Jokar - 4 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - 4

જૉકર - 4

જૉકર-4
રાતનો એક થયો હતો.મોડી રાત્રે જૈનીત નશામાં ધૂત બંગલે આવ્યો.તેના બંને પગ જુદી જુદી દિશામાં પડતાં હતા.ગાડી નીચેના પાર્કિંગમાં પાર્ક કરી જૈનીત બંગલામાં પ્રવેશ્યો.ફ્રીજમાંથી પાણીની બોટલ લઈ જીમમાં આવી ગયો.ફરી બ્લુટૂથ કનેક્ટ કરી ગાના એપ ઓપન કર્યું.હાથમાં પોતાની ડાયરી લઈ જૈનીત સોફા ખુરશી પર બેઠો.ફરી ઘીમાં અવાજે જીમમાં સંગીત રેળાયું,
कहता है जोकर सारा ज़माना
आधी हक़ीकत आधा फ़साना
चश्मा उतारो फिर यारों देखो
दुनिया नयी है चेहरा पुराना
कहता है जोकर सारा ज़माना …
      હંમેશાની જેમ આ સોંગ પણ પોતાનાં માટે જ બન્યું હોય એવી રીતે જૈનીત ગૂનગુનાવતો હતો.તેના ચહેરા પર અજીબ સ્માઈલ હતી.આખીમાં આંસુ હતા.જૈનીતે ડાયરી ખોલી પહેલાં પૅજ પર લખેલું ટાઇટલ વાંચ્યું, ‘Jokar’
“તે આવું શા માટે કર્યું?”જૈનીત રીતસરનો રડી પડ્યો.હંમેશાની જેમ આજે પણ રડતી આંખોએ તેણે અધૂરૂ છોડેલું પૅજ લખવાનું શરૂ કર્યું.
‘તને પેલી બોર્નફાયરવાળી વાત યાદ છે હરામી?,કાતિલ ઠંડીની એ રાત.તું અને હું બોર્નફાયર સળગાવી બેઠાં છીએ.તને ઠંડી લાગે છે એટલે તું મારી નજીક આવીને મારી બાહોમાં સમાઈ જઈશ.હું તને ફોરહેડ કિસ કરીશ.તું મારા ખભે માથું ઢાળીને છુપાઈ જઈશ.એ મૌસમમાં બહેકીને હું તારો ચહેરો ઉંચો કરીશ અને તું આંખો બંધ કરી દઈશ.તારા હોઠ પાસે જે ત્રણ તિલ છે ત્યાં હું હળવેથી ચુંબન કરીશ અને તું આંખોથી જ મને પરવાનગી આપી દઈશ.
    તે જ કહ્યું હતુંને કે તારા જૉકરને શરૂઆત કરતાં નથી આવડતું એટલે તું જ મારા હોઠ ચૂમી લઈશ.ફરી મારી બાહોમાં છુપાઈ જઈશ.શરમાઈને.
   મેં કહ્યું હતું, ‘હું તને કસીને ઝકડીશ લઈશ અને તારા ખભા પર માથું ઢાળી પૂછીશ ‘ક્યારેય છોડીશ તો નહીને?’તું મારા સવાલ પર ગુસ્સે થઈને કાન ખેંચવાની વાત કરતી હતી અને કહેતી, ‘પાગલ,હું તને ક્યારેય પણ નહીં છોડું’
   અફસોસ એ માત્ર આપણા ખ્યાલ હતા.એ રાત હું કોઈ દિવસ નથી ભૂલી શકતો યાર.તને ખબર નથી તારી કરતાં મને વધુ ઠંડી લાગી રહી હતી.તારી બાહોમાં સમાવવા હું કેટલો બેચેન હતો એ મને જ ખબર છે.ત્યારે મને કૉફીના સ્વાદ કરતાં તારા હોઠોનો સ્વાદ વધુ પસંદ આવ્યો હતો.
    તારી ખૂબસુરતીમાં હું એવો તો ખોવાઈ ગયો હતો કે તે બે વાર ચીમટો ભર્યો ત્યારે મહામહેનતે હું તારા ચહેરા પરથી નજર હટાવી શક્યો હતો.તારા ચહેરાનું હું વર્ણન કરતો ત્યારે તું શરમાતી એ ચહેરો હજી મારી આંખો સામે આવે છે.હું તને નથી ભૂલી શકતો યાર.તે આવું શા માટે કર્યું?’
