Radhapremi Rukmani part - 3 books and stories free download online pdf in Gujarati

રાધાપ્રેમી રુક્મણી ભાગ - 3

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :-

આવતીકાલ પર રુક્મણી નાં હાલ છે,
કેમ, કળાય રાધાજી નાં વિષય માં સૌની શું ચાલ છે?

હવે, આગળ:-

અચાનક પૂછાયેલાં રુક્મણી નાં સવાલ નું દ્વારકાધીશ નેં જરાપણ આશ્ચર્ય નહોતું, એ વાત પર રુક્મણી નેં અપાર આશ્ચર્ય હતું. દ્વારકાધીશ માટે તો "રાધા રુક્મણી મિલન"ની આ પહેલે થી જ બનાવાયેલી યોજના હતી. યોજના વગર એ કાંઈ કરતાં જ નથી, ક્યારેય નહીં, અનેં એ પણ સૌનાં હિત માં પાર પાડવી, આ તો એમનો સ્વભાવ છે, એ તો કૌરવો અનેં પાંડવો વચ્ચે નાં ધર્મયુધ્ધ વખત થી આપણેં જાણીએ જ છીએ  ને?....

રાધા સાથે વિતાવેલાં એમનાં  બાળપણનાં સાત વર્ષ અનેં રાધા નાં નવ વર્ષ,એનાથી, આ દ્વારકા નાં રાજમહેલ માં કદાચ રુક્મણી સિવાય કોઈ અજાણ નહોતું. અનેં નટખટ નંદકિશોર દ્વારકાધીશ હોવા છતાં, દ્વારકા નાં રાજા હોવા છતાં એમનાં આ તોફાનો સ્વભાવગત છોડી શક્યા નહોતાં. એટલે  કોઈ પણ કાર્ય નાં બહાનાં હેઠળ એમણેં નારદમુની નેં દ્વારકામાં આમંત્રિત કર્યા હતાં. અનેં નારદમુની નાં સ્વભાવ થી તો આપણેં સૌ વાકેફ છીએ  જ, અહીં નું તહીં કરી નેં સૌ નાં મગજ નું દહીં કરતાં. અનેં રાધા ની વાત રુક્મણી નાં કાન સુધી પહોંચાડવા નું કામ એમનાં સિવાય કોઈ કરવા ની હિંમત પણ બતાવી શકે નહીં. એમનાં આગમન પછી દ્વારકા નાં બધા જ મહેલો રાધામય થઈ ગયાં, અનેં દ્વારકાધીશ જાણે। નટખટ નંદકિશોર બની ગયા.

પ્રિયતમ પર વિશ્વાસ કરી માંડ માંડ આખો દિવસ અનેં પડખાં ઘસી રુક્મણી એ રાત તો પસાર કરી દીધી. કુમળી સવારે વિચારો નાં આકરા પ્રહારો સાથે સવાર નાં નિત્યક્રમ પરવારી અનેં" રુક્મણી મહેલ "ની અટારીએ દરિયા નાં ઉછળતાં મોજા। નેં નિહાળતાં, અનેં એની ખારાશ નેં અનુભવતાં,રુક્મણી દ્વારકા ધીશ ની એક અલગ જ આશા સાથે રાહ જોવા લાગ્યા.

નિત્યક્રમ પરવારી નેં દ્વારકા નાં રાજા રાજાશાહી પહેરવેશ માં જ રુક્મણી મહેલ માં પધાર્યા, અટારીએે ઉભેલા, રુક્મણી નેં પાછળ થી જઈ આંખ પર હાથ મૂકી બે ઘડી ગમ્મત કરવા લાગ્યા અનેં એમનાં હાથ માં હાથ પરોવી ખુશ કરવા નો પ્રયત્ન કરવા લાગ્યા. પણ, આજે, રુકમણીનેં રાધા સિવાય બીજું કાંઈ જ જોવું, જાણવું કે સમજવું જ નહોતું.

