Radhapremi Rukmani part -- 7 books and stories free download online pdf in Gujarati

રાધાપ્રેમી રુક્મણી ભાગ --- 7

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :-

રુક્મણી ની સેના (એટલે બાકી બધી રાણીઓ) રોહિણી મા પાસે રાધાવર્ણન જાણવા જવા આતુર છે.

હવે આગળ:-

મહેલ માં બીજું પણ કોઈ એવું છે, જે  રાધા નાં અસ્તિત્વ નેં હ્રદય થી ઝંખે છે.....

દેવકી મા ની પણ, રાધા-મિલન ની પરાકાષ્ઠા :-

દેવકી મા પણ, રાધા નેં રુક્મણી ની જેમ જ ઝંખે છે. એક પ્રસંગ ની રજુઆત આ વાત સાબિત કરી દેશે.

એકવાર, દ્વારકાધીશ નાં મા એટલે કે દ્વારકા નાં રાજા નાં મા ને પોતાનાં પુત્ર માટે, પોતાનાં હાથે ભોજન બનાવવા ની ઈચ્છા થઈ. કેમકે, પોતાનાં પુત્ર નું બાળપણ તો એ જીવી જ નહોતાં શક્યા.

એમણેં લાલા માટે, ખાસ વહેલી સવાર થી મહેનત કરી અનેં ભોજન તૈયાર કર્યુ. અનેં રાજકાજ થી થાકેલો લાલો જ્યારે બપોર નાં ભોજન માટે, આવ્યો ત્યારે દેવકી મા એ એમની થાળી પીરસી,અનેં કોળિયો ભરી જમાડવા ગયાં. પણ, આ શું? લાલો ફાટી નજરે થાળી સામે જુએ છે.ના,બોલે ના ચાલે. ના હાલે ના ડોલે. ના ખાય ના થાળી પરથી નજર હટાવી. કેટલી બધી વાર સુધી આમ, ચાલ્યું. પછી, ગદ્ ગદ્ સ્વરે લાલો થાળી પર થી ખાધા વગર ઉઠી નેં ચાલવા લાગ્યો. ત્યારે  દેવકી મા એ તેનું કારણ પૂછ્યું. અનેં લાલો હતાશ, નિરાશ અનેં ઉદાસ. કંઈ બોલવા તૈયાર નહીં. મા નાં બહું સમજાવવા પછી બોલ્યો.

મારી વ્હાલી મા તે આ શું કર્યુ?

અનેં દેવકી મા જડબેસલાક ચુપકીદી માં.....

મા તે આ કેવી ભૂલ કરી?

મારી થાળી માં માખણ, મિસરી, મહી ને રોટલો પીરસી નેં તે મારાં રુઝાવા આવેલાં ઘા નેં તાજા કરી દીધા.

આ રાજમહેલ માં રહેવા નું હવે, મનેં બહું અઘરું પડી જશે મા.

વ્હાલી મા તું કેમ ભૂલી ગઈ કે, વ્રજ માં મારાં તરસતાં તરફડતાં નંદબાબા નેં યશોદામા અનેં વ્હાલી રાધા નેં વલોપાત કરતાં છોડી, દિલ પર પથ્થર મૂકી મારું અવતારકાર્ય પૂરું કરવા હું અહીં તમારી પાસે આવ્યો છું. થાળી માં માખણ, મિસરી, મહીં, રોટલો નથી પીરસ્યા મા તે, મારાં વ્હાલાં આ સર્વે નેં પીરસ્યા છે. હવે, હું કેમ કરી નેં જીવીશ?

બાળલીલાઓનો માં પૂતના જેવી રાક્ષસી નેં મારનાર  લાલો હીબકે, ચઢી, દેવકી મા સામે, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.

વ્રજવાસીઓ અનેં બાબા મૈયા તથા મારી હ્રદયેશ્વરીએ તો મનેં અહીં એમ જાણી આવવા દીધો છે, કે, મામા કંસ નેં મારી હું પાછો ફરવાનો છું વ્રજ માં.....

પણ, મનેં ખબર છે, કે એક, વાર ઓળંગેલી યમુના નદી નાં વહેણ તરફ હું પાછો ફરવાનો નથી. અનેં એટલેં જ હું મારી જાત નેં રાજકાજ માં સતત વ્યસ્ત રાખું છું, જેથી, આ બધાં મનેં યાદ જ ન આવે.

અનેં તમેં આ શું કર્યું મા? આ  પ્રશ્ન સાથે લાલો હેબતાઈ ગયો.

