vat haiyana sparsh ni books and stories free download online pdf in Gujarati

વાત હૈયાના સ્પર્શની

"સમીર એકવાર.. એકવાર મને માફ કરી દો..!
એકવાર મારી આંખમાં આંખ પરોવી જુઓ..!
એકવાર એળે જઈ રહેલા મારા જીવન તરફ દ્રષ્ટિ કરો..!
આટલા કઠોર મત બનો પ્લીઝ..!
કહો તો તમારા ચરણ ધોઈને પીવું..!
કહો તો હવે પ્રાણ ત્યાગ કરી દઉં..!
કિન્તુ આવી રીતે ટુકડે-ટુકડે ન મારો મને..
દયા કરો.. મારા પર હવે દયા કરો..!
"વસુધા .. એ હવે નહીં થાય મારાથી..!થોડીક જિંદગી હવે બાકી રહી છે એને વહાવી દઈએ આ રીતે..!
મારું અને તારું સન્માન સચવાયાનો પૂરેપૂરો સંતોષ છે મને.
આજે હું ઘણો ખુશ છું.
મારા જીવનમાં એ બધું જ છે જે હોવું જોઈએ..
જીવતા માણસને ગુંગળાવી મારે એવા ખાલીપાથી સરભર અજંપો..
કોઈ અજાણ્યા ગ્રહ પર પટકાઈ જઈ અગમ્ય ભીતિથી ફફડી રહેલા બાળકનો મૂંઝારો વર્તાય છે આ ઘરના સન્નાટામાં.. પ્રીતની વાછટ સહિત પુષ્પનો નરદમ અભાવ તો છે જ મારા જીવનમાં..
હવે બીજું શું જોઈએ મારે..?
જેફ વય વટાવી રહેલા સમીરના જર્જરિત ચહેરા પર અડીખમ રહેલી ફિક્કાશ ઘેરી બની.
અને આખો ચહેરો હતાશાની પીડાથી લીંપાઈ ગયો.
"ઓહ નો..! સમીર મારો ખયાલ ના કરો તો ના સહી..! તમારો વિચાર કરો..!
તમારી જિંદગીમાં આળોટતા અભાવના ભયાનક રાફડાથી તો ડરો.
પ્લીઝ માની જાવ પાછલા પહોરને મોહક ફૂલોની મહેકથી સજાવી લઈએ..!
જીવનને એકવાર ભર્યું ભર્યું કરી લઈએ યૌવન કાળે કરેલી ભૂલોને પસ્તાવા સાથે પ્રાયશ્ચિત કરી પાપને ધોઈ નાખીએ.
બસ હવે આટલી વાર માની જાઓ..!
ઈશ્વર મને સાતે ભવ તમારી અર્ધાંગિની બનાવે એવી પ્રાર્થના કરું છું હું..!
અને આ ભવે કરેલી ભૂલોને હું સાતેય ભવ હુ પ્રાયશ્ચિત કરીશ..!"
"તો પ્રાયશ્ચિત માટે આવતો ભવ જ ઠીક રહેશે વસુધા..!
હવે આ ભવ વહી જવા દે..
આટલા વર્ષો સુધી જે સ્વમાન સાચવી રાખ્યું છે.
હવે ગણ્યાગાંઠયા વર્ષોમાં આંગાળી દેવા મજબૂર ન કરીશ મને..!"
કદાચ આંખમાં ઊગી નીકળેલી ભીનાશને ઓથ દેવા તે લથડતા ઝડપી કમરાની બહાર નીકળી ગયા.
વસુધા મખમલી સોફા પર બેઠી બેઠી હીબકે ચડી ગઈ.
વિતેલા વર્ષોનો ભૂતકાળ ડરામણી ડાકણ પેઠે આહિસ્તા આહિસ્તા તેના સ્મરણપટ પર ડગ માંડતો રહ્યો.
યુવાનીએ વસુધાના જીવનમાં પગપેસારો કર્યો હતો.
