my creation.... books and stories free download online pdf in Gujarati

મારી રચના.... - કાવ્યાસીમ સંગ્રહ....

1.
              મારી રચના....                 
????????????????????????????     
                

રચના...
તું મારી રચના...

કોઈ કહેતું કે,
તને શાંતિ જોઈએ...

કોઈ કહેતું કે,
તને અનુરૂપ વાતાવરણ જોઈએ...

કોઈ કહેતું કે,
તને નિશ્ચિત કારણ જોઈએ...

કોઈ કહેતું કે,
તને ભરપૂર સમય જોઈએ...

કોઈ કહેતું કે,
તને શબ્દોનો ખજાનો જોઈએ...

કોઈ કહેતું કે,
તને એકાંત જોઈએ...

કોઈ કહેતું કે,
તને કોઈ ખાસ જોઇએ...

પણ...
પણ હું...

હું કહું છું...
મારી રચના...

તને હું શાંતિ હોય કે અશાંતિ...
લખી લઉં છું...

તને હું કોઈપણ વાતાવરણમાં...
લખી લઉં છું...

તને હું ક્યારેક અકારણ પણ...
લખી લઉં છું...

તને હું સમય હોય કે ન હોય...
પલભરમાં...
લખી લઉં છું...

તને હું એમજ મનમાં આવતા...
વિચારો થકી...
લખી લઉં છું...

તને હું ભીડમાં પણ...
લખી લઉં છું...

તને હું કોઈ અજનબી માટે પણ...
લખી લઉં છું...

" રચના મારી રચના તું...
       તારું સર્જન થયું મારાથી...
તારામાં સમાયેલી મારી અગણિત...
       લાગણીઓ અને અનુભવો...
મારા મન તારું ઉંચેરું સ્થાન...
        વાંચકો તને બનાવતા એથીય વધુ...
અપ્રિતમ, અમૂલ્ય અને સુંદર..."
????Seem....????


2.

હું છું તારામહીં....

????????????????????????????????


હું તને ગોતું તો ગોતું ક્યાં??

તું કે મને કે...
હું ગોતું તને ક્યાં ક્યાં??
શીદ કરે તું મને આમ હેરાન??
તું આવ ને કર મારી મૂંઝવણ દૂર...
ન તડપાવ મને આમ...

હું છું તારામહીં...ન શોધ મને આમ અહીંતહીં...
ખુદમાં જ જા ડૂબી ને થઈ જા ખુદના જ પ્રેમરસમાં તરબોળ...

હું છું તારા નસેદાર નયનોમાં...
જ્યારે તું મને યાદ કરે છે આંખો બંધ કરી મારી તસ્વીર નિહાળવા...

હું છું તારા થોડા વધુ ઉપસી આવેલા ગાલે...
જ્યારે તું મને યાદ કરે મનોમન હસી મારા ગુલાબી ગાલ ખેંચવા ઇચ્છતો...

હું છું તારા મદભર્યા અધરો પર...
જ્યારે તું મને યાદ કરી પ્રેમભર્યા ગીતો ગુંગુનાવી પ્રેમરસ પાવા ઇચ્છતો...

હું છું તારા આતુર એવા કર્ણમાં...
જ્યારે તું મને યાદ કરતા કરતા મારો મધુર અવાજ સાંભળવાની ઝંખના કરતો...

હું છું તારા એ કાળા સુંવાળા કેશમાં...
જ્યારે તું મને યાદ કરે ને ઇચ્છતો કે મારા કોમળ ટેરવાઓનો થાય ત્યાં હળવે હળવે સ્પર્શ...

હું છું તારા એ મજબૂત પંજાની પકડમાં...
જ્યારે તું મને યાદ કરી વિચારતો કે હાથમાં આવે એનો નાજુક હાથ તો ન છોડું કદીયે...

