Cozi corner - 6 books and stories free download online pdf in Gujarati

કોઝી કોર્નર - 6

        
 ઘમુસરનો જૂનો ડ્રાઈવર નોકરી છોડીને ચાલ્યો ગયો હોવાથી ઘમુસરને નવા ડ્રાઇવરની જરૂર હતી. વાલમસિંહને ભીખાએ એ જગ્યા પર ગોઠવ્યો હતો.અને શાંતાને ફાર્મહાઉસમાં સાફસફાઈનું કામ મળ્યું હતું.વાલમસિંહે જોયું હતું કે સાહેબ પાસે કામ કઢાવવા માટે લોકો પૈસા આપવા તૈયાર હોય છે, જમીનના દસ્તાવેજ,ખેડૂતના દાખલા વગેરે અનેક પ્રકારના સાચા અને ખોટા કામકાજ અંગે લોકોને સાહેબની મહેરબાનીની જરૂર પડતી. વાલમસિંહ સાહેબનો ડ્રાઇવર હોવાથી સારા નરસા કામકાજ અંગે લોકો વાલમસિંહને મળવા લાગ્યા. શરૂઆતમાં પોતે નવો હોવાથી આ બધી બાબતો વિશે કંઈ જ જાણતો ન હોવાનું કહેતો.પણ ધીરે ધીરે ઘમુસરે જ એને પલોટવા માંડ્યો હતો. વલમસિંહનું વર્તન અને વ્યવહાર જોઈ ઘમુસરને એ વિશ્વાસપાત્ર લાગ્યો હતો.એટલે ફાર્મહાઉસ પર વાલમસિંહને જમીનના કાયદા અંગેનું જ્ઞાન આપીને કેવા કેવા કેસમાં કામ થઈ શકે અને એવા કામના કેટલા રૂપિયા લેવાના વગેરે પાઠ ભણાવ્યા હતા.અને વાલમસિંહ પણ એક વફાદાર નોકર સાબિત થયો હતો.છ મહિનામાં એ ડ્રાઇવર અને સાહેબનો એજન્ટ બની ગયો હતો. 
  ભીખો અને વાલમસિંહ રજાના દિવસે સાથે સમય પસાર કરતા.વાલમસિંહ, પોતે ખૂબ સારી રીતે અહીં ગોઠવાઈ ગયો એ બદલ ભીખાનો ખૂબ જ આભાર માનતો.
પણ સાહેબે વાલમસિંહ પર આટલી બધી મહેરબાની શુ કામ કરી એ ભીખો જાણતો. અલમસ્ત અને ઘાટીલા બદનવાળી, રૂપાળી શાંતા પર સાહેબની નજર હતી એ ભીખાથી અજાણ્યું નહોતું.પણ ઘણા વર્ષોથી ભીખો ઘમુસરની આ વાડીમાં કામ કરતો.ઘમુસર ફાર્મહાઉસમાં એમના દોસ્તો સાથે શબાબ, કબાબ અને સુરાના પોગ્રામ કરતા. પણ કયારેય કોઈ સ્ત્રીની મજબૂરીનો લાભ એમણે લીધો નહોતો.ભીખાની બન્ને દીકરીઓ પણ જુવાન હતી, પણ ઘમુસર એ બેઉને પોતાની દીકરીઓ જેવી જ ગણતા.અને બન્નેને કોલેજ સુધી ભણાવવાનો ખર્ચ પણ એમણે  જ આપ્યો હતો.એટલે શાંતાની બાબતમાં એને ખાસ ચિંતા નહોતી પણ વાલમસિંહ પરની મહેરબાની પાછળનું એમનું ગણિત આ અભણ ખેતમજૂર સમજી ગયો હતો.પણ વાલમસિંહને આ બાબત કંઈ પણ કહેવું એને કસમયનું લાગ્યું હતું.
  સાહેબની બે નંબરની આવકમાંથી વાલમસિંહ પણ કમાયો હતો.અને પોતાની જાતીય બીમારી માટે એણે સુરતના સેક્સોલોજીસ્ટની સારવાર લીધી હતી અને કંઈક અંશે એની અવસ્થામાં સુધારો થયો હતો. શાંતા સાથેના પ્રેમલાપમાં થયેલા સુધારાથી બન્ને ખૂબ જ ખુશ હતા.પણ શાંતાની ધગધગતી અને મદહોશ પ્યાસ બુજાય તે પહેલાં જ એ બુઝાઈ જતો.છતાં એકબીજા પ્રત્યેના અપાર પ્રેમના પ્રવાહમાં વાલમસિંહની આ ઉણપ તણાઈ જતી.ધીરે ધીરે એ સ્વસ્થ થઈ રહ્યો હતો.ડોકટરના કહેવા મુજબ હવે એ પિતા બનવા પણ સક્ષમ હતો.
  ઘમુસરની વાડી પચાસ વીઘા હતી એમાં આંબા અને નાળિયેરીના ઝાડ પણ હતા.કેટલાક ભાગમાં શાકભાજી અને શેરડીનું વાવેતર કરવામાં આવતું.ફાર્મહાઉસના મકાન ફરતો વિશાળ બગીચો હતો.એમાં ચીકુડી,જામફળી,
સીતાફળી વગેરે અનેક ફળોના ઝાડ ઉપરાંત જુઈ,રાતરાણી, જાસૂદ,ગુલાબ જેવા અનેક ફૂલોના પણ ઝાડ હતા.ઘમુસરે એમની ઉપરની આવકથી ઉત્તમ પ્રકારનો બગીચો બનાવ્યો હતો અને એ બગીચાના ફૂલ છોડની જાળવણી કરવા માળી અને બીજા કેટલાક મજૂરો નિયમિત આવતા.
