Jokar - 3 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - 3

જૉકર - 3

          જૉકર-3
જૉની અને હબુ જૂની ફિયાટમાં કોઈની રાહ જોઇને બેઠા હતા.ખાસ્સો સમય થઈ ગયો પણ એ વ્યક્તિની કાર ન આવવાથી જૉનીએ કંટાળીને ફિયાટને સ્ટાર્ટ કરી.એટલામાં ફિયાટના સાઈડ મિરર પર કોઈની કારનો પ્રકાશ પડ્યો.
         જૉનીએ ફિયાટ બંધ કરી દીધી અને કારને બાજુમાંથી પસાર થવા દીધી.જૉનીએ બાજુમાંથી પસાર થતી કારને જોઈ.સફેદ સ્વીફ્ટ ડિઝાઇરની પાછળ ‘GJ 5 MB 9988’ લખેલો નંબર તેણે જોયો એટલે તેને ખાતરી થઈ ગઈ કે આ એ જ કાર છે જેની તેઓ રાહ જોઇને બેઠાં હતાં.સ્વીફ્ટ ચાલીસ-પચાસની સ્પીડે જતી હતી.જૉનીએ ફિયાટ શરૂ,હેડલાઈટ બંધ જ રાખી એ સ્વીફ્ટનું પાછળ  ભગાવી મૂકી.
      સાંજનું જમવાનું પતાવી જૈનીત તેના સ્પેશિયલ રૂમમાં આવ્યો..તેકેસરી શર્ટ ઉપર તેણે બનાવેલ સ્પેશિયલ રેડ કલરનું  જૅકેટ પહેર્યું જેમાં અંદરની સાઈડ નાના-મોટાં ગેજેટ્સ હતા.નીચે રેડ કોટન જીન્સ પહેર્યું.ડ્રોવરમાં રાખેલી ગન કડે ભરાવી.બીજા ડ્રોવરમાંથી દોઢ વેંત જેટલો લાંબો છરો કાઢી બ્લેક લેધારના શૂઝ જે ઘૂંટીથી છ આંગળ ઊંચા હતા તેમાં ભરાવ્યો.
        સિગરેટ જલાવી જૈનીત ખૂણામાં રહેલા અરીસા સામે આવ્યો.ડ્રેસિંગ કાચ જેવા લાગતા અરીસા સામેના ટેબલ પર જુદી-જુદી કોસ્મેટિક્સ પ્રોડક્ટ હતી.જેમાં પાઉડર,બ્લીચ, ફાઉન્ડેશન,આઈ લાઈનર,લિપસ્ટિક ઈત્યાદિ વસ્તુઓ હતી.છોકરીના શણગારની વસ્તુઓ જૈનીતના સ્પેશિયલ રૂમમાં હોવા પાછળ એક ખાસ કારણ હતું.
        જૈનિતે પોતાનાં ક્લીન શેવ ચહેરા પર ફાઉન્ડેશન લગાવવાનું શરૂ કર્યું.ફાઉન્ડેશન લગાવ્યા બાદ બંને હાથમાં પાઉડર મસળી પૂરાં ચહેરા પર લગાવી ચહેરાને દૂધ જેવો સફેદ કરી દીધો.ત્યારબાદ આઈ લાઈનર લઈ નેણની ઉપર બે નેણ દોર્યા અને બંને આંખો ફરતે બે મોટા કુંડાળા બનાવી દીધા.આટલી પ્રોસેસ પુરી થઈ એટલે જૈનીતે લાલ રંગની લિપસ્ટિક હાથમાં લીધી.હોઠેથી બંને કાન સુધી ખેંચાય તેવી ભયાનક લાગતી સ્માઈલ દોરી અને લિપસ્ટિક વડે નાકના ટેરવાને લાલ કરી દીધું.
       બધી પ્રોસેસ પુરી થઈ એટલે જૈનીતે પોતાને કાચમાં જોયો.હંમેશાની માફક જૈનીતિ અત્યારે અદલ જૉકર જેવો લાગી રહ્યો હતો.જૈનીતે બાજુમાં રહેલું બ્લેક માસ્ક પહેર્યું અને કોઈને કૉલ લગાવ્યો.
“અડધી કલાક થશે”એમ કહી જૈનિતે કૉલ કટ કરી દીધો.
       ‘The Jokar’ બંગલામાં અત્યારે શાંતિ પથરાયેલી હતી.રાત્રે બંગલામાં જૈનીત સિવાય કોઈ ના રહેતું.બધા દરવાજા બંધ કરી જૈનીત પાર્કિંગ પાસે આવ્યો.ત્યાં રહેલાં એક પથ્થરને હટાવી નીચેના ભોંયરા જેવા દેખાતાં પાર્કિગનો દરવાજો ખોલ્યો.આ ગુપ્ત રાખવામાં આવેલાં પાર્કિંગમાં એક બ્લેક મર્સીડી પડી હતી.જૈનીત આ મર્સીડીનો ઉપયોગ રાત્રે જ કરતો.
