Radhapremi Rukmani part - 6 books and stories free download online pdf in Gujarati

રાધાપ્રેમી રુક્મણી ભાગ - 6

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :

વાર્તાલાપ મહર્ષિ નારદ નો ચાલે છે, અનેં તડપી રહ્યા છે રુક્મણી.

હવે આગળ:

રામાવતાર માં મહારાણી સીતા નો ત્યાગ કર્યા પછી, રાજા રામે બાકી નાં આખા જીવન દરમ્યાન જે દિવ્ય "શ્રીસીતામહાભાવ" અયોધ્યા નાં રાજમહેલ માં તડપી તડપી નેં માણ્યો હતો ,એને ક્યાંય ટપી જાય અેવો અદ્ભૂત,અનન્ય, અને અવર્ણનીય "શ્રીરાધામહાભાવ " કાનો, દ્વારકાધીશ બન્યો અનેં જ્યાં સુધી કૃષ્ણાઅવતાર ને જીવ્યો, એ અંતિમ ક્ષણ સુધી માણ્યો છે. અનેં અેનાં માટે, એ કૃષ્ણાઅવતાર ની રચના સમય થી, વૃજ છોડ્યું, ત્યાર થી વિરહદશાનેં અનુભવવા ઈચ્છતા હતા.

આ સત્ય ની જાણ, ફક્ત મહર્ષિ  નારદ નેં જ હતી. કારણકે, અવતારકાર્યો ની દરેક સભાઓ (મીટીંગ) નાં એક માત્ર સંચાલક નારદ મુની જ રહેતા. એ પછી રામાવતાર હોય કે, કૃષ્ણાઅવતાર. અેટલે જ કદાચ આ મીટીંગ નો કાર્યભાર દ્વારકાધીશે એમનાં માથે નાખ્યો. કારણકે, યોજના થી માંડી કાર્ય સમાપન સુધી ની તમામ ગતિવિધિઓ તેમનાં નેજા હેઠળ થતી.

હવે, પછી નું મહર્ષિ નું રાધાવર્ણન રુક્મણીજી અનેં સાથે આપણાં સૌ ની શું દશા કરે છે, તે ખરેખર વર્ણવી શકાય તેમ નથી.

રાધા એટલે રસેશ્વર નાં હ્દય નો રસ!!!!

રાધા એટલે ભાવભાવેશ્વર ની ભાવનાઓ ની પરાકાષ્ઠા ????

સર્વેશ્વર નાં જીવન નું સર્વ કાંઈ એટલે રાધા !!!!

નંદલાલ નાં નાટકો ની રચના કરનાર એટલે રાધા ????

યશોદાનંદન નાં જીવન નો એકમાત્ર આનંદ છે રાધા!!!!

રાધા રડે નેં કાના નાં આંસુ પડે, એવો મીઠો અહેસાસ છે રાધા??

સ્મિત માં રાધા નાં આખું વ્રજ હરખાય, પણ, કોઈ એક તો ફૂલે નાં સમાય એ મીઠી મુસ્કાન નું નામ છે રાધા!!!!

માખણચોરી માં લડતી છતાં પણ, ભાગ માંગી હક જતાવનાર જે પાત્ર છે ,લાવણ્યમય, તેનું નામ છે રાધા????

રાધા ની કૃષ્ણભક્તિ જ એની ઓળખાણ છે,,,,

લાલા નાં પગલે પગલે વ્રજ નેં માણનાર છે રાધા !!!!

કનૈયાલાલ ની મુસીબતો માં નજર ઉતારનાર છે રાધા ???

પળેપળ એકબીજા નાં ચાલતાં શ્વાસ નું પ્રમાણ છે રાધા!!!!

ધબકતાં હૈયાં નો અલૌકિક અંદાજ છે આ ઘેલી રાધા !!!!!!

મુરલીમનોહર ની મુરલી નો મધુર નાદ છે આ સૂરીલી રાધા???

યશોદામૈયા નાં મીઠા ઠપકાં માં કનૈયા નો પક્ષ લઈ  લાલા નેં બચાવનાર છે આ વ્હાલી રાધા!!!!!

પ્રથમ નજર નો મુરલીધર નો નિઃસ્વાર્થ પ્રેમ છે આ ગોરી રાધા,,

પ્રેમ નાં બંધને બંધાઈ નેં પણ, લગ્ન નાં બંધનથી મુક્ત વ્યક્તિત્વ નું સરળ પ્રતિબિંબ છે કાના ની રાધા!!!!

પ્રણય ની પરાકાષ્ઠા થી પરે ,પ્રીત માં ત્યાગ નું  જગતમાં ઉત્તમોત્તમ ઉદાહરણ છે ,વ્હાલાં ની રાધા????

ગોપીઓ નાં ચોરેલાં વસ્ત્રો ની અપાયેલી શિક્ષા નો નિઃસ્વાર્થ આનંદ છે આ અનેરી રાધા!!!!

કૃષ્ણ જન્મ થી જ સાથોસાથ ,,,,સાથ નો સારાંશ છે આ શરમાળ રાધા????

અતૂટ પ્રેમ ની ગરિમા માં વિશ્વેશ્વર નેં બાંધનાર છે, આ સરળ રાધા!!!!!

વાસુદેવ નાં વૃંદાવન ની ગલીએ ગલીએ  છે વાચાળ રાધા??

રાસ નાં રમણેં ભાન ભૂલી નેં બનેલી છે ,આ કૃષ્ણમય  રાધા ,,

કાના નાં દ્વારકાધીશ બનવા નું રહસ્ય છે ,આ રસેશ્વરી રાધા ,,

સુખરૂપ વૃજ છોડ્યાં નો કાના નો આજીવન અવિસ્મરણીય અહેસાસ છે આ હ્દયેશ્વરી રાધા!!!!!

