મહેક - ભાગ-૧૬

મહેક ભાગ:-૧૬

8:30pm 

મહેકની નજર હોટલના પાર્કિંગલોટમાથી નીકળતી દિવ્યાની SUV કાર પર પડી એટલે મહેક ઝડપથી ટેક્સી સ્ટેન્ડ તરફ આગળ વધી... ટેક્સી ડ્રાઇવર રણવીરે suv ને જતા અને મહેકને તેની તરફ આવતા જોઇ ટેક્સી સ્ટાર્ટ કરી રેડી થઇ ગયો હતો. મહેકના ટેક્સીમાં બેસવાની સાથે જ દિવ્યાની કારનો પીછો કર્યો... દિવ્યાની કાર શહેરથી દુર હેડંબા મંદિર તરફ જઇ રહી હતી. વીસ મિનિટ પછી દિવ્યાની કાર એક ફાર્મહાઉસના ગેટમાં દાખલ થઇ.
મહેકે ટેક્સી થોડી આગળ લેવરાવી પછી ઉભી રાખી નીચે ઉતરી ડ્રાઈવરને કહ્યુ.... "મુજે આને મે આધે ઘંટે સે જ્યાદા સમય લગે તો તુમ ચલે જાના." કહી મહેક ફાર્મ હાઉસની પાછળની તરફ ચાલતી થઈ.
દિવાલ કુદી અંદર દાખલ થઇ. પાછળની બાજુ એકદમ અંધારું હતું. બારીમાથી આવતા આછા પીળા પ્રકાશ તરફ મહેક ધીરે ધીરે આગળ વધી, બારી પાસે પહોંચી ત્યારે અંદર થતી વાતો સંભળાય રહી હતી... મહેકે અંદર જોવા માટે થોડી મહેનત કરી જગ્યા બનાવી અંદર નજર કરી.
અંદર દિવ્યા અને તેની સામે ચાર આદમી બેઠા હતા. એમાંથી બેના ચહેરા પરિચિત હતા. એ બન્ને દુબઈમાં સતત દિવ્યા સાથે જોવા મળતા વ્યક્તિ હતા. ત્રીજી વ્યક્તિને ક્યાક જોય છે. પણ ક્યાં જોય છે એ યાદ ના આવ્યું.! મહેકને ચોથા વ્યક્તિનો ચહેરો બરાબર નહોતો દેખાઇ રહ્યો. તે બોલતો હતો. "મેડમ, ઉન લોગો કો પતા ચલ ચુકા હૈ, તો ફીર આજ હી મિટીંગ રખ કે  રિસ્ક ક્યું લે રહે હો.? પહેલે વાલા પ્લાન અચ્છા થા. ઉન સબકો ઠીકાને લગા કે મિટિંગ કરતે હે ."
"નહિ..." દિવ્યા ચીલ્લાતી બોલી "જબ તક હમારી મિટિંગ ના હોજાયે તબતક કિસીકો જાનસે મત મારના.... મુજે ઉસ હરામઝાદે N.S.A કે ચીફ કો દીખાના હૈ કી, દિવ્યા એકબાર જો કરનેકી ઠાન લેતી હૈ તો વો કરકે રહેતી હૈ. સાલા, દો સાલ સે મેરે પીછે પડા  હૈ, લેકીન આજ તક સાબીત નહી કરપાયા કી મે કોન હુ.. વેસે ભી સબ કે સબ ચૂહો કી તરહા હમારી જાલ મે ફસ ચુકે હૈ. આને દો સાલો કો, ઉસી મકાન મે સબકો દફના દેંગે ઔર મે સુબહ દુબઇ ઉડ જાઉગી..." એક શૈતાની હસી સાથે દિવ્યા ચૂપ થઈ ગઈ...
