Mobile ek rahashy books and stories free download online pdf in Gujarati

મોબાઈલ એક રહસ્ય

मोबाइल हमारे लिए वरदान है | या अभिश्राप है
शीर्षक जानके आपको पतातो चल ही गया होगा |
और में भी सबको जानता हु
सब लोग भी मुझे जानते है|
हम को तो सब जानते है छोटा हो
या बडा सबकी पसंद मोबाईल

મે આ દુનિયા મા પેહલો પગ જ્યારે મુક્યો . ત્યારે હું આ દુનિયા થી સાવ અજાણ જ હતો .

હું કોઇ ને પણ નોહતો જાણતો મને શોધનાર જ્હોન ફિલિપ રિસે હતા .

જેમણે મારા પગલા ૧૮૫૭ માં આ માનવી એ સર્જેલી દુનિયા મા મને જન્મ આપ્યો તેમનો હુ આભરી છુ.

આજે લોકો ને કાઇ પણ જોઇતુ હોય તો મને જ પુછે છે, અને હુ તેમને સર્ચ કરીને શોધી હું આપુ છુ, અને એને મને બનાવ્યો પણ કેમ બનાવ્યો ફક્ત વાતચીત કરવા?

જ્યારે મને બનાવ્યો ત્યારે મેં પણ નોહતુ વિચાર્યુ કે મારો આટલો બધો ઉપયોગ વધી જશે . જેણે મને શોધ્યો તેમણે એવુ વિચાર્યુ હશે કે બસ આપડે શુ એક બિજા સાથે સરળતાથી વાતચીત કરી શકીયે . પણ આજે બધુ કાઇક અલગ જ થઇ રહ્યુ છે. ?

મારો ઉપયોગ ખુબ વધી રહ્યો છે અને મને આ માનવી એ સર્જેલી દુનિયા લાવી તો દિધો મોબાઇલ ના આવી ગયા પછીપણ મારા પરીવાર ના બધા સભ્યો ને તો દોરડા છે, અને હુ જ કેમ આવો ઊંધો પાક્યો શુ ?

હુ એક નંગ શુ ? .હુ કેમ લોકો ને આટલો બધો ગમુ છુ ?

મને કાઇક તો ખાસ લાગે છે મારા મા અને આજે મારો જ પરીવાર મારી ઈર્ષા કરે છે .

“ કેમ કે હુ એટલો બધો ટેલેન્ટેડ શુ “ ને કે હુ મારા બિજા પરીવાર ના સભ્યો નુ પણ કામ એક્લો જ કરતો થઇ ગયો શુ અને હા મારો પેહલો આવિષ્કાર થયો તે મોટોરોલા કંપની નો હુ આભારી શુ .
મારા પ્પપા ને એક વાર દેવી પ્રશાદે વાત કરી હતી .એક વાર ગબ્બરે પેલા ગદ્દર પિક્ચર મા મારા પપ્પા ને બહુજ ફેરવ્યા . અને મારા પપ્પા બિચારા આખો દીવસ થાંભલે જ ચોટી જાય છે.તેમની કેવી જિંદગી છે પેહલા ૧ રૂપિયો નાખો એટલે વાત થતી.

થોડી મારા બાળપણ ની વાત કરુ તો હું નાનો હતો ત્યારે હુ એક નાના ખાલી કાગળ ના બે કપ અને મેટલ કેન અને ક્યાક પ્લાસ્ટિક ની બોટલ ની નાની ટ્ટ્લીવાળા સ્ટ્રિંગ સાથે જોડી બનાવતો .

નાનો હતો તો મારા મા બે જ ગિતો વાગતા એક ચલ છૈયા છૈયા, નિબુડા નિબુડા બસ મને બેજ આવડતા.અને હુ કોઇક દીવસ તો દુર દુર સુધી હું લાંબો થતો . અને હુ મોટો થઇ ગયો એટલે મારી બાબરી ઉતારી અને મારા વાયરો કાઢી નાખ્યા .

