Good Morning books and stories free download online pdf in Gujarati

ગુડ morning

ગુડ morning....??

હું એટલે કે સોના. મારા અને અભીના સંબંધની શરૂઆત ગુડ morning ના મેસેજ અને એક સુંદર સ્માઈલી ના ઇમોજીથી ? થઈ. આમ તો કહેવાય છે ને કે હરેક સારા નરસા પાછળ કોઈ ને કોઈ કારણ જરૂર હોય છે. બસ તો એવું જ સમજો. અમે એકબીજાથી તદ્દન અજાણ છતાં જાણીતા હતા. અમારી આદતે અમને મળવ્યા. કેમ કે ખાસ કરીને અમે 12 a.m ની આસપાસ જ જાગતાં અને ફોનમાં કંઇક નવું શોધતા. જેના થકી જીવનને નવું જોમ ને પ્રેરણા મળતી રહે.

એક જાણીતી એપ પર અમારો સામાન્ય માત્ર નામ પૂરતો જ પરિચય થયો. અમે ત્યાં અટકી પડેલા અને તૂટતાં સંબંધો પર ચર્ચા કરી રહ્યા હતા. એ ચર્ચા ખબર ન પડી કે અમને આટલા નજીક લાવી દેશે. આમ તો અમે માત્ર નામથી એકમેક ને ઓળખતા. પણ હવે થોડા મહિના ના આ નવા પ્રણય સંબંધ થકી અમે એકબીજાની રગેરગથી વાકેફ બની ચૂક્યા હતા.

કામની અતિ વ્યસ્તતા છતાં રોજે સવારે ગુડ morning ? ની આપલે થઈ જ જતી. ને ખબર ન રહી કે ક્યારે અમે આ ફોનની દુનિયા ને મેસેજ ની વાતો માંથી બહાર આવી. એક હકીકતની દુનિયામાં આવી ગયા. હવે હું રોજ અભી ના કાન માં ગુડ morning ? કહું છું અને એ મને અપ્રિતમ એવું લલાટે ચુંબન કરે છે. આમ જ અમારી રોજ સવાર good બને છે.

ને સાંજે ફરી એ જ હસતાં મુખે અમે હાથોહાથ ઘરકામ કરી. રાતના અંધકારમાં એકમેકમાં સમાઈ જઈ એટલા પ્રેમથી એકમેકને વ્હાલ કરીએ છીએ કે, બસ આ રાત આમ જ રોકાઈ જાય ને અમે એકમેકના પ્રેમમાં જનમોજનમ તરબતર રહીએ.


ને એક દિવસ એ પણ રવિવાર રજાનો દિવસ અમારો ફરવા નો દિવસ આવી જાય અને અમને એકબીજાની વધુ નજદીક લાવી દે. પણ આ શું?? આજે મારી તબિયત ને શું થયું...? આટલી વિકનેસ જીવનમાં ક્યારેય આવી નથી મને. અભી..... અરે અભી સાંભળ.... મને જરા ઠીક નથી લાગતું. સોના લે પહેલાં પાણી પી. અને મસ્ત સ્માઇલ સાથે ગુડ morning? કહે મને... અરે તું પણ.... મારી હાલત તો જો.... એ પણ ઠીક થઈ જશે. તું હસતો ખરાં.


ને પછી એકદમ થી અભીની નજર કૅલેન્ડર પર ગઈ. સોના આજે આપણા લગ્નને 18 મહિના થયા. હા અભી.... બહુ જલદી સમય વીતતો જાય છે. સોના એક વાત કહે. તું ગયા મહિને તારા રૂટિન ચેકઅપ માટે ગઈ હતી. ના ભૂલી ગઈ સમય જ નોહતો મળ્યો ને. ને એક વાત કહું. મારા પીરીયડસ પણ મિસ થયા છે. બે મહિના થી પણ ડોકટરે બોલાવ્યા હતા પણ ઘરે મહેમાન અને ઓફિસ નું કામ અને તું. સોરી હું ભૂલી જ ગઈ.


સાવ આવું.... ચલ નાહી ધોઈ તૈયાર થા. આપણે આજે જ હોસ્પિટલ જઈશું. Ook


અરે કાલે જઈશું શાંતિ થી. આજે સન્ડે છે આરામ કર. મને પણ ઠીક થઈ જશે. જો તારા હાથનો મસ્ત ગરમાગરમ નાસ્તો મળે તો.


હા, મળશે પણ એક શરતે કે પછી આપણે હોસ્પિટલ જાશું. કોઈ આનાકાની નય ચાલે તારી.


