Jokar - 2 books and stories free download online pdf in Gujarati

જૉકર - 2

જૉકર-2
      આરાધના સાથે બ્રેકઅપ થયા પછી બકુલ જૈનીત સાથે ડુમ્મસના કિનારે બેસી દારૂ પી રહ્યો હતો.બકુલે પોતાની આપવીતી સંભળાવી.જૈનિત છોકરીઓની જાતને નફરત કરતો.તેણે આરાધનાને ગાળો આપી.બંને માંથી કોઈપણ જાણતું નોહતું કે આરાધના બધી વાતો સાંભળી છે.
      ગુસ્સામાં આરાધનાએ કહ્યું,“ચુતિયા છોકરાં નહિ છોકરી હોય છે,જે તમારી મીઠી મીઠી વાતોને પ્રેમ સમજી બેસે છે પણ અમને ક્યાં ખબર હોય છે તમે સાલાઓ હવસના જ ભૂખ્યા હોવ છો”
“આરધાના મારી વાત સાંભળ પ્લીઝ”બકુલે પાછળ ફરી કહ્યું.આરાધના કંઈ ના બોલી.બકુલને આંખો દેખાડી અને તમાચો ચૉડી દીધો.
“હું તારી પાસે માફી માંગવા આવી હતી, આપણી વચ્ચે જે મિસઅંડરસ્ટેન્ડિંગ થઈ હતી એ દૂર કરવા આવી હતી પણ ના હવે એ કોઈ દિવસ દૂર નહિ થાય.આજ પછી મારી નજર સામે ના આવતો”ગુસ્સામિશ્રિત આંસુ સાથે આરાધના બોલી અને ચાલવા લાગી.બે ડગલાં આગળ ચાલી આરાધના ઉભી રહી અને પાછળ ઘૂમી.
“યું...મિસ્ટર..જૈનીત..જસ્ટ ફક યોર બ્લડી થીંકીંગ બીચ…”ગુસ્સામાં ગાળો આપતી આરાધના સડસડાટ દરિયા કિનારાથી દુર થઇ ગઇ.
“શું કર્યું યાર તે?”બકુલે પોતાનો ગુસ્સો જૈનીત પર ઉતાર્યો, “એકવાર બોલતાં પહેલાં આજુબાજુ જોઈ લેવામાં તને શું પ્રોબ્લેમ છે.એ બિચારી માફી માંગવા આવી હતી.”
       જૈનીત મંદમંદ હસી રહ્યો હતો.તેણે એક સિગરેટ સળગાવી અને કશ ખેંચ્યો,“તું ચુતીયો છો અને લાઈફટાઈમ રહીશ.”
“હું નહિ તું છો,તારા કારણે આજે અમારી બે વર્ષની રિલેશનશિપ તૂટી ગઈ”પોતાનાં માથાનાં વાળ પકડી બકુલ પથ્થર પર બેસી ગયો.
“અબે મજનું,થોડું વિચાર..તું એના વિશે ક્યાં ખરાબ બોલ્યો?જો એ તને સમજતી હોત તો પહેલાં તને પુછે..બધી વાત ક્લીઅર કરે પછી ડિસિઝન લે.એક્ચ્યુઅલી તું નહિ તમે બંને.. ના તમે બંને નહિ આ દુનિયામાં જેટલા લોકો રિલેશનમાં છે એ બધાં *** છે.બિનજરૂરી વાતો કરી ટાઈમ બગાડે. જો એટલો ટાઈમ પોતાનાં કરિયરને આગળ વધારમાં લગાવે તો ભારતની અડધી બેરોજગારી તો આપોઆપ જ ઓછી થઈ જાય.”
“અને હા તારે એને શોપિંગ માટે લઈ જવી હોય,એને રૂપિયાની જરૂર હોય,એના બિલ પે કરવા હોય અને એની સહેલીને પણ રૂપિયા જોઈતા હોય  ત્યારે મારી પાસે રૂપિયા લઈ જતો.એકવાર મજાકમાં જ મેં તને એની પાસે રૂપિયા માંગવા કહ્યું ત્યારે એણે એક ઝટકે ના પાડી દીધી હતી.મેં તો ત્યારે જ તને કહ્યું હતું બૉસ કે તું એનું ATM છે.અને અત્યારે જયારે એ વાત સાચી પડી ત્યારે પણ હજી એના ગુણ ગાય છે વાહ..”જૈનીતે તાળીઓ પાડી કટાક્ષમાં કહ્યું.
