Vikruti - 28 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-28

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-28

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-28
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
      મહેતાં રાધેને રૂપિયાની લાલચ આપી તેની પાસેથી મોબાઈલ લઈ ત્રિવેદી સાથે વાત કરે છે,મહેતા રાધેના એક કૉલ માટે પચાસ હજાર રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે,એ માટે રાધે વિહાનના ઘરે જાય છે,વિહાન ઘરે નથી હોતો એટલે વિલાયેલા મોઢે એ ઘર તરફ આવતો હોય ત્યારે કૌશિલ તેને ટેકઓવર કરી રોકે છે.
     આકૃતિની બર્થડે પાર્ટીમાં વિહાન જેલેસ થઈ આકૃતિના રૂમમાં ચાલ્યો જાય છે,ત્યાં મેઘા તેને મળે છે અને સમજાવે છે.આકૃતિ નીચે વિહાનની રાહ જોઈ ઉભી હોય છે ત્યાં કોઈ માસ્ક પહેરેલો છોકરો આકૃતિ સાથે ડાન્સ કરવા પ્રપોઝલ આપે છે,આકૃતિ એ પ્રપોઝલ સ્વીકારી માસ્ક પહેરેલાં છોકરા સાથે ડાન્સ કરવા તૈયાર થઈ જાય છે.હવે આગળ..
“તે નામ ના કહ્યું?”આકૃતિએ એ છોકરા સાથે તાલ મેળવતા પૂછ્યું.
“આમ તો મારા ઘણાબધા નામ છે”એ છોકરાએ ફ્લર્ટ કરતા કહ્યું, “પણ તું મને મેહુલ કહી શકે છો”(બધા વાંચકોએ સીટી મારવી ફરજિયાત છે,હાહાહા)
“ઓહ મેહુલ,કોની સાથે આવ્યો તું?”આકૃતિએ પૂછ્યું.
“વિહાન સાથે,અમે બંને સ્કૂલ ફ્રેન્ડ છીએ”જુઠ્ઠું બોલતા મેહુલે કહ્યું.
“વિહાને કોઈ દિવસ તારા વિશે કહ્યું નથી”આકૃતિએ કહ્યું.
“વિહાન કે વિક્કી?, તને જોઈને મારે શું કહેવાનું એ હું ભૂલી ગયો તો વિહાનનો કોઈ વાંક છે?”મેહુલે ફરી ફ્લર્ટ કરતા કહ્યું.
“હાહાહા,દોસ્તની ગર્લફ્રેન્ડ પર જ લાઈન મારતા શરમ નહિ આવતી?”આકૃતિએ મજાકમાં ગાલ ફુલાવતા કહ્યું.
“એ બધું છોડ,મને એ વાત યાદ આવી ગઈ”મેહુલે કહ્યું, “તારી અને વિક્રમ વચ્ચે શું સીન ચાલે છે?”મેહુલે જાણીજોઈને એવું પૂછ્યું.
“શું સીન ચાલે મતલબ?”આકૃતિ આશ્ચર્ય પામતાં બોલી, “એ મારો ફ્રેન્ડ છે બીજું કંઈ નહીં”
“તો એ વાત તું વિહાનને સમજાવીશ કે મારે કહેવું પડશે?”મેહુલે કહ્યું.
“યાર,હું એને જ શોધું છું પણ ક્યાં ખોવાઈ ગયો ખબર નહિ”
“મારી વાત સાંભળ,એ તારા માટે સ્પેશિયલ ગિફ્ટ લાવ્યો છે પણ વિક્રમના સરપ્રાઈઝથી જેલેસ થઈ તારા રૂમમાં જઈ બેઠો છે,જલ્દી જા નહીંતર એ બીજું સમજી બેસશે”
“મને ખબર છે,આ પાર્ટી પુરી થાય પછી હું પણ તેને સરપ્રાઈઝ આપવાની હતી પણ બુધ્ધુને ક્યાં સમજાય છે”આકૃતિએ કહ્યું.
“હું શું કહું યાર તેને?મેં આજે કર્યું જ છે એવું કે મને ગિલ્ટી ફિલ થાય છે,પણ વિક્રમ અને મારી વચ્ચે એવું કંઈ નથી.એ તો અત્યારે પણ વિહાનને શોધવામાં મારી મદદ કરતો હતો”આકૃતિએ મેહુલને સમજાવતા કહ્યું