  શાંતાને આ બગીચો ખૂબ જ પસંદ હતો. રાત્રીના સમયે રાતરાણીની સુગંધ ચોમેર પ્રસરતી.રાતરાણીની સુગંધથી એ વિહવળ બની જતી અને વાલમસિંહને બગીચામાં ખેંચી લાવતી. ઝાડ ફરતે વેલ વીંટળાય તેમ એ વાલમસિંહને વીંટળાઈને ભીંસી નાખતી.બગીચાની લોનમાં રાત્રીના અંધકારમાં એ બન્ને એકમેકમાં પરોવાઈ જતા.પણ વાલમસિંહ ગૂંગળાઈ જતો.શાંતાના જોર સામે એ ઘણું જોર કરતો.એ થાકીને લોથપોથ થઈ જતો ત્યારે શાંતા માંડ શાંત થતી.છતાં બુજાયેલા ચૂલામાં સળગતી આગ જેવી આગ એના બદનને જલાવ્યાં કરતી.એ જલતી આગને સાવ ઓલવી નાખવા ફરીવાર એ વાલમસિંહને બાહોમાં લઈ મસળતી,બટકાં ભરતી,એના ભરાવદાર સ્તનયુગમોથી વાલમસિંહની છાતી ભીંસી નાખતી, પગની આંટી મારીને વાલમસિંહને પોતાની ઉપર ખેંચી લઈને એની ફરતે બન્ને હાથ વીંટાળીને એટલું જોરથી દબાવતી કે જાણે એ વાલમસિંહના શરીરમાં ઘુસી જવા માંગતી હોય ! સ્ખલીત થઈ ચુકેલો અને થાકી ગયેલો વાલમસિંહ શાંતાના આક્રમણથી ગૂંગળાઈ જતો.પણ આખરે એની કાયા પણ જોરાવર તો હતી જ.એટલે એ પણ બળ વાપરીને શાંતાને ભીંસતો. અજવાળી રાત્રીમાં શાંતા ઓર ગાંડીતુર બનતી. મોડી રાત સુધી બન્ને બેફિકર બનીને બગીચાની લોન ખૂંદતા રહેતા. ત્યારબાદ એમની ઓરડીમાં જઈને ઊંડી જોળાવાળી  ખાટલીમાં એકબીજાને વળગીને ઊંઘી જતા. ઘમુસર  દર રવિવારે ફાર્મહાઉસ પર આવતા.ઘણીવાર એમનું કુટુંબ- એમની રૂપાળી પત્ની અને બે બાળકોને લઈ આવતા. શાંતા એ બન્ને છોકરાઓનો ખૂબ રમાડતી.અને ઘમુસરની પત્ની સંગીતાને પણ શાંતા ખૂબ જ ગમતી. ક્યારેક ઘમુસર પોતાના દોસ્તો સાથે આવી ચડતા. વિશાળ સ્વિમિંગપુલમાં એ બધા ખૂબ ન્હાતા અને ઉત્તમ ભોજનના પોગ્રામ કરતા. ઘમુસરના પોગ્રામમાં શાંતા અને વાલમસિંહ પણ સામેલ થતા.વાલમસિંહ ડ્રાઈવર હોવાથી જરૂરી ચીજ વસ્તુઓ લઈ આવતો અને શાંતા ખાસ ધ્યાન આપીને જે વાનગી બનાવવાની હોય એમાં ખૂબ મદદ કરતી અને શીખી જતી. 
   આમ, ઘમુસરના કુટુંબ અને મિત્ર વર્તુળમાં શાંતા અને વાલમસિંહ ઓતપ્રોત થઈ ગયા હતા.શાંતા સાથે ઘમુસર ઘણીવાર ઠઠ્ઠા મશ્કરી પણ કરતા અને શાંતા ખડખડાટ હસી પડતી. ઘમુસર એને હસતી જોઈને આંખ મારતા.પણ શાંતા મોં મચકોડતી.
  શાંતાની આટલી નજીક આવ્યા પછી ઘમુસરને લાગતું કે કદાચ હવે હું શાંતાનો હાથ પકડી લઉં તો એ ના નહી પાડે, પણ એમની અંદરનો સજ્જન પુરુષ એમને રોકતો. કદાચ એ વિફરી હોય તો વાલમસિંહ ભલે પોતાનો નોકર હતો પણ આખરે એ રજપૂત હતો.પોતાની પત્નીની છેડતી એ સહન કરી ન જ શકે અને પોતે કરેલા ઉપકારને કારણે કદાચ કોઈ અવળું પગલું તો ન ભરે પણ શાંતાને લઈને ચાલ્યો તો જાય જ. અને પોતાનો ભવાડો ચોક્કસ થાય.કારણ કે શાંતા હવે પોતાના કુટુંબમાં ભળી ગઈ હતી. 
  એ દરમ્યાન ઘમુસરની બદલી થઈ ગઈ. એમને  સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં મુકવામાં આવ્યા હતા.જે ધરમપુરથી ઘણું દૂર હતું. સાહેબનું ક્ષેત્ર બદલાતા વાલમસિંહને જમીનના ગેરકાયદે કામો જોવા અને એમાંથી ક્યાં કેટલો કદડો થાય તેમ છે એ જાણવા માંગરોળ રહેવું પડતું. શનિવારે સાહેબને એમના ઘેર મૂકીને એ માંગરોળ ખાતેના સાહેબને ફાળવાયેલા ક્વાર્ટરમાં રોકાતો.અને ત્યાં જે લોકોને પોતાનું "ખાસ'' કામ હોય એ મળવા આવતા. વાલમસિંહ હવે અડધો પડધો મામલતદાર બની ગયો હતો.જે બાબતોની એને સમજણ ન પડે એ બાબતો ઘમુસર એને ગાડીમાં સમજાવી દેતા.એટલે દિવસે સાહેબ અને રાત્રે વાલમસિંહ મામલતદાર બની જતો અને સાહેબના ક્વાર્ટરમાં કચેરી ચલાવતો. 