     ના આ કોઈ સપનું નહોતું.કોઈ સ્ટૉરીનું વર્ણન નોહતું. આ હતી જૈનીતની ભૂતકાળની મીઠી યાદો.જેને રોજ પોતાની ડાયરીમાં ઉતારી જૈનતી જીવતો હતો.કોઈએ સાચું જ કહ્યું હશે..જે વ્યક્તિ સૌથી નજીક હોય ત્યારે તેની કિંમત નથી થતી અને અચાનક જ દૂર થઈ જાય ત્યારે એ અનમોલ લાગે છે.
     જૈનીત સાથે પણ આવું જ થયું હતું.એક વ્યક્તિને કારણે પોતાની લાઈફમાં આટલા બધાં પરિવર્તન આવી જશે એ તેણે સ્વપ્નેય નહોતું વિચાર્યું.એ વર્તમાન હવે ભૂતકાળ બની ગયો હતો.જૈનીતમાંથી જૉકર બનવાનો ભૂતકાળ.જે માત્ર જૈનીતના હૃદયમાં જ દફનાયેલો હતો.એક અજોડ અંગની જેમ.
     કડવી હકીકત સ્વીકારવી અસહ્ય અને મુશ્કેલ હોય છે.સૌની લાઈફમાં ઘણીબધી એવી હકીકત હોય છે જેને એ સ્વીકારી પણ નથી શકતા અને બદલી પણ નથી શકતા. લોકો એ ભ્રમમાં જીવતા હોય છે કે એ પરિસ્થિતિને બદલવી શકશે.પોતે જે ભૂતકાળમાં લાગણી જતાવી નથી શક્યા એ વર્તમાનમાં જતાવી પોતાની ભૂલ સુધારી લેશે.એક આસ પર વ્યક્તિ પુરી જિંદગી પસાર કરી શકે છે.અસંભવ હોય એવી આસ પર પણ.ખાસ કરીને લાગણીને વશ થઈને.
     હકીકત તો સૂર્ય જેવી છે.સનાતન અને સત્ય.એને સવારે જુઓ કે સાંજે,આજે જુઓ કે કાલે,હસતાં હસતાં જુઓ કે રડતાં રડતાં!,હકીકત હકીકત જ છે.
    જૈનીત પણ એ હકીકતથી વાકેફ હતો જ છતાં પોતે એ લાગણીમાં વહેતો જતો હતો.અવિરત અને સદા કાળ માટે.શું બે વ્યક્તિ પુરી જિંદગી એકબીજા સાથે પસાર કરી શકે છે?જો બંને માંથી એક વ્યક્તિ પર આ જવાબદારી થોપી દેવામાં આવે તો?
     જૈનીત ક્યાં સુધી બેસીને પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા સાથે એકલો વાતો કરતો રહ્યો એ વાતની જાણ તેને પણ ના રહી.પ્રેમ માણસને બરબાદ કરી છોડે છે નહીં!
                       ***
      ક્રિશા ગેટ પર આવી ઉભી રહી.અંદર વૃષભ પોતાનાં કામમાં વ્યસ્ત ફૂલછોડની સેવા કરી રહ્યો હતો.ક્રિશાને ગેટ પર જોઈએ એ ગેટ પાસે આવ્યો.
“કોનું કામ છે મેડમ?”વૃષભે પૂછ્યું.
“હું આ ફાર્મમાં માલિકને મળવા ઈચ્છું છું.”
“એ અત્યારે કોઈને નથી મળતાં, તમે બપોર પછી આવજો”
“મારે અગત્યનું કામ છે,તમે એકવાર તેઓને બોલાવો.હું વાત કરી લઈશ”ક્રિશાએ વિનંતી કરી.
“પણ મેડમ અત્યારે એ સુતા હોય છે અને તમે બપોર પછી જ આવજો”
‘દસ વાગ્યે કોણ સુવે?’ક્રિશા ધીમાં અવાજે પોતાને કહ્યું.
“મને કંઈ કહ્યું?”ક્રિશાની વાત ન સંભળાતા વૃષભે પૂછ્યું.
“તમે મને તેઓનો કોન્ટેક નંબર આપી શકો છો?હું કૉલ કરીને આવીશ”
“હું તમને લેડ લાઈન નંબર આપી શકું કારણ કે તેઓનો પર્સનલ નંબર મારી પાસે નથી”
        નંબર લઈ ક્રિશા રસ્તા પર આવી.
