The Author Keyur Pansara Follow Current Read અપરાધ - ભાગ - ૪ By Keyur Pansara Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books The Ripple Effect Armed with the transformed Compass, Leo stepped out of Nana’... Something Pure It's not someone real diary its just a first narrative s... Half Window, Full Sky - 2 CHAPTER 2 The floor was cold. Divyanka felt it seeping t... The Proposal - The Golden Heir - 4 The rain started without warning.Not the dramatic kind just... Endless Love - 19 While Ram, Shyam, Mayuri, Ramya, and Kalki were talking, Ary... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Keyur Pansara in Gujarati Horror Stories Total Episodes : 15 Share અપરાધ - ભાગ - ૪ (81.3k) 5.7k 7.7k 9 "તેઓએ કેતન ભાઈને અવાજ આપ્યો પણ કોઈ જ જવાબ ના મળ્યો તેથી તેઓએ બારણા પર ટકોરા મારી જોયા પણ કોઈજ પ્રતિક્રિયા ન થઈ આથી તેઓને કંઇક અમંગળ ધટના થઈ હશે તેવો વિચાર આવ્યો અને બારણું તોડવાનો વિચાર આવ્યો અને બારણું તોડીને અંદર ગયા તો કેતનભાઈનું મૃત શરીર દોરડા પર લટકતું હતું."નીકુલે પોતાની વાત પૂરી કરી અને એક ઊંડો શ્વાસ લીધો. "પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માં શું આવ્યું?" "કેવો પોસ્ટ મોર્ટમ?" "પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી?" "તેઓએ પોલીસને જાણ જ નથી કરી" "કેમ? પોલીસને જાણ તો કરવી પડે ને" "તે લોકોને બદનામીનો ડર હતો" "એમાં શેની બદનામી?" "કાજલ ભાભીની બદનામીનો ડર" "આમાં કાજલ ભાભી ક્યાંથી આવ્યા? નીકુલ તું માંડીને બધી વાત કર"અવિનાશે કહ્યું. નિકુલ વાત આગળ વધારતા બોલ્યો"છેલ્લા એક અઠવાડિયાથી કાજલભાભીના વર્તનમાં ખુબજ ફેરફાર થયા હતા.તે કોઈ પણ પુરુષ ને જુવે એટલે તરત જ....." નિકુલના શબ્દો ગળામાં જ રહી ગયા તે કંઇક બોલવા જતો હતો પરંતુ બોલી ના શક્યો. નિકુલના મોબાઈલમાંથી રીંગ વાગી રહી હતી અને તેથી જ નિકુલને અટકવું પડ્યું હતું. નિકુલે કૉલ રીસિવ કર્યો સામે છેડેથી બોલવામાં આવતી વાત શાંતિથી સાંભળ્યા બાદ તેણે મોબાઇલ પોતાના ખિસ્સામાં રાખ્યો તેના ચહેરા પર ડર ના હાવભાવ હતા. "શું થયું?,કોનો કૉલ હતો? ,અને કેમ આટલો ડરેલો લાગે છે.?" અવિનાશે એકી સાથે ઘણા સવાલો પૂછી નાખ્યા. "કેશવભાઈ નો કૉલ હતો, કાજલભાભીએ આત્મહત્યા કરી છે."નીકુલે જવાબ આપ્યો. "મે કીધુ હતું કે આપણા પર કોઈકની નજર લાગી ગઈ છે.કોઈક અતૃપ્ત આત્મા આપણી પાછળ પડી ગઈ લાગે છે."વિરલે કહ્યું. "મોટાભાઈ આવી બધી વાત કરવાનો હવે મતલબ નથી અત્યારે આરામ કરી લઈએ અને કાલે ફરી કેશવની ઘરે જવાનું છે."અવિનાશે કહ્યું. અવિનાશની વાત બધાને યોગ્ય લાગી બધા પોતપોતાના રૂમમાં આરામ કરવા માટે ચાલ્યા ગયા. @@@@@@@@@@@ "કેશવ આ બધું શું થઈ રહ્યું છે? અમને માંડીને બધી વાત કર"અવિનાશે કેશવને કહ્યું. કાજલની અંતિમયાત્રા પુરી થયાના 13 દિવસ બાદ નીકુલ નો પરિવાર અત્યારે કેશવના ઘરે તેના લિવિંગ રૂમમાં બેઠો હતો. "જે થઈ રહ્યું છે તેના વિશે તો મે નીકુલ ને બધું જણાવી જ દીધું છે વધુમાં એટલું કહીશ કે મને ભાઇ અને ભાભીએ આત્મહત્યા કરી હોય તેવું નથી લાગતું પણ તેઓની હત્યા થઈ છે એવું લાગે છે. અને હવે પછી મારો વારો છે."આટલું બોલતા કેશવને શ્વાસ ચડી ગયો તેના ચહેરા પર પરસેવો દેખાતો હતો.તે થોડી પળો માટે એમજ ચૂપ બેસી રહ્યો.જાણે કઇક યાદ કરતો હોય એમ થોડો સમય સામે રહેલી દીવાલને તાકતો રહ્યો. "ડરો નહિ કેશવભાઈ અમે તમારી સાથે જ છીએ. આપણે પોલીસની મદદ લઈશું."નીકુલે કેશવને આશ્વાસન આપતાં કહ્યું. "પોલીસ શું મદદ કરશે! પોલીસ તો આપણી વાત સાંભળીને આપણા પર હસસે. નીકુલ આ આત્માનું ચક્કર છે આમાં પોલીસ નહિ ભગવાન કંઇક કરી શકે."કેશવે નિઃસાસો નાખતા કહ્યું. "આપણી સમસ્યાઓનો ઉકેલ આપને જ કરવાનો હોય આમ ભગવાન ભરોસે બેસવાથી કંઇ જ નહિ થાય"નિકુલે થોડા ગુસ્સા સાથે પોતાનું મંતવ્ય જણાવ્યું. "તારી વાત સાચી છે નીકુલ, હું શાસ્ત્રીજીને કૉલ કરું છું અને આ બધી ધટના વિશે જણાવું છું."વિરલે ખિસ્સામાંથી મોબાઈલ કાઢતા કહ્યું. "મોટાભાઈ આમા શાસ્ત્રી ક્યાંથી આવ્યો! તેની કંઇ જરૂર નથી" નિકુલે કંટાળા સાથે બોલ્યો. નિકુલજીને સારી રીતે ઓળખતો હતો.તે નાના મોટા કર્મ કાંડ કરતો હતો.વિરલ સાથે ઘણી વખત તે તેઓના ઘરે પણ આવી ગયો હતો અને નાના મોટા યજ્ઞો પણ વીરલના કહેવાથી કરેલા હતા. નિકુલને તો તે ઢોંગી જ લાગતો હતો. "તો તારી પાસે કોઈ બીજો ઉપાય છે?" વિરલે કટાક્ષ કર્યો. જવાબમાં નીકુલ મૌન રહ્યો. (ક્રમશઃ) ‹ Previous Chapterઅપરાધ ભાગ - ૩ › Next Chapter અપરાધ ભાગ - ૫ Download Our App