અચાનક મહેકના માથામાં પાછળથી એક ભારી વસ્તુનો પ્રહાર થયો, મહેક કંઈ પ્રતિકાર કરે તે પહેલા તો એ જમીન પર ઢળી પડી. દિમાગ ધીમે-ધીમે શુન્ય થઇ રહ્યું હતું. કોઇના છેલ્લા શબ્દો કાને પડ્યા. "ઇસે ગાડી મે ડાલ દો" એ સાંભળતી મહેક બેહોશ થઈ ગઈ..!!
★★★★★★★
મહેક અને દિવ્યાના મોબાઈલનું લોકેશન એકીસાથે શહેરની બાહર જતા જોઇ કાજલે પ્રભાતને જાણ કરી હતી.. પ્રભાત, મનોજ અને કાજલ ત્રણેય એ તરફ કાર લઈને રવાના થયા હતા.
અચાનક કાજલના મોબાઈલમાથી દિવ્યા અને મહેકનું લોકેશન ગાયબ થઇ ગયું.! "પ્રભાત, મને લાગે છે મહેક મુસીબતમાં છે. એક સાથે બન્નેના મોબાઈલ ઓફ થયા છે.."
"એનું છેલ્લીવારનું લોકેશન ક્યાંનું બતાવે છે..? પ્રભાતે કાજલ સામે જોતા બોલ્યો..
"એનું છેલ્લેનું લોકેશન અહી આસપાસ જ છે..."  મનોજે કાર ઉભી રાખી... કાર એજ ફાર્મ હાઉસથી થોડે આગળ ઉભી હતી.
"કાજલ હવે મહેકને સોધવા તારી ચિપનો ઉપયોગ કર, જોઇએ કેટલી કામ આવે છે.."
"હું એ જ કરી રહી છું." કાજલ મોબાઈલમાં જોતા બોલી..... "થેંક્સ ગોડ.! ચિપ કામ કરી રહી છે.. એ પાછી શહેર તરફ જઇ રહી છે."
"ઓહ ગોડ.! આપણે આવતા હતા ત્યારે એક કાર સામે મળી હતી... ક્યાંક એમા તો મહેક નહોતી ને..?" મનોજે તરત જ કાર પાછી વાળતા બોલ્યો.... 
"મનોજ, એની અને આપણી વચ્ચે પાંચ કિ.મી.થી વધું અંતર ના હોવું જોઇએ નહિતર ચિપ કામ નહી કરે."
મનોજે કારને ગતી આપી... હવે લોકેશનનું  અંતર ધીરે-ધીરે ઘટી રહ્યું હતું. "એ રહી કાર." આગળ જતી કારની બ્રેક લાઇટ જોઇ મનોજ બોલ્યો... 
"સ્પિડ ઓછી ના કરતો. એને ઓવરટેક કર, એ જ કારમાં મહેક હશે તો લોકેશન આપણી પાછળ રહી જશે." આગળ જતી કાર તરફ જોતા કાજલ બોલી..
મનોજે એ જ ગતીથી આગળ જતી કારને ઓવરટેક કરી આગળ નીકળી ગયા... "ફ્રેન્ડસ એજ કાર આપણુ ટારગેટ છે." કાજલે પ્રભાતને મોબાઈલ બતાવતા કહ્યુ...
"આપણે શહેરની નજદીક આવી ગયા છીએ કોઇ એવી જગ્યાએ કારને રોક જેથી શંકા ના થાય, પછી આપણે એનો પીછો કરીએ." પ્રભાતે પાછળ આવતી કાર તરફ જોતા બોલ્યો.
મનોજે આગળ જતા એક ચોકમાં, એક સ્ટોર પાસે કાર ઉભી રાખી. પાછળ આવતી કાર ચોકમાં આવી પાછી શહેરના બાહર જતા બીજા રોડ તરફ વળી ગઇ.
"મનોજ, હવે ભલે એક બે કિ.મીનું અંતર રહે પણ એને શંકા ન પડે કે આપણે પીછો કરીએ છીએ, એ રીતે આરામથી ચલાવ.." મોબાઈલમા લોકેશન પર નજર રાખતા કાજલ બોલી ...