        દરવાજો ખોલી જૈનિતે મર્સીડી બહાર કાઢી.બરોબર એ જ સમયે એક સફેદ સ્વીફ્ટ પુરી રફતારમાં બંગલા તરફ આવતી હતી.તેની પાછળ એક ફિયાટ હતી.જેમાં જૉની અને હબુ હતા.
      ફિયાટને સ્વીફ્ટની પાછળ ભગાવીને જૉનીએ એ વ્યક્તિનો પીછો કર્યો હતો.એ વ્યક્તિને આ વાતનો અંદેશો આવી ગયો એટલે તેણે પુરવેગે સ્વીફ્ટને ભગાવી હતી.જૉની પણ આ વાતને જાણી ગયો હતો એટલે તેણે પણ એક્સીલેટર પર પગ રાખ્યો અને સ્વીફ્ટ પાછળ ભગાવી.સ્વીફ્ટ બરોબર ‘The Jokar’બંગલા પાસે પહોંચવા આવી ત્યારે જૉનીએ કમરે રહેલી ગન કાઢી સ્વીફ્ટ તરફ ગોળી ચલાવી હતી.ગોળીનો અવાજ થતાં એ સ્વીફ્ટની બ્રેક લાગી હતી અને ત્રણ ચાર ફુટ સુધી સ્વીફ્ટ ધસડાઈ ગઈ હતી.
         જૉનીએ સ્વીફ્ટ પાસે ફિયાટ ઉભી રાખી અને  ઝડપથી બહાર આવ્યો.તેણે ગન ડ્રાઇવર સીટ પર બેસેલા વ્યક્તિ પર તાંકી તેને બહાર આવવા ઈશારો કર્યો.ડ્રાઇવર સીટ પર બેસેલા વ્યક્તિએ સીટ બેલ્ટ છોડ્યો અને બાજુમાં બેસેલી એક છોકરીને અંદર બેસી રહેવાનો ઈશારો કરી પોતે બહાર આવ્યો.આ વ્યક્તિ બીજો કોઈ નહિ પણ હસમુકભાઈ જ હતા.તેની બાજુમાં ક્રિશા બેસેલી હતી.
        બંને પોતાનાં બંગલે જઈ રહ્યા હતા જે વેલેન્જામાં હતો.રોજ હસમુખભાઈ વહેલાં આવી જતા પણ આજે ક્રિશાને પોતાનાં કામમાં મોડું થઈ ગયું હતું એટલે બંને મોડા નીકળ્યા હતા. 
     હસમુખભાઈનો વરાછામાં કોર્નર પર એક પ્લોટ હતો.જે માત્ર રોકાણ માટે જ ખરીદવામાં આવ્યો હતો.થોડાં દિવસથી કોઈ અજાણ્યાં નંબર પરથી હસમુખભાઈને કૉલ આવતો અને આ હજાર વારનો પ્લોટ વેચવા દબાણ કરવામાં આવતું. હસમુખભાઈએ પ્લોટ આપવાની ના પાડી એટલે હવે તેનો પીછો કરવામાં આવતો હતો.જૉની અને હબુને આ કામ સોંપવામાં આવ્યું હતું.
       હસમુકભાઈ બહાર નીકળ્યા.એ હજુ સ્વસ્થ હતા.તેના ચહેરા પર ડરી ગયા હોય એવા કોઈ હાવભાવ નહોતા.
“ક્યાં બે,તુજે કિતની બાર સમજાયા ઉસે વો જમીન બેચ દે.તું કયું ઇન્કાર કર રહા હૈ?”જૉનીએ તેની ભાષામાં કહ્યું.
“મેંને તબ ભી બોલા થા ઔર આજ ભી બોલ રહા હું,વો મેરે બડે ભૈયા કી આખરી નિશાની હૈ.કિસી ભી હાલ મેં વો પ્લોટ મેં નહિ….”
     હસમુખભાઈ આગળ બોલવા જતા હતા એ પહેલાં ક્રિશા બહાર આવી.
“કોણ છે આ લોકો અંકલ?આવી રીતે કેમ રસ્તો રોકે છે?”
“કંઈ નહિ, તું બેકિર રહે.આવું તો બિઝનેસમાં ચાલ્યા કરે”હસમુખભાઈએ શાંત અવાજે કહ્યું.
“તું એસે નહિ સમજેગા,હબુ લડકી કો ઉઠા લે ઔર ચલ.જબ તક યે પ્રોપટી કે કાગઝ નહિ લાતાં યે લડકી હમારે પાસ હી રહેગી”જૉનીએ હબુને હુકમ કર્યો.
