Radhapremi Rukmani part -- 8 books and stories free download online pdf in Gujarati

રાધાપ્રેમી રુક્મણી ભાગ --- 8

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :-

સંગઠન બનાવ્યું છે રુક્મણી એ,
પટરાણીઓ,દેવકીમા,અનેં બહેન સુભદ્રા નેં એમાં જોડ્યાં છે.

હવે, આગળ:

સવાર સવાર માં મહેલ માં ચાલી રહેલી ધમાલ થી દ્વારકાધીશ વાકેફ છે. અનેં આ દોડાદોડ નોં એ ખુબ જ લાભ ઉઠાવવાનાં છે, એટલેં, ખુબ જ ખુશ છે આજે, એમની મુખમુદ્રા તો જાણે,ખીલેલાં કમળ ની જેમ રોમાંચક છે. એની પાછળ બે રહસ્ય છે.

એક, તો એમનાં હ્દય માં વસતાં એમનાં હ્રદયેશ્વરી એ આજે, મહેલ માં સૌનાં હ્દય માં અલૌકિક સ્થાન પામી લીધું છે, સૌનાં હ્રદય નાં ધબકાર જાણેં થોભાવી દીધાં છે.

અનેં બીજું, પોતાનાં મનની રાધા જ્યારે આજે, સર્વ ની સમક્ષ
આવશે, ત્યારે એમનાં અસ્તિત્વ નાં આભાસ નો લાભ એમનેં પણ, મળશે.

રહસ્ય ની વાત તો એ છે, કે, આડકતરી રીતે તો રુક્મણી નાં આ સંગઠન માં એ પણ, જોડાયેલાં છે. જેની જાણ, બહેન સુભદ્રા સિવાય ખુદ રુક્મણી નેં પણ, નથી.

રાખડી નાં બંધન નાં વચનેં આ કામ માટે નટખટ નંદકિશોરે એમનેં મનાવી લીધા છે. એમની, મહાનતા તો જૂઓ, પોતાનાં રચેલાં નાટક નો ભાગ બનવા એ પ્રિય રાધા માટે, કોઈ નેં વિનંતી કરી રહ્યાં છે.

એમણે, સુભદ્રા પાસે વચન લઈ લીધું છે. અનેં પોતાની બહાદૂર બહેન પર એમનેં સંપૂર્ણ ભરોસો છે.

આ બધી મથામણો અનેં આયોજન નાં અંતે હવે, દ્વારકાધીશ એ ઘડી ની રાહ માં, શયનકક્ષ  માં આંટાફેરા કરે છે.

મન માં એક અછડતો અજંપો છે.

અનેં હ્રદય છે કે, ઝાલ્યું ઝલાતું નથી.

એ,તો,ક્યારનાયેય રાસેશ્વરી સાથે, વૃજ માં ઉપડી ગયાં છે.

સવાર નાં સૂરજ ની સોનેરી કિરણો જેવી એમનાં ચહેરાઓ પર ચમક છે.

ગુલાબી કમળ જેવા હોઠ પર, મધ જેવી મીઠી મુસ્કાન છે.

મંદિર નાં ઘંટારવ જેવો પડછંદ આ રાધા નો પ્રભાવ છે.

સમય જાણે, રોકાઈ ગયો છે, રાધા નાં હૈયા માં જઈનેં જાણેં ધરબાઈ ગયો છે.

મહેલ ની અટારીએ આવતી દરિયાનાં મોજા ની ભીનાશ એમનાં મુખ નેં જાણે, થોડી શરમાવી રહી છે.

દરિયા નાં ઠંડા પવનો આજે, દ્વારકાધીશ નેં જાણે, રાધા નો કનૈયો બનાવવા જઈ રહ્યા છે.

ઉપવન નાં પુષ્પો પણ આજે, જાણે, રાધા ની સુવાસ માં મહેંકી રહ્યા છે.

અનેં ઝૂમી રહ્યાં છે, નાચી રહ્યાં છે, એકબીજાને ભેટી રહ્યાં છે, અનેં રાધારાણી નેં આમ જ, જાણે, મળી રહ્યાં છે.

દ્વારકાધીશ આજે, કાનો બની એની અલગ જ અદા માં ઝૂમી રહ્યાં છે.

ઉપવસ્ત્ર ની વાંસળી બનાવી છે, અનેં, રાધા ની સંગ જાણે, નાચી રહ્યાં છે.

વિચારો ની લાકડી બનાવી જાણે, સંયમ ની ગાવલડી નેં ચગાવી રહ્યાં છે.

વ્હાલી પેલી "ગંગલી" ગાય નેં વૃંદાવન મધ્યે જાણે, ચરાવી રહ્યાં છે.

