Mari jiya books and stories free download online pdf in Gujarati

મારી જિયા

હજુ તો 9:30 થયા છે અને મે મહિનાની આ કાળઝાળ ગરમી
તૌબા અસહ્ય છે.
પ્રસ્વેદ લૂછતા લૂછતા જ મારો હાથ રૂમાલ ભીંજાય ગયો.
સાંજે વરસાવેલા ક્રોધના પ્રકોપને તાજો કરી જતો હતો આ તાપ..
એના કારણે જ તો પ્રકૃતિના આ તાપને વેઠવાનો વારો આવ્યો.
નહીં તો સવારે વહેલાં જ એના હાથ નો તાજો નાસ્તો.. મધુર ચુમ્બન અને સ્નેહ ભર્યું વળામણુ પામી વહેલો ઓફિસમાં પહોંચી ગયલો હોત.
વાંક મારો જરાય નહોતો.
વાત એમને હતી.
સાંજે ઓફિસેથી જેવો ઘરે આવ્યો બારણામાં એક સિગારેટનું ઠૂંઠું પડેલું જોયું.
"હવે મારાથી એટલું પણ ના પૂછાય કે ઘરે કોણ આવ્યું હતું..?"
તમે જાણતા હશો કે હું શંકાશીલ હોઈશ.
તો તમારી માન્યતા તદ્દન ખોટી છે.
આ પહેલા મેં એને ક્યારેય આવું પૂછ્યું નથી.
એ મારી પત્ની છે .
પછી એના પર અવિશ્વાસ નો સવાલ જ પેદા થતો નથી.
એ મારી અર્ધાંગિની છે .
અને હા તમને કહી દઉં.
એને હું અત્યંત ચાહું છું.
પાગલપનની હદ સુધી.
ક્ષણ એનાથી અળધુ થવું ગમતું નથી. આતો સાહજિક રીતે સિગારેટનું ઠૂંઠું જોયું એટલે પુછાઈ ગયું કે..!"
"જીયા મારી ગેરહાજરીમાં કોઈ આવ્યું હતું..?"
પહેલા તો એ મારા આવા અણધાર્યા સવાલથી ડઘાઈ જ ગઈ.
કશુક છુપાવતી હોય એમ તોછડાભાવે કહેવા લાગી.
"હ..વ..બ.. નહી તો..કોઈ નહોતુ આવ્યુ અહીં..!"
મને સમજાઈ ગયું કે જુઠ્ઠું બોલી રહી છે.
વળી એનો ચહેરો ચોખ્ખું કહી દેતો હતો. આજ સુધી મારો વર્તન શાંત સરળ હતું. પણ આજે એના જૂઠું બોલવાથી મારા અંતરમાં પણ પહેલીવાર એના માટે શંકા-કુશંકા ના કૂંડાળાં સર્જાયા.
અને એના પર ક્યારેય ગુસ્સે ન થનારો હું મારા ગુસ્સાને કાબૂમાં ના રાખી શક્યો. ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો.
અને મેં એને સણસણતાં કડવાં વેણ જિંદગીમાં પહેલી વાર કહ્યાં.
હા..!પહેલીવાર..!
"જુઠ્ઠું બોલે છે જીયા..? તુ મારી સામે જુઠું બોલે છે..?
છી છી છી.. મે તને આવી નહોતી ધારી..!"
"ના ના રે નાથ એવું નથી..!
તમે મારા પર ના વહેમાઓ.
મને સમજવાની કોશિશ કરો..!
"કોણ આવ્યું હતું તો પછી..?"
એ કશું ના બોલી ત્યારે મેં ફરી સંભળાવ્યુ.
"તારે આવા જ ભવાડા કરવા હતા તો ખુશીથી મને કહ્યું હોતને..
હું તને ના રોકતો.
પણ મારી પીઠ પાછળ ઘા કરવાની શી જરૂર હતી...?"
"સમીર...!!!"
એ આવેશથી ગર્જી ઉઠી.
વિફરેલી નાગણની જેમ..!
"કેમ સાચી વાત કડવી લાગે છે એટલે ઉકળી ઉઠી..?"
મારા ચાબખા સહન ના થતાં એ દોડતી રસોડામાં રડતી કકળતી ચાલી ગઈ.
હું ત્યાં જ ઉભો હતો.
"મારાથી કશું ખોટું તો નથી કહેવાય ગયું ને..?
નારે ના ભાઈ આવી બાંધછોડ હું ન કરું..!
આમેય હું જિદ્દી પ્રકૃતિનો..! મારી પત્ની છે વળી પારકી થોડી છે ..!
"કેમ ના કહે મને કે મારી ગેરહાજરીમાં કોઈ આવ્યું હતું કે નહીં..?"