એજ મકાનની દિશામાં બન્ને કાર દોડી રહી હતી... "એ લોકો ત્યાં જ જઇ રહ્યા છે જ્યાં આપણે જવાનું છે.. બસ મહેકને કાઇ ના થયું હોયતો સારું..!" કાજલે ચિંતિત સ્વરમાં કહ્યું.
"મહેકને કંઈ નથી થયું. જો કાંઈ થયું હોત તો સાથે લઇને ના જાત. કાજલ, તું ખોટા વિચાર ન કર.." જનક, પંકજ અને અશોકને એકી સાથે કોંફરન્સ કોલમાં જોડતા પ્રભાત બોલ્યો...
બધા કોલ રિસીવ થતા પ્રભાત બોલ્યો. "ફ્રેન્ડસ, તૈયાર થઇ જાવ આપણો શિકાર આવી રહ્યો છે પણ કોઇ ઉતાવળ ના કરતા મહેક એની પાસે છે.. પહેલા મહેક ને છોડાવવાની છે..."
"અમે તૈયાર છીએ. તારો શું પ્લાન છે.?" સામેથી અશોકે પુછ્યું.
"પહેલાં અમે મહેકને છોડાવીએ પછી તમે એટેક કરો." પ્રભાતે જવાબ આપ્યો..
"ઓ.કે...! પણ તું શું કરવાનો છે.?"
"હજી કંઈ વિચાર્યું નથી. હું ત્યાં પહોંચીને પછી કહું.." એટલું કહીને પ્રભાતે કોલ કટ કર્યો..
ફ્રેન્ડસ આપણે અહીથી ચાલીને આગળ જવાનું છે . મકાન તરફ જતા રફ રોડ પાસે આવી પ્રભાતે મનોજને કાર ઉભી રાખવાનુ કહેતા બોલ્યો..
"પરમિશન હોય તો હું એક વાત કહું.?" પ્રભાત તરફ જોઈને મનોજે પુછ્યું.
"પરમિશન શામાટે માંગે છે.? તને કોણે બોલવાની ના પાઙી છે. જે કહેવું હોય તે કહે.." મનોજની સામે પ્રશ્નભરી નજરથી જોતા પ્રભાતે કહ્યું.
"પ્રભાત, આપણે હોટલથી નીકળ્યા ત્યારથી એક રેડ કલરની I20 કાર આપણને ફોલો કરી રહી છે." પાછળ આવતી કારની હેડલાઇટને મિરરમાથી જોતા મનોજે કહ્યું.
"એ તું અત્યારે કહે છે.." પ્રભાત પાછળ આવતી કારને જોઈ રહ્યો.
"સોરી પ્રભાત.! પહેલા મને એવી કોઈ શંકા ન હતી પણ ચોકમાંથી આપણે મહેકને લઈ જતી કારનો પીછો કર્યો ત્યારે પાછી આ કાર મેં જોઈ એટલે હવે વિશ્વાસ સાથે કહું છું કે એ આપણને ફોલો કરી રહી છે. હવે તું કહે શું કરવું છે.?"
"એનો ઈરાદો શું છે એ જાણવું પડશે. મનોજ, તું એક કામ કર, કાર સીધી ત્યાં જવાદે જ્યાં દિવસમાં મહેક અને કાજલ આપણી રાહ જોતા ટેક્સીવાળા સાથે ઉભા હતા.."
મનોજે કારને સીધી સોલાંગઘાટી તરફ લીધી. અંધકારને ચીરતી પાછળ આવતી કારની હેડલાઇટ હજી ફોલો કરી રહી હતી.
"મનોજ, આપણી કારને પાછી વાળીને બિલકુલ તેની સામે ઉભી રાખ એટલે હેડલાઇટના પ્રકાશમાં એ કાર સાફ દેખાય.."
