Odakh books and stories free download online pdf in Gujarati

ઓળખ....

                ??ઓળખ...??
                           ?

         મને મારા નાનપણના દોસ્તો દિવસમાં એકવાર તો યાદ આવે આવે ને આવે જ. પેહલા અમે એટલા નજીક હતા. તનમનથી કે કહ્યા વિના વાત સમજી જતા અને એક સાદે જ ઘર બહાર દોડી આવતા. પણ હવે વર્ષો પછી ઘણુંબધું બદલાઈ ગયું છે. કોણ ક્યાં અને કેમનું છે. એ વિશે કોઈ જાણતું નથી. ને એનું એકમાત્ર કારણ સમાજ.... હા, સમાજ. આપણો નિમ્ન માનસિકતા ધરાવતો સો કોલ્ડ સમાજ...

                પુરુષ ના દોસ્ત. તમે અને મેં ખુદ જોયું હશે. કે એમના દોસ્તો નાનપણ થી લઈને ઘડપણ સુધી એજ હોય છે. જુના ને પાક્કા. તેમજ એમને કોઈ તરફથી કોઈ બંધન નહીં કે, પુરુષ છે તો પુરુષ દોસ્ત જ રખાય સ્ત્રી દોસ્ત નહીં. તેમજ તેઓ પોતાના દોસ્તને ગમે ત્યારે મળવા, સાથે મોડા સુધી ફરવા, અનેકવિધ બાબતે સ્વતંત્ર. રાત ના 2 વાગે દોસ્ત સાથે બહાર હોય તો પણ ન ફેમિલી ને ફિકર કે ન સોસાયટીને.

                સ્ત્રી આવી કે અન્ય કોઈ પણ જાત ની પુરુષ ને મળતી સ્વતંત્રતા થી જોજનો દૂર છે. અને સ્ત્રી પુરુષ જેટલી કે સમકક્ષ આઝાદી માંગતી પણ નથી. એ દરેક બાબતે થોડામાં જ ખુશ હોય છે. ખાસ કરીને કોઈ સ્ત્રી પોતાના નાનપણના દોસ્તો સાથે નો સંબંધ જીવનભર નિભાવી કે ચાહીને પણ રાખી શકતી નથી. પિતાના દોસ્તના બાળકો જ ખાસ કરી ને દોસ્ત હોય ને પછી પતિ ના દોસ્ત અને એમની પત્ની.  પણ ક્યારેક એ પોતાના એજ જુના દોસ્તો સાથે જૂની વાતો વાગોળવા ઈચ્છતી હોય છે. વર્ષો પછી વાતો કરી એકબીજાને મળીને મન હળવું કરવા માંગે છે બે ઘડી માટે બધા બોજ ને જવાબદારીઓ સાઈડ માં રાખી. પોતાના માટે થોડું જીવવા માંગે છે.પણ એ ક્યારેક લાખ પ્રયત્નો છતાંય અશક્ય બની જાય છે.

                   મેં સાંભળ્યું હતું કે ફેસબુક પર જુના જાણીતા લોકો નો સંપર્ક વર્ષો પછી પણ શક્ય છે. માત્ર નામ કે રહેઠાણ કે અભ્યાસ ની માહિતી કે જોબ ની માહિતી દ્વારા શોધી શકાય અને સંપર્ક સાધી શકાય. પેહલા તો આ વાત સાંભળી મને મારી જૂની બહેનપણીઓ ની યાદ આવી ગઈ. એમની તસ્વીર નજર સામે આવી ગઈ. અને નક્કી કર્યું કે હવે તો પેહલા વાત અને પછી મુલાકાત થસે ને. પહેલાની જેમ જિંદગી માં મેઘધનુષી રંગો રંગાઈ જશે. મારી પાસે પેહલા ફોન નહતો તો ફોન ની રાહ જોતી. કે ક્યારે પાપા ને મોમ એમની ઈચ્છા થઈ લાવી દે. પણ એ શક્ય નોહતું તો થોડા વર્ષ રાહ જોયા પછી એક દિવસ જિદ્દ કરી અને ફોન આવી ગયો. અને એ પણ આખા દેશ ના યાદગાર દિવસે કે જ્યારે ઇન્ડિયા સેકન્ડ ટાઇમ વર્લ્ડકપ જીતી એ દિવસ. મારો ફર્સ્ટ ફોન આજે પણ મારી સાથે જ છે અને એ મારો ફર્સ્ટ જ ફોન બની રહે એવી આશા છે. માટે જ હું એનો ઉપયોગ ખૂબ સાવચેતી થી કરું છુ. તમે મને સ્માર્ટફોન ના યુઝ ની બાબતે અભણ કહી શકો. કેમકે હું આજે પણ કોઈ પ્રકાર ની સોશિયલ સાઈટ ઇન્સ્ટા, ટ્વિટર,fb,  યુઝ નથી કરતી. એનું પણ એક કારણ એકે મને વાતો કરવી ગમે પણ ફેસ ટૂ ફેસ જ. અને બીજું મહત્વનું કારણ એ કે ઘણા નજીક ના સબે દૂર ના સંબંધીઓ સાથે ઘટિત ઘટના. જેમકે કોઈ online પ્રેમ કરી બેઠું ને પરણી પણ ગયું આજ સુખી લગ્નજીવન જીવે છે પણ એની સાથે અમુક એવા પણ છે જે વર્ષી પછી પણ  સદમાં માંથી બહાર નથી આવ્યું અને કષ્ટ ભોગવે છે. પણ હા મારા દોસ્તોને શોધવા પાપા નો ફોન લઈ બેસી જતી. fb પર દોસ્તો ને શોધવા. જે આજ વર્ષી પછી પણ શક્ય નથી બન્યું. જેનો શ્રેય પણ હું સમાજને જ આપીશ.

