lanka dahan - 9 books and stories free download online pdf in Gujarati

લંકા દહન - 9

જગદિશાનંદને તેના સત્ય અને કરુણા જેવા ગુણોને કારણે વોચ નીચે રાખવામાં આવતો જ હતો.


પણ તેના મિત્ર મહર્ષિ રમણે જે રીતે કોઈ ભક્તની છોકરીઓને સેવિકા બનતી અટકાવવાની તજવીજ હાથ ધરી હતી એ પછી તેની તમામ સત્તાઓ આંચકી લેવામાં આવી હતી. જગદીશની અનેક કાકલૂદીઓને અંતે એને જીવતદાન આપવામાં આવ્યું હતું પણ મહર્ષિ જેવા લોકો આશ્રમમાં વધતા જાય તો પોતાનું આ અમ્પાયર ખતરામાં આવી પડે,એમ સમજી અધિપતિએ મહર્ષિનું કાસળ કાઢી નાખવાનો આદેશ આપી દીધો હતો. ત્યાર બાદ કોઈ ભક્તના ટાપુ પર જીવનના પાઠ (!) ભણાવવા ચાલ્યા ગયા હતા. જ્યારે પણ આવા ટાપુ પર અધિપતિ મહારાજ વેકેશનમાં હોય ત્યારે એકમાત્ર હોટલાઈન તેમના સંપર્ક માટે રાખવામાં આવતી. અમેરિકા સ્થિત આશ્રમમાં જ્યારે જોરાવર અને ભીખુ મહારાજના ખૂન અને મહર્ષિના અપહરણના સમાચાર આપવામાં આવ્યા ત્યારે ત્યાં ખલબલી મચી હતી.હજુ સુધી આ અમ્પાયરની કોઈ વ્યક્તિ તો ઠીક પણ કોઈ કર્મચારી ઉપર પણ હુમલો થયો નહોતો.


હોટલાઈન પર અધિપતિને તાબડતોબ સમાચાર આપવામાં આવ્યાં. વેકેશન ટૂંકાવીને તરત જ અધિપતિ સંસ્થા પર હાજર થયા. ભારતના સંપર્કો સાથે ધડાધડ ફોન શરૂ થઈ ગયા.પરંતુ આવી ઘટના બની શકે એ કોઈની સમજણમાં ઉતરે તેમ નહોતું.


અધિપતિએ જ્યારે આશ્રમનું ડીવીઆર પણ ગમ થયાનું જાણ્યું ત્યારે તેઓ ખૂબ અકળાયા હતા. હવે તાત્કાલિક ભારત જઈને સુરત ખાતેના આ આશ્રમ પર જવું જરૂરી બની ગયું હતું. અહીં અમેરિકાથી આ બધી ગતિવિધિઓ સંભળવાનું અઘરું અને જોખમી પણ હતું.


ખાસ તો પેલા બન્નેની લાશ વધુ દિવસ સાચવી શકાય તેવી શકયતા નહોતી.સુધીરભગતને અનેક ઉલટ સુલટ પ્રશ્નોથી થકવી નાખવા છતાં કોઈ માહિતી મળતી નહોતી. ભારત ખાતેના અન્ય આશ્રમોના જોરાવર અને ભીખુ મહારાજ જેવા ખુંખાર પદાધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા અને સુરત ખાતેના આશ્રમ પર જઈ ચાર્જ સાંભળી લીધો હતો. સુરત ખાતેના આશ્રમના ચોકીદારને મારી મારીને અધમુઓ કરી નાખવામાં આવ્યો હતો છતાં એની પાસથી કંઈ જ માહિતી મળી નહોતી.સુધીરભગતને અને અન્ય સાધુઓને પણ ટોર્ચર કરવામાં આવ્યા હતા.હજુ સુધી પોલિસને કરવામાં આવ્યું નહોતું.કારણ કે પોલીસ તપાસ થાય તેના કરતાં અધિપતિ પોતાની રીતે જ તપાસ કરી લેવામાં માનતા.અંતે અધિપતિ ભારત આવવા પ્લેનમાં બેઠા. અને મુંબઈ એરપોર્ટ ઉપર તેમના સ્વાગત માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો.


** ** **


ગૃહમંત્રી રાજ પુરોહીતને અધિપતિ જેવા લંપટ અને ધર્મને નામે ચરી ખાતા આવા બેલગામ આખલાઓ પ્રત્યે ખૂબ જ તિરસ્કાર હતો. દેશમાં આશારામ, રામ રહીમ જેવા અનેક બાબાઓને તેમનું સ્થાન બતાવી દેવા પાછળ તેમની હાથ હોવાનું કહેવાતું. એટલે જ રમણ સીધો જ તેમની પાસે ગયો હતો. ગાડીની ડીકીમાં જે કોથળાઓ ભરીને રૂપિયા, ગોલ્ડ અને આશ્રમમાં ચાલતા કાળા કરતુતોનો પર્દાફાશ કરવા જરૂરી તમામ દસ્તાવેજોની ફાઇલો અને સીડીઓ તથા ભીખુ મહારાજના કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક સહિતનો સમાન તે ઉચકી લાવ્યો હતો. તે તમામ દિલ્હીના એક સિક્યોર્ડ લોકરમાં મૂકીને એ નિચ્છચિંત બની ગયો હતો.


રાજ પુરોહિતે ખૂબ જ ખાનગીમાં અધિપતિને પકડવાનો પ્લાન અમલમાં મુક્યો હતો. દિલ્હી, મુંબઈ અને સુરત ખાતેના પોલીસ કમિશનરોને બોલાવીને આ ઓપરેશન પૂરું પડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.અને આશ્રમમાંથી થતા દરેક ફોનકોલ રેકોર્ડ થતા હતા. તેમજ આશ્રમની ગતિવિધિ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી હતી.


આખરે અધિપતિના ગળાના માપનો ગાળિયો તૈયાર થઈ ગયો હતો. જોરાવર અને ભીખુ જેવા જેટલા પણ પન્ટરો હતા એમનું લિસ્ટ તૈયાર થઈ ગયું હતું. દેશભરના આશ્રમોમાં અધિપતિની ધરપકડ કર્યા બાદ તરત જ દરોડા પાડવા માટે સીબીઆઈ અને પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર ધરપકડનો સીન ફિલ્મવવા માટે દેશની વિશ્વસનીય ન્યુઝ ચેનલોના કેમેરામેન અને પત્રકારોને પણ આમંત્રણ આપી રાખવામાં આવ્યું હતું. જે લોકોને અધિપતિનું નામ જણાવવામાં આવ્યું નહોતું. માત્ર એક મહાન કહેવાતા બાબાને પકડવાના હોવાની માહિતી આપી હતી અને તમામ પત્રકારો અને ન્યુઝ ચેનલો ને અગાઉ કોઈપણ પ્રકારે સરકારની આ ગતિવિધિ લીક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું હતું.કારણ કે જો અધિપતિને જરીક પણ ખ્યાલ આવી જાય તો તે કદી ભારતમાં પગ જ ન મૂકે.અને વિદેશમાં આવા લંપટને લપટાવવા મુશ્કેલ જ નહીં પણ સાવ અશક્ય હોય છે તે બાબતથી પણ હોમમિનિસ્ટર રાજ પુરોહિત વાકેફ હતા.


જોરાવર અને ભીખુ મહરાજને સ્વધામ પહોંચાડનાર રમણ જ છે એ વાત માત્ર રમણ અને રાજપુરોહીત જ જાણતા હતા. એ કેસ જ ન ખુલે એ માટે પાર્ટીના ખાસ કાર્યકર્તાઓની ટીમને તૈયાર કરી હતી.જે લોકો આ બધો ભાંડો ફૂટે એટલે તરત જ આખો આશ્રમ ભડકે બાળવાની તૈયારી કરી ચુક્યો હતો. આ બધી તૈયારીઓ માત્ર ત્રણ દિવસમાં પાર પાડવામાં આવી હતી.જ્યારે અધિપતિ આ ઘટનાનો ઉકેલ મેળવવામાં અમેરિકાથી ઘોડા દોડાવતો હતો ત્યારે રાજપુરોહિતે આ બધા ચોગઠા ગોઠવ્યા હતા.અને રમણે પોતાની પત્ની અને બાળકોની ભાળ મેળવી હતી. અને સુરક્ષિત જગ્યાએ મોકલી આપ્યા હતા.


દિલ્હીથી અધિપતિના અમેરિકા સ્થિત આશ્રમ પર રમણે અધિપતિ ભારત આવવા પ્લેનમાં બેઠા ત્યારે ફોન કર્યો. પરંતુ જગદીશને ફોન આપવા બદલ પ્રતિબંધ હોવાથી એમ જણાવવામાં આવ્યું કે જગદિશાનંદજી મહારાજ સમાધિમાં હોવાથી ભક્તોએ ફોન કરવો નહીં. એટલે રમણે તાબડતોબ એક સરકારી અધિકારીને આશ્રમની ઊડતી મુલાકાત માટે અમેરિકા મોકલીને જગદીશનો સંપર્ક કરાવી આપવા રાજપુરોહિતે વિનંતી કરી.અને જગદીશને આશ્રમમાંથી મુક્ત કરાવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી. આ માટે ભારતથી નાર્કોટિક ડ્રગઝ વિભાગના અધિકારીઓએ અધિપતિના આશ્રમમાંથી અમેરિકન લોકોને ચરસ અને હેરોઇન જેવા નશીલા પદાર્થો સપ્લાય થતા હોવાના પુરાવાઓ પુરા પાડવામાં આવ્યા.અને આ માહિતી આપનાર આશ્રમના જ સાધુ જગદિશાનંદજી હોવાથી તેમની ઉપર કોઇ જ પગલાં લીધા સિવાય ભારત મોકલી આપવાનું સૂચવવામાં આવ્યું.


અધીપતિનું પ્લેન ટેકઓફ થયું કે તરત જ ન્યુયોર્ક ખાતેના તેમના આશ્રમમાં ત્યાંની પોલીસે દરોડો પાડ્યો. એ સમાચાર અધિપતિને પ્લેનમાં ફોનથી જણાવવામાં આવ્યા.અધિપતિના પગ નીચે જમીન તો હતી નહિ કે સરકી જાય.એટલે તેમને ફાળ પડી પણ હવે કંઈ જ થઈ શકે એમ નહોતું.સાથે આવેલા સાધુઓએ કહ્યું કે સારું થયું મહારાજ આપણે ત્યાંથી નીકળી ગયા. નહિતર સુરતનો પ્રશ્ન સોલ થતા થાત આપણે અમેરિકાની જેલમાં સબડવાનું થાત. અધિપતિ અને તેમની ટોળી આ રીતે રાજી થઈ રહી હતી અને મુંબઈ એરપોર્ટ પણ ચહલ પહલ વધી રહી હતી. પોલીસ અધિકારીઓ અને પત્રકારો સહિતનો સ્ટાફ ખૂબ જ ઉતેજીત હતો.