હું છું તારા એ સદાય અધ્ધર રહેતા વિશાળ લલાટે...
જ્યારે તું મને યાદ કરી મારા લલાટ ને ચૂમવા માંગતો...      

હું છું તારી એ ચોતરફ ફેલાયેલી બાજુઓમાં...
જ્યારે તું મને યાદ કરીને મુજ નમણી કાયાને બાથમાં જકડી લેવા ચાહતો...

હું છું તારી એ હરેક પગલાં ની આહટ માં...
જ્યારે તું મને યાદ કરી વિચારતો કે કઈ રાહ મને તારી સમીપ લાવશે ને પછી હું તારા એ પગે પાયલ પેહરાવું...

હું છું તારા ધકધક કરતા ધબકતા હ્ર્દયમહીં...
જ્યારે તું મને યાદ કરતો ત્યારે ક્યારેક એકાદ ધબકાર ચૂકી જતો કે ક્યારેક એવો તે હાંફતો શોધતો મને મારા ધબકારને તારા ધબકારમય કરવા...

હું છું તારી રગેરગમાં ગતિમાન એવું લોહી...
જ્યારે તું મને યાદ કરતો તો એ લોહી વધુનેવધુ ગતિમાન થઈ  તને મારી તરફ આવવા પ્રેરતું...

હું છું તારા શ્વાસેશ્વાસમાં શ્વસતી હવા...
જ્યારે તું મને યાદ કરતો અને મલકતો કે મારા ને તારા શ્વાસ એકબીજામાં ભળી જાય તો કેવું...

હું છું તારા રોમેરોમમાં પ્રફુલ્લિત એક એવી ખુશ્બૂ...
જ્યારે તું મને યાદ કરતો ત્યારે એક અલગ જ દુનિયામાં સરી જતો અને મને ખુદના સમક્ષ નીરખતો...

હું છું તારા મનમાં અવિરત ચાલતા રહેતા વિચારો...
જ્યારે તું મને યાદ કરતો ને મને વિચારતો કે હું કેવી હોઈશ એ વિચારોની રચના હું...

હું છું તારા લખાણના શબ્દોના ગહનઅર્થમાં...
જ્યારે તું મને યાદ કરી કાંઈક લખતો ને પછી એક રહસ્ય સમાન તું મને ને હું તને સમજવા પ્રયાસ્તા...

હું છું તારા તને ખુદ ના જ હર સ્પર્શમાં...
જ્યારે તું મને યાદ કરે ત્યારે તને અંતરમાં જે એહસાસની અનુભૂતિ થતી એ પ્રેમાળ સ્પર્શ છું હું...
         ????Seem....????



3.

હમસફર....

????????????????????????

જો કોઈ હોત હમસફર તો...
આમ હું લખીને મન હળવું ન કરત...
એ નજરોથીજ મનના ભાવો વાંચી લેત...

જો કોઈ હોત હમસફર તો...
આમ હું સવારમાં અસ્તવ્યસ્ત ન ફરતી હોવ...
એ મને હંમેશ શણગારમાં સજ્જ જ જોવા ઈચ્છત...

જો કોઈ હોત હમસફર તો...
આમ હું રોજ બપોરે ઘડિયાળ સામે ન તાકી રેત...
એ મને એના કોઈ ન કોઈ કામમાં વ્યસ્ત જ રાખત...

જો કોઈ હોત હમસફર તો...
આમ હું ઢળતી સાંજે તન્હા રડતી ન હોત...
એ મને ક્યારેય એકલી પડવા જ ન દેત...

જો કોઈ હોત હમસફર તો...
આમ હું રાતે પડખા ન ફેરવ્યા કરત...
એ મને એના આલિંગનમાં જ જકડી રાખત...

જો કોઈ હોત હમસફર તો...
આમ હું હરકદમ ઠોકર ન ખાતી હોત...
એ હરદમ મારી અડખેપડખે જ રહેતો હોત...