  શનિ રવિની રાત્રે શાંતા એકલી રહેતી.શરૂઆતમાં એને કેમેય કરીને ઊંઘ આવતી નહિ.કારણ કે ફાર્મહાઉસની સાફ સફાઈની કામગીરી એની નોકરી હતી પણ એના જેવી મદમસ્ત યૌવના માટે આવું કામ ચપટી વગાડવા જેટલું સહેલું હતું. સવારના સમયે એ ફટાફટ બધી જ સફાઈ કરી નાખતી. જો કે ખાસ તો શનિ રવીમાં જ સફાઈ કરવાની રહેતી.એટલે એ મોટા ભાગે સાવ નવરી જ રહેતી.સ્વીમીંગપુલની સફાઈ કરવી એને ખૂબ ગમતી.પાણીથી છલીછલ ભરેલા સ્વિમિંગપુલમાં એ ખૂબ ધુબાકા મારતી. ઘણીવાર વાલમસિંહ પણ આવી ચડતો. ત્યારે એ ગાંડીતુર બનીને વાલમસિંહને પાણીમાં ખેંચી જતી. પ્રેમમાં ચકચૂર બનીને એ વાલમસિંહ પર તૂટી પડતી બન્ને જલક્રીડામાં રમમાણ થતા.           વાલમસિંહ પણ ખૂબ જ મઝા કરતો,પણ શાંતાને સાવ શાંત કરી શકતો નહિ.
  ઘમુસરનું આ ફાર્મહાઉસ શાંતાને સ્વર્ગ જેવું લાગતું. ઘમુસર પગાર પણ સારો આપતા અને વાલમસિંહ જમીનની આંટીઘુંટી ખૂબ ઉકેલતો એટલે ઘમુસર એને પણ સારી એવી રકમ આપતા.
  જૂન મહિનામાં ધરમપુર ચેરા પૂંજી બની જતું.એ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતનો સૌથી વધુ વરસાદ પડતો. એ દિવસે વાવાઝોડું ત્રાટક્યું હતું.ઘમુસરના ફાર્મહાઉસ પર અને શાંતાના જીવનમાં પણ.
  ઘમુસરની વાડીની પાછળ વાડીના શેઢાને અડીને જ નદીની એક કોતર હતી.ચોમાસા સિવાયના દિવસોમાં પણ એ કોતરમાંથી પાણી વહ્યા કરતું. એ બાજુ નાળિયેરીના ઘણા ઝાડ પણ હતા, અને વાલમસિંહ,ભીખો અને બીજા જે મજૂરોને રહેવા ઓરડીઓ બાંધેલી હતી એની પાછળના ભાગમાં પણ આ કોતરનું વહેણ હતું. કોતરમાં ખૂબ ઝાડી અને ઝાંખરા ઉગેલા હતા, વળી તે પથરાળ પણ હતી.અને વાડીના શેઢેથી પંદરવીસ ફૂટ ઊંડી હતી.ઉપરવાસની વાડીઓનું પાણી ચોમાસામાં આ કોતરમાં ભળતું એટલે બે કાંઠે છલકાતી.
 તે રાત્રે ધોધમાર વરસાદ અને જોરદાર પવન ફૂંકાવો શરૂ થયો હતો. સ્વાભાવિક રીતે જ લાઈટ ચાલી ગઈ હતી. શાંતા એની ઓરડી અંદરથી બંધ કરીને સૂતી હતી.પણ પવનના ઝાપટાને  કારણે ઓરડીનું નબળું બારણું જોરથી ભટકાતું હતું. આંબા અને નાળિયેરી જેવા બધા જ વૃક્ષો પવનના જોર સામે ઝૂકી ગયા હતા અને પવનના જોરદાર સુસવાટા અને વાદળોના ભયંકર ગડગડાટથી ચમકતી વીજળીથી એ રાત ખૂબ જ બિહામણી બની હતી. ભીખો અને બીજા મજૂરો પોતાની ઓરડીઓમાં ઘૂસીને સુઈ ગયા હતાં. પણ શાંતાની ઓરડીમાં શાંતા શાંત નહોતી. વાલમસિંહ શનિવાર હોવાથી માંગરોળ રોકાઈ ગયો હતો.
 વરસાદની એ બિહામણી અને ઘનઘોર અંધારી રાત્રે ફૂંકતા પવનના જોરદાર ઝાપટાઓથી એ ખૂબ જ ડરી ગઈ હતી. એને ફાર્મહાઉસમાં જતા રહેવાનું મન થયું.ઘમુસરનો વિશાળ અને પોચો બેડ એને સાંભરી આવ્યો. અત્યારે ત્યાં કોઈ જ નહીં હોય, તો ત્યાં જઈને જ સુઈ જવાનું વિચારીને એ ઉભી થઇ.એની ઓરડીથી ફાર્મહાઉસનું મકાન બસો મીટર જેટલું દૂર હતું.જોરદાર વરસાદને કારણે એ ચોક્કસ પલળી જવાની હતી.પણ એની એને ચિંતા નહોતી.