પ્રભાતના કહેવાથી મનોજે કારને યુ-ટર્ન લઈ ઉભી રાખી. પાછળ આવતી કાર પણ ઉભી રહી ગઈ હતી. કાજલને કશું સમજમાં નહોતું આવી રહ્યું કે પ્રભાત શું કરવા માંગે છે.
"કાજલ... તને ડર તો નથી લાગતોને.?" પ્રભાતે પોતાની પિસ્તોલ ચેક કરતા પુછ્યું..
"મહેક માટે હું કોઇ પણ જોખમ ઉઠવવા તૈયાર છું. કાજલે પોતાની તૈયારી બતાવી...
"ઓ.કે....! તો જ્યાસુધી હું ન કહું ત્યાસુધી કારની બાહર ન આવતી.  મનોજ તું મને કવર કર હું બાહર જાવ છું.." પ્રભાત કારની બાહર આવ્યો. પિસ્તોલ પેલી કાર સામે તાકી બે ડગલા કાર સામે ચાલ્યો. સામેની કારની ડ્રાઈવર સાઇડથી એક વ્યક્તિ હાથ ઉપર કરી બાહર આવ્યો. બાહર આવતા એ બોલ્યો. "ડોન્ટ શુટ પ્રભાત. અમે ફ્રેન્ડ છીએ. મારું નામ અભય છે. અમે કેપ્ટન અશોકના સાથી છીએ. કેપ્ટને કોલ કરી કન્ફર્મ કરીલે.."
પ્રભાત બે ડગલા પાછળ હટી પોતાની કાર પાસે આવી કાજલને કેપ્ટન અશોકને કોલ કરવાનું કહ્યું. 
"પ્રભાત, એ સાચું બોલે છે. અશોકે જ એને આપણી પાછળ આવવાનું કહ્યું હતું.." અશોક સાથે વાત કર્યો પછી કાજલે કહ્યું.
પ્રભાતે પિસ્તોલ નીચે કરી એટલે કારમાંથી બીજી એક વ્યક્તિ બાહર આવી. એ બન્ને પ્રભાત પાસે આવી હાથ મિલાવ્યા.
"પ્રભાત, આ મારો સાથી સુખવિન્દર છે.." અભયે પરિચય કરાવતા કહ્યું.
"અભય, અમારી પાછળ આવવાનું કોઈ કારણ..?"
"કેપ્ટન અને મેડમને શંકા હતી કે, તમારા પર કોઈ નજર રાખે છે. તમે ખતરામાં છો એટલે કેપ્ટને અમને તમારી સુરક્ષા માટે મોકલ્યા હતા. ખરેખર બે વ્યક્તિ તમારી હોટલ પર નજર રાખી રહ્યા હતાં. છેલ્લી ઘડીએ એને એક કોલ આવ્યો અને એ લોકો ત્યાથી ચાલ્યા ગયા હતા. અમે તમારી પાછળ જ અહીં આવવાનું નક્કી કર્યું હતું જેથી રસ્તામાં કોઈ પ્રોબ્લમ થાય તો અમે તમારી મદદ કરી શકીએ." અભયે ચોખવટ કરી..
"ઓ.કે. ફ્રેન્ડ. તો ચાલો આપણી સાચી જગ્યાએ પહોંચી જઈએ."
બન્ને કાર રફરોડ પર લાવી, સાઈડમાં પાર્ક કરી.
પ્રભાત કારમાંથી ઉતરતા કાજલ સામે જોઈ પુછ્યું. "મને અશોક, જનક, અને પંકજનું લોકેશન જોઈને કહે એ લોકો મકાનની કઇ દિશામાં અને કેટલા દુર છે..?" 
"અશોક મકાનની પાછળ 100 મિટરની દુરી પર છે. જનક મકાનની બીલકુલ પાસે રાઇટ સાઇડમાં છે. અને પંકજ ગેટની સામેની દિશામાં છે." કાજલે મોબાઈલમાં જોતા કહ્યું.