જો કોઈ હોત હમસફર તો...
આમ હું હસવાનું કોઈ કારણ ન શોધત...
એ ખુદ મારું સ્મિત બની હોઠો પર મલકત...

જો કોઈ હોત હમસફર તો...
આમ હું એકલી જ સફર ન કરતી હોત...
એ મારો હમસફર મારી સાથે જ હોત...

" હમસફર અબ તો તુમ આજા...
     કબ તલક મેં કાટતી રહું એકેલે હી સફર...
તું અજનબી રાહ મેં અજનબી બનકે...
     ઔર ફિર બન જાયે એક...
સિર્ફ આખીરી સાંસ તક નહીં...
     હર જનમ કે લિયે....

????Seem...????

4.

હું એટલે હું જ....

????????????????????????????????????


તું આહવીજ છે..

તો આહવીજ કેમ?...

જો તું આહવીજ છે તો...
કેમ થઈ ગઈ તું આહવીજ...
હું તને પૂછું તો ખરા ને..
કે...

હું...
હું એટલે હું જ...
માત્ર હું જ...

હું એટલે હંમેશા ચેહરા પર રહેતું બાળસહજ નિર્દોષ સ્મિત...

હું એટલે નાનીમોટી વાતે કે જીદ પકડી કોઈ ખૂણામાં બેસી ડૂસકાં ભરવા...

હું એટલે સુખમાં તો ખુશ રહેતી જ સાથે દુઃખમાં પણ એકાદ ખુશી શોધી જ લેતી...

હું એટલે મારા ભાગનું ખાવાનું ક્યારેક ભૂખ્યા માણસો,ગાય, કૂતરાને ચુપકે થી આપી દેતી...

હું એટલે બીજાઓના આંસુઓ મારા નયનોથી વહાવી જતી પણ ખુદના તો મય જ સંઘરી રાખતી...

હું એટલે નાની નાની ખુશીઓમાંજ ખુશ થઈ જતી માત્ર સપના જ મોટા દેખતી...

હું એટલે હંમેશા બધાયની વાત માનતી એ અપવાદ કે મારી ઇચ્છાઓને અવગણતી...

હું એટલે નાનાં નાનાં માસૂમ ભૂલકાઓ સાથે એમના જીવી બની જતી...

હું એટલે ક્યારેય કોઈને નિરાશ કે હતાશ કે ઉદાસ ન જોઈ શકતી ફટ લઈને કોઈને કોઈ તરકીબ અજમાવવા લાગતી એમને હસાવવા...

હું એટલે ખજાનો સખીઓ માટે નો વાતોનો ખજાનો કોઈને મોકો જ ન મળતો કૈં બોલવાનો...

હું એટલે બધાય મોટેમોટે થી બોલીને ઝઘડતા ને હું મૌન ધરી બેસી ઝઘડી લેતી...

હું એટલે સ્વીટ જોઈને પાગલ જ થઈ જતી કે ક્યારે એને ચટ કરી જઉં તોયે કારેલા મારા ઓલવેઝ હોટ ફેવરિટ રહેતા...

હું એટલે આડી પડેલી હોઉં ત્યારે આળસુ પણ જો ઉભી થઈ જઉં ત્યારે બધું જ કામ ઝપાટાભેર ખતમ કરી નાખતી...

હું એટલે એક એવો તારલો કે અન્યની ચાહત માટે ખુદ ખરી જવાની દુઆ માંગતી...

હું એટલે અડીખમ મજબૂત નીડર દરેક ને સાથ આપવા ત્યાર ભલે ખુદ અંદરથી હારેલી તૂટેલી વિખરાયેલી તોય...

હું એટલે બસ બિન્દાસ મને જે થવું હોય એ થાય પણ હા મારા લીધે કોઈને કીડી જેટલું પણ દુઃખ કે હાનિ ન થવી જોઈએ...

હું એટલે એક ચંચળ રંગબેરંગી પતંગિયું પળમાં જ દરેકના મન હરી લેતી...

