100 books and stories free download online pdf in Gujarati

100

#100%

આમ 100 % કશુંય ખરું નથી હોતું વાત હોય કે વસ્તુ. પણ હા અમુક સંબંધો આજેય ક્યાંક અપવાદ રૂપે જીવંત જોવા મળે છે કે, જે બધાંથી પર હોય છે. એને 100 % પણ ઓછા પડે. ને એવા પણ હોય છે જે માત્ર દેખાડા પૂરતા જ હોય છે. જેની ગણતરી થઈ જ ન શકે. 100% તો દૂર ની વાત રહી.

હું અહીં તમને એક વાત કહેવા જઈ રહી જો ખોટી હોય તો વાંચી ને ભૂલી જજો પણ જો સાચી હોય તો હંમેશા યાદ રાખજો.

જો આપણે સારા અને સાચા માણસ હોઈએ છીએ તો હંમેશા કેમ એ મુજબ આપણે વર્તતતા નથી.

આપણને જ્યારે સામેવાળું માણસ સારું લાગે ગમતું હોય ત્યારે એ માણસ ની 100 માંથી 99 જગ્યા એ ખોટી હોય અને 1 જ જગ્યા એ સાચી હોય તો પણ સાથ આપીએ છીએ.

અને જ્યારે એ જ માણસ ખોટું લાગે ગમે નહિ ત્યારે એ માણસ ની 100 માંથી 99 જગ્યા એ સાચી હોય અને 1 જ જગ્યાએ ખોટી હોય ત્યારે સાથ છોડી દઈએ છીએ.

           બધા કહે છે કે સમય બદલાશે બધું સારું થઈ જશે.એતો છે જ જેમ કે સવાર ની જેમ જરૂર છેએમ રાત ની પણ જરૂર છે જ. પણ માણસ કેમ બદલાઈ જાય છે એ સમજાતું નથી મને ? ખુદ ના જીવન માં રોશની લાવવા બીજા ને કેમ અંધકાર આપે છે? જો સવાર બધા ની છે તો રાત પણ બધા ની છે ઇશ્વરે કોઈ ભેદભાવ રાખ્યો નથી તો આપણે કેમ આપણું સારું થાય એ ઇચ્છિએ છીએ ભલે ને બીજા નું ખરાબ થાય એ ચાલે.હું તો બસ એક વાત માં માનું છું કે મને સારુ જોઈએ છીએ તો હું સારું કરીશતો સારું મળશે અને ખરાબ કરીશ તો ખરાબ એ નક્કી જ છે.

આ દુનિયામાં ખબર નહીં પરંતુ આવું કેમ છે?અહીં વાત ફક્ત સાચા ખોટા ની નથી. મહત્વ ની વાત સાથ ની છે. જો કોઈ ના સાથી આપણે એમજ થોડા સમય માટે બનતા હોતા નથી. જીવનભર માટે ના જીવનસાથી બનીએ છીએ તો આમ કોઈ ને પણ એ સ્ત્રી હોય કે પુરુષ એને વચ મઝધારે છોડી કેમ દે છે? હાથ પકડતા પેહલા કેટલું વિચારીએ છીએ કે પૂછી ને પછી હાથ પકડીએ છીએ કે એને ગમશે કે કેમ,શું વાત કરીશ, કેવી રીતે કરીશ, આખી જિંદગી ની એક મારી જવાબદારી થઈ જશે, ને કૈં કેટલા વિચારો પણ જ્યારે હાથ છોડીએ છીએ ત્યારે કેમ કોઈ વિચાર કે પ્રશ્ન નહીં? આપણે આપણી ગમતી વસ્તુ કે જે નિર્જીવ હોય છે જેમ કે કપડાં, કોઈ ગિફ્ટ, કે કોઈ આપેલી આમ સામાન્ય પણ આપણા માટે અમૂલ્ય એની આપણે જીવ ની જેમ સાચવી શકતા હોઈએ પછી ભલે ને ગમેતેટલો સમય થઈ જાય પેહલા જેવી રહી ના હોય, બિનઉપયોગી થઈ ગઈ હોય.  તો પછી આપણે કોઈ નો કે જે એક સજીવ છે જે બધું જ ફીલ કરી શકે છે ખુશી, હાસ્ય, રૂદન, મઝાક, ગુસ્સો.... એને કેમ આપણે ખુદ એક જીવ થઈ ને બીજા જીવ ને જીવ ની જેમ ની જેમ કેમ સાચવતા નથી ? એક વાર સાચવી તો જોઓ તમને અહીં જ જન્નત અને સ્વર્ગ લાગશે.રીઅલ માં હોય કે નહીં કે કેવા હોય એ તો જાણતી નથી પરંતુ જે આ અનુભવ કરશે એ જરૂર કહેશે કે સ્વર્ગ તો અહીજ છે. અને જો આપણ ને જ સ્વર્ગ જોઈએ છીએ તો આપણે જ એને ખુદ બનાવવું પડશે. પહેલ કરવી પડશે બીજા ની રાહ નહીં જોઈએ પરંતુ ખુદ બીજા ને એ અનુભવ કરાવીશું કે....

        જન્નત કહી ઔર નહીં હે....
        બસ યહી હૈ....
      યહી હૈ.....
        જબતક હમ હે સિર્ફ તેરે હી હે.....
        મર ભી ગયે તો કોઈ ગમ નહીં....
        જબ આખરી સાંસ લી હે તેરી બાહોમે....
        કે જિસને હમેં ચાહા ખુદ સે ઔર ખુદા સે ભી     
        જ્યાદા....

સાંસ તો ખુદા ને દી હમેં પર ઇસકી કીમત તુને હી હમેં સમજાયી....   

#સાંઈસુમિરન....