"તો.. આપણા માટે લેફટ સાઇડ ખાલી છે. ઓ.કે.. ચાલો." કહી પ્રભાત એ મકાન તરફ આગળ વધ્યો..
★★★★★★
11: Pm
બધા મકાન ફરતા ગોઠવાઇ ગયા હતા. મકાનમાં થતી હિલચાલ પર નજર કરી પ્રભાત આગળની વ્યુહ રચના વિચારી રહ્યો હતો.. મકાનમાં ઘુસવું એટલું આસાન નહોતુ. ચારોતરફ કેમેરાની દ્રષ્ટિ અને તેના હથીયાર ધારી માણસોનો પહેરો હતો. હવે તો આરપારની લાડાઇ સીવાય બીજો કોઇ વિકલ્પ નજર નહોતો આવતો. એવામાં મકાનના ગેટમાં પ્રવેશતી બ્લેક suv ને જોઇ પ્રભાત સમજી ગયો કે હવે મુખ્ય શિકાર પણ આવી ગયો છે. હવે જે નિર્ણય લેવો તે તરત લેવાનો હતો..
"મનોજ તું કાજલ સાથે રહે. પ્રભાત પોતાના કાનમાં બ્લુટુથ સરખું કરતા બોલ્યો... અશોક, જનક , પંકજ , મનોજ બધાને એક સાથે કોંફરન્સ કોલ મા જોડતા પ્રભાત બોલ્યો... "ફ્રેન્ડસ હું આગળ વધું છું, તમે પણ આગળ વધો. એ સીવાય કોઇ વિકલ્પ નથી. મકાનમાં કેટલા માણસો છે અને આસપાસ કેટલા છુપાયા હશે એનો કોઇ અંદાજ નથી, એટલે સાવધાનીથી આગળ વધજો. જરૂર ના પડે ત્યા સુધી કોઇ ફાયર નહી કરે ઓ.કે...! અશોક તમારા જવાનને કહો મકાન ફરતા પોઝિશન લઈ લે."

"પ્રભાત, તું ચિંતા ના કર..! અમારા તરફથી બધી તૈયારી થઇ ગઇ છે.બેકપ પણ થોડી વારમાં પહોચી જશે. તમે પહેલા મેડમને છોડાવો અને દુર જતા રહો. બાકીનુ કામ અમે કરી લઈશું." અશોક પોતાનો પ્લાન સમજાવતા બોલ્યો.
"ઓ.કે.આપણે થોડીવાર આ રીતે જ ફોનથી જોડાયેલા રહીશું. બેસ્ટ ઓફ લક ફ્રેન્ડસ." બધાની સહમતી થતા પ્રભાત આરપારની લડાઇ લડવા તૈયાર થયો.
★★★★★
 મહેક હોશમાં આવે છે. ધીરે ધીરે આંખો ખોલી જોઇ રહી હતી. ઉપર છત તરફથી નજર હટાવી ચૌતરફ નજર ઘુમાવી વિચારી છે. હું ક્યા છું.? અહી કેમ આવી.? આ કઇ જગ્યા છે.? હું અહી ફર્શ પર કેમ પડી છું.? આવા વિચારો કરતા ઉભી થવા ગઇ ત્યારે તેના માથાના પાછળના ભાગે અસંખ્ય વિચ્છીના ડંખ જેવી વેદના થઇ આવી અને બધું યાદ આવી ગયું.! તે પાછળ હટી દિવાલના ટેકે બેસીને  જગ્યાનું નિરીક્ષણ કર્યું. એ એક નાનકડી રૂમમાં કેદ હતી... જ્યાં બેઠી હતી તેની બીલકુલ ઉપર એક બારી