Shikshakno badlo books and stories free download online pdf in Gujarati

શિક્ષકનો બદલો

'એય.. બબૂચક ઉભો થા..!'

તપનસરનો ઉગ્ર આક્રોશિત અવાજ સાંભળી તલ્લિનતાથી સ્ટડીમાં રત ક્લાસના તમામ વિધ્યાર્થીઓનુ ધ્યાનભંગ થયુ.

બધાજ સ્ટૂડન્ટસમાં તપનસરની એક નિખાલસ અને મહેનતુ, શિસ્તપ્રિય, અધ્યાપક તરીકેની આગવી છાપ હતી.

એ હમેશાં એવુ ઈચ્છતા કે પોતે જે પણ સબ્જેક્ટ ક્લાસમાં ચલાવે , પોતાનો કોઈ પણ સ્ટૂડન્ટ એમાં કાચો ન રહેવો જોઈએ.

તેઓ ક્લાસ લેતા હોય ત્યારે એમની દ્રષ્ટી દરેકે-દરેક સ્ટૂડન્સ પર અવિરત રહેતી. એમનુ માનવુ હતુ, કે ક્લાસ ચાલુ હોય એ દરમ્યાન જેટલુ ધ્યાન રાખી સ્ટૂડન્સ સમજી લે પછી એને 'થોથાં ઉથલાવવાની જરુર રહેતી નથી.'

ક્યારેક કોઈ સ્ટુડન્ટ્સનુ ધ્યાન ભંગ થાય અને એમની નજરમાં ચડી ગયો તો એનુ આવી જ બન્યુ.

આજે પણ એમનો કડક અવાજ સાંભળ્યો કે બધા સ્ટૂડન્ટ્સ ચોકી ઉઠ્યા.

જરુર કોઈનો વારો પડી ગયો હતો.. પણ એ કોણ હતુ..? એ સૌના માટે એક મોટો સવાલ હતો.

'ચલ ઉભો થા.. ! તપનની ધારદાર નજર અને ઉગ્ર વલણ જોઈ એક છોકરો પોતાની જગા પર ઉભો થયો.

રાજ ને ઉભો થયેલો જોઈ કોઈ પણ સ્ટુડન્ટ્સને નવાઈ ન લાગી.

આમેય ટીખળ બાજ અને તોફાની છોકરાઓમાં એનો ક્રમ અવ્વલ હતો.

તપન સરે લહેજામાં જરાપણ ફેરફાર વિના વિંધી નાખતી નજર રાજ પર ઠેરવતાં પૂછ્યુ.

"બોલ..! શુ હતુ..?"

કંઈ નઈ સર..!"

જો, મને જૂઠથી સખત એલર્જી છે..! ગર્લ્સ તરફ તે શેનો 'ધા' કર્યો...?'

ચોરી પકડાઈ ગયેલી જોઈ એ સહેજ થોથવાયો.

'સોરી સર..! ચિંગમ ફેકેલી બારી બાર...!'

રીતસર રાજ ને જૂઠુ બોલતો જોઈ તપન સર ભડકી ઉઠ્યા..

'આઉટ..! આઉટ ઈન માય ક્લાસ..!'

પોતાનુ ઈન્સલ્ટ થતુ જોઈ રાજથી ન રહેવાયુ.

એ તપનસરની સામો થયો.

'સર.., તમો આ સારુ નથી કરી રહ્યા. ..!'

ચલ ફૂટ...અહીથી..! તારાથી થાય એ તોડી લેજે.. !'

તપનસરે રાજનુ બાવડુ ઝાલી એને ક્લાસરૂમ બહાર હડસેલી મૂક્યો. રોષે ભરાયેલો રાજ પગ પછાડી ચાલ્યો ગયો.

તપન સરે 'શુ થયુ હતુ એની ચર્ચા ન કરતાં સીધાજ બધાંને વોર્નિગ આપતાં બોલ્યા'.

'હુ દરેક સ્ટૂડન્ટ્સ ને કહુ છું મારા ક્લાસમાં હું બેહુદુ વર્તન ચલાવી નહી લઉ..! જે ચેન-ચાળા કરવા હોય એ બહાર... !'

પછી કંઈ જ ન બન્યુ હોય એમ એમણે સ્ટડીનો ચાલુ ટોપીક પકડી લીધો.

ગર્લ્સ તરફ પણ એમણે રાતી આંખે જોયેલુ.

પણ અત્યારે ગર્લ્સની આબરુને લીધે તેઓ ચૂપ હતા. કદાચ કોઈ છોકરીની કારણ વિના બદનામી થાય એમ તેઓ ઈચ્છતા નહોતા.

બીજા દિવસે આ નજીવુ વંટોળિયુ વાવાઝોડુ બનીને આવ્યુ.