ખબર નહી પણ કેમ અભી મને લઈ ને આટલો ચિંતિત હતો. નાસ્તો કરી તરત અમે ઘરેથી નીકળ્યા. પાંચમો નંબર હતો. પણ અભી થી જરાય રાહ જોવાય એમ નોહતી.વારે વારે ઘડિયાળ સામે તાકી ને જોઈ રહેતો... ને જેવો અમારો નંબર આવ્યો. એ ઉતાવળે મને અંદર લઇ આવ્યો.


ડૉ. શાહ મારું રૂટિન ચેકઅપ અને વિકનેસ ની તપાસ કરે છે. અને અમને ગુડ ન્યુઝ આપે છે કે, હું માં બનવાની છું. બન્ને નો હરખ માતો નથી. ને ત્યાં જ ડૉ. શાહ જણાવે છે કે હું એક નહિ બે બાળકો ને જન્મ આપવા ની છું. પણ થોડું રિસ્કી છે. તમારે તમારું વધુ ધ્યાન રાખવું પડશે. તો જ બધું શક્ય છે.


અભી.... મારો પાગલ અભી.... તરત જ બોલ્યો કે હું છું ને.બસ આજ થી સોના બેડ પર થી નીચે પગ નય મૂકે. હું ઓફિસ જ ઘરે લઈ આવીશ. ને ઘરે થી જ મારું કામ કરીશ. ને સોના હવે ઓફિસ નું કામ નય કરે.


સમય સાથે બધું જ સોના અને અભી ના જીવનમાં સુંદર ચાલતું હોય છે. સોના અભી ના જન્મ દિવસે જ સાંજે 6 ના સુમારે બે દીકરાઓને જનમ આપે છે. ને અભી ની બહેન તનુજા એમને આલોક અને આરવ એવા નામ આપે છે.


આલોક અને આરવ ને મોટા થતા જરીકેય સમય ન લાગ્યો. ક્યારેક નાના નાની ના ઘરે તો ક્યારેક દાદા દાદી સાથે. ને રજાઓમાં અભી સાથે મોજ મસ્તી માં. બન્ને દીકરાઓ નાનપણથી જ હોંશિયાર તો હતા જ અને એમાં પણ બધા નો પ્રેમ અને ઘરનું વાતાવરણ ઉછેર. એમને વધુ કાબેલ બનાવે છે. આલોક એક મોટો બિઝનેસ મેન બને છે અને આરવ ડૉકટર બને છે.


છોકરાઓ પણ અમારી જેમ ગમતા પાત્ર સાથે લગ્ન કરી ખુશ છે અને અમે પણ એમની ખુશી માં ખુશ છીએ. બસ ક્યારેક દીકરી ન હોવાનો એહસાસ મનને અશાંત કરી મૂકે છે. પણ આલોક અને આરવ ને જનમ આપ્યા બાદ હું કોઈ કાળે બીજા બાળક ને જનમ નય આપી શકું. એ વાત મન માનવા તૈયાર જ નોહ્તું. ને એ વાત જ સોનાને એટલે કે મને ડિપ્રેશન તરફ ધકેલી દે છે. ને અંતે હું પથારીવશ જીવન જીવવા માટે મજબૂર બની જાઉં છું.


અરે અભી સાંભળે છે. હા આવ્યો બોલ. તારો નાસ્તો રેડી જ છે. બોલ બેડ પર આપુ કે ગાર્ડન માં. ના આજે મને થોડી વિકનેસ છે. આ તારે રોજ નું થયું હો. અરે ના અભી.... જો હવે મારી ઉંમર થઈ 50 ને તું હજી 42 નો છે.એટલે તને ન સમજ પડે. આજે તારો જનમ દિવસ છે શું જોઈએ તને?


મને આમ તો તે બધું જ આપ્યું. પણ.... બોલ હવે સોના. ત્યાં જ સવાર સવાર માં બન્ને દીકરાઓ માં નો જનમ દિવસ ઉજવવા આવી જાય છે. આલોક અને તેની પત્ની પૂજા અને આરવ અને તેની પત્ની અમી. તેઓ તેમની મોમ ને અમૂલ્ય એવી ભેટ આપવા અમી ના અનાથ આશ્રમ માંથી માત્ર એક જ વર્ષની બાળકી લઈ આવી હોય છે તે પ્રેમ થી સાસુ માં ના ખોળા માં મૂકી દે છે.


ને સોના વર્ષો પછી હસતા મુખે બોલે છે ગુડ morning ? ખુશી બેટા.... ને સૌ એ અજાણી બાળકી ને ખુશી થી આવકારે છે.


હવે રોજ અભી અને સોના ખુશી નાં રડવા ના અવાજ થી જાગે છે અને હસતાં હસતા ગુડ morning ? કહી ફરી એકવાર જિંદગી ને અને એકમેકને પ્રેમથી ભેટી પડે છે.

?????????


#સીમરન મિસ્ત્રી "સાંઈ"