હતી. મહેક દિવાલના ટેકે ઉભી થઇ બારીના કાચમાથી બાહર જોવાની કોશિશ કરી. એ જોવા માંગતી હતી કે અત્યારે એ ક્યા છે. ત્યાજ છે જ્યાં એના પર હુમલો થયો હતો. કે કોઇ બીજી જગ્યા પર. પણ એને ખાસ કંઇ જાણવા ના મળ્યું. બારી પાસેના ઘટાદાર વૃક્ષના લીધે નીચેનુ દ્રશ્ય એને દેખાયુ નહી. રૂમના બારણા પાસે આવી તેને ખોલવાની કોશિશ કરી પણ એ બાહરથી બંધ હતું. અચાનક વિચાર આવ્યો..! મોબાઈલમાં લોકેશન જોઇ લવ પણ મોબાઈલ જ ગાયબ હતો. હવે શું કરું.? બધાને ખબર કેમ પડશે, હું ક્યાં છું. અને કેટલો સમય હું બેહોશ રહી છું.... સમય જોવા ઘડીયાળમાં જોયું 11:30Pm નો સમય બતાવી રહી હતો ... અચાનક ઘડીયાળ જોતા યાદ આવ્યું કાજલે તો મને શોધી લીધી હશે. લવ યુ કાજલ...! મહેક ખુશ થતા ધડીયાળને ચુમ્મી લીધી.. એને એક વાત તો સમજાય ગઇ કે પ્રભાત આસપાસ જ હશે, પણ હું અહી બંધ છું એની જાણ કરવી કઇ રીતે.! મહેકની નજર બારી પર પડી અને એક નિર્ણય લીધો.... બાહર પ્રભાત કે કોઇ બીજું હશે તો મારો ઇશારો સમજી જશે. બારણા બાહર જો કોઈ હશે તો કાચના તુટવાના અવાજથી બારણું ખોલશે.. બારીનો કાચ મજબૂત હતો આસાનીથી તુટે એમ ના હતો. મહેકે આસપાસ નજર કરી પણ કોઇ એવી વસ્તુ ન દેખાઇ જેનાથી કાચ તોડી શકાય... વિચાર કરતા દિમાગમાં એક આઇડીયો આવ્યો પોતાનુ જેકેટ ઉતારી પછી શર્ટ ઉતાર્યો, શર્ટને હાથ પર લપેટતી બારી પાસે આવી મનમાં પોતાને જ હિમંત આપતી બોલી. "કમઓન મહેક, કરાટામાં બાવડા મજબૂત કર્યા છે તો આજ એની પરીક્ષા છે." મહેકે એક મુક્કો કાચ પર માર્યો પણ કોઇ અશર ના થઈ પણ મહેક હિંમત હાર્યા વિના ઉપરા-છાપરી છ-સાત મુક્કા મારવાથી કાચમાં તિરાડ પડી, એ જોઇ મહેકની હિંમત વધી અને ફાઇનલી પુરી તાકાતથી બે મુક્કા મારતા કાચ તુટી બહારની તરફ ખણણણ અવાજ કરતો પડ્યો અને નીચે કોઇ હરકત થઇ હોય એવું મહેકે અનુભવ્યું. હાથ પર લપેટેલા સફેદ શર્ટનો કલર લાલ થઇ રહ્યો હતો કાચ તુટતા એક કરચ હાથમાં ખુચી ગઇ હતી પણ એની પરવા કર્યા વિના મહેક બારણા પાસે આવી ઉભી રહી બાહરથી કોઇ હરકત થવાની રાહ જોઈ રહી....
