં પ્રવેશી."

થોડીવાર શ્વાસ લેવા મહેક અટકી પછી ફરી આગળ બોલતી રહી...

એ વ્યક્તિએ રિસેપ્સન પરથી ચાવી લઈ લીફ્ટથી ઉપર ચાલ્યો ગયો. મને ફરી એક વખત નીરાશા હાથ લાગી. હું સમજી ગઈ હતી કે આવા વ્હાઇટકોલરવાળા ઘરથી દુર હોટલમાં શું કરવા આવે છે. હું ત્યાંથી નીકળતી હતી ત્યારેજ મારી નજર હોટલના રેસ્ટોરન્ટમાં જતા એક વ્યક્તિ પર પડી. મને આશ્ચર્ય થયું..! આ વ્યક્તિ અહી...! એ વ્યક્તિ યાકુબ હતો. હું પણ તેની પાછળ રેસ્ટોરન્ટમાં ગઈ. એક ટેબલપર બેસી કોફી ઓર્ડર કરી યાકુબ પર નજર રાખતી હતી ત્યારે મને ફરી એકવાર આશ્ચર્ય થયું..! જે ઘર પર હું નજર રાખતી હતી એ ઘરના એક નોકરને હોટલમાં પ્રવેસતા જોયો. એ લીફ્ટથી ઉપર ચાલ્યો ગયો હતો. મારી નજર ફરી  યાકુબ પર જઈને અટકી. એ કોફી પીતા મોબાઇલ પર વાત કરી રહ્યો હતો. 
થોડીવાર પછી પેલો નોકર પણ રેસ્ટોરન્ટમાં આવી યાકુબના ટેબલપર જઈને બેઠો. હવે મને મારા દસ દિવસનું પરીણામ સામે દેખાઈ રહ્યું હતું. બધા મોહરા એક જગ્યાએ ભેગા થઈ રહ્યા હતા.  એ નોકરે એક કવર યાકુબને આપી ત્યાંથી ઉભો થઈ હોટલની બાહરની તરફ ચાલતો થયો. મે એક મિનિટ વિચાર કર્યો,  મારે વધું જાણવા થોડી મહેનત કરવી જોઈએ. એવા વિચાર સાથે મેં કોફીના બીલના પૈસા ટેબલ પર મુકી ઝડપથી એ નોકરનો પીછો કરતી હું હોટલની બાહર આવી. એને એક કારમાં બેસતા જોયો, મે પણ ટેક્સી કરી એ કારનો પીછો કર્યો હતો. એ કાર ઘર તરફ જવાના બદલે શહેરની બાહરની તરફ જઈ રહી હતી...
શહેર બાહર ઇન્ડસ્ટ્રીઝ એરીયા તરફ વળી એક ફેક્ટ્રીના ગેટમાં એ કાર પ્રવેશી, મે ટેક્સી ત્યાં જ છોડી ચાલતા એ ફેકટ્રીની પાછળની તરફ જઈ દિવાલ કુદી હું અંદર પહોંચી હતી.. મારા આ સાહસનું શું પરીણામ આવશે તેની મે કલ્પના નો'તી કરી. પણ જ્યારે ખબર પડી ત્યારે બોવ મોડું થઈ ગયું હતું. હું સાત-આઠ લોકોની વચ્ચે ઘેરાઈ ગઈ હતી. પેલો નોકર પિસ્તોલ સાથે મારી સામે ઉભો હતો.  મારી સામે પિસ્તોલ તાકી ટીગર પર આંગળી રાખતા હું તેને જોઈ રહી હતી. જીંદગી અને મોત વચ્ચે હવે થોડીજ ક્ષણ હતી. મારી નજર સામે એક ફિલ્મની જેમ દ્રશ્યો પસાર થઈ રહ્યા હતા. મારુ ઘર, મારા મમ્મી-પપ્પા, મારા ફ્રેન્ડ અને ત્યારે જ એક સાથે બે ઘટના  અચાનક ઘટી! એક તરફ પિસ્તોલમાંથી છુટતી ગોળીનો અવાજ અને બીજી તરફ મને જોરદાર ધક્કો લાગવાથી હું જમીન પર પડી હતી. મારી પાસેથી પસાર થતી ગોળી કોઇ લોખંડની વસ્તું સાથે ટકરાવાનો અવાજ સંભળાયો હતો. હું જમીન પર પડી ફાટી આંખોથી એ દ્રશ્ય જોઈ રહી હતી...! મને બચાવનાર ત્રણ નકાબધારી  દેવદુતોને હું અપલક નીહાળી રહી હતી. જેને પાંચ મિનિટમાં બધાને ધુળ ચાટતા કરી દિધા હતા. બધાને કારમાં નાખી ત્રણમાથી બે વ્યક્તિ એ કારમાં ચાલ્યા ગયા હતા. એક મારી પાસે આવી મને ઉભાથવામાં મદદ કરી. હું નકાબથી છુપાયેલા એ ચેહરાને જોઈ રહી હતી.મારો હાથ પકડી ચુપચાપ એ ફેકટ્રીની બાહર નીકળી ગયો. બાહર તેની કાર હતી. મને કારમાં બેસવાનો ઈશારો કરતા પોતે ડ્રાઈવર સીટ પર બેસી ગયો હતો. કાર શહેર તરફ દોડાવી. મારી હોટલ આવી મને ઉતરવાનો ઈશારો કર્યો. હું કારમાંથી ઉતરી તરત એ કાર ચાલી ગઈ હતી. મને થેંકસ કહેવાનો પણ મોકો ના આપ્યો..! મારા રૂમમાં આવી ફ્રેશ થઈ મોબાઈલ ચેક કર્યો હતો. પ્રાઈવેટ નંબર પર એક મેસેજ હતો... "દિલ્લીમાં તારું કામ પુરું થયું. તું અત્યારે જ હોટલમાથી ચેકઆઉટ કરી ઘરે જતી રહેજે." હું તૈયાર થઈ હોટલ છોડી રેલવે સ્ટેશન પહોચી ગુજરાત તરફ જતી ગાડીમાં બેસી ગઈ હતી.
દિલ્લીમાં મને કોણે બોલાવી, કોણે મારો જીવ બચાવ્યો,  મે શું કામ કર્યું, એ બધુ આજ પણ મારા માટે એક રહસ્ય છે. ફ્રેન્ડસ આ હતી મારી કહાની. હું કોઈ ઓફિસર નથી એક સ્ટુડન્ટ છુ....
"મેડમ આતો દિલ્લીની વાત થઈ આમાં શિમલા આવવાનું કારણતો ક્યાય ન આવ્યું. તો શું એ પ્રાઇવેટ નંબર પરથી પાછો મેસેજ આવ્યો હતો.?" જનકે મહેક સામે જોતા પુછ્યું.
"દિલ્લી છોડ્યા પછી આજ સુધી મને કોઈ મેસેજ નથી મળ્યો." 

"તારી દિલ્લીવાળી સ્ટોરી મસ્ત છે. પણ અધુરી છે. પુરું સત્ય નથી. તું દિલ્લીથી ગુજરાત સાંજની ગાડીમાં નહોતી ગઈ. સવારના ચાર વાગ્યે તે દિલ્લી છોડ્યું હતું. તો મેડમ આખી રાત તમે દિલ્લીમાં શુ કર્યું..? એ સત્ય કોણ કહેશે..?"

મહેક આશ્ચર્યથી આંખો ફાડી પ્રભાત સામે જોઈ રહી...!!
ક્રમશઃ