એનું હરિયાળું જોબન જોબનાઈના ભારણ તળે લચી રહ્યું હતું.
અંગ અંગમાંથી ખીલેલા યૌવનનો પમરાટ હિલોળા લઈ રહ્યો હતો.
વસુધા કોલેજના પ્રથમ વર્ષમાં હતી.
ત્યારે અણધાર્યા ઝંઝાવાતની જેમ સમીર એના જીવનમાં પ્રવેશ્યા.
સૌમ્ય વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા યુક્ત ધીરગંભીર છતાં એમનો સ્વભાવ વસુધાને મુગ્ધ કરી ગયો.
સમીર ધીરે-ધીરે તેના મનોજગત પર છવાતા ગયા.
તેમનામાં સંમોહનને જીવંત રાખવાની વિશિષ્ટ કળા હતી.
જે વસુધાને ક્ષણ માટે પણ એમના વિચારો સિવાયના વિચારને મનોપ્રદેશમાં પ્રવેશવા દેતી નહીં.
વસુધાનુ હૈયું પોતાનું રહ્યું નહોતું.
વસુધાનો એક અડગ નિર્ધાર પણ સમીરના જીવનમાં આગમનથી ખખડધજ ઇમારતની જેમ કડડડ ભૂસ કરતો તૂટી ગયો હતો.
હા, વસુધાએ નિર્ધાર કરેલો કે માતા-પિતાની ઇચ્છા અનુરૂપ જ લગ્ન કરવાં.
તેમની પસંદગીના યુવકને જ પરણવું. 
આજનુ યુવાધન પ્રેમલો અને પ્રેમીલીની વાહિયાત પાપલીલા આચરતું જે ગતિએ ગંદી રમત સાથે અધોગતિ તરફ સરી રહ્યું છે.
એ ભણી જોવાની દરકાર કર્યા વિના પોતાના યૌવાનને અબોટ રાખી પાવક જ્યોતની પવિત્રતા ધારણ કરી ભાવિ પતિના ચરણમાં સ્વયંના અર્ધ્યને ઢોળી દેવાનું સ્વપ્ન એને ગૂંથેલું.
વસુધાને ગઝલો પ્રત્યે અનહદ લગાવ હતો ક્યાંય પણ કાવ્યગોષ્ઠી હોય..
મુશાયરો હોય તો એની અચૂક હાજરી મળે.
એના આ શોખે જ કવિજીવ સમીરની તેણીને ભેટ ધરી હતી.
એવા જ એક પ્રસંગ નિમિત્તે સમીરને મળવાનું થયેલું.
નાયગ્રાના ધોધની જેમ સમીરના હ્રદય માં રહેતી કાવ્યધારાના ઊંડાણ વસુધાના હૈયાને સ્પર્શી ગયાં હતાં.
એ પ્રસંગ પછી કોલેજમાં અવારનવાર સમિરને મળવાનું થયું.
અને એ અણધાર્યા મિલન વસુધામાં એક ચુંબકીય આકર્ષણ જગાવ્યું.
આખરે કોઈ યુવાનને ન ગાંઠનારી વસુધાએ મનના માણીગરને મનની વાત કરી મનમાં કેદ કરી લીધો.
અને એક્ય સાધી લીધુ.
સમીર એક સામાન્ય ઘરનો યુવાન હતો. એની આર્થિક પરિસ્થિતિ નબળી હતી.
કિન્તુ એનું મન નબળું ન હતું.
એની વાણી નબળી નહોતી.
એનામાં સ્વમાન હતું.
ખુદ્દારી હતી.
પોતાના આગવાં મૂલ્યો હતાં.
આગવા વિચારો હતા.
જેની સીમાને બાહ્ય જગતની કોઈ પ્રક્રિયા ભેદી શકે એમ જ નહોતી.
ગમે તે ભોગે સમીર સ્વાભિમાન જાળવતો. વિના વાંકે કોઇ નો 'તુ'કાર પણ સહન કરવાની શક્તિ એનામાં નહોતી.