“હા મને તો ખબર છે બધી”મેહુલે હસતાં હસતાં કહ્યું, “તને વિહાને શું કહ્યું હતું?જ્યારે શબ્દો ફિક્કા લાગે ત્યારે હગ કરી લેવાય,તો બસ કંઈ ના બોલતી,હગ કરી લેજે”મેહુલે પ્રેમથી સમજાવતા કહ્યું.
“ઓકે હું આવી હમણાં સૉરી”કંઈક વિચારી આકૃતિ મેહુલનો હાથ છોડાવી જવા લાગી.
“રુક ઓય બે મિનિટ”મેહુલે આકૃતિને રોકી મેઘાને બોલાવી.
“આ મેઘા,મારી બેસ્ટ ફ્રેન્ડ અને કો-રાઇટર”મેહુલે કહ્યું, “આ હમણાં જ વિહાનને મળી આવી”
“શું કહેતો હતો એ?”આકૃતિએ ઉત્સાહિત થઈ પૂછ્યું.
“તારી રાહ જોઇને બેઠો છે રૂમમાં”મેઘાએ કહ્યું.
“મારુ એક કામ કરી આપીશ મેઘા પ્લીઝ”આકૃતિએ વિનંતી કરી, “મારા રૂમમાં જમણી બાજુએ કબાટમાં એક પિંક થેલી છે એ લઈ આવને”
“શ્યોર”કહી મેઘા ઉપરના રૂમમાંથી એ થેલી લઈ આવી.
“એક્સક્યુઝ મી,તમે લોકો એન્જોય કરો હું વિહાનને મળતી આવું”
“બેસ્ટ ઑફ લક”મેઘા અને મેહુલે હસીને કહ્યું.
     આકૃતિ તેના મમ્મી-પપ્પાના રૂમમાં ચાલી ગઈ.
“ચાલો તો પાર્ટનર આપણું કામ પૂરું થયું,હવે નીકળીએ”મેઘાએ હસીને કહ્યું.
“હા નીકળીએ જ નહીંતર મને બીજીવાર આકૃતિને મળવાનું મન થઇ જશે”મેહુલે મજાક કરતા કહ્યું.
“ચાલ હવે બીજીવાર મળવાવાળો આવ્યો”મેઘાએ ચુંટલી ખણી.બંને ત્યાંથી નીકળી ગયા.
                 ***
“તે મહેતાને મોબાઈલ કેમ આપ્યો?”ક્રશ ખેંચી કૌશિકે પૂછ્યું.
રાધે મોટેથી હસ્યો,“મને શું પૂછો છો સાહેબ,તમે જ તો કહ્યું હતું મને”
       એ સાંભળી કૌશિક પણ હસવા લાગ્યો.એ પોતાના પ્લાનમાં સફળ થયો હતો.કૌશિકને ખબર હતી કે એ મોબાઈલ નહિ આપે એટલે તેના સ્ટાફના કોઈ કોન્સ્ટેબલને મહેતાં ખરીદવાની કોશિશ જરૂર કરશે એટલે તેણે પહેલેથી જ આ પ્લાન તૈયાર કરી લીધો હતો અને ખરેખર બન્યું પણ એવું,મહેતાએ રાધે પાસે મોબાઈલ માંગ્યો.
“હવે કૉલ રેકોર્ડિંગ સંભળાવ,જોઈએ તો સહી બીજા કોને ગિરફ્તાર કરવાના છે”કૌશિકે રાધેને સિગરેટ આપતા કહ્યું.
      રાધેએ મહેતાએ કરેલાં કૉલનું રેકોર્ડિંગ પ્લે કર્યું.
“ઓહ તો વાઘેલા અને રાઠોડ પણ તેઓના ચમચા છે,સાલા બધા સામે તો કેવા દેશભક્ત બનીને ફરે છે અને અંદરથી જ આવા લોકોને મદદ કરે છે,હરામી સાલા”ગાળો બોલતાં કૌશિકે કહ્યું.
“આપણી પાસે તો સબુત છે સાહેબ,તમે શેની ચિંતા કરો છો?”રાધેએ કહ્યું.
“મહેતાને કોર્ટમાં હાજર કરવાનો છે,આ લોકો કંઈ પણ કરી શકે આપણે વધુ સાવચેત રહેવું પડશે”કહેતા કૌશિક ઉભો થયો, “તું કાલે વહેલાં મારા ઘરે આવી જજે”કૌશિકે હુકમ કર્યો.
“તમે ક્યાં ચાલ્યા સાહેબ?”રાધેએ પૂછ્યું.
“ચોકીએ મહેતાની ફાઇલ લેવા”કૅપ પહેરી કૌશિક જીપમાં બેઠો અને સેલેપ મારી.
    ચોકીએ આવી કૌશિકે વિહાનને કૉલ લગાવ્યો.
***
‘छिनले वो मुजसे तुजको,उसकी ये औकात नही,
मुज में है जो बात,उसमे वो बात नही,