                 પુરુષનું નામ જન્મથી લઈને મૃત્યુ બાદ પણ એજ રહે. નામ સરનેમ અને પિતાનું નામ. પણ સ્ત્રી અહીં અપવાદરૂપ છે. સ્ત્રી નું નામ સરનેમ પિતાનું નામ. ત્યાં સુધી જ એની ઓળખ કે જ્યાં લગી તે અપરણિત છે. ત્યારબાદ સરનેમ બદલાય છે અને પિતાના નામની જગા પતિનું નામ લે છે. માત્ર નામ જ નહીં પણ... જે એ સ્ત્રી માટે જન્મથી અત્યાર સુધીના બધાય નિર્ણયો પિતા લેતા તે હવે પતિ દ્વારા લેવાશે. નામ પણ ખબર નહિ શું ખોટ કે વાંધો પડતો હશે. તે એ પણ બદલી નાંખે. જાણે એક જન્મમાં બીજો જન્મ મળ્યો હોય એમ લાગે. આખી ઓળખ જ બદલાઈ જાય. ને સાથે સાથે સપનાઓ, ઈચ્છાઓ,વિચારો, વર્તન,દેખાવ,અને જીવન પ્રત્યે નો અભિગમ જ.

                લ્યો બોલો... હવે તમે જ કહો કે હું મારા જુના દોસ્તોને કેમની શોધું કે, પછી શોધી શકીશ કે નહીં, કે એ લોકો મળશે કે નહીં. હજારો વાર સર્ચ કર્યું. પણ રિઝલ્ટ ઝીરો. શક્ય હતી એટલી રીતે નામ સરનેમ રહેઠાણ. ને અલગ અલગ રીતે ટ્રાય કર્યું. પણ નિરાશા જ હાથ લાગે છે. લાગે છે કે અમે ક્યારેય એકબીજાને મળી શકીશું જ નહીં. કેમકે, નથી રહી એ પહેલાની ઓળખ જ તો પહેલાના દોસ્ત કયાંથી મળવાના. એ પણ મને હું શોધું છું એમ શોધતા જ હશે.પણ હા, એક આશ... હજીયે મનમાં છે કે ક્યારેક મળશે ખરા. જેમ શોખ જીવવા માટે મહત્વ ધરાવે છે.એમ અમારો શોખ અહીં ક્યારેક તો મહત્વ નો બનશે. અમને વાંચનલેખન નો નાનપણ થીજ ભારે શોખ. તો મારી છેલ્લી ઈચ્છા એ છે કે, મને અહીં પ્રતિલીપી થકી જ મારા અમૂલ્ય દોસ્ત મળી જાય. અવારનવાર હું અહીં કોઈ સમાનતા ધરાવતા નામ અને તસ્વીર માં એમને ઝંખતી હોઉં છું.

મારી એવી ઈચ્છા છે કે, જન્મથી ભલે સંતાન પાછળ પિતા નું નામ લખાતું. પણ જેમ અઢાર વર્ષે મતદાન નો અધિકાર પ્રાપ્ત થાય છે એમ. સંતાન ખુદ પોતાની મરજી પોતાના નામ પાછળ પિતા કે માતા નું નામ લખવી શકે. તેમજ લગ્ન બાદ પણ તરત જ નહીં પણ યોગ્ય લાગે કે હવે હું આ વ્યક્તિ પર મારા માબાપ જેટલો જ વિશ્વાસ મૂકી શકું છું અને તે પણ મને મારા માબાપ જેટલો પ્રેમ અને સંભાળ રાખે છે. ત્યારે પોતાના નામ પાછળ પતિ નું નામ લખાવી શકે.

           એવું નથી કે મારા અન્ય કોઈ દોસ્ત નથી. સમય સાથે નવા દોસ્ત બન્યા પણ છે. પણ કહેવાય છે ને કે old is gold... આવું કહી ને હું મારા નવા દોસ્તો ની તોહીન નથી કરતી . એ લોકો મને ને મારી ફીલિંગ્સ ને સમજે છે. અને મને મારા જુના દોસ્તો ને શોધવા માં મદદરૂપ બને છે. સાથે હતા ત્યારે નિશદિન અમારો એટલે કે ફ્રેન્ડશિપ ડે જ હોતો પણ હવે ફરી જ્યારે એ દિવસો આવશે ત્યારે જ એ આપણો દિવસ પાછો આવશે... #missuloveu2allmyoldfriends...

???????????????
" મંજુર છે હર જુદાઈ મને...
       હોય માવતર ની કે પ્રેમની...
એથી બનીશ હું મજબૂત ને સમજદાર...
       પણ મળે કોઈને જુદાઈ દોસ્તીમાં...
એથી તો જિંદગી જ બની જાય છે બેજાન..."

#સાંઈસુમિરન....