Jokar - 8 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર - સ્ટૉરી એક લુઝરની - 8

જોકર - સ્ટૉરી એક લુઝરની - 8


જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ- 8
લેખક - મેર મેહુલ
રેંગાએ એક્સીલેટર પર પૂરું જોર આપ્યું હતું.રાત્રીનો સમય હતો એટલે ફિયાટ સુરત તરફ પુરવેગે દોડતી હતી.ફિયાટ સાથે રેંગાના વિચારો પણ એટલી જ ઝડપે દોડતાં હતા.આગળ શું કરવું એની તેને સમજ નહોતી પડતી.વિચારને વિચારમાં ક્યારે વેલંજા પસાર થઈ ગયું તેની રેંગા ભાન ના રહી.
આગળ જતાં તેણે અચાનક બ્રેક મારી.તેની સામે જે કાર ખડી હતી એ જાણીતી હતી.અત્યારે એ કાર ત્યાં કેમ ઉભી છે એ વિચારીને તેણે અચરજ થતું હતું.
બન્યું એવું હતું કે ક્રિશાએ જ્યારે જૈનીતના બંગલા પાસે કાર થોભાવી હતી ત્યારે જ રેંગો ફિયાટ લઈને ત્યાંથી પસાર થતો હતો.સ્વીફ્ટ હસમુખભાઈની હતી.આ હસમુખભાઈ એટલે વિક્રમ દેસાઈએ પ્લોટ પડાવવા જેને ધમકી આપી હતી અને બે માણસોને ગઈ કાલે ડરાવવા મોકલ્યા હતાં. પણ એ લોકો ધોયેલાં મૂળાની જેમ પાછાં ફર્યા હતા.રેંગો ગુસ્સામાં તો હતો જ ઉપરથી તેને ગુસ્સો ઉતારવા વ્યક્તિ મળી ગયો હતો. હસમુખભાઈને વ્યવસ્થિત પાઠ ભણાવી પ્લોટ પડાવી વિક્રમ દેસાઈને ખુશ કરી દેશે એમ વિચારી મૂર્ખ રેંગાએ ફિયાટ તેની પાછળ રાખવા ગાડી ધીમી પાડી ગિયર બદલ્યો.એટલામાં જ જૈનીતની મર્સીડી બહાર આવી એટલે ક્રિશાએ તેની પાછળ સ્વીફ્ટ ભગાવી હતી.
રેંગાએ પણ સ્વીફટની પાછળ ફિયાટ ભગાવી.આ સમયે તે નહોતો જાણતો હતો કે હસમુખભાઈને પાઠ ભણાવવાનાં ચક્કરમાં તેનાં ચક્કરઘાણ નીકળી જવાના હતા.
આગળ મર્સીડી હતી,તેની પાછળ ક્રિશાની સ્વીફ્ટ હતી અને તેની પાછળ ફિયાટમાં રેંગો હતો.જૈનીતે પેલી ઓરત પાસેથી બોક્સ લીધું ત્યાં સુધી ક્રિશા સાથે રેંગાએ પણ માપસરનું અંતર જાળવી સ્વીફ્ટથી દૂર ફિયાટને થોભાવી રાખી હતી.
જૈનીતે યુ ટર્ન લીધો સાથે થોડીવાર પછી ક્રિશાએ પણ યુ ટર્ન લીધો હતો.પહેલાં તો રેંગાને એ મર્સીડી વિશે ખ્યાલ નહોતો પણ જ્યારે મર્સીડી પાછળ સ્વીફ્ટે પણ યુ ટર્ન લીધો ત્યારે તેને પૂરો માજરો સમજાઈ ગયો.તેણે પણ એ બંને ગાડી પાછળ ફિયાટને ભગાવી.થોડીવાર પછી એ રેડ એરિયામાં હતો.પોતાનાં બીજા ઘરે.જ્યાં તે સરેઆમ કંઈપણ કરી શકતો હતો.