“એ મને ATM સમજતી હશે પણ હું તો તેને ટ્રુ લવ કરતો હતો.એની સિવાય મેં કોઈ છોકરી સામે જોયું પણ નથી.તો મારી સાથે જ કેમ આવું થાય છે?”
“તું તો પેલી કોમલને પણ ટ્રુ લવ જ કરતો હતોને?,ક્યાં ગયો એ લવ?આરાધના મળી એટલે ટ્રુ લવ ટાઈમ પાસ બની ગયોને?તારો આ લવ પણ ટાઈપપાસ જ હતો.હવસની ભૂખમાં લૂંટાવતો ગયો બધું”જૈનીતે ભૂતકાળમાં બનેલી ઘટના યાદ કારવાતા કહ્યું.
“તું તો કહેતો હતો ને કે કોમલ પછી તારી લાઈફમાં કોઈ નહિ આવે? તો આ ક્યાં આસમાનમાંથી આવી હતી?”જૈનીતે પૂછ્યું.
“હા યાર માની લીધું હું ચુતિયો છું. દુનિયાનો મોટામાં મોટો ચુતીયો.પણ હવે શું?ચાલી ગઈ એ તો. મારા બધા રૂપિયા ડૂબાવીને”વિલાયેલા ચહેરે બકુલે નિસાસો નાખ્યો.
“ક્યાં જશે? રડીને તારી પાસે જ આવશે.તું જ તો એનું ક્રિડિટ કાર્ડ છે.જ્યાં સુધી નવું ક્રેડિટ કાર્ડ નહિ મળે ત્યાં સુધી તને માનવશે. જ્યારે નવું મળી જશે એટલે હમણાં કહ્યું એમ કહેશે..જસ્ટ ફક યું..હાહાહા”
“ઓ ભાઈ…એટલો મોટો પણ ચુતિયો નથી હો.હવે તો એક રૂપિયો ના બગાડું એની પાછળ”દાંત ભીંસતા બકુલે સિગરેટ કાઢી સળગાવી.
“ભૂલ કરે છે તું,આજ ટાઈમ છે.તે જેટલા રૂપિયા ખર્ચ્યા છે એ બધા મળી જાય પણ બસ તારે મારી વાત માનવી પડશે”જૈનિતે વિચારીને કહ્યું.
“તું તો મારો તારક મહેતા છે.તારી બધી વાતો સર આંખો પર છે.”
“બસ તો કાલે એના કૉલ કે મૅસેજ આવે તો રીપ્લાય ના આપતો.આગળની વાત પછી કહીશ”
“યાર એ માફી માંગે તો જવાબ તો આપવો જ રહ્યોને.વાત કર્યા વિના કેમ ફસાવીશું?”
“એ બધું મારા પર છોડી દે,કહ્યું એટલુ કર તું”જૈનિતે કહ્યું.
“સારું ચાલ હવે લેટ થાય છે”બકુલે કહ્યું.બંને જૈનીતની BMWમાં બેઠાં.બકુલને કતારગામ ઉતારી જૈનીત વેલેન્જા તરફ નીકળ્યો.
     વેલેન્જાથી એક કિલોમીટર પહેલાં ડાબી બાજુએ જૈનીતનું ‘The Jokar' નામનું ફાર્મ હાઉસ આવેલું હતું.દરવાજા પાસે BMW ઉભી રહી એટલે ઉતાવળા પગે વૃષભ નામના માળીએ દરવાજો ખોલ્યો.જૈનિતે કાર પાર્કિંગમાં લીધી.
    ફાર્મહાઉસમાં વિવિધ જાતના વૃક્ષો અને ફૂલછોડ હતા.આ ફાર્મહાઉસની વચ્ચે જૈનીતનો આલીશાન બે મજલાનો બંગલો હતો.જેનાં માથાળે મોટા અક્ષરે ‘The Jokar’ લખેલું હતું. વૃષભ નામનો માળી આ બગીચાનું ધ્યાન રાખતો.જૈનીત લાવરિસ હતો એટલે તેના બંગલામાં બધી જરૂરિયાત માટે માણસો રાખવામાં આવ્યા હતા.રસોઈ અને સાફ-સફાઈ માટે નિમેશચાચા આવતા.