અનેં મહર્ષિ નારદ પણ, ભાવુક થઈ ગયા. હવે, વધારે કાંઈ પણ કહી શકે, એવી પરિસ્થિતિ માં એ નહોતાં. કેમકે, રાધા નાં વ્યક્તિત્વ ને કાના સિવાય કોણ સમજાવી શકે? આ તો એક પ્રયત્ન માત્ર  હતો. રુક્મણી નાં ઝડપ થી દોડતાં શ્વાસ ધીમા પડે છે. હવે, એ થોડાં સ્વસ્થ નજરે ચઢે છે. નારદમુની નેં જળ અનેં અલ્પાહાર ના પ્રસ્તાવ બાદ ધન્યવાદ કહે છે. કેટલાં દિવસ નો થાક અનેં રાત્રી નાં ઉજાગરા નો અંદાજ નારદમુની નેં એમનાં મુખ પર વર્તાય છે. "પ્રણામ મહારાણી" આટલું વદી પ્રસ્થાન કરવાની રજા માંગે છે. અનેં ભુલચુક થયાની માફી પણ ચાહે છે. રુક્મણીજી બે હાથ જોડી પ્રણામ વદે છે. તરસ્યા આ મન ની ગાગર તો હજી તળિયા માં ડૂબકી મારે છે.રાધા નામનાં અપાર સમંદર ની એક બુંદ હજી તો મળી છે. કેમ કરી નેં તરસ છીપાય? એમનાં મન નો આ વલોપાત અનેં ઉંડો વિષાદ નારદજી નેં વર્તાય છે.

રોહીણીમા કાના ની મા છે.  મા યશોદા નું પ્રતિબિંબ છે, અનેં કાના નાં બાળપણ  ની અનેં તમામ બાળલીલાઓનો આંખે દેખ્યો જાદુઈ અહેવાલ છે. તમારી લાગણીઓ નેં એ ઉત્કૃષ્ટ સ્તરે સંતોષી તમારાં મન નેં શાંત કરશે. અમનેં પૂરેપૂરો વિશ્વાસ છે. નટખટ યશોદાનંદન નાં તોફાનો, ગોપી ઓ નાં ઘેર માખણચોરી, રાધિકા નાં દિલ ની ચોરી, યશોદા મા નાં હાથ ની માખણ રોટી, બરસાના ની આ ગોરી છોરી, પૂનમ ની રાતડી ના ગોપીગીતો, રાધા ની સાથે છુપાઈ નેં કરેલી વાતો, વાયદા ઓ અનેં ફરિયાદો આ બધું જ તમનેં,રોહીણી માં નાં સર્વસ્વ માં સમાયેલું જણાશે. તો તમેં  આ વલોપાત છોડો. અનેં રોહિણી મા નેં વિનંતી કરો. જેથી તમારું મન શાંત થાય.

આટલું વદી નારદમુની રુક્મણી જી ની રજા લે છે.

મહર્ષિ એ તો રસ્તો બતાવી દીધો, પણ, કેટલો કાંટાળો.

અનેં આ બધી જ પાછી કાના ની લીલા. રહસ્ય ની વાત તો એ હતી કે એમનેં પોતાને પણ પ્રિય રાધા વિશે મા નાં મુખ થી સાંભળવું હતું.

એટલે, આ બધાં એમનાં જ રચાયેલાં નાટક હતાં. રુકમણીનેં ગોળ ગોળ ફેરવી રોહિણી મા પાસે લાવવાનાં.

પણ, એક વહુ માટે શું આ સરળ હતું?

પોતાનાં પુત્ર ની પ્રેયસી વિશે, સાસુ ને સવાલ પૂછવા નું?

એક વહુ ની ગરિમા નેં આ જરાં પણ શોભે નહિં. છતાં પણ, મન નો વલોપાત, શું કરવું એનું?

રુક્મણીજી સ્વભાવે બહું ચંચળ અનેં એક મહારાણી નેં શોભે એવું જ વ્યક્તિત્વ ધરાવતા હતાં.

મહામુત્સદી દ્વારકાધીશ ની પત્ની અનેં દ્વારકા ની પ્રજા નાં લાડકાં હતાં.

એમણેં, બાકી ની તમામ રાણીઓ નેં આ કાર્ય માટે તૈયાર કરી. અનેં આવતીકાલે સવારે નિત્યક્રમ પરવારી રોહિણીમા પાસે જવાની યોજના કરી.

શું હશે રુક્મણી નાં હૈયા નો આ અનેરો વિષાદ??

કે પછી, રાધારાણી નાં એ થશે, ચાહનાર?

રોહિણી મા જ છે હવે, આખરી એમની આશ?

શું ત્યાં પૂરાં થશે એમનાં મન નાં ઝંઝાવાત?

ગમવા લાગ્યો છે એમને, શું રાધાજી નો અહેસાસ કે પછી કરે છે એમનેં એ હજી ધિક્કાર?

પતિદેવ ની પ્યારી પત્ની કરશે પ્રિયતમ નેં શું નારાજ?

કે પછી, હૈયે એમનેં આ વ્હાલી રાધા ને એકવાર મળવાનો છે અહેસાસ?

ફરી મળીએ, જલદી થી, બની નેં આ તમામ સવાલો નાં જવાબ.

ત્યાં સુધી વાંચો, વિચારો નેં જણાવો, શું રુક્મણી, રાધા નેં સ્વીકારી શકશે?

અનેં બસ આમ જ, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અનેં હંમેશાં  હસતા રહો.

મીસ.મીરાં....

જય શ્રી કૃષ્ણ......