ત્યાં ઊભા રહેવું ઉચિત ના લાગતાં હું ફ્રેન્ડસના ઘરે આવી ગયો.
એણે મને પૂછ્યું પણ ખરું કેમ એકલો આવ્યો છે ?
અને મેં જવાબ દીધેલો.
"તારી ભાભી પિયર ગઈ છે..!"
તરત ફોનની રિંગ વાગતાં મિત્ર દોડી ગયો.
મને એના ઘરે જરા પણ ઊંઘ ના આવી.
આખી રાત વિચારોમા કાઢી એ પણ નહીં ઊંઘી શકી હોય રડતી હશે વિચારી..
અરેરે મને મારી જાત પર ધૃણા ઉપજી. કેટલો કઠોર થઇ ગયો છું હું..?
મારે એને મનાવી હતી.
મેં એને પ્રેમથી પૂછ્યું હોત તો એ મને જણાવી દેતી.
મને મારી જ ભૂલ દેખાવા લાગી.
મારું અંતર મને કોસતુ રહ્યું.
મનમાંથી એક વાત ઉદ્ભવી રહી હતી.
"સમીર એને અપશબ્દો કહ્યા એ બદલ તુ માફી માગી આવ..!"
એ પત્ની નહી દેવી છે દેવી..
મમત છોડ જા..
ઘરે જઈ એની માફી માગવા અને સ્નેહથી એને આશ્લેષી વળી ગાઢ આલિંગન આપી પ્રેમથી એના કદમો મા ન્યોછાવર થઈ જવા મારું મન ઉત્સુક થઈ ગયું.
ભાભીએ સવારે ચા નાસ્તો કરીને જ જવાની જીદ કરી.
એટલે થોડું મોડું થયું.
વળી રાત્રે નીકળતી વખતે ક્રોધાવેશમાં સ્કૂટર પણ લેવાનું ભુલાઈ જવાયું હતું અડધો કલાકનો રસ્તો હતો.
એવી ગરમી હતી.
અને ઘર તરફ ત્વરિત ગતિ કરતા હૈયાનો વેગ હતો.
પગ જાણે ચાલતા ન હતાં દોડતા હતા.
ઘડીકમાં ઘરના મુખ્યદ્વાર આગળ આવ્યો તો મારા આશ્ચર્ય વચ્ચે ઘરને તાળું મારેલું હતું ત્યાં જ ગઈ હશે એ ને શુકામ ગઈ હશે તો મારે સાચું કહેવાનો જરાપણ અધિકાર નથી હું એનો પતિ જ એના પર જરાય ગુસ્સે ના થઈ શકું મારી આંખે અંધારા આવી ગયા મારા હાથની આંગળીઓ મારી આંખો પર ફરી વળી કોઈકે ખભા પર પાછળથી હાથ મૂક્યો ત્યારે આશાભરી નજરે પાછળ જોયું આલ્યો રાત્રે આઠેક વાગ્યે જીયા બહેન ચાવી આપી ગયેલાં.
એ કહેતાં હતાં કે સમીર આવે તો આપી દેજો..!"
હું અમારી પડોશણ અને જીયાની સહેલી તૃષ્ણાને જોઈ રહ્યો મારી આંખો બીડાઈ ગઈ અને ખુલી ત્યારે તૃષ્ણા ત્યાં નહોતી.
હું ઘરનું તાળું ખોલી પ્રવેશ્યો ત્યારે પત્નીના રહી ગયેલા નિશાસા મારા અંતરને ઘડાઈ ગયા આખું ઘર આખું એકાંત મને ગળી જવા દોડતું હતું મારી દ્રષ્ટિ આખાય કમરામાં ફરી વળ્યું છેલ્લે મારા ટેબલ પર પડેલી ચબરખી પર સ્થિર થઈ ગઈ અને હરણફાળ ભરી એક ચબરખી એકીશ્વાસે હું વાંચી ગયો એમાં લખ્યું હતું.
સમિર...
આજે મને ઘણું દુઃખ થયું ઘણું જ પ્રાર્થના કરું છું ભગવાનને કે તમે મને ભવોભવ પતિ તરીકે પ્રાપ્ત થાઓ તમે ખૂબ જ કોમળ હૃદયના છો આપણા દામ્પત્ય જીવનમાં ક્યારેય શંકાશીલ દ્રષ્ટિએ મને જોઈ નહોતી તમે પતિ નહીં દેવતા છો..દેવતા..!
આજે તમે બોલ્યા એમાં તમારો કશો દોષ નથી હું સમજી શકું છું તમે પુરુષ છું એટલે ક્યારેક તો લાગણી સહજ શંકા જન્મી છતાં કહું છું તમે મને ઓળખવામાં થાપ ખાઈ ગયા છો હું તમારી અર્ધાંગિની છું.