હુ મારા પરીવાર માટે એક માથા નો દુ:ખાવો બની ગયો .

“ કેહવત છે ઉલટા ચોર કોટવાલ કો દાટે
“ ઘર કા ખાયા ઓર ઘર મે થુ ” .
( પોઝીટીવ પોઇન્ટ -: )
પોતાના જ પારકા થઇ ગયા .

કેમ કે મે મારા પરીવાર ની રોજગારી છીનવી લીધી .પેહલા મોટા ભાઇ અલાર્મ જેવો પેહલા કુકડા ના પેહલા બધા ને જગાડી દેતા અને આજે મારા લીધે તેમની રોજગારી છીનવાઇ ગઇ કેમ કે મારા મોટા થયા પછી બધુ હુ એક્લો કરવા લાગ્યો એટલે તે પણ મારા થી ખુબજ નારાજ થઇ ગયા છે, હવે હું શુ કરું હું તો મારા પરીવાર માટે માથા નો દુ:ખાવો બની ગયો છુ, બિચારા મોટા ભાઇને મારા લીધે કેટલુ સહન કરવું પડે છે .

જો હુ જન્મ્યો જ ના હોત તો આવુ બનત ?
મમ્મી ઘડીયાળને મારા લીધે કેટલુ સહન કરવુ પડે છે . મ્મમી પેહલા તો રોજ તમને જોઇ ને જ લોકો આવતા જતા પણ મારા આવ્યા પછી મમ્મી તારુ માન ઘટી જ ગયુ, અને મારા જ લીધે આ બધુ થઇ રહયુ છે. મમ્મી મને માફ કરજો જો મારા લીધે તમને કોઇ તકલીફ થઇ હોય તો અને

મારા વ્હાલા કેલેંડર કાકા તમે તો લોકો ને કેહતા આજે કયો દીવસ છે . તમે જ યાદ રાખતા મારો જન્મ દીવસ તમે સાચવી ને જ મુક્તા પણ આજે મારા જ લીધે આજે તમે તમારી યાદો ભુલી જઇ રહ્યા છો અને કાકા મને યાદ છે , જ્યારે હુ નાનો હતો, અને મોરબી મા ઘટના બની ત્યારે પપ્પા એ કિધુ જ હતુ ,પણ તે દીવસ કાકા તમે સાચવી ને રાખ્યો છે વાંક મારો છે. હુ કેમ અહીં આવી ગયો આ માનવી એ બનાવેલી દુનિયા મા મારો હેતુ તમને દુ:ખ પોહચાડવા નોહતો પણ હુ શુ કરુ ?? .

મારા રેડીયો દાદા તમે તો સૌથી જુના અને સૌથી અનુભવી છો . હુ નાનો હતો ત્યારે રોજ આકાશવાણી સાભળતો , દુરદર્શન સાજે ૭ વાગે આવે તો હુ સમાચાર સાભડતો અને કુમ્બલે એ દશ વીકેટ લીધી એ તમે જ તો કિધુ હતુ દાદા અને દાદા પેલા આપડા પ્રધાન મંત્રી મન કી બાત ૫૧ મી વખત બોલ્યા તે તમે જ સંભળાવતા અને મને રામાયન તમે જ શીખવી હતી. અને આજે મે જ તમને જુદા કરી દિધા અને મારા મા આવતા રેડીયા એ તમારી લોકપ્રિયતા કેમ ઘટાડી દીધી. આના માટે દાદા હુ જ જવાબદાર છુ .

કોમ્પ્યુટર મામા તમને પણ મે પાછા પાડી દીધા તમે કેટલા હોશિયાર હતા.પણ મારા આવ્યા પછી તમે પણ ઉદાસ કેમ થઈ ગયા .હું નોહતો ત્યારે મામા તમે તો ખુબજ મામા તમે તો મારાથી ખુબજ મોટા છો પરંતુ હું આજે નાનો પણ ખુબજ મોટો બની ગયો છુ મારી સ્માર્ટ નેસ ના લીધે આજે મને બધા ઓળખે છે. મને તમે જે નામ થી બોલાવો છો હું તે નામ મા છુપાયેલા મારા વ્યક્તિત્વ ને જંખું છું. મામા માફ કરજો હો મારા લીધે આજે તમારે કેટલું સાંભળવું પડે છે. અને તમારી લોકપ્રિયતા ઘટી રહી છે. પછી શું થયું ?