વસુધા એક શ્રીમંત ઘરાનાની દીકરી હતી જીવનમાં કદી કોઈ વાતે અડચણ નહોતી નળી.
અને જીવનમાં સુખોનો ભરપૂર આનંદ લઈ રહી હતી એ.
ઘરના આદર્શ માતાપિતાના સંસ્કારો એનામાં ઉતર્યા હતા. 
એટલે જ તેણીએ સતી સાર્વત્રિક પેઠે જાતને જાળવવાનું મુનાસીબ માન્યું હતું. વસુધાનો આત્મા ઉચ્ચકોટિના વિચારો અને સંસ્કારોથી અભિભૂત હતો.
સમીર અને વસુધાનો પ્રણય પાંગર્યો હતો. બંને વિભિન્ન જ્ઞાતિના હોવા છતાં બીજી પણ કેટલીક બાબતોમાં પાયાનો તફાવત હતો બંને વચ્ચે.
ઉભયને પરસ્પર માટે ભારોભાર પ્રેમ હતો. પણ ઉભયને પરસ્પર વિના જીવવું નામુમકિન હતું.
બંને જણ હળતાં-મળતાં સાથે જ રહેતાં. એમણે પોતાના પ્રેમની પવિત્ર ગંગાને એક નામ આપવાનો નિર્ધાર કરી લીધો હતો.
પણ કેટલાક પ્રતિકૂળ સંજોગોને કારણે તેઓ ઝડપી મેરેજ કરી શક્યાં નહીં.
આવા જ પ્રેમની પનાહમાં ત્રણ વર્ષનો લાંબો સમયગાળો પસાર થઈ ગયો હતો.
આ અરસામાં ઘણા ઉતાર-ચઢાવ આવી ગયા.
ઘણી વખતે બંને વચ્ચે ચકમક જરી.
છતાં જુદા રહેવું એમને પાલવે એમ નહોતું એટલે અબોલા ક્યારેય જાજો સમય ટકતા નહીં.
વસુધાના પિતાજી શહેરમાં મોભાદાર ગણનાપાત્ર વ્યક્તિનું સ્થાન ધરાવતા હતા. વસુધા જાણતી હતી કે પોતાના પ્રેમને પછી ક્યારેય ચલાવી નહીં લે.
એટલે જ બંને ભાગીને સિવિલ મેરેજ કરવાનો નિર્ધાર કરી લીધો હતો.
કિન્તુ હમણાં એ બાબતે માનસિક તૈયારીને બાદ કરતાં બીજી કોઈ તૈયારી માટે સજ્જ નહોતો સમીર..
સમીરનુ વર્તન વસુધાને અસંતોષ ભર્યું લાગતું.
ઘણી વખતે એ મહેસૂસ કરતી કે સમીર એની પડખે હોવા છતાં ક્યાંય દૂર દૂર ચાલ્યા ગયા છે.
એ પોતાની પાસે જ છે જ નહીં.
વસુધા સમજતી હતી કે સમીરને કઈ વાતે અસંતોષ છે.
છતાં એ પોતે પોતાના ઉસુલો ને ત્યાગી શકે તમે નહોતી.
લગ્ન પછીના શારીરિક સુખમાં પરમસુખ હોય છે એવી તેની દ્રઢ માન્યતા હતી.
તેથી જ ત્રણ ત્રણ વર્ષ સુધી સમીરને ચાહવા છતાં એવા શરીર સુખથી બંને દૂર હતાં. જેમાં વસુધાની વિચારસરણી જવાબદાર હતી.
સમીર અને વસુધાનો પ્રેમ અંતરનો હતો. એટલે જ અનેક કડવી ક્ષણોમાંથી પસાર થવા છતાં ટકી રહ્યો હતો.
સમીરના આવાજ વર્તાવ સમયે એક દિવસ વસુધાએ કહ્યું.
"સમીર મારી એક સહેલી છે દીપા..તે એક યુવકને ચાહતી હતી.