ગોવાળો નાં અવાજો નાં પડઘાં કાને અથડાઈ રહ્યાં છે. ગેડીદડો રમવા જાણેં બોલાવી રહ્યાં છે.

"મહારાજ, બહેન સુભદ્રા કક્ષ માં આવવા માટે  ઇચ્છુક છે. "

સમગ્ર મુર્છા જાણે, તૂટી ગઈ. દ્વારકાધીશ થોડાં સ્વસ્થ થયાં. બહેન સુભદ્રા નેં જોઈ નેં, શું થયું બહેન, મનેં બોલાવી લીધો હોત, તો હું પોતે, તમનેં મળવા આવી જાત. "મંદ મંદ મુસ્કાતા સુભદ્રાજી એ કહ્યું તો, મનેં જીવન માં એક જ વાર જોવા મળતું દ્વારકાધીશ નું આ, આનંદમય હળવું ગોવાળિયા નું સ્વરુપ કેવી રીતે જોવા મળત? અનેં દ્વારકાધીશ જાણેં બહેન સામેં થોડાં શરમાઈ ગયાં.

"બોલો બહેન શું કામ હતું? "
સુભદ્રા એ કહ્યુંઃ"ભાઈ તમેં મનેં જે જવાબદારી સોંપી છે,એ પૂરી કરવાનો રસ્તો  પણ બતાવો. "

ખડખડાટ હસતાં દ્વારકાધીશ બોલ્યાં, "આટલી નાની જવાબદારી થી મારી બહેન ગભરાઈ ગઈ. હું તો, એનેં બહું બહાદુર સમજતો હતો." અનેં સુભદ્રા નેં નાનપણ યાદ આવી ગયું.હંમેશાં ,ભાઈ જ એમનેં ચીઢાવતાં અનેં પછી, એજ, એમનેં મનાવી પણ, લેતાં.પણ,હવે,તો બંને મોટાં થઈ ગયાં છે. બહેન ઉંચા અવાજે  ભાઈ સામે બોલ્યા. " હા, હા, બસ, હવે, જલદી રસ્તો બતાવો. "દ્વારકાધીશે ઈશારો કરી બહેન નેં ધીરે બોલવા કહ્યું. કોઈ સાંભળી જશે, તો, આપણી આખી યોજના પર પાણી ફરી વળશે. "કહું છું બધું, તમેં શાંત થાઓ, વ્હાલી બહેન.!!!!!! "

હવે, માર્ગ નું આ રહસ્ય જ્યારે રોહિણી મા રાધાવર્ણન શરુ કરશે, ત્યારે જ ખુલશે.

આટલાં દિવસો ની આ મથામણ, દોડાદોડ, ધમાલ, ચિંતા, કે, પછી, આયોજન આજે લેખે લાગવા નાં આસાર છે.. ......

કંઈ કેટલાં એમાં આવ્યા' તા પડાવ ,પણ, ????

હવે, તો એનેં પણ, માત, આપવા નો અનોખો અણસાર છે,,,

સૌનાં હૈયાં માં અનેરો એક તરવરાટ છે!!!!!

જાણે, આજે, જ રાધા નેં મળી લેવા ની હૈયાં ની એક મીઠી પ્યાસ છે,,,,,,

સર્વ નો મળી નેં એક, અઘરો, પ્રયાસ છે!!!!!

કદી પણ, ન મળ્યા નો રાધા નેં એક અજીબ અનુભવ નો તાગ છે,,,,,

દ્વારકાધીશ ની જ કૃપા દૃષ્ટિ નો, આ એક, ભાગ છે????

દ્વારકા નાં રાજમહેલ માં આજે, ઉત્સવ નો અલૌકિક ઉત્સાહ છે!!!!

દ્વારકાધીશ નેં પણ, એમાં જોડાવા ની જ અવર્ણનીય આશ, છે......

સવાર નાં નિત્યક્રમ પતાવી નક્કી કરેલી જગ્યાએ, એટલે કે, રોહીણીમા નાં કક્ષ ની બહાર, આખું સંગઠન એકત્રિત થયું.

રુક્મણી સહિત સર્વે રાણીઓ,
દેવકી મા
બહેન, સુભદ્રા
અનેં સર્વ થી છુપાઈ નેં ઉભેલા સર્વેશ્વર દ્વારકાધીશ!!!!

કક્ષ માં જવાની યોજનાં બનાવવા માં એટલાં મશગૂલ છે,કે, રોહિણી મા એમનાં કલબલાટ થી પોતે જ બહાર આવી ગયા. અનેં શેનો શોરબકોર માંડ્યો છે? એમ, પૂછવા લાગ્યા.
ત્યારે,આગેવાની લઈ  નેં ,મુઠ્ઠી બંધ કરી, હિંમત એકઠી કરી, રોહિણી મા સામે રુક્મણી એ સૌની ઈચ્છા વ્યક્ત કરી જ દીધી.