કેમેરા ભાઇ તમે તો મારા લગ્ન મા ખુબજ વિડિયો ને ફોટા પાડ્યા હતા મને યાદ છે. પણ આજે મારા મા હવે ફોટા પડવા લાગ્યા છે. એટ્લે હુ આજે બહુજ ઘમંડી બની ગયો છુ. . મારી ખાસિયત તો તમે જોઇ જ હશે કોઇ પણ હુ કામ આંગળી ના ટેરવે કરી નાખુ છુ . મને અહી સુધી લાવવા મા મારા ખાસ ૩ ઇડીયટ જેવા મિત્રો નો ભાગ છે. મારા મીત્ર ઇન્ટરનેટ જેણે મારુ મહત્વ બે ગણુ વધારી જ દિધુ .અને મીત્ર સોફટવેર પણ જો મારી જિદંગી મા ના આવ્યો હોત તો આજે આપડા દેશ ના ૫૦ કરોડ લોકો ના હાથ મા હુ આવી જ ના શકયો હોય અને પપ્પા ના જેમ ક્યાક જમીન મા કે થાંભલે લટકાયેલો હોત.

આભાર મીત્ર અને મિત્ર હાર્ડવેર ને તો હુ થોડો ભુલી શકુ તેને તો મને અંહી સુધી લાવવા કેટલી મેહનત કરી છે ખબર છે. આજે હુ આટલો મજ્બુત બની ગયો તેના લીધે જ તો છે . મીત્રો તમે જ મને સ્માર્ટ બનાવ્યો છે. અત્યારે આપડી આ જુગલ જોડી પુરા વિશ્વ મા દુમ મચાવી રહી છે. અરે કોની પાસે આપડે નથી તે તો જોવો . આપડે તો એટ્લા ફેમસ થઇ ગયા છે કે વાત જ ના પુછો . અને જો આપડા ત્રણ માથી કોઇ એક પણ ના હોય તો
માણસ બીચારો રઝડી પડે (બેચેન થઇ જવુ)
પેહલા ના જમાના મા લોકો ની જરૂરીયાત હતી . જે આપડે જાણી એ જ છીએ . કે રોટી , કપડા ,અને મકાન આટલા થી જ સંતોષ કરી લેતા હતા . અને આજે તમે જોવો એક વસ્તુ વધી ગઇ તે છે. રોટી , કપડા , મોબાઇલ પછી ઘર , હુ લોકો ના શુખ દુ:ખ ની લાગણી વગેરે ની આપલે કરુ છુ .
મારા લીધે કેટલા ના સંબધો થયા છે.અને કેટ્લા ના બ્રેકઅપ પણ થયા . કોઇક મારા થી રીસાઇ પણ જાય. પણ હુ તો હમેશા તેમને હસાવવા નો પ્રયત્ન કરુ શુ. જયારે કોઇ એક્લુ હોય તો હુ તેનો સાથ આપુ છુ . અને તેને જોઇતી માહીતી પણ હુ જ આપુ છુ .

કોઇ દીવસ કોઇ સબંધ તુટે કે નવા બને તેનો હુ શાક્ષી છુ.
સવારે ઉઠાવાની સાથે અને રાત્રે સુતી વખતે હુ તેની સાથે જ રહુ છુ. ક્યારેક તો હુ તેને જગાડી પણ દઉ છુ . આજે મનુષ્ય મારો એત્લો બધો ઉપયોગ કરી રહ્યો છે . જે નાની અમથી ગણતરી માણસ જાતે નથી કરી શક્તો અને સીધુ મારુ કેલ્ક્યુલેટર વાપરે છે. ઘડીયાળ ના જગ્યા એ મારા મા જ તે સમય જોયા જ કરે છે અને મનુષ્ય આજે મારા જ આધીન થઇ જશે તો નહી . આ હતી મારી ખાસિયતો .