તે યુવક પરણિત નીકળ્યો.
એના ઘરે પત્ની અને એક બાળક પણ છે દિપાને આ વાતની જાણ થતાં બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થયેલો.
પણ દીપક કહેતો હતો.
"દીપા મારી પત્ની પરાણે મારા પર લદાયેલો ભાર છે.
તેની સાથે કમને મારે સંબંધ રાખવો પડયો છે..!
તું મારા જીવનમાં આવી ત્યારનુ મારું જીવન જ બદલાઈ ગયું છે.
હું તને ખોવા નહોતો માગતો દીપા.
હું મારી પત્નીને છૂટાછેડા આપી તારી સાથે પરણવાનો નિર્ધાર મનોમન કરી ચુક્યો હતો. એટલે જ આ વાતને તારાથી મેં છુપાવી.
પણ મારાથી આ સહન નહીં થાય દીપક. હવે આપણું મિલન અશક્ય છે.!
તુ મારી લાગણીઓને છળી ગયો છે.
હવે તુ મને ભૂલી જજે..
હું પણ પ્રયત્ન કરીશ..!
ત્યારે જનૂની દિપકે પોતાના બદનપર જગ્યા-જગ્યાએ બ્લેડ મારી દીપાની સામે ખૂનથી લથબથ થઈ બેહોશી સાથે ભૂમિ પર ઢળી પડ્યો.
દિપા અને એની બહેનપણીઓને મળી એને દવાખાને પહોંચતો કર્યો હતો.
એને હોશ આવ્યો ત્યારે દીપા એટલું કહીને ચાલી ગઈ હતી કે "તું મને ભૂલી જજે!"
બોલો સમીર દિપાએ તો બધી જ ભૂલો કરી નાખી છે જે એને નહોતી કરવી જોઈતી...!"
વસુધાની વાત સાંભળી સમીરે કહ્યું હતું.
" વસુધા , દીપાએ દીપક સાથે શરીર સંબંધ રાખ્યો છે એ ભૂલ નહોતી પણ દીપાએ દીપકના પરિચય વિના સંબંધ રાખ્યો એ એની ઉતાવળ કહેવાય.. ભૂલ કહેવાય..!
સમીરની વાત સાંભળી વસુધા છંછેડાઈ ગઈ હતી.!
તત્કાલ એ બોલી હતી.
"પણ સમીર હું આવી ભૂલ કદાપી નહીં કરું છોકરાઓ બધા એક જ જેવા હોય છે..! તેઓ છોકરાઓને નો જ પક્ષ લેતા હોય છે. છોકરીનો વિચાર જ કરતા હોતા નથી..!"
વસુધાની વાત સાંભળી સમીરને ભારોભાર દુઃખ થયું હતું..!
વસુધાની વાત પરથી એક વાત ફલિત થતી હતી કે સમીર પોતાની સાથે લગ્ન કરશે કે નહીં એ વાતનો તેના મનમાં સંદેહ હતો. અવિશ્વાસ હતો.
જ્યારે સમીરની દુનિયા વસુધા હતી.
વસુધા સાથે અયોગ્ય વર્તન કરીને પણ તે ખૂબ પસ્તાતો.
મનોમન હિજરાય કરતો.
રડ્યા કરતો હતો.
એ વસુધાથી દૂર રહી શકતો નહતો કે ના હ્રદયના ઉમકળાથી હ્રદય દેવી પર પ્રેમ વરસાવી શકતો હતો.
બસ તે એક જ વાત ના કારણે કે વસુધાને મનમાં અવિશ્વાસ છે
સમીરે ઘણા સપના જોયા હતા.
એમાંય એક બાળકની અદમ્ય ઝંખના એને કોરી ખાતી હતી.
જ્યારે કોઈના બાળકને જોતો ત્યારે એનું હૈયું કાબુમાં રહેતું નહોતું.
ગમે તેના બાળકને ઉઠાવી તે વહાલ કરવા લાગી જતો.