       ડૉર પર પાસવર્ડ નાખી જૈનીત બંગલામાં પ્રવેશ્યો. બહારથી બંગલો જેટલો ભવ્ય દેખાતો તેનું બાંધકામ પણ બીજા બંગલાઓ કરતાં જુદું તરી આવતું હતું.અંદર પ્રવેશતા પહેલાં ડૉર પર પાસવર્ડ એન્ટર કરવો પડતો જે માત્ર અહીં કામ કરતાં માણસો અને જૈનીતને જ ખબર હતી. પ્રવેશતા સાથે પહેલાં સાદો હોલ.એ હોલમાંથી જુદા જુદા છ રૂમના દરવાજા પડતાં હતા.બધા દરવાજા પર પાસવર્ડની સિસ્ટમ હતી.ત્રણ નંબરના રૂમ પાસેથી બીજા મજલે જવા દાદર હતા.જૈનીત દાદર ચડી ઉપર ગયો.
     દાદર ચડતાં જમણી બાજુએ એ દરવાજો પડતો હતો જ્યાં નીચેના ત્રણ રૂમ કવર લેતું મોટું જીમ હતું.આ જીમમાં બધા જ આધુનિક સાધનો હતા.ડાબી બાજુએ રસોડું પછી એ રૂમ હતો. મુશ્કેલીના સમયે જીમમાંથી નીચેના રૂમમાં માળે જવા માટે એક દોરડું લટકતું હતું.આવા દોરડાં બધા જ રૂમ માટે રાખવામાં આવ્યા હતા.
     ઉપરના રૂમ પછી પણ એક નાનો રૂમ હતો.પુરો બંગલો CCTV ની અંડર હતો જેની ફૂટેજ આ રૂમમાં કેદ થતી.આ રૂમમાં જવા માટે પણ પહેલાં પાસવર્ડ એન્ટર કરવો પડતો.જે માત્રને માત્ર જૈનીત પાસે જ હતો.જૈનિતે સ્વબચાવ માટે બધી વ્યવસ્થા કરી હતી એ તેના આ બંગલા પરથી જોઈ શકાય.
    જૈનીતિ પોતાનો વધુ ટાઈમ જીમમાં જ પસાર કરતો.બાકી રહેલો ટાઈમ એ સિક્રેટ રૂમમાં બિયર પીવામાં અને પોતાની યોજનાઓ ઘડવામાં કાઢતો.
      જીમમાં પ્રવેશી જૈનિતે શર્ટ કાઢી ડીમ લાઈટ શરૂ કરી.બાજુમાં રહેલા મ્યુઝિક સિસ્ટમમાં બ્લુટૂથ કનેક્ટ કર્યું અને પોતાના બગીચા તરફ પડતી બાલ્કની પાસે જઈ ધીમેથી કાચના બારણાંને ધક્કો માર્યો.રૂમમાં રહેલી સોફા ખુરશીને બાલ્કનીમાં ખસેડી જૈનીત બેસી ગયો.
     મોબાઈલ હાથમાં લઇ તેણે ગાના એપ ઓપન કરી. થોડીવાર પછી સ્ટિસમમાંથી કર્ણપ્રિય અવાજ રેલાયો.સાથે જૈનિતે સિગરેટ જલાવી અને સોંગ સાથે તાલ મેળવવાની કોશિશ કરી,
‘कहीं दूर जब दिन ढल जाए
साँझ की दुल्हन बदन चुराए
चुपके से आये…
मेरे ख्यालों के आँगन में
कोई सपनों के दीप जलाये
दीप जलाये… दीप जलाये…
कहीं दूर जब दिन ढल जाए
साँझ की दुल्हन बदन चुराए
चुपके से आये
कभी यूँ ही जब हुई बोझल साँसें
भर आई बैठे बैठे जब यूँ ही आँखें
कभी यूँ ही जब हुई बोझल साँसें
भर आई बैठे बैठे जब यूँ ही आँखें
तभी मचल के
प्यार से चल के
छुए कोई मुझे पर नज़र ना आये
नज़र ना आये.. नज़र ना आये….
कहीं दूर जब दिन ढल जाए…
   
       સાંજ ઢળતી રહી.સોંગ પહેલાં સર્ચ કરેલા સોંગને અનુરૂપ વાગતાં રહ્યા. બધા સોંગ પોતાનાં માટે જ બન્યા હોય એવી રીતે જૈનીત એ સોંગને ગનગણાવી માણી રહ્યો હતો.વાહનોના અવાજની જગ્યા નિશાચર પક્ષીઓ અને તમારાંના અવાજે લઈ લીધી હતી.વેલેન્જાવાળા રસ્તા પર ક્યારેક કોઈ વાહન સડસડાટ પસાર થતું ત્યારે વાતાવરણ જીવંત બનતું.ત્યારબાદ ફરી જુના ગીતો અને જૈનીતની સિગરેટનો મેળ બેસતો.કેવું કહેવાય નહીં?એક નિર્દયી માણસ જેને કોઈની પરવાહ નથી,કોઈની પડી નથી એ એકાંતમાં આવા ગીતો સાંભળે.