રોહિણી માં એકદમ અચંબા માં સૌની સામે, જોવા લાગ્યા.
શું થયુ? આજે, સૌનેં એકસાથે એમ, વિચારવા લાગ્યા.
અનેં, સૌનેં કક્ષ માં લઈ જઈ બેસાડ્યા. રુક્મણી એ સૌનેં જળ આપ્યુ.

રોહીણીમા થોડી આનાકાની પછી, માની ગયા. સ્વભાવે, કોમળ પણ, એમનાં લાલા માટે, બહું જ લાગણીશીલ. એટલે, એમણે, એક, શરત, મૂકી.

રાધાવર્ણન દરમ્યાન કક્ષ નાં દ્વાર બંધ રહેશે. એની પાછળ નું કારણ, એમણે, એ, જણાવ્યું કે, મારો લાલો, જો આ બધું સાંભળી જશે, તો, એ, ભાવુક થઈ જશે, એની જાત ને, એનેં માંડ માંડ સંભાળી છે.

પણ, એમનેં ક્યાં ખબર છે,કે, આ એમનાં નટખટ લાલા નાં જ કારસ્તાન ની ઉપજ છે. અનેં એમનેં જ આ સાંભળવા ની તાલાવેલી છે.

જો, દ્વાર બંધ થઈ જશે, તો, એમનેં કેવીરીતે, રાધારસ માણવા મળશે. અનેં આવું થશે, એની એમનેં પહેલા થી જ ખબર હતી. એટલે જ, એમણે અનેં બહેન સુભદ્રા એ માર્ગ કાઢ્યો હતો.

તરત સુભદ્રા જી બોલી પડ્યાં, એવું કાંઈ કરવા ની જરુર નથી. હું દરવાજે ઉભી રહી, ધ્યાન રાખીશ કે, કોઈ આ બધું સાંભળે નહી. ખાસ,, કરીને તમારો લાલો. પણ, યોજના મુજબ, એમણેં કહ્યું, તમેં જરા ઉંચા સ્વરે બોલજો મા, એટલે, મનેં સંભળાય. પણ, એ, ઉંચા સ્વરે બોલવા નું કથન ભાઈ માટે હતું.જે,દ્વાર પાછળ ઉભા રહી નેં પ્રેમરસ પીવાનાં હતાં. સુભદ્રા ની વાત મહેલ માં કોઈ ટાળતું નહીં,એનો દ્વારકાધીશે લાભ ઉઠાવ્યો. અનેં આવી, સંવેદનશીલ વાત બહેન સિવાય કોઈ નેં પણ, કહેવાય નહીં.

બધી યોજના બરાબર પાર પડી રહી હતી. રોહિણી મા એ રાધાવર્ણન શરુ કરતાં પહેલાં, "રાધે રાની કી જય"નું ઉચ્ચારણ કર્યુ, અનેં દ્વાર પાછળ ઊભેલો લાલો શરમાઈ નેં લાલ થઈ ગયો.

રસેશ્વરી,
વૃંદાવનેશ્વરી,
બરસાનાનંદીની,
શ્રી કૃષ્ણ સ્વામીની,
અલૌકિક માનુની,
કૃષ્ણેશ્વરી,
હ્દયેશ્વરી,

અને, રોહીણીમા એ વાત ની શરુઆત કરી.
રાધા નેં એકદમ નજીક થી જોઈ છે મેં.ધારી ધારી નેં આંખ નો પલકારો પણ, ના થાય એવી સુંદરતા માં નિહાળી છે,મેં એ બરસાના ની છોરી ને. એકવાર નહીં, અનેકવાર, અનેક સ્વરુપે એનેં હ્દયચક્ષુ થી અવિરત, અકલ્પનીય નિહાળી છે,મેં એ, લાલા ની લાલી ને. એનો, પરિચય આપવા નું ના તો મારાં માં સામર્થ્ય છે,ના તો મારી પાસે શબ્દો છે. એને, એકવાર જોયા પછી, નજર હટાવ્યા વગર નિહાળ્યા જ કરીએ. એેવું અનુપમ, અલૌકિક, લાવણ્યમય, આકર્ષક વ્યકિતત્વ ની મહારાણી છે એ. ભાવનામય, સંવેદનશીલ, સૌંદર્ય થી ભરપૂર, નમણી નાજુક આંખો નાં દરિયામાં કોઈ નેં પણ, ડૂબી જવાનું મન થાય, એવી, કૃષ્ણમય હસ્તી  છે એ. રાધા નેં જોયા પછી, એમનાં જેવાં બીજા, કિશોરી મેં આજીવન કદી પણ, જોયાં નથી.

અગત્ય ની બીજી એક વાત, એ છે,કે,  મેં જ્યારે, રાધિકા નેં પ્રથમવાર જોઈ બરસાના અને, પછી, વૃંદાવન માં ત્યારે એ માત્ર બાર -તેર વર્ષ નાં હતાં, અનેં આપણો લાલો, આઠ થી નવ વર્ષ નો. ત્યાં નું સૌંદર્ય યુક્ત પ્રાકૃતિક વાતાવરણ  ,મહેનતી જીવન અને, દહીં દૂધ માખણ ની રેલમછેલ નાં પ્રતાપે, વૃજ નાં ગોપગોવાળો નેં શરીર પર સૌંદર્ય અનેં એક અલગ જ સૌષ્ઠવ એવું ચઢી જતું કે, નાનાં નાનાં ગોપગોવાળો કિશોરાવસ્થા માં વિહરતાં હોય એમ જ લાગે. એટલે, લાલો અનેં રાધા બંને, લગ્ન ની વય ના જ લાગે. અનેં એમાં પણ, પાછી એમની ગાઢ મિત્રતા. વૃજ નાં કણકણ નેં ખબર હતી, એમનાં નિસ્વાર્થ, નિર્દોષ, નિર્મળ, અલૌકિક  પ્રણય ની અનોખી પરાકાષ્ઠા  વિશે!!!!!

વ્યવહારુ  રોહીણીમા એ વાત ની શરુઆત કરી ને જ તમામ રાણીઓ ની બુધ્ધિ પર થી શંકા નાં વાદળો જાણે, હટાવવા નો પ્રયત્ન કર્યો. એમનાં વર્ણન થી સર્વ રાણી ઓ ને, દેવકી મા ને અને  સુભદ્રા ને રાધા નાં સાક્ષાત્કાર નો અનુભવ થતો હતો.

ત્યાં જ દ્વાર પાછળ સંતાયેલો લાલો જાણે, વૃજ ની રજ માં ખોવાઈ ગયો હતો.

રાધા ની વાતો માં જાણે, વીંટળાઈ ગયો હતો.

રોહિણી મા ની વાતો માં રાધા નેં જાણે, અનુભવી રહ્યો હતો.

પણ, એક, ગભરાટ સાથે, કે, આ અવસ્થા માં દ્વારકાધીશ નેં કોઈ  જોઈ નાં જાય!!!!!

રાધારાણી અનેં શ્યામ સુંદર નાં પ્રથમ મીલન ની વાત જ્યાં બધા નાં મન નેં આકર્ષી રહી હતી, જે, રોહિણી મા નાં મુખ પર વર્તાઈ રહી હતી, ત્યાં જ દ્વાર પકડી નેં ઉભેલા લાલા નો ભાવાવેશ માં હાથ છટક્યો, પડતાં પડતાં બચ્યા. પણ, રોહિણી મા સતર્ક થઈ ગયા. એમ, પણ, સંધ્યા ટાણું તો થઈ  જ ગયું હતું.

એટલે, આગળ ની વાત, રાધાવર્ણન  ની આવતીકાલે  બપોર નાં ભોજન પછી, કરવા માં આવશે, એમ નક્કી થયું. અનેં, બધાં છૂટાં પડ્યાં. એ રાત્રે, રાજમહેલ માં કોઈ ઉંઘ્યું નથી, રોહિણી મા પણ નહીં. કેમકે, એમનેં રાધા ની વાતો કરવાની તાલાવેલી હતી, બાકી, બધાં નેં સાંભળવા ની.

દ્વારકાધીશ ની પરિસ્થિતિ તો ના કહેવાય ના સહેવાય તેવી હતી.

રાધા વર્ણન ની રોહીણીમા ના મુખે થઈ  છે શુભ શરૂઆત !!!

રાજમહેલ માં સૌ માં છે, આનંદ નો પ્રતિસાદ ????

રાણીઓ ની ધડકન ચૂકી છે,ધડકવા નું આજ,,,,,,

દેવકી મા નાં મુખ પર લાલા નાં બાળપણ નો ઉજાસ....

સુભદ્રા નાં મન માં રાધા (ભાભી) નાં ભણકાર ????

અનેં લાલા નું હૈયું તો હિલોળે ચઢ્યું છે , આનંદ છે, એમાં કંઈ ખાસ.....

કેવી હશે, લાગણીઓ નંદકિશોર નેં રાધા રાણી નાં પ્રથમ મીલન ની રાણીઓ નાં હૈયે?????

શું હશે, દ્વારકાધીશ નાં મન ની હાલત એમનાં, તૂટેલાં પણ, મજબૂત હૈયે?????

વાંચો, વિચારો અનેં જણાવો.

ફરી મળીએ, રાધામાધવ મિલન ની શુભ ઘડીએ.

ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સદા હસતાં રહો......

મીસ મીરાં......

જય શ્રી કૃષ્ણ.......