  તે દિવસે શનિવાર હોઈ મોટેભાગે થતું એમ જ ઘમુસરે પોતાના ફાર્મહાઉસ પર પીવાનો પોગ્રામ કર્યો હતો.સાંજે સાત વાગ્યે ઘમુસર આવીને મેઇનહોલમાં ટીવી અને એમના દોસ્તોની રાહ જોઈ રહ્યા હતા.ત્યાં જ અચાનક જોર જોરથી પવન ફૂંકાવો શરૂ થયો અને સાથે વાદળોની ગડગડાટી અને વીજળીના ભયાનક કડાકા સાથે વરસાદ તૂટી પડયો. ઘમુસર સમજી ગયા કે હવે એમના દોસ્તો નહીં આવે, એટલે એમણે ફ્રીજમાંથી બોટલ,આઈસ્ક્યુબ વગેરે કાઢીને પોતાનો પેગ બનાવ્યો હતો અને કિચનમાં જઈ નમકીનની ડીશ અને પેગ લઈ સોફામાં બેઠા બેઠા લિજ્જત માણી રહ્યા હતા.વરસતો વરસાદ એમને ખૂબ પ્રિય હતો. વરસાદનું જોર ખૂબ વધ્યું અને લાઈટ પણ ચાલી ગઈ હોવાથી કંટાળીને બેડરૂમમાં જઈને સુઈ ગયા હતા.વરાવરણ ખૂબ ઠંડુ હોવાથી અંધારે અંધારે વોર્ડરોબમાંથી એમને ગરમ રજાઈ શોધીને પગથી માથા સુધી ઓઢી ગયા હતા.આમેય બીજા દિવસે રવિવાર હોવાથી એમને કોઈ ચિંતા નહોતી, પેટમાં ગયેલા પેગને કારણે એમની આંખો ઘેરાવા લાગી હતી. થોડીવારે એ ઘસઘસાટ ઊંઘી ગયા હતા.
  મજૂરોની ઓરડીઓ ફાર્મહાઉસની પાછળના ભાગમાં હોઈ ઘમુસર આવે ત્યારે ગાડીનું હોર્ન મારતા.ભીખો અથવા જે કોઈ નજીક હોય એ દરવાજો ખોલતું.આજે ઘમુસર આવ્યા ત્યારે બીજા એક મજુરે દરવાજો ખોલીને બંધ કર્યો હતો.અને ઘમુસર આવ્યા છે એની જાણ શાંતાને નહોતી.  મોટેભાગે ઘમુસર અને વાલમસિંહ સાથે જ આવતા પણ તે દિવસે વાલમસિંહ માંગરોળ રોકાયો હોવાથી ઘમુસર જાતે જ ગાડી ડ્રાઇવ કરીને આવ્યા હતા.એમના દોસ્તો પાછળથી આવવાના હતા પણ વરસાદને કારણે કોઈ આવ્યું નહોતું.
 ધોધમાર વરસતા વરસાદમાં અને વીજળીના ચમકારાના પ્રકાશમાં દોડીને ફાર્મહાઉસમાં ઘુસી ત્યારે તે સાવ પલળી ગઈ હતી.અને એના પગ પણ કાદવવાળા થયા હોઈ એ સીધી જ બાથરૂમમાં ગઈ હતી.આખા બંગલાની સાફ સફાઈનું કામ એ કરતી હોવાથી બંગલાના ખૂણે ખૂણાથી એ વાકેફ હતી.ઘમુસરના વિશાળ બેડરૂમમાં બીછવેલા બેડની પોચી ગાદી ઉપર સફાઈ કરતી વખતે એ ઘણીવાર સુઈ જતી.રેશમી અને સુંવાળા ઓશિકા અને એવી જ રેશમી ચાદરમાં રાતભર સુવાની એને ઘણીવાર ઈચ્છા થતી.પણ વાલમસિંહ ક્યારેય હા પાડતો નહીં. "સાહેબની પથારીમાં આપણાથી ન સુવાય, કોઈ જોઈ જાય અને સાહેબને ખબર પડી જાય તો ખૂબ જ ખરાબ લાગે.અને આ એક પ્રકારની ચોરી જ કહેવાય, અને જે માલિકે મને આશરો અને અન્ન આપ્યું છે એમની ચીજ હું ક્યારેય ન ચોરું, અને એવી ચોરી કોઈ કરે એ બરદાસ્ત પણ નહીં કરું, તને ખૂબ મન હોય તો આપણે એવી પથારી બનાવીશું, આપણા મકાનમાં.." વાલમસિંહના શબ્દો તેને યાદ આવ્યાં.પણ આજની વાત જુદી હતી.આટલો તોફાની વરસાદ ઓરડીમાં એકલા મને સુવા જ નહીં દે, એમ વિચારીને એ ઘમુસરના બાથરૂમમાં ઘુસી હતી. વરસાદે એને સાવ ભીંજવી નાખી હતી એટલે એણે બધા જ કપડાં કાઢીને સ્નાન કર્યું.અંધારે હાથ ફંફોસીને ન્હાવાનો મોટો રૂમાલ સ્ટેન્ડમાંથી લઈને શરીર લૂછયું.હવે કપડાં પહેરવાનો કોઈ અર્થ નહોતો. "આટલો વરસાદ પડ્યો છે એટલે કાલે પણ કોઈ નહીં આવે અને સવારે હું વહેલી ઉઠીને ચાલી જઈશ, આજ તો પેલી પોચી પોચી પથારીમાં રજાઈ ઓઢીને, રેશમી ઓશિકાને બાહોમાં દબાવીને નિરાંતે ઊંઘી જવું છે"એમ વિચારીને શરીર ફરતો ટુવાલ વીંટાળીને એણે બાથરૂમમાંથી બહાર નીકળી,બેડરૂમ અંદરથી બંધ કર્યો અને બેડ તરફ સુવા માટે પગ ઉપાડ્યા.
  બેડરૂમનો દરવાજો બંધ થવાનો અવાજ સાંભળીને ઘમુસરની ઊંઘ ઊડી.ક્યારેય ફાર્મહાઉસમાં ચોરી થઈ નહોતી અને એમના મજૂરો અહીં રહેતા હોવાથી ફાર્મહાઉસ એકદમ સુરક્ષિત હતું.ઘમુસર કંઈ સમજે એ પહેલાં જ કોઈ એમની બાજુમાં આવીને સુઈ ગયું હતું.એ શાંતા હતી. થોડીવારે શાંતાને લાગ્યું કે ઓઢવાની રજાઈ બેડ પર પાથરેલી છે એટલે એ ઉભી થઈને રજાઈ ઉંચકીને રજાઈમાં ભરાઈ હતી. અને હવે રજાઈ ઓઢીને જ સુઈ જવાનું હોવાથી એણે શરીર ફરતે વીંટાળેલો રૂમાલ ફગાવી દીધો હતો!