હું એટલે આમ તો હું આવી જ છું... આવી જ હતી... ને રહીશ પણ...

આ સમય ના ઘા તે એવા ઊંડા વાગ્યા કે ન એને દેખી મારી નાદાની કે ઉંમર કે સપનાઓ...

બસ એકપછી એક ઘા કરતો જ રહ્યો...
જાણે હું માત્ર એક જ ન હોઉં આ ધરતી પર...

પણ હું એટલે હું જ...
એને હરાવી ને જીતવા નથી માંગતી...
કેમકે મને હરાવી ને જીતવું ન ગમે...

પણ હા,
હું એને હર પલ ખુશી થી જીવતી રહી ને એ એહસાસ કરાવીશ કે,
હું એટલે હું જ...

હું એટલે સીમરન...
સીમરન એટલે સ્મરણ કરવું, સ્મર્યા કરવું,યાદ કરવું,રટણ કરવું...
ને મારા માટે સીમરન એટલે સાંઈસુમિરન માંજ વ્યસ્ત રેહવું....

હું એટલે આમ જોવા જઈએ તો એક ખુલી કિતાબ ને આમ જોવા જઈએ તો રહસ્યમયી એક રાજ...

ને છેલ્લે,
એટલું જ કે...
હું એટલે આ વાંચીને અંતે તમારા મનમાં આવતો પહેલો વિચાર...

    ????Seem....????   


5.

આજનું મૌસમ... યાદોનું મૌસમ....

????????????????????????????????????????????????????????

વરસાદ...
મારા આંગણે...
આ મૌસમ નો બીજો વરસાદ...

વરસાદ...
મારા આંગણે...
તું આવ્યો પહેલે પહોરે...

હજી નયનો ખોલ્યા નોહતા...
પણ તારો એહસાસ મને થતો'તો...
બંધ નયને તને માણવાની મજા જ નોખી...

થઈ ગયું મૌસમ...
જાણે અહીં જ...
સ્વર્ગ ને અહીં જ સર્વ સુખ...

પક્ષીઓનું કલરવને...
તારું ધોધમાર વરસતો અવાજ...
લાગે મને કર્ણપ્રિય...

છોડના પાંદડીએ જાણે અમી છાંટણા...
એવો તે ઘેરો લીલો રંગ હર વૃક્ષનો...
આજ દીઠો મેં...
જે નયનોને આપતા સાતા...

દેડકાં અને અવનવી જીવાત...
ને મેં આમથી તેમ જતા જોઈ...

આકાશ...
આકાશ તો જાણે...
રૂની મખમલી ચાદર ઓઢી...
હોય એમ સ્વચ્છ...

ને ધરતીને ઓઢાડી ગયો...
નીલી ઘેરી નીલી...
ચાદર તારા નામની...

પવનની ઠંડી લહેરકીઓ...
મારા તનમનને અનોખી...
ટાઢક આપતા...

ઊંચાઈએથી ધરાને નિરખતી હું...
લાગ્યું કે,
તે આજ આવી...
એને આપ્યું નવયૌવન...

ધરતી બની આજે સુહાગન...
તુજ અમી છાંટણા નું રસપાન કરી...
સોળેકળાઓ ખીલી ઉઠી...
જાણે ધરાને આજે જ બેઠા સોળ...

નીલી ચાદર જોઈ...
રંગીન દુનિયામાં ખોવાઈ જતી...

ક્યારેક...
સ્વચ્છ શ્વેત આકાશ જોઈ...
સોનેરી શમણાં સેવતી હું...