પેલો રાજ એના ફાધરને સ્કૂલમાં લેતો આવ્યો.

પ્રિન્સિપાલને મલ્યા વિના સીધા સ્ટાફરૂમમાં જઈ એમણે તપન સરને બાવડુ પકડી ધધલાવી નાખ્યા.

'તુ સમજે છે શુ તારી જાતને.. હે..! મારા દિકરાને બહાર તગેડી મૂક્યો.. મને ઓળખે છે તુ..? મારા 'પાવર'ની તને ખબર નથી હજુ.. !

હાથથી ચપટી વગાડી ઈશારો કરતાં એનો બાપ કહેતો હતો.

'આમ ચપટી વગાડતાં તને સ્કૂલમાંથી ધરે બેસાડી દઈશ..! મારી પહોચ ઉપર સુધી છે... તને ખબર નઈ હોય..!'

તમારો છોકરો બેહુદુ વર્તન કરે એ..!,

'કરશે...એ..!, તપન સર બચાવમાં કઈ કહે એ પહેલાં રોફ ઝાડતાં રાજનો બાપ તાડૂક્યો.

એ બેહૂદુ વર્તન કરશે... હુય હવે જોવુ છુ તુ કેવોક એને ક્લાસમાંથી ભગાવે છે..તુ!'

બીજા શિક્ષકો તપન સરને ત્યાંથી લઈ ગયા.

રાજના ફાધરની અણધારી ફાયરિંગથી પ્રિન્સિપાલ આવી ગયા. તેઓ સમજાવીને એ વગદાર વ્યક્તિને પોતાની કેબીનમાં લઈ ગયા.

પ્રિન્સિપાલ તપનસરની શિસ્ત, અધ્યાપનની અદભૂત ક્ષમતા અને એમના ધ્વારા લેવાતા સબ્જેકટ્સમાં વધતી ટકાવારીનો ગ્રાફ જોતાં કોઈ પણ ભોગે એમને ખોવા તૈયાર નહોતા.

વળી તપનસરે કાલની આખી ધટનાની વાત પ્રિન્સિપાલ સરના કાને નાખી દીધેલી.

એટલે અત્યારે તેઓ જેમ-તેમ આ ગુચળુ ઉકેલાઈ જાય એ આશયે પેલા મહાશયને ઓફીસ બતાવી.

પ્રિ, સરે એમની મહેમાન નવાજી કરી સમજાવી પતાવટ કરી.

પરંતુ...!!!

તપનસરના મસ્તિષ્કમાં એનુ એક વાક્ય શૂળની જેમ ભોકાઈ રહ્યુ હતુ. "તે મારો 'પાવર' જોયો નથી..!"

આ ઘટનાને ત્રણેક દિવસ થયેલા. ત્યાર પછી રાજ અચાનક સ્કૂલે આવતો બંધ થઈ ગયો.

એની ગેરહાજરી તપનસરને અકળાવતી હતી. ક્લાસમાં પ્રવેશતાંજ એમની પહેલી દ્રષ્ટી રાજની બેન્ચ તરફ જતી. તેઓ પરેશાન હતા પણ કોઈને કળાવા દેતા નહી.

એવામાં એકવાર એમની એમની પૂત્રીને સખત તાવ હોઈ.. તપનસર એને 'એપલ હોસ્પિટલે' લઈ ગયા.

કેસ ફાઈલ બનાવી ડૉક્ટરને બતાવવા જઈ રહ્યા હતા. આજુ બાજુના વોર્ડના દર્દીઓને જોઈ એમનુ મન ભરાઈ આવ્યુ હતુ. લોકો કેટકેટલાં દુ:ખ લઈને જીવતાં હતાં.

અનાયાસેજ એક વોર્ડ સામે એમના પગ થંભી ગયા. ગ્લાસવાળા ડોરમાંથી ભીતરનુ દ્રશ્ય જીલાતુ હતુ. બેડપર વેન્ટીલેટર પર રહેલા છોકરાને જોઇ એમને પરિચિતતાનો અણસાર ગયો. સહેજ નજીક જઈ એમણે જોયુ.. એ રાજ હતો..

તપનસરના મનમાં ઘમાસાન મચેલુ. સ્કૂલમાંથી એની ગેરહાજરીનો ઉતર એમને મળી ગયેલો.

ડોક્ટરની કેબીને પહોંચી ભીતર કેટલા દર્દી છે એ જોવા એમને નજર નાખી..

એક વ્યક્તિ રીતસર ડૉક્ટરના પગ પકડી કાકલૂદિ કરી રહ્યો હતો..

'ડૉક્ટર સાહેબ..! કોઈ પણ હિસાબે મારા પૂત્રને બચાવી લો.. તમે રૂપિયાની ચિંતા ન કરતા...!

"તમે ટેન્શન ના લો..મિસ્ટર.. હુ બનતી તમામ કોશિશ કરીશ.. બસ કોઈનો બોનમેરો મેચ થઈ જાય..

તો આ કેન્સરને નાથી શકીશુ.

તમારે બીજુ કોઈ સંતાન નથી એટલે આપણે કોઈ બોનમેરો ડોનર પર મદાર રાખવો પડે. જરૂર કોઈનો બોનમેરો મેચ થઈ જશે..! તમે તમારા સબંધિઓના ટેસ્ટ કરાવતા રહો.., ઓકે..!

ડૉક્ટરે એમની પીઠ થપથપાવી સાંત્વના દીધી.

એક હારેલા યોધ્યા જેવા લાચાર બાપનો ચહેરો તપન સરે જોયો તો.. એમનુ હ્રદય ઉછળી પડ્યુ.

બીજુ કોઈ નહી એ રાજ ના ફાઘર હતા. એનો મતલબ કે રાજને કેન્સર હતુ. એ દિવસે પોતાના 'પાવર'નો રોફ ઝાડતો બાપ .. અને આજે પૂત્રની જિંદગી બચાવી લેવા ડૉક્ટર સામે કાકલૂદી કરતા વિવશ બાપમાં ધણુ અંતર હતુ..

તપનને ઘણીય ઈછ્યા થઈ કે એનો કોલર પકડીને કહે કે 'હવે ક્યાં ગયો તારો પાવર..? તારા પાવરથી પૂત્રને બચાવી લે.. પણ ના. અંદરનો અધ્યાપક એને એમ કરતા રોકતો હતો.

રાજ ના ફાઘર ડૉક્ટરની કેબિન બહાર નિકળ્યા ત્યારે તપનસરે જાણી જોઈ 'મોં' ફેરવી લીધુ. તેઓ કદાપી આવા ધમંડી વ્યક્તિનો ચહેરો જોવા માગતા નહોતા..

ડૉક્ટરની કેબિનમાં પૂત્રીને લઈ પ્રવેશ્યા ત્યારે

બદલો લેવાની તક જતી કરવા એ માગતા નહોતા.. એક એવો મોકો હતો જેનાથી એ પોતાના સ્ટૂડન્ટનુ ધરમૂળથી હ્રદય પરિવર્તન કરી શકવા સક્ષમ હતા.

કહેવાય છેને કે એક શિક્ષક સ્ટૂડન્ટ્સની જિદગી બદલી નાખે છે.. અને તપન સર આ દુર્લભ તકને જતી કરવા માગતા નહોતા.

પોતાની દિકરીનુ ચેકપ કરાવ્યા બાદ એમણે ડૉક્ટરને સિધુ પૂછી લીધુ..

'સર..! હમણાં જેની વાત થતી હતી એ છોકરાને હુ મારો બોનમેરો ડોનેટ કરી શકુ..?'

'અફકોર્સ ... ડૉક્ટરે આશ્ચર્યથી તપનસરને નિહાળતાં કહ્યુ.

થેક્યુ સર, બટ મારી એક શરત છે..!'

'બોલો..!'

મારો બોનમેરો મેચ થાય તો છોકરાના પિતાને મારો પરિચય કરાવ્યા વિના બોનમેરો ટ્રાન્સપ્લાટ કરવો..! મારે શુ કરવાનુ છે અને કેવી રીતે બોનમેરો લેવાશે પ્લીઝ સમજાવશો..

ઓપરેશન રૂમમાં જનરલ અનેસ્થેશીયા આપી ડોનરના થાપાના હાડકામાં સોયથી કાણા પાડી સિરીંજ માં બોનમેરો ખેંચે છે. દર્દીના વજનને ધ્યાનમાં રાખી બોનમેરો લેવાય છે. આ ઓપરેશન બે થી અઢી કલાક ચાલે છે પરંતુ તેમાં કોઈ જ શસ્ત્રક્રિયા નથી. ડોનરને કોઈ જ વાઢકાપ કે ચીરા પડતા નથી..!'

'ઓકે થેંક્સ..!'

તપનસરે પૂત્રીને દવાઓ અપાવી પત્ની સાથે ઘરે મોકલી. પોતાનો બોનમેરો ટેસ્ટ કરાવ્યો સદનસિબે 100 ટકા મેચ થઈ ગયો.

રાજે જ્યારે એ જાણ્યુ કે તપનસરે બોનમેરો ડોનેટ કર્યો છે ત્યારે એની આંખોમાં પશ્ચાતાપનુ ધોડાપૂર ઉમટ્યુ હતુ.. એ જોઈ તપન સરની આંખમાં વિજઈ ચમક ઉભરી આવેલી.. 'આખરે બદલો એક શિક્ષકનો હતો ને..!'