  ઘમુસરના દિલની ધડકનો તેજ થઈ હતી. આવી રીતે, અચાનક પોતાના બેડમાં આવીને સુઈ જનાર કોણ હોઈ શકે ? વાલમસિંહ તો અહીં છે નહી,ભીખો કોઈ દિવસ હિંમત ન કરે. તો શું બીજો કોઈ મજૂર હશે ? 
  સમળી સાપ ઉપર ચીલ ઝડપ કરે એમ જ ઘમુસરે શાંતાને જકડી હતી. માંસલ અને ભરાવદાર કોમળ શરીર પર ઘમુસરે સવાર થઈને રાડ પાડી, "કોણ છે હરામખોર, મારા બેડમાં આવીને સુવાની હિંમત કોણે કરી ?"
  ઘમુસરના હુમલાથી બેબાકળી બનેલી શાંતાએ ઘમુસરનો અવાજ પારખ્યો હતો.અને આખી પરિસ્થિતિ સમજી ગઈ હતી. હવે કંઈ જ થઈ શકે તેમ નહોતું. સામે ચાલીને પોતે ઘમુસરનો શિકાર બની હતી.પોતાને તાકી રહેતા અને મશ્કરીમાં ક્યારેક આંખ મારીને એમણે પોતાના પ્રત્યેની કૂણી લાગણીનો સંદેશ તો શાંતાને મોકલી જ દીધો હતો.જો અત્યારે એ સંપૂર્ણ નગ્ન હોવાથી સામનો કરીને નાસી છૂટવાનો પ્રયત્ન તો થઈ જ શકે તેમ નહોતો અને ઘમુસર કદાચ ભાગવા ન દે, અને ભાગી જવામાં એ સફળ થાય તો પણ એ ભીખા અને બીજા મજૂરોને જગાડીને પોતાનું પગેરું મેળવશે, વળી બાથરૂમમાં પોતાના વસ્ત્રો પણ પડ્યા હતા.
 પળવારમાં શાંતાએ નિર્ણય કરી લીધો, "હું શાંતા છું, મારી ઓરડીમાં બહુ જ બીક લાગતી હતી એટલે આયાં આવી,મને ખબર નો'તી કે તમે આયાં સુતા હશો, મારી ભૂલ થઈ ગઈ સાયેબ,મને જાવા દયો...."
   "ઓહ, શાંતા તું છો ? હવે આવી જ ગઈ છો તો હવે આવી જ જા, આપણા નસીબમાં ભેગા થવાનું લખ્યું જ હશે એટલે જ આમ બન્યું હોય...અરે ..આ શું  ? તે કપડાં જ નથી પહેર્યા..?" ઘમુસરે શાંતાના શરીર પર હાથ ફેરવ્યો એટલે એમને ખ્યાલ આવ્યો હતો અને પોતાની પ્યારી જેને એ ભોગવવા ઇચ્છતા-  એ નિર્વસ્ત્ર થઈને પોતાની પથારીમાં પડી હતી !! ઘમુસર ઉત્તેજિત થઈને શાંતાને વળગી પડ્યા.
  "હું આયાં પોગી ત્યાં સુધીમાં પલળી ગઈ'તી, અટલે બાથરૂમમાં જઈને રૂમાલ પે'રીને આવી'તી, ભીના લૂગડે સુવ તો આ ગાદલું પલ્લે ને, સાયેબ મને જાવા દયો.. હું મારા ઘરવાળાને બવ પ્રેમ કરું છવ.." શાંતાએ ઘમુસરની પકડમાંથી છૂટવા પ્રયત્ન કર્યો.
   ઘમુસરે શાંતાની બાજુમાં સૂઈને નગ્ન શાંતાને પોતાની બાહોમાં લીધી.
"શાંતા, હું પણ તને બવ પ્રેમ કરું છું, આવી વરસાદી રાતે આવી રીતે તું મને મળીશ એવી તો મેં કલ્પના પણ નહોતી કરી, આઈ લવ યુ સો મચ.." 
 "સાયેબ, મને જાવા દયો.."શાંતાએ રટણ શરૂ રાખ્યું પણ ત્યાં સુધીમાં તો ફટાકડાની વાટ સળગી ચુકી હતી. જેને મન ભરીને માણવાની ઈચ્છા મનમાં ભારોભાર ભરી હોય એવી ભાર્યા એક પણ કપડું પહેર્યા વગર, ધોધમાર વરસતા વરસાદની અંધારી રાત્રે પોતાની પથારીમાં આવી પડે તો નપુસંક માણસની  મર્દાનગી પણ કબરમાંથી મડદું બેઠું થાય એમ જાગ્યા વગર રહે ખરી ? ઘમુસર કોઈ સંત પુરુષ નહોતો અને કદાચ એ સંત પુરુષ હોત તો પણ અત્યારે પોતાના તમામ તપને બાળી મુકવા તત્પર થયો હોત !
   ઘમુસરે "મને જાવા દયો.. મને જાવા દયો..."કરતી શાંતાના હોઠ પર હોઠ મૂકી દીધા. દરિયાકિનારે અચાનક જબરજસ્ત મોજું આવીને કિનારાની રેતીને પાણીમાં ખેંચી જાય એમ એમણે શાંતાને પોતાની ઉપર ખેંચી લીધી.એક હાથ શાંતાની પીઠ ફરતે વિટાળ્યો અને એની કમર ફરતે બીજા હાથથી ચુસ્ત પકડ બનાવી.બન્ને પગની આંટી મારીને શાંતાને લગભગ પોતાની સાથે સજ્જડ ચોંટાડી દીધી. હજુ પણ શાંતાના હોઠ એ ચૂસી રહ્યા હતા..
 શાંતા પાસે ઘમુસરના શરણે થવા સિવાય કોઈ જ રસ્તો બચ્યો નહોતો. એણે પ્રતિકાર કરવાનું છોડી દઈને પોતાની જાતને ઘમુસરના હવાલે કરી દીધી.