“એસા મત કરો પ્લીઝ”હસમુખભાઈ જૉનીને આજીજી કરતાં રહ્યા.હબુએ ક્રિશાનો હાથ ઝાલ્યો.
“છોડ દો મુજે,કોન હો તુમ લોગ?”ક્રિશાએ બરાડીને કહ્યું પણ હબુ તેની વાત સાંભળતો ન હોય તેમ તેને ખેંચી ફિયાટ તરફ લઈ ગયો.
      હસમુખભાઈએ ફિયાટ તરફ જવાની કોશિશ કરી પણ જૉનીએ ગન બતાવી તેઓને રોકી લીધા.હસમુખભાઈ બેબસ બની ત્યાં જ ઉભા રહ્યા અને મનમાં ક્રિશાને બચાવવા ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યા.જૉની હસમુખભાઈ તરફ ગન તાંકી ફિયાટ તરફ ચાલવા લાગ્યો.
     બરોબર એ જ સમયે…એ જ સમયે જૈનીતે જૉની પર ગોળી ચલાવી.જૉનીના હાથમાં ગોળી લાગી અને ગન છૂટી ગઈ.
“સાલા ચુતિયા”ગાળો આપતો જૈનીત જૉની પાસે આવ્યો.જૉની પોતાનો જમણો હાથ ડાબા હાથમાં ઝાલીને નીચે ઝૂકી ગયો હતો.તેના જમણા હાથમાં લોહી નીકળતું હતું.જૉની આવી હાલત જોઈ હબુ જૈનીત તરફ દોડ્યો.હબુ જૈનીતથી પાંચ ફૂટના અંતર પર હતો ત્યાં જૈનીત હબુ પર ગોળી છોડી.એ ગોળી હબુના ડાબા પગ પર લાગી.હબુ પણ જમીન દોસ્ત થઈ ગયો.
     હસમુખભાઈ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા.લાલ સુટમાં ઉભેલો વ્યક્તિ તેનાં માટે કોઈ ફરિસ્તો બનીને આવ્યો હતો.એ કોણ હતું એ હસમુખભાઈ નોહતા જાણતા પણ તેણે બે ગુંડાઓથી પોતાની દીકરી ક્રિશાને બચાવી હતી.જૉની અને હબુ પોતાની જાન બચાવી ફિયાટમાં બેસી નાસી ગયા.
     જૈનીત ફરી પોતાની મર્સિડી તરફ ચાલ્યો.
“એક્સક્યુઝ મી”ક્રિશાએ જૈનીત પાછળ દોડીને કહ્યું, “કોણ છો તમે?”જૈનીતના ચહેરા પર નકાબ હોવાને કારણે ક્રિશા તેનો ચહેરો નહોતી જોઈ શકતી.જૈનિત ચાલતો રહ્યો.
“હેલ્લો, મેં તમને પૂછ્યું”ક્રિશાએ ફરી કહ્યું.
“જૉકર”જૈનિતે પોતાનો અવાજ બદલી ઘેરા અવાજે પરાણે જવાબ આપતાં કહ્યું.
“જૉકર?”ક્રિશાએ પૂછ્યું.જૈનીત ચાલતો જતો હતો.ક્રિશા તેને રોકવાની કોશિશ કરતી હતી.
“તમે જે કોઈ છો,થેંક્યું.તમે મારી જાન બચાવી છે”ક્રિશાએ કહ્યું.
    ક્રિશાની વાત સાંભળી ન હોય તેવી રીતે જૈનીત મર્સિડીમાં બેસી નીકળી ગયો.
“કોણ હતું એ?”ક્રિશા હસમુખભાઈ પાસે આવી ત્યારે તેઓએ પૂછ્યું.
“કેવો ખરાબ છોકરો હતો.મારી સાથે વાત પણ ના કરી અને મેં થેંક્યું કહ્યું તો જવાબ પણ ના આપ્યો”ક્રિશાએ ખભા ઉછાળી કહ્યું.
“એણે અત્યારે આપણને બચાવ્યા છે.આપણો ભગવાન કહેવાય અત્યારે. અને ભગવાનને એવું ના કહેવાય”હસમુખભાઈએ શિખામણ આપતાં કહ્યું.
“સૉરી અંકલ”ક્રિશાએ કહ્યું, “આ લોકો કોણ હતા?”
“આપણો વરાછામાં જે પ્લોટ છે ને,એ લોકોને જોઈએ છે.હું ઇનકાર કરું છું એટલે ધમકી આપે છે”
“આપી દો ને અંકલ.આ લોકો ખતરનાક છે.કંઈ પણ કરી શકે છે”
    હસમુખભાઈ સહેજ હસ્યા અને બંને સ્વીફ્ટ તરફ આગળ વધ્યા.