‘ગજબ કહેવાય,પોતાનાં બંગલામાં કામ કરતાં વ્યક્તિને પણ નંબર ના આપે?કંઈક તો રહસ્ય છુપાયેલું છે આ વ્યક્તિમાં’ક્રિશા મનોમન વિચારતી હતી.ગઈ રાત્રે જોયેલો એ વ્યક્તિ જેણે ચહેરા પર નકાબ પહેર્યો હતો હવે એ તેને રહસ્યમય લાગી રહ્યો હતો.જલ્દી હવે એ ‘The Jokar’ બંગલામાં પ્રવેશે તેવી એને તીવ્ર ઈચ્છા હતી.ક્રિશા જૈનીતના વિચારોમાં રસ્તે ઉભી હતી.એટલામાં એક રીક્ષા આવી.
“અમરોલી જશો?”ક્રિશાએ પૂછ્યું.રીક્ષા ડ્રાઇવરે અંદર આવવા ઈશારો કર્યો એટલે ક્રિશા બેસી ગઈ.તેણે પહેરા જીન્સના પોકેટમાંથી મોબાઈલ કાઢી તેની સહેલી મીતલને કૉલ કર્યો.
“બસ અડધી કલાકમાં આવી..ના હું કામથી રોકાઈ ગઈ હતી…તું ચિંતા ના કર…હું અડધી કલાકમાં પહોંચી”ક્રિશાએ કૉલ કટ કરી દીધો.
     એક કલાક પછી ક્રિશા કતારગામની ખોડિયાર કૃપા સોસાયટીમાં આવેલા ‘Coal Café’ના કોર્નર ટેબલ પર બેઠી હતી.ટેબલ પર ત્રણ કૉફીના કપ હતાં. ક્રિશા સામે મિતલ હતી.મિતલની બાજુમાં આરાધના બેઠી હતી.જે વારંવાર ટીસ્યુ વડે પોતાનાં આંસુ લૂછતી હતી.આરાધના મિતલની બહેનની સહેલી હતી.મિતલની બહેને આરાધનાની મુલાકાત ક્રિશા સાથે કરાવવા વિનંતી કરી હતી.
“તું રડવાનું બંધ કરીશ હવે?”મિતલે નારાજગી ભર્યા અવાજે કહ્યું.
“રડી લેવા દે,દુઃખ હળવું થઈ જશે”ક્રિશાએ મિતલના હાથ પર હાથ રાખી આંખોથી ઈશારો કરતાં કહ્યું.આરાધના રડતી રહી.સમયાંતરે ક્રિશા આરાધનાને ટીસ્યુ આપતી હતી,જેના વડે આરાધના આંસુ લૂછી લેતી.થોડીવાર પછી આરાધના શાંત થઈ એટલે મિતલે તેને પાણીનો ગ્લાસ આપ્યો.
“તો તમારી વચ્ચે કંઈ વાતને લઈને ઝગડો થયો હતો?”ક્રિશાએ ટેબલ પર કોણી ગોઠવતાં કોઈનો કપ હાથમાં લઈ પૂછ્યું.મિતલે પણ ક્રિશાનું અનુસરણ કર્યું.
“હું ભૂતકાળમાં એક છોકરા જોડે રિલેશનમાં હતી.મેં બકુલને બધી જ વાતો કહી દીધી હતી.ત્યારપછી જ અમે આગળ વધ્યા હતા.બકુલને પણ આ વાતથી કોઈ પ્રૉબ્લેમ નહોતી.તેને પણ ભૂતકાળમાં જે સંબંધો હતા એ મને કહી દીધા હતા.એ મને સમજતો.લાઈફમાં કેવી રીતે મુવ ઑન કરવું એ તેણે જ મને સમજાવ્યું હતું.હું તેના જોડે ખુશ રહેતી હતી.
    પંદર દિવસ પહેલાં મારા એક્સના મૅસેજ આવવાનું શરૂ થઈ ગયું.મેં આ વાત પણ બકુલને કહી હતી.શરૂઆત એ ગુસ્સે થયો હતો પણ પરિસ્થિતિ જોઈ એ મને સમજી ગયો હતો.એક દિવસ મેં મારા એક્સને સમજાવવા મળવા બોલાવ્યો.હું તેને સમજાવવા માંગતી હતી કે હું હવે આગળ વધી ચુકી છું.એ પણ મુવ ઓન કરી લે.
     અમે બંને આ જ કેફમાં મળ્યા.તેણે મને મનાવવાની લાખ કોશિશ કરી પણ હું બકુલ તરફ વફાદાર હતી.મેં તેની એક વાત ન માની.અંતે ભાવુક થઈને તેણે મને છેલ્લીવાર હગ કરવાની ઈચ્છા જણાવી.હું પણ ભાવનામાં વહી ગઈ અને એક દોસ્તના નાતે તેને હગ કરી લીધો.બસ આ સીન બકુલનો દોસ્ત જોઈ ગયો.બકુલે વાતને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી.મારી એક વાત પણ ન સાંભળી.ઉપરથી હું તેની સાથે માત્ર રૂપિયા માટે જ હતી એવી વાતો કરીને મને હર્ટ કરી”