  વાલમસિંહ જે સંતોષ એની જાતિય ઉણપને કારણે નહોતો આપી શક્યો એ સંતોષ શાંતાને ઘમુસરે એ રાત્રે આપ્યો હતો. શરૂઆતમાં થોડી શરમ અને સાહેબના ડરને કારણે શાંતા શાંતીથી પડી રહી હતી.પણ ઘમુસરના પ્રેમાલાપે એની અધૂરી આગને સળગાવી હતી.વાલમસિંહ પર તૂટી પડતી શાંતા ઘમુસરને પણ વીંટળાઈને ભીંસવા લાગી.ઘમુસરને  શાંતાનો પ્રતિકાર ખૂબ ભાવ્યો હતો અને કલાકો સુધી બન્નેએ પરસ્પરને ભોગવ્યા હતા.
  વહેલી સવારે વોર્ડરોબમાંથી સંગીતામેડમના કપડાં પહેરીને શાંતા પોતાની ઓરડીમાં આવી ગઈ હતી. બપોર સુધીમાં વાલમસિંહ પણ આવી ગયો હતો. 
 ઘમુસર અને શાંતા પછી તો અવારનવાર મળવા લાગ્યા. ઘમુસર માટે શાંતા, 'આંકડે મધ અને એ પણ માખી વગરનું' હતી.
  બે વરસ પછી રમલીનો જન્મ થયો ત્યારે વાલમસિંહની તબિયત ઘણી સુધરી ગઈ હતી. પણ રમલી ઘમુસરનું જ સંતાન હતી એ વાત ત્યારે તો માત્ર શાંતા જ જાણતી હતી.
 વરસો સુધી ઘમુસર અને શાંતાનો સબંધ ગોપનીય રહ્યો હતો.ઘમુસર ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ હતા અને એમને આ બાબતની એટલી ચીવટ રાખી હતી કે વાલમસિંહને ક્યારેય શંકા ગઈ નહોતી.અને શાંતાએ પણ વાલમસિંહને પ્રેમ કરવામાં ક્યારેય કોઈ ફરક પડવા નહોતો દીધો.
  ઘમુસરે વાલમસિંહ અને ભીખાને ફાર્મહાઉસમાં જ એક નાનું અને વ્યવસ્થિત મકાન બનાવી આપ્યું હતું.જેમાં આ બન્ને વફાદાર નોકરો વ્યવસ્થિત રીતે રહેતા.ભીખાની બન્ને દીકરીઓને ઘમુસરે પોતાના ખર્ચે પરણાવીને સારી નોકરી પણ અપાવી હતી.ભીખાએ સાહેબના એ અહેસાન તળે દબાઈને શાંતા સાથેના સાહેબના સંબંધોને દબાવી રાખ્યા હતા.
  પણ, અનૈતિક સબંધો ક્યારેય છુપા રહેતા નથી, કારણ કે પરસ્પરને પામવાની ઈચ્છા એટલી બળવત્તર થઈ જતી હોય છે, કે ક્યારેક ભૂલ થઈ જ જાય છે અને પ્રેમીઓ કબૂતરની જેમ વર્તે છે, બિલાડીને જોઈને કબૂતર આંખ મીંચી દે છે,ત્યારે એ એમ સમજતું હોય છે કે મને કોઈ જ જોતું નથી. બસ, એકમેકમાં ઓગળી ગયેલા પાત્રો પણ ક્યારેક જોખમ ઉઠાવી જ લે છે અને વરસો સુધી ખાનગી રાખેલો પ્રેમ છતો થઈ જાય છે.
  શિયાળાની કડકડતી રાત્રે ઘમુસરે શાંતાને ફાર્મહાઉસમાં બોલાવી હતી.પણ રમલી નાની હોઈ એને એકલી મૂકીને ફાર્મ હાઉસમાં આવવાની શાંતાએ ના પાડી, તેથી ઘમુસર શાંતાના ઘેર આવી ગયા હતા.તે દિવસે પણ શનિવાર હોઈ વાલમસિંહ માંગરોળ રોકાયો હતો.
  બીજા દિવસે રવિવારે વાલમસિંહને ધરમપુરમાં જ ઘમુસરે એક ખૂબ અગત્યનું કામ સોંપ્યું હતું.એટલે એ રાત્રે જ ધરમપુર આવવા નીકળ્યો હતો. માંગરોળથી ધરમપુર આવતા વાસલમસિંહને રાત્રીના બે વાગી ગયા હતા.
  વાલમસિંહના બેડરૂમમાં ઘમુસર અને શાંતા પરિતૃપ્ત થઈને એકબીજાને વીંટળાઈને સુતા હતા ત્યારે વલમસિંહે દરવાજો ઠોકીને શાંતાને સાદ પાડ્યો.
 વાલમસિંહનો સાદ સાંભળીને ઘમુસર અને શાંતા ઊંઘમાંથી સફાળા જાગ્યા. પળવારમાં બન્ને જણ પરિસ્થિતિ પામી ગયા હતા.અને ખૂબ જ ઝડપથી ઘમુસર કપડાં પહેરીને બાથરૂમમાં સંતાયા, 
ત્યાં સુધીમાં શાંતાએ પણ ઝડપથી નાઈટગાઉન ચડાવીને અને દરવાજો ખોલ્યો હતો.
"કેમ, અત્યારે આટલી રાતે આવ્યા ?" શાંતાએ બગાસું ખાવાનો ડોળ કરીને પુછયું.
"સાહેબે કાલે ધરમપુરમાં કામ સોંપ્યું છે એટલે રાતે જ આવવું પડ્યું" કહીને વાલમસિંહે અંદર આવીને દરવાજો બંધ કર્યો.અને કપડાં બદલવા બાથરૂમમાં ગયો..