બીજી શેરીમાંથી ફિયાટને આગળ કરી રેંગો એ પોઝિશનમાં આવી ગયો જેથી બંને ગાડીઓમાંથી ઉતરતાં વ્યક્તિના ચહેરા દેખાય.થોડીવાર પછી જૈનીત બહાર આવ્યો.રેંગાએ જૈનીતના ચહેરા પર મીટ માંડી.એ જ લાંબા વાળ,ચહેરા પર મેકઅપ અને લાલ સ્યુટ. તેને ખ્યાલ આવ્યો કે આ એ જ વ્યક્તિ હતો જેના કારણે તેને તેના બૉસની ગાળો સાંભળવી પડી હતી.જેનાં લીધે તેની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી.લાખ કોશિશ કરવા છતાં તેને મારી શક્યો નહોતો.અત્યારે શિકાર સામે ચાલીને આવ્યો હતો.તેને આસાનીથી જવા દે એવો મૂરખ તો રેંગો નહોતો જ.તેણે સેકન્ડના બીજા ભાગે જ નિર્ણય લીધો.ખાનામાં પડેલી રિવોલ્વર કાઢી અને ફિયાટની બહાર આવ્યો.એક આંખ બંધ કરી અને જૈનીતના માથાનું નિશાનું તાક્યું.
બરાબર એ જ સમયે થોડે દુર ઉભેલી ક્રિશાએ પેલાં દારૂડિયાને લાફો માર્યો હતો.રેંગો સહેજ ધ્યાનભંગ થયો હતો પણ તેની આંગળી ટ્રિગર પર દબાઈ ગઈ હતી.ધડામમમ..દઈને ગોળી વછૂટી અને જૈનીતના ડાબા કાનની નીચે ગરદનના ભાગમાં ચીરો પાડતી નીકળી ગઈ.જૈનીતે પાછળ જોયું અને તરત જ પરિસ્થિતિનો તાગ મેળવી ભાગવા લાગ્યો.રેંગો પણ તેની પાછળ દોડ્યો.જૈનીત આગળ જતાં ડાબી બાજુ બે માળિયા મકાનમાં ઘૂસી ગયો.
રેંગો તેની પાછળ પાછળ એ મકાનમાં ઘૂસ્યો ત્યારે રેંગો એ ઘરમાંથી ક્યારેય બહાર નીકળી શકશે કે નહીં એ વાતથી બેખબર હતો.
*
મોડી રાત્રે જૈનીત ઘરે આવ્યો હતો.ખબર નહિ પણ આજે તેનો જીવ ચુંથાઈ રહ્યો હતો.ગરદન પર બાંધેલા પાટામાં લોહી બાજી આવ્યું હતું પણ મગજમાં નિધિ અને પેટમાં દારૂ ઘુમી રહ્યો હતો.બંને પોતાનું કામ બખૂબી નિભાવી રહ્યા હતા.જૈનીત ફરી ડાયરી ખોલીને બેસી ગયો જ્યાંથી વાત અધૂરી છોડી હતી.
*
“હેલ્લો…જૈનીત?”નિધીએ કહ્યું.નિધીનો અવાજ સાંભળીને જૈનીત સ્તબ્ધ હતો.
“હેલ્લો…”
“કંઈક બોલીશ કે પછી મૌનવ્રત લીધું છે?..હેલ્લોઓઓ..”જૈનીત હજી મૌન હતો.
“જૈનીત…હું કૉલ ડિસકનેક્ટ કરું છું”આખરે કંટાળીને નિધિએ કહ્યું.નિધિ છેલ્લી એક મિનિટથી કૉલમાં હેલ્લો હેલ્લો કરી રહી હતી.
“સાંભળું છું” આખરે જૈનીતે કહ્યું.
“ક્યારનીય હેલ્લો હેલ્લો કરું છું…જવાબ તો આપ”ફરિયાદ કરતાં નિધિએ કહ્યું.
“તારો અવાજ….”જૈનીતે કહ્યું, “તારો અવાજ કેટલો મીઠો છે.મન કરે બસ સાંભળ્યા જ રાખું”
“હાહાહા”નિધિ હસી પડી, “પહેલીવાર થોડો સાંભળે છે?”
“મારા માટે તો પહેલીવાર જ છે”જૈનીતે કહ્યું, “આજ પહેલાં મને ઉદ્દેશીને તું ક્યારેય નથી બોલીને!”
“ઓ હેલ્લો, યાદ ના હોય તો યાદ કરવાની કોશિશ કર, મેં તને કોલેજના પહેલાં દિવસે જ મારો કલાસ પૂછ્યો હતો અને ત્યારે પણ મૂંગાની જેમ ખભા ઉછાળી ભાગી ગયો હતો”
“તને એ પણ યાદ છે?”જૈનીતને અચરજ થયું.
“મને તો યાદ છે, શાયદ તું ભૂલી ગયો હશે.”નિધિએ કટાક્ષમાં કહ્યું, “બીજી બધીને તો વ્યવસ્થિત જવાબ આપતો હતો.ખબર નહિ મારી સાથે શું પ્રોબ્લેમ હતી તને?”
“પ્રોબ્લેમ તો કોઈ નહોતી પણ આપણે બંને રહ્યા એક ગામના અને મને એમ હતું કે તું મને તોફાની છોકરો જ સમજે છે એટલે હું દૂર રહેતો હતો”