( નેગેટીવ પોઇન્ટ -)
માણસ હવે તો નાની વસ્તુ મા પણ જેમ કે ગણાતરી કરવા મા , સમય જોવા. ફીલ્મ જોવામા અને સૌથી ખરાબ મને ત્યારે લાગ્યુ જ્યારે જે વસ્તુ પુસ્તક મા વાચંવી જોઇએ તે મારા મા વાચી રહ્યો છે. અને છતા તે મને છોડતો જ નથી . મારા કારણે કેટલાય સુસાઇડ પણ થઇ ગયા છે .
કેમ કે મારા મા એટલી શક્તિ છે કે હું માત્ર પતિપત્ની ના જઘડા સુધી. જ નહિ પણ છેલ્લે છૂટાછેડા સુધી લાવી ને મૂકી દઉં છુ ,અને તમને તો ખબર જ હશે ને પેહલી બ્લુ વ્હેલ રમત કે જેના લીધે કેટલા માસુમો એ સુસાઇડ કરી લીધુ તે રમતા લીધે મારી બહુજ બદનામી થઇ હતી .

મારો એક ઉપયોગ આજે કેટલાક તો INSTRAGRAM , FACEBOOK , મા પોતે છોકરા જ હોય છે પણ છોકરી બની ને વાતો કરતા જ હોય છે . આમા પણ ઘણા માસુમો મારા આ ઝાળ મા ફસાય છે. અને પેલી પબજી તો યાદ છે ને તેના કારણે હમણાજ મે પેપર મા વાચ્યુ કે બાળક ને પબજી રમવા ના દેતા આખા પરીવાર નુ ખુન કરી નાખ્યુ .

આખો દીવસ બસ પબજી રમ્યા કરે હુ જ્યારે બહાર જઇ ને જોયુ તો રાત્રે ૨ વાગ્યા સુધી લોકો રમ્યા જ કરે એક દીવસ એવુ થયુ કે મને જયારે રમતા હતા તો એક બાળક મોબાઇલ મા ને મોબાઇલ ન ટ્રક ના અડકેટ મા આવી ગયો અને ટાયર માથા ઉપર થી જતુ રહ્યુ તે જોઇ હુ ખુબજ દુખી થઇ ગયો . મારા લીધે લોકો નો ખુબજ સમય બર્બાદ થઇ રહ્યો છે .

મને અભીમાન આવ્યુ કે મારા જેવુ કોઇ જ નથી . આમ તો હુ મનુષ્ય જેટલો સ્માર્ટ નથી પણ જો એટલો સ્માર્ટ બની જઇશ તો માણસ ને પણ ગુલામ બનાવી શકુ છુ . ઉદા રોબોટ ફિલ્મ
આ ફીલ્મ મા માનવી માટે કેટલા હાનીકારક બની ગયો હતો રોબોટ .
હુ તો ફક્ત એટ્લુ જ કહીશ કે મારો આટ્લો બધો ઉપયોગ તમે કરી રહ્યા છો .

રોજ નુ જે ૧.૫ જીબી સુધી નુ નેટ પુરુ કરી દો છો , તો થોડુ એ પ્પપા એ કરેલુ ૩૦૦૦૦ નુ ભણતર નુ રીચાર્જ પણ તમે પુરુ કરી જ શકો .

થોડૉ સમય તમે ભણવા મા આપો મારો ઉપયોગ ઓછો કરો તો સારૂ નહી તો તમે મારા લીધે કેટલાય પિતા ના પુત્ર કોઇ બેહેન નો ભાઇ પણ આમ જ ખોઇ બેસશો હુ તો તમારા માટે એક વ્યશન બની જઇશ .

ખેલોંગે કુદોંગે ઓર લીખેંગે તો હોગે નવાબ .

મોબાઇલ મંતરોંગે તો હોગે ખરાબ