" આભ બન્યું આજે જાણે પ્રિન્સ...
        શ્વેત વસ્ત્રોને કર્યા ધારણ...
ને શ્વેત તુરંગ પર થઈ સવાર...
        નીકળીયો પરણવા ધરા સંગ...
ધરા બની આજ લીલુડું પાનેતર પહેરી...
        ને ઝાકડની શરમ પિછોડી ઓઢી...
એક દુલ્હન...
             રેલાસે શેહનાઈના સુર...
             કોયલના ટહુકામાં...
             મોર કરશે નૃત્ય...
          જાનમાં થનગની...
             ને માનવીઓ બનાવશે...
             ફરસાણ હજાર...
             રાતલડી થશે ને...
             સેજ સજસે...
             તારાઓ અને ચાંદની...
             રોશની થકી....

????Seem....????


6.

હું ને મારું એકાંત....

????????????????????????

હું પોતાનાઓની જ ભીડમાં ખુદને એકલી અનુભવું છું...

ને,
હવે એકાંતમાં પણ હું ખુદને ભીડની વચ્ચે અનુભવું છું...

હા...
હા, હું ખુદ જ ખુદ થી ઘેરાયેલી છું...
પછી હોય એ...
ખારા ને લાય જેવા આંસુડાં...
કે,
મીઠું ને હેમ જેવું સ્મિત...
કે,
નિરુત્તર એવા ખુદનેજ દઝાડતા સવાલો...

તું રહ્યો ભલે સાવ લોકોની ભીડમાંય તે સાવ એકલો...
પણ ક્યારેક તો મારા જેવા ખુદના તારા એ એકાંતને માણી જો...

બનાવ એવી તે નવીન યાદો કે જે...
આપોઆપ જ વસી જાય હમેશ માટે હ્ર્દયમહીં...

નથી હોતું કોઈને યાદ રાખવું કે ભૂલવું...
આપણાં બસમાં...

દૂર ના તો દૂર જ રહી જાય છે...
કાંતો આવતા મૃત્યુની ખબર સાંભળી...
કે પછી એ પણ અવઘણી નાંખતા...

પણ નજીકના તો નજીક જ રહે છે...
તે છેલ્લી ઘડીએ આપી જાય...
પોતાના વ્હાલભર્યા ખોળાનું ઓશીકું...

હું તો,
જિંદગી વિતાવવા જ એકાંતમાં ભીડ અનુભવું છું...
પણ તું તો,
જિંદગી ની ભીડ માંય તે એકાંત અનુભવે છે...

ભલે રહ્યું બધુંય નોખુનોખું...
છેવટ નો એકાંત તો એકજ ને...

એકવાર માણી તો જો...
એકાંતને...
તને ક્યારેય નહીં પડવા દે...
એકલો...

     ????Seem....????    



 7.   

હું તો તારી....

????????????????????????????????????

તારી નજર ની બંધાણી...

હું તો તારી પાગલ એકલી...


તારી વાતોથી જ ધરાઈ જતી..

હું તો તારી પાગલ એકલી...


તારો ચહેરો જોઈને ખુશ થઈ જાતી...

હું તો તારી પાગલ એકલી...


તને હસતો જોઈને હસી લેતી હું...

હું તો તારી પાગલ એકલી...


તને રડતો જોઈને રડતી રડતી તને હસાવવા મથતી...

હું તો તારી પાગલ એકલી...


તારી આંખનો એક ઈશારો...

"હું છું ને"...

એના સહારે જીવી જતી...

હું તો તારી પાગલ એકલી...


તાપ માં તારો જ છાંયો શોધતી...

હું તો તારી પાગલ એકલી...


તારા પ્રેમ ના અમી છાંટણામાં જ પલળતી આખીય...

હું તો તારી પાગલ એકલી


હૂંફ પણ મને મળતી તારા જ આલિંગન થકી...

હું તો તારી પાગલ એકલી...


તને ઉદાસ જોઈને કરમાય જતી હું...

હું તો તારી પાગલ એકલી...


તને હારતો જોઈ હિંમત આપવા લાગતી...

ખુદ હારેલી તારા પ્રેમ માં તોય...

હું તો તારી પાગલ એકલી...


તારી ઉગડતી આંખો જ...

મારી સવાર નો સૂરજ...

હું તો તારી પાગલ એકલી...


થોડો નિરાંતનો બપોર નો સમયને...

એકબીજાના સાનિધ્યમાં ઉતરતો થાક...

હું તો તારી પાગલ એકલી...


તું મીઠી નીંદર માં સૂતો લાગતો...

ખુદ ચાંદ આવ્યો મને જાણે શીતળતા આપવા...

હું તો તારી પાગલ એકલી...


લૂ લાગતા ગરમ વાયરમાં પણ... 

ઠંડક આપી જતો તારો એ પેહેલો સ્પર્શ...

હું તો તારી પાગલ એકલી...


તારી એક જ પ્રેમભરી પણ કાતિલ નજર ને...

હું થઈ જતી શરમ થી પાણી પાણી...

હું તો તારી પાગલ એકલી...


તારા અધરો નો એવો તે મને રંગ લાગ્યો...

થઈ ગયી હું આખીય જાણે ગુલાબી ફૂલ ની પાંદડી...

હું તો તારી પાગલ એકલી...


તારો હાથ જ મારી તો હવે દ્રષ્ટિ બન્યા...

તારી આંખોમાં આંખો નાંખી...

તારા જ વિશ્વાસે ડગ ભરતી...

હું તો તારી પાગલ એકલી...


તારું સ્વર્ગ બન્યું મારો ખોળો ને...

તું તો ખુદ સ્વર્ગ નો એહસાસ કરાવતો હર પળ...

હું તો તારી પાગલ એકલી...



તારી જ રાહ માં હર રાહ ફરી વળતી...

ને તું બેઠો હોય મારા જ દિલ મહીં...

હું તો તારી પાગલ એકલી...


બધીય પીડામાં નીકળી જતું એ માં...

ખબર જ ન રહી કે એ ક્યારે બદલાયું...

તારા નામ માં...

હું તો તારી પાગલ એકલી...


હું તો તારી પાગલ એકલી...

ને તારા પાગલ કંઈ કેટલાય...

પણ તું મારો પાગલ એકલો જ...

????Seem....????


8.

કોઈને કોઈ તો....

????????????????????????????????????????

કોઈને કોઈ તો અહીં હશે જ...

જે મારા માટે બન્યું હોય...


થોડો એ બદમાશ હશે...

થોડો નાદાન પણ...

એને ખબર નહિ હોય પણ...પણ

એ મારી જાન બની રહેશે...


ને એ મને લોકોની નજરે નહિ જોવે પણ...

ખુદની અને મારી નજર થી જોશે જ નહીં પણ...

મને સમજશેય ખરાં...


થોડી એ ભૂલો પણ કરતો હશે...

ક્યારેક ગુમસુમ પણ રહેતો હશે...

એને ખબર નહિ હોય પણ... પણ

એ મારી ધડકન બની જશે...


બસ હવે એકજ મનની આરઝૂ કે...

પકડીને હાથોમાં હાથ ચાલીએ...

ભલે ન હોય મંજિલ ની ખબર...


આંખોમાં આંખો નાંખી જોઈ રહીએ...બસ

બોલીએ ન કાંઈ પણ હા દિલ ના ધબકાર...

સાંભળતા ને મહેસુસ કરતા રહીએ...


બસ તું હવે હમેશ સાથે જ હોય...

એનાથી બીજું વધુ શુ જોઈએ...

અને બીજું હું કહી પણ શું શકું...


તું જ જો હવે મને મળી જાય તો...

મને બધુજ મળી ગયું એમ લાગે...

તું આમ જિંદગીભર મારી સામે જ...

રૂબરૂ રહે એજ મને જોઈએ...


આપણો પ્રેમ એવો હશે કે...

હવા પણ વચ્ચે આવતા અચકાશે...

બે તન ને બે મન પણ જાન એક જ...


પણ હા હું એટલું જરૂર કહીશ કે...