देखा अपने आप को,हा देखा अपने आप को,
मेरी नीची जात नही,
आएगी तू तेरे पास,जूठी मेरी बात नही,
हा जूठी मेरी बात नही, ये जूठी मेरी बात नही।।।’
       મેઘાએ કહેલી વાત પરથી વિહાન પોતાની જાતને સક્ષમ સમજવા લાગ્યો હતો અને તેને વિશ્વાસ હતો,આકૃતિ જરૂર આવશે.
“વિક્કી….”બારણે ઉભેલી આકૃતિએ કહ્યું.આકૃતિ રેડ ટોપ અને બ્લેક એંકલ જીન્સમાં વિહાન સામે ઉભી હતી.વિહાન પાછળ ફર્યો.બંને એકબીજાને ઘણુંબધું કહેવા માંગતા હતા પણ અત્યારે શબ્દો મૌન રહ્યા.આકૃતિ દોડીને વિહાન પાસે પહોંચી.
“આકૃતિ, તું રેડ ટોપમાં..”
“શશશશ..”આકૃતિએ વિહાનના હોઠ પર આંગળી રાખી દીધી અને હગ કરી ગઈ.
“સૉરી યાર મેં તને બોવ હેરાન કર્યો”આકૃતિએ કહ્યું.વિહાન ચૂપ રહ્યો.આકૃતિને અળગી કરી તેના અધર પર અધર રાખી દીધા.બંને એકબીજાને પાગલોની જેમ ચુંમતા હતા.વિહાન બધું જ ભૂલી ગયો.વિક્રમનું આવવું,વિહાનનું જેલેસ થવું,આકૃતિનું ઇગ્નોરન્સ, પોતાનું રડવું બધું જ તેના માટે અત્યારે ગૌણ વાત બની ગઈ હતી.તેના મગજમાં તો એક જ વાત ચાલતી હતી, ‘એ આકૃતિની રાહ જોઇને બેઠો હતો અને આકૃતિ આવી.’
      આજે શું બનવાનું હતું અને શું બન્યું એની પણ ચર્ચા કરવાની વિહાને માંડી વાળી.એ તો અત્યારે આકૃતિનો સાથ માણતો હતો,તેના ગાલ,કાન,હોઠ,ગરદનને ચૂમીને ભીંજવતો હતો.આકૃતિએ પણ મેહુલની વાત સમજી વિહાનને માત્ર સ્પર્શ દ્વારા સમજાવવાનું મુનાસિફ સમજ્યું હતું.થોડીવાર પછી બંને અળગા થયા.
“જો મને કિસ કરતા ફાવી ગયું”વિહાને હળવી મુસ્કાન સાથે કહ્યું.
“એ તો તને આવડતું જ હતું પાગલ,તું કિસ કરે એ માટે હું તને મોટીવેટ કરતી હતી”આકૃતિએ કહ્યું.
“ચાલ જુઠ્ઠી”વિહાને હસીને કહ્યું, “આંખો બંધ કર હવે,હું તારા માટે કંઈક લાવ્યો છું”
     આકૃતિના ચહેરા પર એક્સાઇટમેન્ટ તરી વળ્યું,તેણે પોતાની પલક ઝુકાવી લીધી.વિહાન તેનો હાથ પકડી બાલ્કની તરફ ચાલ્યો.વિહાને પોકેટમાંથી ઈયરફોન કાઢ્યા,મોબાઈલમાં અરિજિતનું સોંગ પ્લે કરી એક પ્લગ આકૃતિના કાનમાં અને એક પોતાના કાનમાં લગાવ્યા.
     આકૃતિએ આંખો ખોલી,વિહાન આકૃતિને ફોરહેડ કિસ કરી.
“વિક્કી,ધીસ ઇઝ પ્રાઇઝલેસ યાર.તને ખબર છે હું ઈયરફોનથી ટેવાયેલી છું,હું જ્યારે પણ ઈયરફોન કાને લગાવીશ ત્યારે મને તારી યાદ આવશે”
“એટલે તો આ ઈયરફોન લાવ્યો,નહીંતર નેકલેસ લાવેત અથવા સરપ્રાઈઝ પાર્ટી આપેત”વિહાને ટોન્ટ મારતા કહ્યું.
“યાર વિક્રમ એવો છોકરો નથી,તને ખબર છે અત્યારે તને શોધવામાં એ મને હેલ્પ કરતો હતો અને તું કેમ ઉપર આવી ગયો,હું નીચે રાહ જોતી હતી”થોડું સમજાવતા અને થોડી ફરિયાદ સાથે આકૃતિએ કહ્યું.
