Dadagram badak nu swarg books and stories free download online pdf in Gujarati

દાદાગ્રામ બાળક નું સ્વર્ગ

મારા માટે મારી આ મુલાકાત કાઇક ખાસ જ હતી.તે બાળકો ની રમતો જોઈ મને મારા બાળપણ ની રમતો યાદ આવી ગઈ એ ને અનહદ પ્રેમ ભરેલું તે સ્મિત કોઈ નું પણ મન મોહી લે તેવું હતું .

એકસમય અમારો પણ કાઇક આ બાળકો ના જેમ જ હતો કોઈ પણ સ્થળે અમે રમતો શોધી જ લઇએ પણ જાણે તે સમય એક મધદરિયે આવેલા વહાણ ના જેમ વિતી ગયું કોણ જાણે કઈ દિશા મા ચાલ્યું ગયું ખબર ક્યાં પડે છે.

દાદા ગ્રામ છાત્રાલય ના બાળકો ની સંખ્યા 500 હતી. તેવો ત્યાજ હોસ્ટેલ મા રેહતાં બાળકો ની શિસ્ત જોઈ ને મને મારી શિબિર ની યાદ આવી ગઈ જ્યાં મારે મારા બધા જ કામ જાતે કરવા ના હોય તે પછી કપડાં ધોવાના હોય કે પછી બીજી બધી વસ્તુ જે આપડે જાતે કદી નથી કરતા .અને તેમના મા એક શિક્ષક પ્રત્યે નો આદરભાવ પણ કેવો છે. ત્યાં હું ગયો તો જોયું કે બાળકો ના બિસ્તરા એક લોખંડ ની મોટી પેટી મા હતા તે જોઈએ મને મારા બાળપણ ની એક યાદ આવી ગઈ જ્યારે હું નાનો હતો તો આવી પણ નાનીે બેકડી હું લઈ ને શાળા મા જતો તે આજ દિન સુધી મે સાચવી ને જ રાખી છે .અને એક બાળક છોડવા ને પાણી પીવડાવી રહ્યો હતો . તે જોઈ મને યાદ આવ્યું કે આવું કાઇક અમે પણ કરતા હતા જ્યારે અમે શાળા મા જતાં હતા ત્યારે કાઇક આવી જ ફિલીંગ આવતી હતી મને . અને મારી તે બાળપણ ની યાદ તાજી થઇ રહી હતી . ત્યાં જોયું તો 6 ગ્રુપ મા એક એક કરી તબળકા ભરી ને કચરો નાખવા જઈ રહ્યા હતા.
આજે જે સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે. તેવું તો અમારાં. બાળપણ મા વગર મિશને ચાલતું હતું એમાં મા પાછા વારા પાડેલા સોમવારે 3 ધોરણ ગુરુવારે 5 ધોરણ અને શનિવારે 7 ધોરણ તેવો સ્વચ્છ તો અમારી શાળા ઓ હતી. ત્યાં અમારે કોઈ અભિયાન ની જરૂરત ક્યાં હતી તેનું કારણ તે સમય ના અમારાં શિક્ષકો જેની સાથે અમે પ્રેમ થી રહ્યા હતા તેમની છોટી ખાધી આજે ક્યાં તેવા શિક્ષકો રહ્યા જ છે અને હા અત્યારે તો શિક્ષક આવે અને ના ભણાવવા ના બાના પણ કેવા અમુક શિક્ષકો તો શાકભાજી પણ બાળકો જોડે જ ફોલાવે બોલો અને તેમના બાળકો પણ બાળકો રમાડે કાઇક આવું જ થઈ રહ્યું છે અત્યારે અને અમારા સમય નું શિક્ષણ કેવું હતું પણ મને એ વાત નું ખુબજ દુઃખ રહ્યું કે જેના હાથે હું મોટો થયો તે શિક્ષક આજે અમારી વચ્ચે રહ્યા જ નથી. એમને બહુજ યાદ આવે છે તે દિવસો ગોમતિબેન અને ક્રિષ્નાબેન તમારી . અને ખેમભાઈ સાહેબ ની રામાયણ તો મને યાદ જ છે.
બસ યાદ આવી ગયું દાદા ગ્રામ મા જઈ ને મારું બાળપણ પણ અમારાં આ નવા વર્ષ ની ઉજવણી કાઇક ખાસ થવા જઈ રહી છે તેનું એક જ કારણ છે તે છે તે બાળક નું સ્મિત.ત્યાં તો એક નાનકડો બાળક તે બસ 10/12 વર્ષ ની જ હશે અને એમને આવી ને પૂછે કે શું તમે પાછા આવશો કાલે તો તે સ્મિત ને થોડું ના પડાય અને અમે હા પાડી તેને અને ત્યાં અમે દીવસ ની શરૂવાત પ્રાથના થી કરી કાઇક આવી હતી પ્રાથના કરું છું .
ક્રમશ :