જો...

જો...તું મને સાથ નહીં આપે તો...

હું ને આ મારી જિંદગી...

કાંઈ...

કાંઈ નહિ હોય...


હા, તું હોઈશ પણ તને મારા જેટલો...

પ્રેમ કરનાર કોઈ નહિ હોય...

કે તારા ખુદ નું કહી શકે...

એવું પણ...................

????Seem????


9.

હું ને તું....

????????????????????????


હું નવી માટલી ને તું એની ટાઢક...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...


હું પાણીને તું એની ખુશ્બૂભરી મીઠાશ...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...


હું ચેહરો ને તું એનું સ્મિત...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...


હું સ્પર્શ ને તું એનો એહસાસ...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...




હું ફૂલ ને તું એની ફોરમ...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...



હું આંખ ને તું એની નજર...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...


હું હિના ને તું એનો રંગ...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...


હું તલવાર ને તું એની ધાર...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...


હું વિચાર ને તું એની સમૂર્તિ...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...


હું નિરાશા ને તું એની આશ...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...


હું સવાલ ને તું એનો જવાબ...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...


હું રાહ ને તું એની મંજિલ...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...


હું જુદાઈ ને તું એનું મિલન...

હું ને તું સમાયા એકબીજામાં...


હું વિશ્વાસ ને તું એનો શ્વાસ...

હું ને તું સમાયા છીએ એકબીજામાં...


હું હૃદય ને તું એની ધડકન...

હું ને તું સમાયા છે એકબીજામાં...


હું ને તું...

હું ને તું જ...

????Seem????

           

10.

દુનિયા મારી....

????????????????????????????????


તું જ ... દુનિયા મારી....

મારી દુનિયા તારા માં જ કયાંક સમાઈ છે...

તારા વગર હું કઈ પણ નથી...


તારા શ્વાસ માં જ મારો શ્વાસ સમાયેલો છે...

તારું હોવું જ મારા અસ્તિત્વનો પાયો છે...


મારી દુનિયા તારા માં જ ક્યાંક સમાઈ છે..

તારા વગર હું કઈ પણ નથી...


આંખોમાં તારું જ સ્વપનુ સજાવી બેઠી છું...

પહેલી જ નજરે તને મારી સમજી બેઠી છું...


મારી દુનીયા તારામાં જ ક્યાંક સમાઈ છે...

તારા વગર હું કઈ પણ નથી...


બસ હવે એક જ આશ કે...

તું રહે હંમેશ મારી સાથે જ...


મારી દુનીયા તારામાં જ ક્યાંક સમાઈ છે...

તારા વગર હું કઈ પણ નથી...


હે પ્રિય તને મળીને એવું લાગે કે...


જાણે 

ઝમીન આસમાં મળી ગયા હો.?

????Seem....????


11.

મને તો....

એ અમી છાંટણા....
મને તારી જરૂર નહીં....
મને તો મારા અશ્રુઓ જ ક્યારેક રિમઝીમ તો ક્યારેક ધોધમાર વરસી ભીંજવી દે છે...

એ અગન તાપ....
મને તારી જરૂર નહીં....
મને તો મારા કાળજાની આગ જ હંમેશ ધગધગતી લાય જેવી રાખે છે

એ થથરાવતી ટાઢ...
મને તારી જરૂર નહીં...
મને તો મારા સપનાઓજ જીવવાની આશરૂપી હૂંફ આપ્યા કરે છે....
એ જિંદગી....
તું છે તો હું છું ને હું છું તો તું છે....

????Seem...????


( આપ સૌ વાચકો ને આ મારો પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્યાસીમ સંગ્રહ પસંદ આવે તેવી આશા. પસંદ આવે તો યોગ્ય પ્રતિભાવ આપશો. તેમજ આપ મારી અન્ય રચનાઓ પ્રતિલિપિ પર વાંચી શકો છો. આપ સૌની આભારી....  )