sambhdo chho..? books and stories free download online pdf in Gujarati

સાંભળો છો..?

સાંભળો છો..?

સંગીતાબેન હરખભેર મલકાતા મલકાતા પતિ અશોકભાઈ સામે જોઈ બોલ્યા, અરે.. સાંભળો છો!આપણી ઢીંગલી કેવી સુંદર લાગે છે નહિ!

ને તરત જ પત્ની સંગીતાબેન ની સામે જોઈ અશોકભાઈ બોલ્યા, હા,આજે તો આપણી દીકરી ઢીંગલી નહિ પણ રાજકુમારી લાગે છે. એટલે જ તો જો એને પરણવા રાજકુમાર આવ્યો છે.

હા, ખરું કહ્યું તમે દીકરી આપણી ખરેખર નસીબદાર છે.ને એનાથી વધુ આપણે.

અશોકભાઈ સંગીતાબેનની સામે જોતા જ અરે રે! આ શું તારી આંખોમાં કચરો તો નથી જ પડ્યો. આ ગંગા જમના કેમ વહેવા લાગી?? આમ અચાનક જ.

કાંઈ નથી થયું મને, જવા દો. ચલો આપણે મહેમાનોનું સ્વાગત કરીએ. આંખે આવેલ આંસુ લૂછતાં સંગીતાબેન બોલ્યા.

ત્યાં જ અશોકભાઈ સંગીતાબેન નો હાથ પકડી કહેવા લાગ્યા કે, બોલ હવે મને નહીં કહે તો કોને કહીશ તું.

ને સંગીતાબેન થોડા નરમાશ અવાજે બોલ્યા, એક વાત કહું?
આપણી ઢીંગલી આપણી નાનકડી આરવી એના સાસરિયે જતી રહેશે. પછી તો બંને આપણે એકલા પડી જઈશું ને? એના વગરનું ઘર સુનું પડી જશે ને દીવાલો આપણને ખાવા દોડશે. ને ફરી પાછું નીચું જોઈ સંગીતાબેને એકાદ આંસુ સારવી લીધું.

આ જોઈ અશોકભાઈ કડકાઈથી બોલ્યા પરંતુ પ્રેમપૂર્વક સમજાવવા લાગ્યા કે,તું પણ શું આ ખુશીના માહોલ માં.આવી વાત લઈને બેસી ગઈ છું. તું ક્યારેક આપણી દીકરીની જેમ. જિદ્દે ચઢી જજે. ને એ હું હોંશે હોંશે પૂરી કરી સંતોષ અનુભવીશ. ને હું નાનીનાની વાતે ઝઘડો કરી.તને હેરાન કરીશ.
તું એમાં ખુશ રહેજે. આટલું કહી એ સંગીતાબેનને હસાવવાની કોશિશ કરવા લાગ્યા.

છતાં પણ પતિની વાતની કોઈ અસર જ ન થઈ હોય એમ સંગીતબેન કોઈક ઊંડા વિચારોમાં મગ્ન હોય એવું લાગ્યું.
તેઓ પત્નીને વિચારોમાંથી બહાર લાવવા રિસાઈ જવાનો ઢોંગ કરતા બોલ્યા, શું તું નહીં જ માને એમ ને. તો એમ કરું આપણે પણ આરવી સાથે એની સાસરી જતાં રહીએ, બીજું શું!
છતાં કોઈ જવાબ નહિ કે નહિ કોઈ અસર વર્તાતી.

અશોકભાઈ ફરી નજીક જઈ આજીજી કરી પૂછવા લાગ્યા કે,
થયું છે શું તને આજના આ આપણી જિંદગીના અણમોલ દિવસે, તું આમ આવો વ્યવહાર કરવા લાગી છે એ પણ અચાનક જ.

ને ત્યાં જ સંગીતાબેન રડમશ અવાજે બોલી ઉઠ્યા, આપણો દીકરો આજ અહીંયા હોત તો...!

તરત જ અશોકભાઈ ગુસ્સે થઈ લાગણીભર્યા સ્વરે બોલી ઉઠ્યા, બસ. બસ કર હવે તું સંગી.. હવે બહુ થયુ. તું ભૂલી ગઈ હશે પણ હું નહીં. યાદ છે મને આજેય પણ. એ આપણને કેવા હાલ પર છોડી. વિદેશ ચાલ્યો ગયો તો.આપણા જીવન આખાની બધી મૂડી લઈને. જે આપણે સાથે મળીને પરસેવો પાડી એકઠા કર્યા હતા.

હા.. હા, મને એ બધું જ યાદ છે. પણ આખરે તો હું એક માં છું ને. મેં એને જનમ આપ્યો છે. મારું મન કેમ કરી અભિષેક આપણા અભી ને ભૂલી શકે.

અશોકભાઈ સંગીતાબેનને મહેમાનો વચ્ચેથી થોડે દુર બાજુમાં લઈ જઈ આજીજીભર્યા અને લાગણીભર્યા સ્વરે કહેવા લાગ્યા કે, તું આ આપણી દીકરી સામે તો જો જરા. જે આપણ ને મંદિર ના પગથિયેમળી હતી. જે આજે આપણા જીવનનું સાચું અને એકમાત્ર સુખ બની ગઈ છે. એને આપણી પાસે પૈસા નય પણ માત્ર એની મરણ પથારી એ પડેલી માં માટે પાણી જ માંગ્યું હતું.

ને આપણે એને ઘરે લઈ આવ્યા હતા. કેમ કે એની માં તરત જ પાણી પીતા ની સાથે દેહ છોડી ચુકી હતી. એ આપણા ઘરની લક્ષ્મી બની ગઈ છે. જે આજ બીજાના ઘરની લક્ષ્મી બનવા જઈ રહી છે.

ને તું હજી ભૂતકાળમાં જીવી રહી છે. ચલ જલ્દી ચૂપ થા. જો તારા આ આંસુઓ. આ મારી લાવેલી ગમતી સિલ્કની સાડી ની શોભા બગાડી રહ્યા છે. જે બિલકુલ યોગ્ય નથી. તને આની સજા મળશે.

સંગીતાબેન વગર સામે જોયા બોલ્યા, બોલો શું સજા છે? મને બધું માન્ય છે.

અશોકભાઈ પત્ની સંગીતાબેનનો ચહેરો ઉંચો કરતા બોલ્યા બસ તું એક સરસ મજાનું સ્મિત કરી દે.

ને ત્યાં જ આરવી એમને શોધતી તેમની સામે આવી ઉભી રહી. અરે!! મોમ પાપા આ શું??તમારી વાતો ક્યારેય પૂરી થતી જ નથી. ને તમારો આ અમર પ્રેમ. તમને કોઈની નજર ન લાગે. ને પછી હસતા હસતા બોલી એ તો ખબર છે ને કે આજે તમારા નહિ પણ મારા લગ્ન છે.

આરવી ચલો મોમ પાપા આપણો એક સેલ્ફી ફોટો થઈ જાય સાથે....
સ્માઇલ પ્લીઝ😊💞

- સીમરન જતીન પટેલ
"સાંઈ"