પોતાના જીવનમાં પણ આવું જ પુષ્પ ખીલે પોતાનું જીવન વસુધા સાથે પ્રીતની છોળો તળે ખુશીઓની બહારથી મધમધતું અને આવા એકાદ-બે ફૂલોથી સદાય હસતુ રહે. એવું કાચુ કુંવારુ સ્વપ્ન એણે જોયું હતું.
પણ વસુધાની વાતે એને માઠુ લગાડયું હતું. એક તરફ વફાદારીનો સવાલ હતો.
તો બીજી તરફ પોતાનું સ્વમાન સાચવવાનું હતું.
વસુધાને છોડીને જીવવું સમીર માટે જીવતી-જાગતી લાશ જેવું જીવન વ્યતીત કરવા બરાબર હતું.
સમીર પોતાની જાતને જ ફરિયાદ કરતો કે આવું કેવી રીતે બની શકે..?
પોતાના ભાવિ પતિ સાથે સંબંધ રાખવો એને ભૂલ કહેવાય ખરી..?"
યુવાની દરેકના જીવનમાં એક જ વાર આવે છે.
મોડા વહેલા જો પરણવાનું જ હોય તો શા માટે લગ્ન પહેલા આટલા વર્ષો સાવ કોરા વહ્યા જવા દેવા..?
શા માટે પ્રિયજન હોવા છતાં પ્રિયજન વિના જીવવું..?"
સમીરના જીવનમાં શરીરની આ વૃતિ સંતોષવા બહારથી ઘણી તકો હતી.
છતાં એમ કરવા જતાં એનો આત્મા એને રોકતો હતો.
વસુધાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ એ જ છળ કરવા નહોતો માગતો.
એણે પણ મનમાં ગાંઠ વાળેલી જેની સાથે પ્રેમ કર્યો એની સાથે જ બધી જાતનો સંબંધ રાખવો.
દિવસે દિવસે સમીર વસુધાથી વિમુખ બનતો જતો હતો.
તેના આ વર્તન પાછળ એક ચોક્કસ વિચાર સરણી કામ કરી રહી હતી.
સમીરને હવે ચોક્કસ એ વાત મનમાં ઘર કરી ગઈ હતી કે વસુધાને માત્ર પતિ જોઈએ છે.
પતિને પ્રેમ કરવો એ ફરજ છે.
જ્યારે પ્રેમીને પ્યાર કરવો એ તેને મન 'એક મોટી ભૂલ' છે.
છતાં સમીર પોતાના જ આત્માને પૂછતો કિન્તુ પ્રેમી જ ભાવિ પતિ હોય..
પ્રેમીને જ પતિ માની લીધો હોય, તોપણ પ્રેમી સાથેનો પ્રેમ ભૂલ ગણાય..?"
વસુધાનું વર્તન સમીરને અકળાવતું હતું સમીર પોતાના જીવનમાંથી દૂર ચાલ્યા જશે એવા ડરે વસુધાએ કોઈપણ ભોગે સમીરને મનાવી લેવા મનોબળ મજબૂત કરી અને સમીરને કહી દીધું.
"સમીર તમારો ઉદાસ ચહેરો અને ખોવાયેલા રહેવાનુ વર્તાવ સહન કરવા હું સક્ષમ નથી..!
મારી ભૂલોની હું માફી માગું છું..!
હવે તમે કહેશો એ જ થશે..!
તમારી ઈચ્છા હું પૂરી કરીશ..!
બસ ખુશ..?
પણ વસુધાના આ શબ્દો ધૈર્ય મુનિ પેઠે અડગ નિર્ધાર કરીને બેઠેલા સમીરને ડગાવી શકે એમ ન હતા.
સમીરે વસુધાને જે નહોતું કહેવું જોઈતું તે કહી દીધું.
"વસુધા એ 'ભૂલ' હવે મારાથી નહીં થાય..! કદાચ લગ્ન પછી પણ હવે કુંવારા રહી જવાનો સમય આવે તો નવાઈ નહીં...!
સ્વમાન જેવું કંઈક મારામાં પણ છે.
લગ્ન પછી તારામાં ત્રેવડ હશે તો તું મારા વર્તનને સુધારી શકીશ..
નહીંતો એમ જ આપણે આપણું જીવન વ્યતિત કરી દઈશું...!
વસુધાને પોતાની જાત પર પૂરો ભરોસો હતો તેની માન્યતા હતી કે પુરુષ સ્ત્રી વિના જીવી શકે એમ જ નથી.
પણ વસુધાને ખબર નહોતી કે પોતાનું સ્વમાન સાચવવાની જીદ પર સમીરથી લગ્ન કરીને પણ જુદા રહેવું પડશે.
સમીર એક જ પથારીમાં પત્ની સાથે સુવાની ભૂલ ક્યારેય નહીં કરે.
કદાચ તેને એ વાતની પણ ક્યાંથી જાણ હોય કે શરૂઆતમાં જ એને એકલી મૂકી ધંધાર્થે સમીર દૂર ચાલ્યો જશે..!
સમીરનો કઠોર વર્તાવ જોઈ વસુધાએ પણ સંભળાવી દીધું હતું.!
"સમીર મારાથી બદલો લેવો છે ને..?
લગ્ન પછી ત્રણ વર્ષની નહીં છ વર્ષ સુધી પતિ હોવા છતાં મને પતિ વિનાની રાખજો હું જોઈશ કે કોણ હારે છે..! મને ક્યારેય એવી ઇચ્છા નહીં થાય..!"
સમીરને સપને પણ ખ્યાલ નહોતો કે વસુધા આવું કહેશે.
વસુધા આટલી ઠંડી હશે તેની અનુભૂતિ સમીરને પહેલીવાર થઈ.
સમીરે ધાર્યું હોત તો જીદ છોડી દીધી હોત ધાર્યું હોત તો નમતું જોખીને પોતાની ભૂલ સુધારી દીધી હોત.
તો એમના જીવનની લીલીવાડી ઉજ્જડ રણમાં પલટાઇ ગઇ ના હોત.
તો સમીરના સપનાંની હોળી સળગી ન હોત.
સમીર ખૂબ મૂંઝાઈ ગયો હતો.
જે વસુધા સમીરના સુખ ખાતર બધુ કરવા તૈયાર હતી.
એ વસુધા પોતાની જીદ સંતોષવા લગ્ન પછી છ વર્ષ સુધી પતિથી અલગ રહેવા પણ તૈયાર હતી.
કેટલી નિષ્ઠુર હતી વસુધા..
એને સમીરની લાગણીઓનો ક્યારેય વિચાર કર્યો નહોતો.
સમીરની ખુશી ઈચ્છે છે એવું કહીને તે સમીરના હરિયાળા સપનાંને છુંદી નાખવા તૈયાર થઇ ગઇ હતી.
એક સંતાનની સમીરને ઝંખનાને રહેશી નાખવા પર એ આવી ગઈ હતી.
સમીર વિચારતો હતો.
પોતે વસુધા સાથે લગ્ન કરે છે તો સ્વમાન સાચવવું જરૂરી બની જાય છે.
સ્વમાન સાચવવું તે એની પ્રકૃતિ રહી છે.
હવે સ્વમાન સાચવવા જાય છે તો પોતાનું યૌવન આખુંય એળે જાય છે.
જીવનમાં બધી જ ખુશીઓ એળે જવાનો સો ટકા સંભવ ઉભો થાય છે.
સાથેસાથે એ વસુધાને અન્યાય પણ કરી શકતો નથી.
છ છ વર્ષ સુધી પત્નીથી અળગા રહેવાનો પ્રસંગ ઊભો થતો હોય અને કેટલા વર્ષ જુદા રહ્યા પછી પોતાનું તે વર્તન એક આદત બની જાય.
એવી ટેવ કે જેને સ્ત્રી વિના જીવી જવાની વૃત્તિ કહી શકાય.
અને એવું થાય તો સ્વમાન પછી એક જીદ બની જાય.
ત્યારે તો એમનું જીવન પરણ્યા છતાં કુંવારા હોય એવું જ પસાર થવાનું હતું.
પરંતુ વસુધાને વિશ્વાસ હતો પતિ હંમેશા પત્નીની સોડમાં ઘૂસતા હોય છે.
વસુધાને કયાં ખબર હતી કે ખુદ્દાર સમીર લગ્ન કરીને જુદો રહેવાનું પસંદ કરશે.
પણ એવી ભૂલ ક્યારેય નહીં કરે.
બીજી મુશ્કેલીઓ ઊભી થતી હતી કે વાગ્યા પછી લગ્ન કરીને પણ સ્વજનો તરફથી બંનેને અલગ અલગ કરી દેવાનો પૂરો સંભવ હતો.
આવા સમયે જો પોતાની જીદને વળગી રહેવામાં આવે તો ઘણું બધું ગુમાવવાનો વારો આવતો હતો.
બધી જ પળોજણ ત્યાગી સમીરે વસુધાની જીદ પૂરી કરી તેની સાથે પ્રભુતામાં પગલા માંડયા.
લગ્ન પછીનો સમીરનો વર્તાવ વસુધા માટે અણધાર્યો નહોતો.
પરંતુ ચોકાવનારો જરૂર હતો એણે ધાર્યું હતું કે સમીર પોતાની સાથે એવો સંબંધ નહીં રાખે તો કંઈ નહીં હસીને બોલશે તો ખરા ને..?"
મનમાં જ ભારોભાર દાવાનળ સળગતો હોય અંતર સળગતું હોય ત્યાં પત્નીને પ્રેમ કરવાની અતૃપ્ત ઝંખના ને છતાં એ જીદ પૂરી ન થઇ શકતી હોય ત્યારે કયો પતિ ખુશીનું મહોરૂ ચડાવી પત્ની સાથે હરી-ફરી શકે..?
સમીરના ચહેરા પર સદાય ઉદાસી રહેતી ઘરમાં બધું હોવા છતાં એક અસીમ અભાવની ખાઈ એમની વચ્ચે અંતર બનીને ઊભી હતી.
જાણે નદીના બે કિનારા.
બંને જુદા જુદા કિનારે ઊભાં હતાં.
એમનુ અૈક્ય શક્ય નહોતું.
બે ત્રણ ચાર વર્ષ આ રીતે જ નીકળી ગયા. પણ ન સમીરે જીદ છોડી નહી.
અંતે સમયની માંગે વસુધાને સ્ત્રીસહજ વૃત્તિઓના સળવળાટે ઉશ્કેરી વસુધાને ઘરમાં કંઈક ખૂટે છે એ વાતનું ભાન થયું. વસુધા અજંપ અને વ્યગ્ર રહેવા લાગી.
તેણે સમીરને પોતાની તરફ ખેચવા નો પ્રયાસ કરી જોયો.
પણ સમીર એકના બે ન થયા.
જાણે કે થીજેલો બરફ જ.
બરફ સામે ગમે તેવી ઉષ્ણતા ઉષ્ણતા સાબીત થ થતી.
ત્રણ ચાર વર્ષ આ રીતે જ નીકળી ગયા પણ ન સમીરે જીદ છોડી ન વસુધાએ અંતે સમયની માંગે વસુધાને સ્ત્રીસહજ વૃત્તિઓના સળવળાટે ઉશ્કેરી વસુધાને ઘરમાં કંઈક ખૂટે છે એ વાતનું ભાન થયું વસુધા પણ અજંપો અને વ્યગ્ર રહેવા લાગી તેણે સમીરને પોતાની તરફ ખેચવા નો પ્રયાસ કરી જોયો પણ સમીર એકના બે ન થયા જાણે કે થીજેલો બરફ જ બરફ સામે ગમે તેવી ઉષ્ણતા ઉષ્ણતા પુરવાર થતી નહીં.
વસુધાએ રીતસર સમીરને આજીજી કરી. ખૂબ કરગરીને સમીરને હવે એને પોતાની ભૂલનો અહેસાસ થતો હતો.
પોતાનુ નંદનવન પોતાના જ હાથે સળગાવી દીધું હતું.
સમીરની એક વાત ન માનીને બધી જ ખુશીઓને તેણે દફનાવી દીધી હતી.
હવે એમના ઘરમાં જીવતો હતો માત્ર ખાલીપો.. 
અભાવ નો દરિયો.. 
કાનકુંવર વિનાનું ઘર..
નંદવાઈ ગયેલા સપનાની રાખ..
ધસમસતી નદી ના વણથંભ્યા કિનારા..
૪૫ વર્ષની ઉંમર વહી ગઈ હતી 20- 20 વર્ષનું લગ્નજીવન સાવ નિર્માલ્ય જીદ કાજ એળે ગયું હતું.
સૂકા પર્ણો ની જેમ વર્ષો ખરી ગયાં હતાં.
એ વર્ષો હવે ફરી પાછા આવવાનાં નહોતાં.
ઘણું ગુમાવ્યું હતું વસુધાએ..
ઘણું ગુમાવ્યું હતું સમીરે..
માત્ર પોતાના સ્વમાન ને સાચવવાની જીદ પર બન્નેમાંથી એકે પણ સમયની માંગ પ્રમાણે નમતું જોખ્યું હોત તો જિંદગીને સાવ ઉજ્જડ રણની જેમ વહી જતાં બંને અટકાવી શક્યા હોત.
સમીર જરા પણ બદલાયા નહી.
જ્યારે વસુધા કરગરી પડી.
બસ આજની જેમ આવી જ રીતે તે મોં ફેરવીને ચાલ્યા જતા.
આજે વસુધા ખૂબ રડી.
વર્ષોનો બધું જ ઉકળાટ બધી જ ભૂલોનું પ્રાયશ્ચિત આંસુ વાટે વહાવી કરવા માગતી ન હોય.
કેમ કરતાં એની આંખડી સુકાઈ નહીં.
સમીરના ગયા પછી બે કલાક સુધી તે રડતી રહી.
કકડતી રહી.
ઓશીકું આખું તેના આંસુઓથી ભીંજાઈ ગયુ.
હવે રડવાનો કોઈ જ મતલબ રહ્યો ન હતો. મનને કઠણ કરતી વસુધાએ આંસુથી ખરડાયેલા ચહેરો ઊંચક્યો.
તો ભૂમિ પર એની પડખે સમીર બેઠા હતા. તેમની આંખોમાં પણ સમય નહીં એટલા પાણી હતાં.
વસુધા સમીરને અપલક નેત્રે તાકી રહી. એમના હોઠ ફફડ્યા જીભ થોથવાઈ.
"વસુ..ધા..!" માંડ એટલું બોલી શક્યા એ અને વસુધા એમના ખભે માથુ ઢાળી ધ્રુસકેને ધ્રુસકે રડી પડી.
વસુધા વસુધા મને માફ કરો એક જીદને વળગી રહી.
મેં આપણા નંદનવનને ખંડેર બનાવી દીધુ.
આજે તારા પ્રાયશ્ચિતે મને પીગળાવી દીધો વસુધા..
આ પત્થર બનેલા આત્માને પિંગળાવી દીધો.
મને માફ કરી દે મારા હૃદયની દેવી..
મને માફ કર..!
કોણ કોને આશ્વાસન આપતુ..?
સમીરનુ આજનુ વર્તન નીત જેમ અણધાર્યું જ હતું.
વસુધાની ખુશી એના આંસુ સુકાવા દેતી ન હતી.
જ્યારે સમયનો પશ્ચાતાપ પણ આંસુ વાટે ઠલવાતો જતો હતો.
***** ****** ****
આપના અભિપ્રાયો આવકાર્ય 
Wtsp 9870063267