      વિહાને આકૃતિના બંને હાથ પોતાના હાથમાં લીધા અને કહ્યું, “લિસન, હું વિક્રમથી જેલેસ થતો હતો,બે મિનિટ માટે હું આપણા રિલેશન પર ડાઉટ કરી બેઠો હતો એટલે જ હું અહીં આવી બેસી ગયો હતો,એ માટે હું દિલગીર છું”વિહાને નજર ઝુકાવતા કહ્યું.
“તારા ડાઉટમાં મારે જે તારી સાથે સમય વિતાવવાનો હતો એ તો પાછો નહિ આવેને”આકૃતિએ નારાજ થતા કહ્યું, “સારું થયું તારા દોસ્ત મેહુલે મને વાત કરી,નહીંતર તું શું વિચારે છો એ હું તો સમજી જ ના શકી હોત”
“અને હા તારા મનમાં જે વાત હોય એ બેજિજક કહી દેજે,ભગવાન ના કરે આપણે બંને ગેરસમજનો શિકાર થઈએ અને આપણા રીલેશન તૂટે”
“મેહુલ કોણ?”આકૃતિની બીજીવાતો બાજુમાં રાખી વિહાને ‘મેહુલ’ પર ધ્યાન આપ્યું.
“તારો સ્કૂલ ફ્રેન્ડ,તેણે એમ જ કહ્યું હતું”આકૃતિએ કહ્યું.
“મેહુલ નામનો મારે કોઈ સ્કુલ ફ્રેન્ડ નથી અને આપણે તારી કઝીન મેઘાનો આભાર માનવો જોઈએ,તેણે જ મને ધરપત આપી હતી”
“મારે કોઈ એવી કઝીન નથી,મેઘા તો મેહુલની ફ્રેન્ડ છે નહિ??”આકૃતિએ ગુંચવાતા કહ્યું.
      બંને એકબીજા સામે જોઈ ઉભા રહ્યા,મેહુલ અને મેઘા કોણ હતા,ક્યાંથી આવ્યા એ બંનેમાંથી કોઈને પણ ખ્યાલ નોહતો.
“એ બંને નીચે જ છે,હું બોલાવી આવું”કહી આકૃતિ નીચે ગઈ.વિહાન આકૃતિના બેડ પર બેઠો.
‘આ પેલી ચિઠ્ઠી મોકલતી હતી એ જ છોકરી નથીને?,ના એ કેમ હોય?એ તો કૉલેજની છે અને મેઘા ક્યાં આઇઆઇએમમાં છે?’મનોમંથન કરતો વિહાન પણ ગુંચવણે ચડ્યો.કોણ હતા એ બંને?
“એ લોકો ક્યાંય નથી,મેં પૂરું ઘર ચૅક કર્યું”આકૃતિ હાંફતી હાંફતી આવી.તેની પાછળ ઈશા પણ હતી.
“ક્યાં દોડી જાય છે અલી?બે મિનિટ ઉભી તો રહે મારે કામ છે તારું”ઇશાએ કહ્યું.
     વિહાને આકૃતિને ચૂપ રહેવા ઈશારો કર્યો.
“કોઈ માસ્ક પહેરેલો છોકરો આ ચિઠ્ઠી આપી ગયો,તમને બંનેને આ ચિઠ્ઠી આપવા કહ્યું છે”ઇશાએ વિહાન સામે જોઈ આકૃતિને કહ્યું.ઇશાએ વિહાન સામે જોયું એટલે વિહાનના પેટમાં ફાળ પડી.ઇશાએ આંખો પલકાવી અને સ્માઈલ આપી બધું ઠીક છે તેવો ઈશારો કર્યો.
    વિહાન ઉભો થઇ આકૃતિ પાસે આવ્યો અને ચિઠ્ઠી હાથમાં લિધી.
(ક્રમશઃ)
     શું લખ્યું હશે ચિઠ્ઠીમાં?મેઘા અને મેહુલ શા માટે આ બંનેને મળ્યા હતા?કૌશિક મહેતાને સજા અપાવી શકશે કે તેનાથી ઉપલા અધિકારીઓ કૌશિકના કામમાં કાંટો બનશે?
     વિક્રમ એક દિવસ માટે જ આકૃતિને મળવા આવ્યો હશે કે આકૃતિ પાસે આવવા પાછળ તેનો કોઈ મોટો ઉદ્દેશ હશે?જાણવા વાંચતા રહો, વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)



Rate & Review

yogesh dubal

yogesh dubal 11 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

yogesh

yogesh 2 years ago

Usha

Usha 3 years ago

Jainish Dudhat JD

movie માં director કે મોટા એક્ટર ગેસ્ટ appearance આપે એવી જ રીતે સ્ટોરીના writer અને co writer ની એન્ટ્રી 👌🏻👌🏻👌🏻👌🏻🎉🎉🎉🎉