બસ મારા સમીરની જ છે જીયા..!
અને ભવોભવ એની જ થઈને રહેશે..
સમીર તમને ખબર છે ને મારો ભાઈ એની દારૂની કુટેવને કારણે મારી પાસે પૈસા લેવા આવતો.
કોઈને કોઈ બહાને લઈ જતો હતો.
"એમાં ખાસ મમ્મી બીમાર છે .
એટલે દવાખાને લઈ જવી છે સોએક રૂપિયા આપ"
એવું કહેતો.
એકવાર તમે એ પૈસા લેવા આવ્યો ત્યારે ઘરે ફોન કરી પુછી લીધું હતું તમને સાચી વાતની ખબર પડી કે એ આપણને બનાવી જતો હતો અને એની કુટેવો પોષતો હતો.
ત્યારે તમે એની સાથે ઝઘડો કરેલો.
અને આપણા ઘરે ફરી ના આવે એવી ધમકી આપી હતી યાદ છે ને..?"
પણ સમયે આજે તમારી ગેરહાજરીમાં એ આવ્યો હતો ને એની સાથે ખૂબ ઝઘડો કર્યો અને ફરી અહીં આવવાનું કહ્યું ત્યારે એણે આજે જે કરતાં કહ્યું. "બસ દીદી.. પચાસ રૂપિયા આપ આજ પછી ક્યારેય નહીં આવું તારા ઘરે તારી સોગંદ બસ...!"
મેં પચાસ રૂપિયા આપી એને ઘરેથી તગેડી મૂક્યો.
એનાથી પીછો છોડાવ્યો.
પણ મને શી ખબર કે એનું આગમન આપણા દાંપત્યજીવનમાં તિરાડ પાડશે..?
હાસમીર તમે મને ઠપકો આપતાં કે એને કેમ ઘરમાં ઘૂસવા દીધો એટલે જ મેં તમને એનું નામ નહોતું આપ્યું .
બસ મારી આટલી ભૂલના કારણે મારો દેવતા મારા પર વહેમાયો.
અને એય ઓછું હોય એમ મને રડતી મૂકી મારાથી એક રાત દૂર રહ્યો.
હું જાણું છું તમે મારા વિના નહિ રહી શકો.
પણ ક્યાં રહી શકું છું તમારા વિના..?
અને આજે આજે મારું સ્થાન તમારી નજરમાંથી ઊતરી ગયું છે ત્યારે મને આ ઘરમાં પણ રહેવું યોગ્ય લાગતું નથી.
ક્યાં જઈશ એની તો ખબર નથી, પણ જઈ રહી છું હંમેશ માટે આ ઘર છોડી.
મારા અધૂરા સપનાઓ છોડી.
મારી જિંદગી રૂપી તમને છોડી..
બાય સમિર બાય..!!"
આખે ચબરખી વાંચી મારી આંખો ચોધાર વરસી પડી.
હું ખુરશીમાં ફસડાઇ પડ્યો.
અને આખી ચિઠ્ઠી આંખના ખારા આંસુથી ભીંજાઈ ગઈ.
બાજુની દીવાલ નિબંધ બારી ખુલ્લી જોઈ આશ્ચર્ય થયું અને અંદરથી બિલાડીને જોઈ મારા આશા અંકુર ફૂટતાં પહેલાં જ મૂંઝાઇ ગયા.
દરવાજા તરફ પીઠ ફેરવી બેઠો હતો છતાં એ મને અણસાર આવી ગયો કોઈ દરવાજામાં દાખલ થઈ આવ્યું અને હું આહટ પામી જઈ ભાવાવેશમાં એને કરગરી પડ્યો.
પણ કેમ જીયા કેમ આવી છે તેની મજાક કરી...?
મને સાચી હકીકત કહી દીધી હોત તો..?
તારા પર જરાય ગુસ્સે ના થાય તને કશું પણ ના કહેતો હું મારા હૃદયની દેવી..!!!"
એમ બોલતાં લાગણીસભર નયનને હ્રદયના પૂર્ણ આવેગથી મારી પીઠ સમિપ વહી આવેલી પરિચિત કાયાને ઉન્મિલિત નયને હું આશ્લેષી વળ્યો.
"ભાઈ લાજો..લાજો હવે...જરા ય શરમાતા નથી..!
બધાની હાજરીમાં આમ..!"
હું જોતો જ રહી ગયો.
પાછળ તૃષ્ણા એના પતિ..
અને પેલો મારો મિત્ર એની પત્ની..
બધાં જ ઉભાં હતાં.
અને તૃષ્ણા ટહુકી હતી.
- સાબીરપઠાણ
આપના પ્રતિભાવોનો અભિલાષી.
Wtsp 9870063267