દેવકીમાનેં જાણેં કાપો તો લોહી નાં નીકળે એવી હાલત થઈ ગઈ. લાલા નેં ભેટી નેં ખુબ રડ્યા નેં લાલા ની માફી માંગી. જે બાળક નેં પોતાનાં હાથે બનાવેલું ભોજન પોતાનાં હાથે ખવડાવી ખુશ કરવાના હતાં, અજાણતાં એનેં દુઃખ નો દરિયો થાળી માં પીરસી દીધો.

તે દિવસે, લાલા એ આખો દિવસ નાં કાંઈ ખાધું નાં કાંઈ પીધું, નાં પોતાનાં શયનકક્ષ માંથી બહાર આવ્યા. જે વ્રજવાસીઓ મન માં આવી નેં મન નેં વલોવી રહ્યા છે, એમનેં મન માં થી થોડાં દૂર કરવા ની કોશિશ માં દિવસભર રહ્યા.

આ ઘટના પછી, દેવકી મા નેં પણ, રાધા વર્ણન અનેં રાધા મિલન ની તીવ્ર ઈચ્છા જાગી.

અનેં બંને પક્ષે જાણે, સોના માં સુગંધ ભળી. એટલે, રોહિણી મા પાસે, રાધા વર્ણન ની ભેટ મેળવવા માટે નું સંગઠન વધારે મજબૂત થઇ ગયું.

હજી આ સંગઠન વધારે મજબૂત થશે, પછી જ રોહીણી મા પાસે જવાશે.

રાજમહેલ માં હજી કોણ કોણ છે જે આ સંગઠન માં જોડાશે?

રુક્મણી ની સેના માં સૌ રાણીઓ નો નિઃસ્વાર્થ સાથ

સાથે દેવકી મા નાં હૈયાં નો દુઃખદ  વલોપાત

કાના ની ખુશી માટે કર્યો હતો નિઃસ્વાર્થ પ્રયાસ

લાલા નાં વિષાદ નો બની ગયા એ દુઃખદ ભાગ

હવે, એમનાં હૈયા માં છે શરમ નો અહેસાસ

મારાં કનૈયા નાં મન નેં કેમ કરી કરુ શાંત

કેવી રીતે એનાં દુઃખ નેં આપી દઉં સજ્જડ હું માત

રાધા નેં મળવાની જાગી એમનાં હૈયા માં હવે, પ્યાસ

વારી જઉં મારાં લાલા પર નેં ,

નજર ઉતારી ભગાવી દઉં, મારાં કાના નાં સર્વ દુખડાં નાં આભાસ

દેવકી મા નાં હૈયે ઘૂઘવતો તકલીફ અનેં મથામણ નો ખારો અનેં ખટકતો દરિયો કદાચ રોહિણી મા જ સવાર નાં દરિયા ની કોમળ લહેરો માં ફેરવવા માં મદદરૂપ બનશે.

રાજમહેલ માં ચાલી રહેલી આ બધી મથામણ, મગજમારી, આવેગો, દોડાદોડ, ધરાહાર ચાલતી રાધામય ધમાલ, સૌનાં હૈયા નાં કરોડો સવાલ, આમતેમ સળગતી જાણેં અપેક્ષા ઓ ની  મશાલ, અનેં એમાં પાછું દાઝયા પર ડામ જેવું આ રાધાવર્ણન નું કઠિન આયોજન અધધધધધ..... !!!!!!!!કેટલું બધું અચાનક બની ગયું આ રાજમહેલ માં અચાનક??????.... આ વાત નું આશ્ચર્ય કોને છે? દ્વારકાધીશ નેં? કે પછી એમની રાધાવર્ણન નાં શ્રોતા બનવાની અપાર ઈચ્છા ને? કેમકે જે નાટક નાં રચયિતા છે, એ, એમાં વળી આશ્ચર્ય કેવું? પણ, આ નાટક તો એમનેં કરવું જ રહ્યું. પોતાની આ જ વાત પર મન ભરી નેં હસતાં દ્વારકાધીશ રાજમહેલ ની અટારી થી જાણે, દરિયા સામેં દાંત કાઢે છે. અનેં અંગૂઠો બતાવતા એને જાણે કહે છે કે, "તારાં કરતાં વધારે અવાજ વગર નું તોફાન તો રાધા નામનાં વાવાઝોડું સાથે મારાં રાજમહેલ નાં એક એક ખુણે ચાલી રહ્યું છે." અનેં એમનેં આમ કરતાં રુક્મણી જોઈ જાય છે. પાછળ થી આવી વ્હાલ થી બાથ માં ભરે છે. અનેં કહે છે કે, "આ રાધા નામની એક ગૂંચ તો મારાં થી ઉકેલાતી નથી, તમેં એકલાં એકલાં બોલવાનું અનેં હસવાનું પાછું આ નવું શું શરુ કર્યુ છે? હજી બીજું કોણ છે જે તમનેં મારાં કરતાં વધારે ખુશ રાખી શકે? થોડીવાર માટે તો દ્વારકાધીશ ગભરાઈ ગયા? કેમકે પત્ની ની બીક તો પ્રભુ નેં પણ  હતી. તો માણસો ની તો શું હેસિયત પત્ની સામે. એમનેં થયું રુક્મણી કાંઈ સાંભળી તો નથી ગયા ને? એમની બાથ માં થી પોતાનેં છોડાવી, એ રુક્મણી નેં થોડાં મસ્કા મારવા લાગ્યા, એમની રાધા નામનાં વાવાઝોડા થી ઉલઝેલી લટો સરખી કરતાં, એમનાં ખભે બે હાથ ટેકવી સ્મિત ભરી નજરે, જોવા લાગ્યા નેં બોલ્યા, મારી એટલી ક્યાં હિંમત કે મારી સુંદર પત્ની અનેં દ્વારકા ની રાણી સિવાય કોઈ ની સામે નજર ઉઠાવી નેં જોઉં? અનેં બંને પતિપત્ની નાં મુખ પર એકસાથે લાંબા સમય બાદ ખુશી જળકી ઉઠી.

પણ, આ રાજમહેલ નેં કદાચ આ તોફાની દરિયા નાં તોફાન સિવાય કોઈ ભાવના ઓ અનેં સંવેદનાઓ ગમતી નથી. અચાનક, પ્રજા તરફ થી આયોજાયેલાં સમારોહ માં થી કૃષ્ણ નાં વ્યક્તિત્વ નેં હચમચાવી દે એવો એક સવાલ આવ્યો.
ચર્ચા નો વિષય હતો,

કૃષ્ણ આજીવન બ્રહ્મચારી

અનેં પ્રશ્ન એ હતો કે,

ગોપીઓ સાથે ની રાસલીલા શું હતું?

રાધા સાથે ખીલેલું પ્રણય પુષ્પ શું હતું?

સોળહજાર એકસોઆઠ રાણીઓ સાથે થયેલાં કાનાનાં લગ્ન શું ખોટી વાત છે?

રુક્મણીજી સાથે વિધિસર નાં લગ્ન શું સ્વપ્નમય ઘટના છે?

વ્રજની ગોપીઓ સંગે..
રાધા સંગે
સર્વ ક્રિયાઓ કરી
વળી સોળહજાર એકસો ને આઠ રાણીઓ...
અનેં તો
શ્રી કૃષ્ણ આજીવન બ્રહમચારી?

બહેન સુભદ્રા નું હૈયું રાજમહેલ માં રડી ઉઠ્યું. કેમકે, આખું વિશ્વ જેમનાં ઐશ્વર્ય નાં ચંદ્રમા માં ચમકે છે, એમાં એમની ગરિમા નેં ડાઘ કેવી રીતે લાગી ગયો? એમનાં નિર્દોષ અનેં અલૌકિક વ્યક્તિત્વ નેં આવા સવાલો નું ગ્રહણ કેવી રીતે લાગી ગયું? અનેં એ ગ્રહણ નાં અંધારા નીચે, દ્વારકાધીશ પત્ની ઓ સત્યભામા અનેં લક્ષ્મણા નાં પડછાયા દેખાયા. જો ઘરનાં જ અનેં ખાસ કરીને પોતાની પત્ની જ જો શંકા નું ઝેર પતિ નાં જીવન પર ઠાલવશે તો પછી દુનિયા તો આવા મુદ્દાઓ ની રાહ માં બેઠી હોય છે.

એટલેં બહેન સુભદ્રા એ રાજમહેલ નાં તમામ સભ્યો નેં એકત્રીત કરી આ વાત ની ચોખવટ કરી.

આઠેય રાણીઓ,

રુક્મણી
સત્યભામા,
જામ્બવતી,
કાલિન્દી,
મિત્રવૃંદા,
ભદ્રા,
સત્યા,
લક્ષમણા

આપ સૌ આઠેય રાણીઓ ની સ્વેચ્છાએ અનેં આપની મનોકામના ઓ પૂરી કરવા થી વચનબદ્ધ મારાં ભાઈ એ આપ સૌની સાથે લગ્ન કર્યા.

નરકાસુર અનેં ભૌમાસુરે એકહજાર સ્ત્રીઓ નું અપહરણ કરી એમનેં ઝેલયાતના આપી હતી. આ રાક્ષસો નેં મારી એમનેં છોડાવ્યા પછી, વર્ષો નાં ઝેલવાસ પછી અમનેં કોણ અપનાવશે? એમનેં અપનાવી પતિ નું નામ આપવા ની વિનંતી ની અવેજ માં એમણેં આત્મહત્યા નું પ્રયોજન રાખ્યું. સ્ત્રીહત્યા નાં પાપ થી બચવા, તમામ સાથે લગ્ન કરી સમાજ માં એમનાં જીવનનિર્વાહ માટે પતિ તરીકે પોતાનું નામ આપ્યું. જેમણે, આજીવન કૃષ્ણ ની દાસી બની સેવામય જીવન ગાળ્યું.

રુક્મણી અને દ્વારકાધીશ નાં લગ્ન નું પણ કાંઈક આવું જ હતું. સ્ત્રીહત્યા નાં પાપ થી બચવા અનેં રુક્મણી નાં જીવનસ્વપ્ન નેં સફળ કરવા માટે જ આમ, થયુ.

ગોપીજનવલ્લભ કહેવાયા, પણ, ગોપીઓ સાથે લીલા નથી કરી, એમની ભક્તિ નેં સાર્થક કરવાનું આયોજન સફળ કર્યુ છે. રામાવતાર માં રામ ભક્ત સંતો મહંતો ૠષિઓ જેમણે આજીવન તપશ્ચર્યા કર્યા પછી, પણ, ફળરૂપે રામદર્શન ન થયાં. ત્યારે, કૃષ્ણાવતાર માં " આ ભવ ની તપશ્ચર્યા નાં ફળરૂપે તમનેં મારી ભક્તિ અનેં પ્રેમ નું રસપાન હું પોતે તમારો સખા બની કરાવીશ. "(રામાવતાર નું આપેલું વચન) બસ, આ વાયદા નું પાલન છે, ગોપીજન અનેં તેમની સાથે, નાં વ્હાલાં નાં પ્રસંગો. "કામનામુક્ત નિર્દોષ પ્રેમભક્તિ નું ઉત્તમોત્તમ "ઉદાહરણ એટલે, ગોપીજન અનેં એમનાં પ્રભુ એટલે, ગોપીજનવલ્લભ."

રાધા કૃષ્ણ નું મિલન અનેં તેમનું સમગ્ર જીવન વિરહ-મિલન નાં પ્રસંગો સાથે નું, એ લક્ષ્મી વિષ્ણુ નાં કૃષ્ણાવતાર નું એક પાત્રવર્ણન છે, જે સમાજ નાં બોધપાઠ નું જ આયોજન છે.

નિર્મોહી, નિર્લેપ, નિર્દોષ,નિર્ગુણ, નિરાકાર બસ,
આ જ કૃષ્ણ નાં પતિપદ નો છે અંગીકાર.
આમ જ, આચર્યો પ્રભુએ આજીવન બ્રહ્મચાર.

આામ, કૃષ્ણ આજીવન બ્રહમચારી છે, એ વાત નો ખુલાસો સુભદ્રા એ સર્વસમક્ષ કરી દીધો.

પણ, રાધાવર્ણન નાં અભિયાન માં રુક્મણી, દેવકી મા, બીજી રાણીઓ સાથે હવે, બહેન સુભદ્રા પણ, જોડાઈ ગયા.

શું હશે હવે, રોહિણી મા નો પ્રતિભાવ?

મહેલ નાં સર્વેજન માં છે આ જ એક અહોભાવ!!!!!

વિચારો નાં વમળો નો જાણે અનેરો આવિર્ભાવ ?????

સંગઠિત સર્વે નો જાણે, અશાંત સાનુભાવ!!!!

વાંચો, વિચારો, અનેં વર્ણવો કૃષ્ણ ને,,,,,

ત્યાં સુધી સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, અનેં અવિરત આમ જ હસતાં રહો.

અને,

તમારાં પ્રતિભાવો, ટીપ્પણી ઓ આપતાં રહો.

મીસ. મીરાં.....

જય શ્રી કૃષ્ણ.....