 શાંતા એને રોકવાની કોશિશ કરે એ પહેલાં તો બાથરૂમમાં ઉભેલા ઘમુસરને જોઈને વાલમસિંહ જડની જેમ ઉભો રહી ગયો હતો. એકપણ શબ્દ બોલ્યા વગર ઘમુસર બાથરૂમમાંથી બહાર આવ્યા અને દરવાજો ખોલીને જતા રહ્યા હતા.
 શાંતા નીચું જોઈને ઉભી હતી. 
વાલમસિંહ પણ કશું જ બોલી શક્યો નહોતો.પોતાની પ્રિયતમાએ જ પીઠ પાછળ જે પ્રકાંડ રચ્યું હતું એ જોઈને વાલમસિંહને ભયંકર આઘાત લાગ્યો હતો. 
"સાહેબ તો પારકું જણ..., પણ તું..? શાંતા...તું..? આવો દગો..?
લાવ ઘરમાં કંઈ ઝેર બેર પડ્યું હોય તો હું પી જઉં..હવે જીવીને હું શું કરીશ..." કહીને વાલમસિંહ બેડ પર ફસડાઈ પડ્યો.
 શાંતાએ દોડીને એના પગ પકડ્યા.
"મને મારી નાખો...નાથ..હું તમારા લાયક નથી...મારી ભૂલ..."
 વાંકા વળીને વાલમસિંહે શાંતાને પોતાના પગમાંથી ઉભી કરી.
"શાંતા, જીવનમાં તારા સિવાય બીજી કોઈ સ્ત્રીનો મેં ક્યારેય વિચાર નથી કર્યો. તને શરીર સુખ આપવા મેં કેટલી ભારે દવાઓ લીધી. પણ તોય હું તને શરીરસુખ આપી શક્યો નહીં, તારી ભૂખ હું ભાંગી શક્યો નહીં... એટલે જ તેં.."
  શાંતા નીચું મોં કરીને બેસી પડી. વાલમસિંહને શુ જવાબ આપવો એ એને સૂઝતું નહોતું. પોતે પકડાઈ ગઈ અને એના આઘાતથી વાલમસિંહ જે શબ્દો બોલતો હતો એ અંગારા બનીને એને ડામી રહ્યા હતા.
"મને મારો...મને મારી નાખો..." વાલમસિંહ જે વેદનાથી બોલી રહ્યો હતો એ દરેક શબ્દ શાંતાને સળગતા અંગારા બનીને દઝાડતા હતા. વાલમસિંહ ગુસ્સે થઈને પોતાને ઝુડવા લાગે તો સારું એમ એને લાગતું હતું.પણ વાલમસિંહ ગુસ્સે ન થયો.એના મનમાં જે આગ પ્રગટી હતી એ ઘમુસર અને શાંતાને બાળીને ભસ્મ કરી નાખવા માટે પૂરતી હતી.પણ શાંતાને એ ખૂબ જ પ્રેમ કરતો હતો. 
"મને તારા ભાઈ ઉકલાએ મારી મારીને મરદ મટાડી દીધો'તો, એ પછી મેં ઘણી દવા કરાવી'તી. પણ તારે જોતું'તું એટલું સુખ હું તને નો આપી શક્યો..અસ્ત્રીની જાત..વાહ તારા ..ચળીતર.., એકાદવાર તો કેવું'તું કે ઓછું પડે છે...આમ છેતર્યો ? તેં ? શાંતા તે? મને, તારા સગા ધણીને, વાલમસિંહને તેં જીવવા જેવું નો રહેવા દીધું...શાંતા...આવું શીદ કર્યું તેં.."
વાલમસિંહ લવારો કરવા લાગ્યો.શાંતા એનું પાગલપન જોઈને રડી પડી.ફરીવાર વાલમસિંહના પગમાં પડીને માફી માગવા લાગી, "મને સજા દયો, મને મારી નાખો, હું પાપણી ભાન ભૂલી ગઈ..."
 એ રાત્રે વાલમસિંહ અને શાંતા લૂંટાઈ ગયેલા મુસાફરોની જેમ આખી રાત રડ્યા. શાંતા ઇચ્છતી હતી કે વાલમસિંહ ગુસ્સે થઈને માર મારે અને એનો ગુસ્સો બહાર કાઢી નાખે. કારણ કે જો એ એનો ગુસ્સો બહાર નહિ કાઢે તો ખૂબ જ ખતરનાક થઈ જશે ,ઘવાયેલા વાઘ જેવો. અને એનું પરિણામ સારું નહીં આવે. પરંતુ વાલમસિંહે એવું કંઈ જ ન કર્યું. 
  ઘમુસર, વાલમસિંહના ઘેરથી નીકળીને તરત જ પોતાના ઘેર નાસી ગયા. કારણ કે વાલમસિંહ કેટલો ખતરનાક છે તે, તેઓ ખૂબ જાણતા હતા.એક બે કિસ્સા એવા બન્યા હતા કે જેમાં ઘમુસરને એન્ટિકરપશન વાળા પકડીને જેલ ભેગા કરી શકે તેમ હતા.એ વખતે વાલમસિંહે પોતાનું અસલ પાણી બતાવીને ઘમુસરને બચાવ્યા હતા.આજ જે બન્યું હતું એનું પરિણામ સારું તો નથી જ આવવાનું એ તો એમને ખબર જ હતી, એટલે અત્યારે નાસી જવામાં જ ભલાઈ છે એમ સમજીને તેઓ ભાગ્યા હતા. વાલમસિંહના બાથરૂમમાંથી દરવાજા સુધી પહોંચ્યા ત્યાં સુધી પહોંચવામાં તેમને નજર સામે જ મોત દેખાઈ ગયું હતું. વાલમસિંહ એના મોજામાં રામપુરી ચાકુ રાખતો.એ ચાકુ પોતાની પીઠમાં વાલમસિંહ મારશે જ એવી એમને બીક લાગી હતી.