અત્ર તત્ર સર્વત્ર છે રુક્મણી માં રાધા??????

આજે તો રુક્મણીનાં સઘળું અસ્તિત્વ બન્યા છે રાધા!!!!!!

દ્વારકા નાં કણકણ માં સુગંધિત થઈ ફેલાયા છે જાણે રાધા!!!!!

રુક્મણીનાં શ્વાસે શ્વાસ ની સરગમ છે રાધા???????

રૂદિયા નાં એક એક ધબકારા નું ધબકતું કારણ જાણે રાધા!!!!

કાનાં ની કરામતો નાં સર્વકાંઈ કર્તાહર્તા છે રાધા!!!!!

અચાનક આવેલાં વાવાઝોડાં નો અસહ્ય વંટોળ છે રાધા????

રુક્મણી નાં અંગેઅંગ નો આજે અહેસાસ છે રાધા!!!!!

દ્વારકાધીશ નાં બંને હાથ પકડી વારંવાર રુક્મણી એક જ વાત પુછવા લાગ્યા, "કહો ને કોણ છે રાધા ?????"

દ્વારકાધીશ નાં હોઠ ખુલે છે અનેં, રાધા નાં શ્વાસ ફૂલે છે,,,,,,

"વ્રજ નાં આ ગોવાળ ની ગોવાલણ છે એ",,,,,,

રાધા નું નામ બોલવાનું ટાળે છે,

કેમકે, આંસુઓનાં રોકી રાખેલા દરિયા નેં સંભાળે છે એ,,,,

"એટલે????? હું કાંઈ સમજી નહીં". રુક્મણી જાણે ઘેલી થઈ જાય છે.

નટખટ નંદકિશોર નાં નયન નું નૂર છે એ!!!!

રુક્મણી ફરી આશ્ચર્ય માં!!!!!

વ્રજપતિ ની પટરાણી છે એ.

મારાં જીવન નું પ્રેમાળ સત્ય છે એ.

બાળપણ ની એક એક ક્ષણ ની જીવંત સાબિતી છે એ.

કાનાં નાં પ્રેમ માં દિવાની છે એ,,,,,

અઢળક બલિદાનો ની પરાકાષ્ઠા છે એ,,,,

દ્વારકાધીશ નું એકમાત્ર જીવનધ્યેય છે એ,,,,

દ્વારકા નગરી નું અવિસ્મરણીય સ્વપ્ન છે એ,,,,

બાળપણ ની પળેપળ નો આંખે દેખ્યો હાલ છે એ,,,,

દ્વારકા નાં રાજા નાં શ્વાસ છે એ, અધૂરો અહેસાસ છે એ,

જીવનભર ની અતૃપ્ત પ્યાસ છે અે,

રુક્મણી આપ નાં પ્રિયતમ નો અલૌકિક પ્રેમ છે એ,

મારાં સ્મરણો માં ઝળકતું અબૂધ આકર્ષણ છે એ,

રુક્મણીપતિ નાં ક્યારેય નાં ભુલાયેલ મિત્ર છે એ,

અનેં સચોટ શબ્દો માં

"મારો પ્રથમ અનેં આખરી પ્રેમ છે એ."

અનેં દ્વારકાધીશ રુક્મણી સામેં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. અચાનક આવેલાં આ વાવાઝોડાં માં રુક્મણી બેહોશ થઈ ગયા અનેં દ્વારકાધીશ તો નિર્દોષ છતાં આરોપી થઈ ગયા.

કોણ લૂંછશે કાના નાં આંસુ?
કોણ લાવશે રુક્મણી નેં ભાન માં?

આવતાં અંકે જલદી મળીએ,રુક્મણી ની હિંમત અનેં દ્વારકાધીશ ની ચોખવટ લઈ ને.....?????

ત્યાં સુધી, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, અનેં છતાં પણ ખુશ રહો.

જય શ્રી કૃષ્ણ

મીસ મીરાં.......