★★★★★
જનક, જમણી તરફથી દિવાલ કુદી અંદર આવી મકાન તરફ આગળ વધ્યો હતો. પહેરો દેતા બે વ્યક્તિને જોઇ લીધા હતા પ્રભાતે ગન ચલાવાની ના પાડી હતી એટલે જનકના હાથમાં તેજ ધારદાર ચાકું હતું. બન્ને વ્યક્તિની પાસે પહોચી જનકે એકને ચાકુથી વાર કરી બીજાના ગળા પર ચાકુની ધારનો ઘસરકો કરી દીધો હતો. એ ગળું પકડી જમીન પર ઢળી પડ્યો એ જોઈ પહેલો ઘાયલ વ્યક્તિ કોઈ અવાજ કરે એ પહેલા જનકે એના મોઢા પર હાથ રાખી એના ગળા પર પણ ચાકુ ફેરવી દીધું હતું. થોડી સેકન્ડોમાં આ કામ થયું હતું.  એજ સમયે ઉપરથી કાચ તુટી નીચે પડ્યો હતો. જનક સતર્ક થઇ જતા એ વૃક્ષની આડમાં છુપાઇ ઉપર જોઇ વિચારતો હતો. "અમે બધા તો હજી મકાનની બાહર છીએ તો ઉપર કોણ તોડફોડ કરે છે.?" તે જોવા બારી પાસેના ઝાડ પર ચડ્યો, બારીમાંથી બારણા પાસે ઉભેલી અર્ધનગ્ન હાલતમાં મહેકને જોઇ. 
"મહેક...! મહેક....!" જનકે દબાતા અવાજે બોલ્યો. 
"મહેક ક્યાં છે.? તે જોઇ.?" જનકના કાનમા પ્રભાતનો અવાજ સંભળાયો.... 
"હા..! એ મારી સામે જ છે ઉપરના એક રૂમમાં બંધ છે. એણે જ આપણું ધ્યાન દોરવવા બારીનો કાચ તોડીયો હતો. ઉપર કોણ છે એ જોવા હું અત્યારે ઝાડ પર ચડ્યો છું. ચિંતા કરતા નહિ, એ બીલકુલ ઠીક છે.."
મહેક બારણા પાસે ઉભી હતી ત્યારે એના નામ સાથેનો ધીમો અવાજ સાંભળી એણે બારી તરફ જોયું. ત્યા ઝાડ પર જનકને જોઈ ઝડપથી બારી પાસે આવીને બોલી. "તમે બધા અહી જ છો? આ કઇ જગ્યા છે ?"
"આ એજ જગ્યા છે જ્યાં આપણે હોવું જોઇએ, અમે હમણા ઉપર આવ્યે છીએ. તને કંઈ થયું તો નથી ને.?"
"હું ઠીક છું.! મારી ચિંતા ન કરો, તમે તમારું કામ પુરું કરો..."
"ઓ.કે... પણ તું પહેલા કપડાં પહેરી લે, નહિતર ઠંડી લાગી જશે." જનક હસતા-હસતા ઝાડથી નીચે ઉતરી ગયો. ત્યારે મહેકને ખબર પડી કે એ ઉપરથી એક જ નાનકડા આવરણથી ઢંકાયેલી હતી. એણે જેકેટ પહેરી લીધું. બારી બહાર થતી હિલચાલને સાંભળતી બારી પાસે ઉભી હતી ત્યાં બારણું ખુલવાનો અવાજ આવતા તે ઝડપથી બારણાવાળી દીવાલ સાથે ચોટીને તૈયાર થઇ ઉભી રહી ગઈ..!!
★★★★★
પ્રભાત માટે રસ્તો સાફ કરવા અભય અને સુખવિન્દર પહેલા દિવાલ ઠેકી અંદર પ્રવેશ્યા. પંકજ મેન ગેટ પર બે ગાર્ડને ઢાળી ગાડીયોની આડમાં આગળ વધી રહ્યો હતો...!! અશોક પોતાના સાથીયોને મકાનને ઘેરવાનું કહી પાછળની દિવાલ પાસે આવી ગયો હતો. મહેક ઠીક છે એવું મનોજ પાસેથી જાણી કાજલે રાહતનો શ્વાસ લીધો.!

કોંફરેન્સ રૂમમાં દિવ્યાને જાણ કરવામાં આવી દુશ્મન મેન ડોર સુધી આવી ગયા છે...!!

ક્રમશઃ


***

Rate & Review

Mewada Hasmukh 4 weeks ago

Kinjal Barfiwala 4 months ago

Patidaar Milan patel 4 months ago

Vinal Chheda 4 months ago