       જૈનીત કોણ હતો,શું કરતો?,કોની સાથે કામ કરતો એ કોઈને ખબર નહોતી.આખરે કોણ હતો જૈનીત?
                      ***
       ‘The Joker’s બંગલાથી થોડે દુર કંઈક ચહલપહલ થઈ હતી.જોની અને હબુ એક જૂની ફિયાટની હેડલાઈટ બંધ કરી કોઈની રાહ જોઈ રહ્યા હતા.તેઓ ઘણાં દિવસથી એ માણસ પર નજર રાખી રહ્યા હતા.એ વ્યક્તિ રોજ રાત્રે આ રસ્તા પરથી વેલેન્જા તરફ જતી.ઘણા દિવસથી નજર રાખ્યા પછી આજે તેઓએ એ વ્યક્તિ પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હતું.
      જોનીને આ કામ માટે મોટી રકમ મળવાની હતી એટલે એ પોતાનું કામ જલ્દી પતાવી મુંબઈ નીકળી જવાના ફિરાકમાં હતો.ફિયાટમાં બેસેલા હબુએ હિન્દીમાં જોનીને પૂછ્યું, “શાયદ આજ વો નહિ આયેગા”
“આયેગા..આયેગા..થોડી દેર રૂક ઔર મેરા કમાલ દેખ”જોનીએ અહમ સાથે કહ્યું.જૉની માટે કોઈનું મર્ડર કરવું ગાજર-મૂળા કાપવા જેવું હતું.જ્યારે અત્યારે તો તેને માત્ર એક વ્યક્તિને ધમકી જ આપવાની હતી.એટલા માટે આ કામ આસાનીથી થઈ જશે એ વાતથી જોની આસ્વસ્થ હતો.
     એક મિનિટના તફાવતે એક કાર વેલેન્જા તરફ જતી.કાર કોની છે એ જોવા જોની ડોકિયું કરતો અને તેને જે કારની વાટ છે એ કાર ન હોવાથી નિસાસો નાખી ફરી ડોકું અંદર લઈ લેતો.આવી જ રીતે અડધી કલાક પસાર થઈ.હવે જોની પણ કંટાળ્યો હતો.
“તું સહી બોલ રહા થા,મુજે ભી લાગતા હૈ આજ વો નહિ આયેગા”જોનીએ નિસાસો નાંખતા કહ્યું.
“તો અબ?કલ ફિર આના પડેગા?”હબુએ પૂછ્યું.
“ઔર નહિ તો ક્યાં?”જોનીએ ફિયાટને સેલેપ મારતાં કહ્યું.એક ઝટકા સાથે ફિયાટ શરૂ થઈ ગઈ.જોની હજી ફિયાટને રિવર્સમાં લેવાની તૈયારી કરતો હતો ત્યાં પાછળથી એક કારની હેડલાઈટનો પ્રકાશ ફિયાટના સાઈડ મિરર પર પડ્યો.
(ક્રમશઃ)
     જૉની કોની રાહ જોઇ રહ્યો હતો?એ ક્યાં પ્લાનને અંજામ આપવા જઈ રહ્યો હતો?જૈનીત કેમ આવો વ્યક્તિ બન્યો?
    હજી તો શરૂઆત છે.આગળ જતાં એવા વળાંકો આવશે જેની તમે અપેક્ષા નહિ રાખી હોય તો વાંચતા રહો જૉકર.સાથે એક ખજાનાની શોધમાં રુદ્રને કેવી હકીકતો જાણવા મળશે એ જાણવા સફરમાં મળેલ હમસફર વાંચવાનું પણ ના ભૂલતા.
     મારી અન્ય નૉવેલ.
- વિકૃતિ(મેઘા ગોકાણી & મેર મેહુલ)
- સફરમાં મળેલ હમસફર ભાગ-2
- ભીંજયેલો પ્રેમ
- તું મુસ્કુરાયે વજાહ મેં બનું
- સ્માઈલવાળી છોકરીની શોધમાં
Mer Mehul