“હાહાહા,તું એવું સમજતો હતો અને હું વિચારતી હતી કે ગામનો છોકરો છે તો મને કૉલેજમાં એકલું નહિ લાગે.સારો દોસ્ત મળશે.સાથે કેન્ટીનમાં નાસ્તો કરીશું.લેક્ચર બંક કરી ફરવા જશું.”
“હું શરમાળ છું,સામેથી કોઈની સાથે વાત કરતાં સહેજ પ્રોબ્લેમ થાય મને”જૈનીતે ખચકાટ સાથે કહ્યું.
“બકા તું સુરતમાં છે,આપણાં ગામમાં નહિ.અહીં થોડી ગુસ્તાખી કરી લેવાની.અને આમ પણ ફજેતી થાય તો ક્યાં કોઈ ઓળખે છે.છોકરીઓ જોડે હસી મજાક કર,ખુલ્લીને વાતો કર.આ દુનિયામાં શું લઈને આવ્યો અને શું લઈને જવાનો છે?,જિંદગી ઈચ્છા અનુસાર જીવતા શીખ”નિધીએ લાબું ભાષણ આપી દીધું.
“આ બધી વાતો કહેવામાં સહેલી છે.એક છોકરાં માટે આ કેટલું મુશ્કેલ છે એ તું નહિ સમજી શકે અને ખાસ કરીને એક ગામડાનો એવો છોકરો જેણે જિંદગીમાં કોઈ દિવસ એક છોકરી સાથે વાત ના કરી હોય એનાં માટે તો અસંભવ જેવું જ છે”જૈનીતે નિધીને સમજાવતાં કહ્યું.
“તું મારી સાથે તો નોર્મલી વાત કરે છે. તને અત્યારે કોઈ પ્રોબ્લેમ થતી હોય એવું મને નથી લાગતું”નિધિ બહેસ કરવાના મૂડમાં હતી.
“એ તો તે સામેથી વાત કરીને મને કમ્ફર્ટઝોનમાં લીધો એટલે”
“વાત જ એ છે બકા, આપણે સામેથી જેટલી ખુલ્લીને જેટલી વાતો કરીએ,લોકો એટલા જ મોકળાશથી વાતો કરશે”
“પણ..”જૈનીત કંઈ બોલે એ પહેલાં નિધીએ જૈનીતની વાત કાપી નાંખી, “કાલે કૉલેજે મળવાનું છે અને નોર્મલી વાત કરવાની છે.જો ના મળ્યો તો હું ઘરે આવીને મારીશ.અત્યારે મોડું થાય છે ફોન રાખું.શુભરાત્રી. જય શ્રી કૃષ્ણ”
સામેથ જવાબની રાહ જોયાં વિના કૉલ કટ થઈ ગયો. જૈનીતને પોતાની પર જ હસવું પણ આવતું હતું.પહેલી જ વાતમાં તેણે આટલું મોટું રહસ્ય કેમ જણાવી દીધું એ પોતાને જ નહોતું સમજાતું.
ખેર,જે થયું એ.પણ એક વાત નક્કી હતી.આજની વાતમાં ભલે નિધિએ કંઈ ના કહ્યું હોય તેમ છતાં નિધિ પણ જૈનીતને પસંદ કરતી હશે એવું તો પ્રતિત થઈ જ ગયું હતું.
(ક્રમશઃ)
રેંગા સાથે શું થયું હશે.જૈનીત શા માટે રેડ એરિયામાં ગયો હશે.નિધિ કોણ હતી?,તેની સાથે જૈનીતના કેવાં સંબંધ રહ્યા હશે?ક્રિશા જ્યારે જૈનીતને મળશે ત્યારે શું થશે?જાણવા વાંચતા રહો.જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
આપનાં કિંમત મંતવ્યો મને વોટ્સએપના માધ્યમથી જણાવી શકો છો જેથી સ્ટોરીમાં કોઈ ક્ષતી રહેતી હોય તો હું સુધારી શકું.
Contact - 9624755226

Rate & Review

Parul

Parul 2 years ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Nikita panchal

Nikita panchal 2 years ago

very nice part

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Khyati Soni ladu

Khyati Soni ladu 2 years ago