radhapremi rukmani part - 5 books and stories free download online pdf in Gujarati

રાધાપ્રેમી રુક્મણી ભાગ - 5

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ)

વેદના,વિષાદ,વ્યથા,પ્રણય ની પરાકાષ્ઠા, પરિભાષા, પરિકથા,કેવા કેવા ભારે-ભરખમ શબ્દો ની સુનામી વચ્ચે મિત્રો હું તમનેં એકલાં મુકી ને ગાયબ થઈ ગઈ. વિચારો નાં વમળો માં હિલોળા લેતાં તમેં સૌ ,ખરેખર...બહું વ્હાલાં છો મારાં એટલે જ જલદી પાછી પણ આવી ગઈ.

હવે આગળઃ રુક્મણી નો હાથ છોડાવી દ્વારકાધીશ એમની જવાબદારી ઓ નિભાવવા રાજદરબાર ચાલ્યા.રુક્મણી હવે, મહર્ષિ નારદ નેં મળવા ઉત્સુક મહેલ નાં પ્રાંગણમાં આમતેમ આંટાફેરા કરી રહ્યા છે.

રાજકાર્યો ની વાતો પતાવી દ્વારકાધીશે મહર્ષિ નારદ નેં રુક્મણી નાં વિષાદ ની વાત કરી અનેં તેનેં સંતોષવા વિનંતી કરી. ગમે ત્યારે, ફાવે તેમ ફરનારાં અનેં બોલનારાં મહાજ્ઞાની નારદમુની નાં મુખ પર જાણેં, બાર વાગી ગયા. જડબેસલાક, મૂર્તિમંત,ગભરાયેલાં,નારદમુની નેં જોઈ નેં દ્વારકાધીશ  જોરથી હસી પડ્યા." શું થયું તમનેં મહર્ષિ  સાપ સૂંઘી ગયો કે શું?"
"આ અસમંજસ માં થી ભાઈ હું તો બહાર આવી ગયો છું, પણ, હવે, તમારો વારો છે. ધીરેધીરે આખાં રાજમહેલ માં સૌ નો વારો આવશે."મંદ મંદ મુસ્કાતા નારદજી તરફ એક હલકો ઈશારો કરી દ્વારકાધીશ તો ચાલ્યા રાજ કાજ ની વાટે. અનેં જાણેં નારદજી ની તો હાલત, કાપો તો લોહી નાં નીકળે. વિચારો રાધા નાં વર્ણન કરવામાત્ર થી જ જ્યાં ઠંડા પડી જવાય છે, તો એ પાત્ર નો વિરહ સહન કરવા કેટલી હિંમત જોઈએ?

કેમકે, એ અવર્ણનીય છે,

અકલ્પનીય જાણે અદ્રશ્ય છે,

આકસ્મિક પણ અપ્રતિમ એમનું વ્યક્તિત્વ છે,

સર્વ ની સમજ બહાર નો અલૌકિક નિબંધ છે!!!!!

કવિઓ થી પણ, ક્યારેય નાં રચાયેલી રચના છે એ?????

ૠષિઓ નેં પણ નાં સમજાયેલી વેદના છે એ,,,,,

દેવો ની ઉખાણું અનેં મનુષ્યો માં નવીન કલ્પના છે એ.....

કાના થી પણ નાં વિસરાય એવી, કામનાં છે એ!!!!!

દ્વારકાધીશ નેં પણ રડાવી દે એવા વિરહ ની પરાકાષ્ઠા છે એ..

નારદમુની સ્વસ્થ થવાનાં પ્રયત્નો માં છે.
આ તબક્કે એક ચોખવટ મારે કરવી જ રહી.

રુક્મણી નું આકર્ષણ રાધા કેમ?
કૃષ્ણાઅવતાર માં કૃષ્ણ વિષ્ણુ નાં અવતાર અનેં રુક્મણીજી મા લક્ષ્મીજી તો રાધાકૃષ્ણ નો સાથ કેમ? રાધા નેં કૃષ્ણભક્તિ માં સ્થાન કેમ?

જવાબ:-

કૃષ્ણ ની દરેક લીલાઓ એ મનુષ્યો નાં જીવન  ની સરળતા માટે જ રચાઈ હતી. કૃષ્ણાવતાર માં રાધાજી અનેં રુક્મણીજી બંને લક્ષ્મી જી નાં અવતાર છે જ. પણ, અવતાર કાર્ય માં તેમની બે અલગ ભૂમિકા સર્વેશ્વરે નક્કી કરી હતી. જેમાં એક રાધાજી અનેં બીજા રુક્મણીજી ગણાય છે. અનેં એમની ભુમિકા થી સૃષ્ટી નેં એક જોરદાર બોધપાઠ પણ મળે છે.

રાધાકૃષ્ણ અનેં રુક્મણી દ્વારકાધીશ બંને પ્રણયપાત્ર તરીકે આપણેં જાણીએ છીએ. એટલે એમ કે, પ્રણય માં અભિમાન નેં સ્થાન નથી. પ્રણય એક નિર્દોષ પંખી છે, એને તો પ્રીતીમય વાદળો માં અલ્લડ ઉડવાનું જ શોભે, અભિમાન નાં તો અંદેશા પણ એનેં ભાંગી નાખે.

કૃષ્ણાઅવતાર નાં સર્વ પાત્રો કાનાં નાં અલૌકિક પ્રેમ માં હતાં. પણ, હું ત્રણ પાત્રો પર ચર્ચા કરીશ.

ગોપીજન
રાધાજી
રુક્મણીજી

શરદપૂનમ ની ઉજળી રાત્રી એ મહારાસ માં કાનાએ સર્વ ગોપીઓ નેં પ્રેમરસ ની ભેટ આપી. પણ, ત્યાં રહેલી દરેક ગોપીને અભિમાન થયું કે, સમગ્ર  સૃષ્ટી નો સર્વેશ્વર કાનો બની ફક્ત મનેં જ પ્રેમરસ પાય છે. અનેં કાનો ગાયબ. ગોપીઓ નાં અભિમાન ઉતારી ફરી દર્શન આપ્યા.

બીજા રાધાજી. સાત વર્ષ ની આયુ માં કાનાએ વ્રજ છોડ્યું  ત્યારે રાધાજી નવ વર્ષ નાં હતાં. આ જીવનકાળમાં બંને એ એકબીજા નેં બિનશરતી અલૌકિક, અવર્ણનીય પ્રેમ કર્યો. અનેં કાના નેં વ્રજ  છોડવાનો સમય આવ્યો ત્યારે રાધાજી એની સામે લડ્યા નથી. પણ, એટલુંં જ કહ્યું છે કે, "કાના જવા તો દઉં છું, પણ, મનેં ભુલતો નહી. મનેં ખબર છે, લાલા  તું પાછું વળી વ્રજ તરફ જોવાનો નથી. પણ, મનેં વિશ્વાસ છે કે, તું મનેં ભૂલવાનો પણ નથી. આ ભવ ની આપણાં મિલન ની ઘડીઓ ભલે નેં સમાપ્ત થઈ રહી છે. પણ, જ્યાં રહીશ ત્યાં તું મારો જ રહીશ એ વિશ્વાસ થી હું મારું સમગ્ર જીવન તારી એક અેક લીલાં અનેં આપણાં મિલન ની વીતેલી ઘડીઓનેં વાગોળવા માં હું  વિતાવીશ.બલિદાન ની  આ પરાકાષ્ઠા નેં એટલે જ કાનો, દ્વારકાધીશ બની નેં પણ, ભૂલી શક્યો નથી.

રાધા નાં પ્રેમ માં અભિમાન નહીં, જીવનભર નું આકર્ષણ છે,,,

માગણીઓ નહીં પણ માન્યતા નું આયોજન છે,,,,,,,,

જીદ નહીં, પણ, આરાધના નું આરોપણ છે!!!!

વાયદાઓ નહીં પણ, વિશ્વાસ નું વાવેતર છે!!!!

ધમકી નહીં, પણ, આશાઓ નું પ્રીત માં મિશ્રણ છે.....

ત્રીજા, રુક્મણીજી ,કદાચ રાધા કરતાં પણ વધું પ્રેમ કરતાં હશે, એ, વિશ્વેશ્વર ને..... પણ,લગ્ન જીવન ની શરુઆત જ એમણેં જીદ થી કરી હતી. એ જીદ, ભલે શ્યામ પ્રત્યે નો અતૂટ પ્રેમ જ હતો, પણ.... અેમણેં કાના નેં પ્રેમપત્ર લખી નેં પ્રેમનો એકરાર તો કર્યો, પણ, સાથે, એમ પણ કહ્યું કે, મારે તમારી સાથે લગ્ન કરવા છે, જો તમેં મનેં લેવા નહીં આવો તો, હું મારું જીવન ટૂંકાવીશ. તમનેં ઈશ્વર થઈ સ્ત્રીહત્યા નું પાપ લાગશે...કૃષ્ણ નાં એમની સાથે લગ્ન થયા. અનેં એમનેં અભિમાન થયું, વિશ્વનાં સર્જક નેં મારાં પ્રેમ સામેં ઝુકવું જ પડ્યું. અનેં હવે, સમગ્ર સૃષ્ટી પર ફક્ત મારાં જ છે એ અનેં ત્યાં થી પણ, કાનો જીવનભર ગાયબ!!!!!!!!! જીવનભર રુક્મણી સાથે રહી નેં પણ, એ રાધા સાથે  એટલે    જ     રહ્યા   છે, નહીં કે, રુક્મણી સાથે. એનો વસવસો રુક્મણી નેં આજીવન રહ્યો હતો. અનેં એટલે  જ એમનેં રાધા વિશે જાણવું હતું, અનેં એમનેં મળવું પણ, હતું.

અનેં રુક્મણી નું અભિમાન ઉતારવા ની કાના ની આ ચાલ હતી.

અનેં આપણનેં મનુષ્ય નેં બોધપાઠ, કે, જ્યાં અભિમાન છે, ત્યાં ઈશ્વર નથી, ઈશ્વર મારો જ છે, એ અભિમાન પણ, એનેં આપણાં થી દૂર કરે છે. કોઈ પણ રીતે, આપણનેં એ જાણ કરાવી અભિમાન માં થી જગાડવા પ્રયત્નો કરે છે. એમાં એ નિષ્ફળ જાય તો, જીવનભર આપણેં એમની  સાથે હોવાં છતાં વિખૂટા રહેવું પડે છે.

(નોંધ:આ સિવાય કૃષ્ણાઅવતાર માં રાધાજી અનેં રુક્મણીજી નાં સત્ય વિશે અનેકાનેક મતમતાંતરો ૠષિઓ નાં સમય થી ચાલતાં આવ્યા છે. એમાં ફેરફાર ને સ્થાન વ્યક્તિગત વિષય છે. )

હવે, આગળ,
સ્વસ્થ થયેલાં નારદમુની રુક્મણી મહેલ માં હિંમત ભેગી કરી પ્રવેશે છે. એમની આગતાસ્વાગતા કરી રુક્મણી આતુરતા થી એમનાં બોલવાની રાહ જોઅે છે. નારદમુની બોલવાનું ચાલું કરે છે.
રાધા એટલે શ્યામ ની પ્રથમ અનેં આખરી પ્રેયસી.

બલિદાનો ની મૂરત.

વૃજ ની રેતી ની મીઠી સુગંધ.

લાલા નાં માખણ ની ભરેલી મટુકી.

શ્યામ ની વાંસલડી નાં સૂર.

વૃજ ની ગાયો ની નિર્દોષતા નું પ્રતિક.

પ્રીત નું પૂર્ણવિરામ અનેં, ભાવનાઓ નું અલ્પવિરામ.

લાગણીઓ ની છલોછલ ભરેલી યમુનાજી.

મા યશોદા નાં માતૃત્વ નો આંખે દેખ્યો હાલ છે રાધા.

મીઠા ઝઘડા નું મૂલ્યવાન મૂળ છે રાધા.

પૂનમ ની રાતડીની અખંડ પ્રીત છે રાધા.

મહર્ષિ નારદ નાં રાધા વર્ણન માં ડૂબી ગઈ છે, રુક્મણી
સમજી હતી આંસુ પણ, પ્રીત નો અખૂટ દરિયો છે આ રાધા

વાર્તાલાપ નારદમુની નો આગળ શું હશે?
રુક્મણી નાં હ્દય ની હાલત શું હશે?

જુઓ આવતાં અંકે....

મીસ મીરાં....

ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, છતાં પણ, સદાય હસતાં રહો.

જય શ્રી કૃષ્ણ......