પણ વાલમસિંહ જડની જેમ ઉભો રહી ગયો અને એમને જતા જોઈ રહ્યો.આખી પરિસ્થિતિ પળવારમાં એને સમજાઈ હતી અને એને ભયંકર આઘાત લાગ્યો હતો.

* * *      * * *       * * *     * * *
   
ઘમુસર અઠવાડિયાની રજા મૂકીને ક્યાંક ચાલ્યા ગયા હતા.રવિવારની સવારથી વાલમસિંહ પણ અવાચક બની ગયો હતો.સવારે શાંતાએ એના માટે ચા અને ભાખરી બનાવીને થાળી પીરસી ત્યારે એણે એની સામું પણ જોયું નહોતું.અને ઘમુસરની જીપ લઈને ક્યાંક ચાલ્યો ગયો હતો.
  સોમવારે રાબેતા મુજબ, સવારે નવ વાગ્યે જાણે કઈ જ બન્યું ન હોય એમ એ સાહેબને તેમના ઘેર લેવા ગયો ત્યારે સંગીતા મેડમે એને જણાવ્યું હતું કે "સાહેબ અઠવાડિયા પછી આવવાના છે, કોઈક ખાસ કામથી બહારગામ ગયા છે"
  વાલમસિંહ સમજી ગયો હતો કે સાહેબ પોતાને એમનું મોઢું દેખાડવા માંગતા નથી.પણ વાલમસિંહ એમને છોડવાનો નહોતો.
   સાહેબના કાળા કરતુતોની અનેક સાબિતીઓ એની પાસે હતી.ઘમુસરે જ એને મહેસૂલવિભાગની આટીઘૂંટીઓ સમજાવી હતી.આખા ખેલમાં સાપ પણ એ હતા અને મદારી પણ એ જ હતા. પણ કરંડીયો સાચવવાનું અને ડુગડુગી વગાડવાનું કામ વાલમસિંહને શીખવાડ્યું હતું.જે ઘમુસરને ભારે પડયું હતું.
  અઠવાડિયા પછી, વાલમસિંહનો ગુસ્સો શાંત પડ્યો હશે અને હવે એને પૈસાની લાલચ આપીને કે પછી પોતે કરેલા ઉપકારની દુહાઈ આપીને અથવા હવે પછી ક્યારેય આવું નહી કરવાનું વચન આપીને વાલમસિંહને સમજાવી શકાશે એવું વિચારીને ઘમુસર ઘેર આવી ગયા.
  બીજા સોમવારે સમયસર વાલમસિંહ એમને લેવા આવ્યો. પાછળનો દરવાજો ખોલીને સાહેબને બેસાડ્યા.એકપણ અક્ષર ન તો વાલમસિંહ બોલ્યો, ન તો ઘમુસર બોલ્યા.
  ફરજ પર હાજર થયા પછીના એક કલાકે એન્ટિકરપ્શન બ્યુરોની રેડ પડી હતી.જેમાં સાહેબના ડ્રાઇવર વાલમસિંહ પાસેથી અમુક ફાઇલ પાસ કરાવવા માટે આપવામાં આવેલી પાવડરવાળી એક લાખની નોટોના બંડલ મળી આવ્યા હતા. અને ખુદ વાલમસિંહે આ રૂપિયા સાહેબના કહેવાથી જ એણે લીધા હોવાની કેફિયત આપી હતી.
 ઘમુસરની ધરપકડના સમાચાર વાયુવેગે આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયા હતા. વાલમસિંહે ઘમુસરનો ભાંડો ફોડીને એમની તમામ મિલકતો વિશે પણ માહિતી આપી હતી.ઘમુસરે પોતાને શીખવેલા તમામ કાવા દાવાની વિગતો આપીને વાલમસિંહે ઘમુસરની કારકિર્દીનું અચ્યુતમ કેશવમ કરી નાખ્યું હતું.
 મહિનાઓ સુધી કોર્ટ કેસ ચાલ્યો. ઘમુસરે પોતાના અન્ય માણસો દ્વારા વાલમસિંહને સમજાવવાની કોશિશ કરી.વાલમસિંહ જ્યાં રહેતો હતો એ ફાર્મહાઉસ પણ એને આપી દેવાની ઓફર કરી.પણ ઘવાયેલા વાઘ જેવો વાલમસિંહ માન્યો નહોતો. અને ઘમુસરને સસ્પેડ કરીને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઘમુ સરની તમામ બેનામી મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી.
  વ્યભિચારનું વરવું પરિણામ, કોઈ ગામ પર ડેમનું પાણી ફરી વળે એમ ઘમુસરની જિંદગીને તહસનહસ કરી ચૂક્યું હતું.
  વાલમસિંહે શાંતાને માફ કરી હતી. અને ધરમપુરના એ ફાર્મહાઉસને છોડીને અમદાવાદ લઈ આવ્યો હતો.અને કોઝી કોર્નર બંગલાના માલીક, મોહનલાલ શેઠની ગાડીના ડ્રાઇવરની નોકરી  અને બંગલાના આઉટ હાઉસમાં આશરો લીધો હતો. બંગલામાં કામ કરતી ઘણી નોકરાણીઓમાં શાંતાને પણ સ્થાન મળ્યું હતું. 

* * *     * * *    * * *    * * *

બે વરસ પછી ઘમુસર જેલમાંથી છૂટ્યો હતો. ગુજરાતમાં રહેવું એના માટે શક્ય નહોતું. જેલવાસ દરમ્યાન ઘમુસરે ઘણા સંપર્કો બનાવ્યા હતા.અને એ અનેક સંપર્કો પૈકીનો એક સંપર્ક હતો હમીરસંગ.
                        (ક્રમશ :)
મિત્રો, આપને યાદ હશે કે કોઝીકોર્નર હોસ્ટેલમાંથી પરેશ અને રમલી ગાયબ થઈ ગયા છે....