“કાલે સવારે એ તારો હાથ માંગે તો શું એ ડરથી મારે તને એના જોડે પરણાવી દેવી?”
“અંકલ,તમને ખબર છે ને વાતોમાં તમને કોઈ માત નથી આપી શકતું.એક લેખિકા થઈને હું પણ નહીં”ક્રિશાએ હસીને કહ્યું.
“એટલે જ કહું છું.તું આ બાબતે ઓછું વિચાર અને તારી સ્ટોરી પર ધ્યાન આપ.શું થયું કોઈ સ્ટોરી મળી?”
“આજે બે વ્યક્તિને મળી પણ ખાસ જામ્યું નહિ,કાલે પણ એક વ્યક્તિને મળવાનું છે”
“ઠીક છે”હસમુખભાઈએ સ્વીફ્ટ હંકારી દીધી.
        ક્રિશાને રાતે પણ એ જૉકર વિશે વિચાર આવતાં રહ્યા.નકાબ પાછળ તેને માત્ર આંખો જ દેખાતી હતી.ગજબ તેજ હતું એ આંખોમાં.જાણે કોઈ ખૂંખાર જાનવર શિકાર પર નીકળ્યું હોય અને તેની આંખની કિકી વારેવારે ફરતી હોય ક્રિશાએ એ નકાબ પાછળ એવી જ આંખો દેખાતી હતી.
       સૌની જેમ ક્રિશાએ પણ ધારણા બાંધી લીધી હતી.નક્કી એ વ્યક્તિની જિંદગીમાં કંઇક ન બનવાની ઘટના બની હશે એવું ક્રિશાએ અનુમાન લગાવી દીધું હતું.એ વ્યક્તિને કારણે અત્યારે એ સહીસલામત ઘરે પહોંચી ગઈ હતી એ વાતથી એ ખુશ હતી સાથે એ વ્યક્તિ વિશે વધારે ન જાણી શકી એ વાતનું દુઃખ પણ હતું.
      બીજા દિવસે સવારે ક્રિશા પોતાનાં અંકલ સાથે સુરત સીટી તરફ જતી હતી.કાલે રાત્રે જ્યાં ઘટના બની હતી ત્યાં પહોંચતા ક્રિશાની નજર ‘The Jokar’ બંગલા પર પડી.
“અંકલ કાર રોકો”અચાનક ક્રિશાએ કહ્યું.હસમુખભાઈ રોડની બાજુમાં કાર થોભાવી.
“શું થયું?,કોઈ પ્રોબ્લેમ છે?”
“ત્યાં જુઓ અંકલ”ક્રિશાએ બંગલા તરફ આંગળી ચીંધીને કહ્યું, “કાલે જે છોકરો હતો,એણે પોતાનું નામ જૉકર કહ્યું હતું.કદાચ એ અહીંયા રહેતો હશે.આપણે તેનો આભાર માનવો જોઈએ”
“બેટા મારે લેટ થાય છે,તું જ મળીને આભાર માની લે.હું આવતા-જતાં મળી લઈશ”હસમુખભાઈએ કહ્યું.
     ક્રિશા દરવાજો ખોલી બહાર આવી.હસમુખભાઈ ચાલ્યા ગયા.બંગલાનું નિરીક્ષણ કરતી ક્રિશા દરવાજા પાસે આવી ઉભી રહી.
(ક્રમશઃ)
        ક્રિશા જૈનીતને મળી શકશે?,જ્યારે ક્રિશા જૈનીતને મળશે ત્યારે જૈનીત કેવો પ્રતિભાવ આપશે? જૈનીતની લાઈફમાં એવું તો શું બન્યું હતું.શું હશે જૈનીતનો ભૂતકાળ?જાણવા વાંચતા રહો.જૉકર.
સાથે એક ખજાનાની શોધમાં રુદ્રને કેવી હકીકતો જાણવા મળશે એ જાણવા સફરમાં મળેલ હમસફર વાંચવાનું પણ ના ભૂલતા.
     મારી અન્ય નૉવેલ.
- વિકૃતિ(મેઘા ગોકાણી & મેર મેહુલ)
- સફરમાં મળેલ હમસફર ભાગ-2
- ભીંજયેલો પ્રેમ
- તું મુસ્કુરાયે વજાહ મેં બનું
- સ્માઈલવાળી છોકરીની શોધમાં
Mer Mehul


Rate & Review

Preeti Shah

Preeti Shah 2 years ago

Rujuta Bhatt

Rujuta Bhatt 2 years ago

Rajesh parikh

Rajesh parikh 2 years ago

Jkm

Jkm 2 years ago

Darpan Tank

Darpan Tank 2 years ago