      આરધાન ફરી રડવા લાગી.આ વખતે તેનો રડવાનો અવાજ મોટો હતો.આઆજુબાજુના ટેબલ પર બેસેલા લોકો તેની સામે પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યા હતા.
“આગળ?? તે સમજાવવાની કોશિશ ના કરી?”મિતલે પૂછ્યું.
“કાલે હું તેને મળવા ગઈ હતી.મને ખબર છે એ જ્યારે ઉદાસ હોય ત્યારે ક્યાં હોય છે.એ ત્યાં જ હતો તેના દોસ્ત સાથે.નશામાં ચૂર તેનો દોસ્ત મને ગાળો આપી રહ્યો હતો.ગુસ્સામાં હું બકુલને લાફો ચૉડી ત્યાંથી નીકળી ગઈ”
“તો હવે શું વિચાર છે તારો?,તું બકુલ જોડે રહેવા ઈચ્છે છે કે પછી મુવ ઑન થવા?”આખરે ક્રિશાએ પૂછ્યું.
“અફકોર્સ બકુલ જોડે રહેવા ઈચ્છુ છું. પણ જ્યાં સુધી તેનો એ વાહિયાત દોસ્ત સાથે હશે ત્યાં સુધી અમે બંને સાથે નહીં રહી શકીએ”આરધાનાએ રડતાં રડતાં પણ મોં બગાડીને કહ્યું.
“કોણ છે બકુલનો દોસ્ત?તું કેમ એને વાહિયાત કહે છે?”મિતલે પૂછ્યું.
“એ છોકરીઓને ધિક્કારે છે.છોકરીઓ સામે બોલવાની તેને તમીઝ જ નથી.જ્યારે ત્યારે બકુલને ચડાવી ઉશ્કેરે છે.પછી બકુલ મારા જોડે ઝઘડે.આ વખતે પણ તેણે જ બકુલને ઉશ્કેર્યો હશે”
“ચાલો તો એને તમીઝ શીખડાવી દઈએ,આજ પછી એ તારી અને બકુલ વચ્ચે નહિ આવે બસ હવે ખુશ?”મિતલે આરાધનાના ખભે હાથ રાખી કહ્યું, “તારું શું કહેવું છે ક્રિશા?”
“મિતલે કહ્યું એટલે પથ્થરની લકીર”ક્રિશાએ મિતલ સામે આંખ મારીને કહ્યું.
“ચાલ હવે બીજી કૉફી મંગાવ,તારી કૉફી ઠંડી થઈ ગઈ છે”મિતલે કહ્યું.
“સાથે થોડો નાસ્તો પણ,મને કડકડતી ભૂખ લાગી છે”ક્રિશાએ હસીને કહ્યું.
(ક્રમશઃ)
      મિતલના મગજમાં શું ચાલી રહ્યું હશે?શું મિતલ બકુલ અને જૈનીતને એકબીજાથી દુર કરી શકશે?,ક્રિશા જેણે મળવા માટે બેચેન થાય છે એ જ છોકરો વાહિયાત છે એ જાણી ક્રિશાની હાલત કેવી થશે?
     જૈનીતનું જૉકર બનવાનું કારણ શું હશે?જૈનીત અને તેની ભૂતપૂર્વ પ્રેમિકા વચ્ચે શું બન્યું હશે?જાણવા વાંચતા રહો.જૉકર. 
     સાથે રુદ્રની સફરમાં મળેલ હમસફર વાંચવાનું પણ ના ભૂલતાં. આગળના ભાગમાં એક એવા વ્યક્તિની કહાની આવશે જે સૌ કોઈ પોતાની કહાની સમજી અનુભવી શકશે.
મારી અન્ય નૉવેલ.
- વિકૃતિ(મેઘા ગોકાણી & મેર મેહુલ)
- સફરમાં મળેલ હમસફર ભાગ-2
- ભીંજયેલો પ્રેમ
- તું મુસ્કુરાયે વજાહ મેં બનું
- સ્માઈલવાળી છોકરીની શોધમાં
Mer Mehul

      

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Mamta Ganatra

Mamta Ganatra 2 years ago

Nikita panchal

Nikita panchal 2 years ago

nice

Hemangi

Hemangi Matrubharti Verified 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago