Deewal - 1 books and stories free download online pdf in Gujarati

દિવાલ - ભાગ 1 - સામાજીક વાર્તા

દિવાલ 

2050 ની વાત કરીએ તો ટેકનોલોજી ની સાથે સ્ત્રીઓની સામાજીક સ્થિતિ સુધરી હશે.હવે સ્ત્રી પુરુષ સમોવડી બની ગઇ હશે.હવે સ્ત્રીઓ કમાતી આવવાની,તે વખતે મોંઘવારી પણ એવી જ હશે,સ્ત્રીઓ દરેક ક્ષેત્ર માં સ્ત્રીઓ પોતાની આગવી ભુમિકા ભજવતી જોવું તો મને ગર્વ થાય છે,સ્ત્રી હોવાનો.દરેક ક્ષેત્ર માં સ્ત્રીઓ આગળ આવે છે,શિક્ષણ ,લશ્કરી દળ,મેડીકલ ક્ષેત્રે યાતો કોઇ પણ ક્ષેત્રે સ્ત્રીઓ તે વખતે પણ આગળ જ હશે.

        ટેકનોલોજી માં પણ ઘણા સુધારા ઓ થયા હશે,માણસ ની જગ્યા રોબોટ પણ લેશે,પણ સમાજીક સંબંધો જેવા કે પતિ પત્ની નાં સંબંધ માં તનાવ હશે.સંબંધ ખાલી દુનિયા ને બતાવવા પુરતા રહી જશે.પૈસા જ સર્વ બની જશે,તે વખતે ધનિક માણસના લગ્નજીવન સુખી હશે,ગરીબ પુરુષો ના લગ્ન નો પ્રશ્ન ગંભીર બની રહેશે.શિક્ષણ માં પણ પરિવર્તન આવશે,સ્ત્રીઓ ની આર્થિક, સામાજીક,સ્થિતિ સુધરી હશે પણ કેટલાક ખરાબ પાસા ઓ પણ હશે.જેમકે તનાવ ચીડિયાપણું પણ જોવા મળશે.

     એક સિક્કા ની બે બાજુ હોય તેમ સારા અને ખરાબ પાસા હોય તેમ આમાં પણ આ હકીકત જોવા મળશે.સંયુક્ત કુંટુંબ ની ભાવના ઘટશે .વિભક્ત કુટુંબ નું પ્રમાણ વધશે.લગ્ન પ્રસંગો પૈસા ને જાહોજલાલી નું પ્રદર્શન કરવાનો અખાડો બની જશે,પ્રેમ અને લાગણી નાં સંબંધો હવે સોશીયલ મિડિયા ને બતાવવા પુરતા જ રહી જશે, અંદર થી સાવ ખોખલા રહી જશે.અને પોઝીટીવ પાસા પણ ઘણાં છે.

હવે તે પહેલાં જેવી અબળા નથી,આતો ભગવાને મોકલેલા આ નવા ફિચર્સ વાળા વર્ઝન છે.સહનશક્તિ સ્ત્રીઓ ની શુન્ય હશે,પણ દિલ ની સાફ હશે,પ્રમાણીક અને ઇમાનદાર હશે.જે છે તે હકીકત દેખાડશે,ખોટો ખોટો દેખાવ દંભ નહીં કરે.આ ખાસીયત છે. તેમની પાસે ફિચર્સ હશે,ટેકનોલોજી હશે,અનુભવ નહીં હોય,ત્યારે વડીલો એ મિત્રતા કેળવવી પડશે.તે વખતે પરિવર્તન તેમને પણ લાવવું જોઈસે જો તેમને માન જાળવવું હોય પોતાનું તો.તેમની રૂઢીઓને મનો વલણો નહીં ચાલે.

           વાત છે,એક છોકરી ની જે સપનાં ઓ લઈને જન્મી છે.તે "ઉડાન"તો ભરશે જ તમે તેને કાબુ માં ન કરો,આવતી કાલ તે પરીની હશે.આ નવા ભારત ની નવી છોકરી ઓ છે,પોતાની મંજીલ સુધી પહોંચી ને જ રહેશે.આતો 2050 ના નવા વર્ઝન છે.મા બાપ બાળક ના પ્રેમ માં એવા આશક્ત હશે કે કોઇ નું બાળક આદર્શ બની જશે,ને પોતાનુ કરશે એ કામ તો એને માનસિક રીતે પ્રતાડીત કરવામાં આવશે. માં બાપ અને બાળકો નાં સંબંધ હવે ખાલી  નામ નાં જ રહી જશે.બાળકો ને સફળ કંઈ રીતે થવું તે શીખવશે ,પણ નિષ્ફળતા માં કેવી રીતે ટકી રહેવું તે શીખવા માં તે કાચા રહેશે.

આપણે વાત કરીશું છોકરી તેનું નામ કનિરા છે. વાત કરીએ છીએ આપણે 2050 ની. ત્યારે આ પરી જન્મી હોય છે.તે લાડકોડ થી ઉછેરેલી હોય છે. પછી તે ધીરે ધીરે મોટી થાય છે.

તે ભણવા માં પણ હોશિયાર હોય છે, ઈતર પ્રવૃતિ ની સાથે તેના પરિવાર ને તેના પર ગર્વ છે.તે તેમની દિકરી છે.

     પછી તે કોલેજ માં આવી તેને પહેલી મુલાકાત માં કોઈ સાથે નજર મળી ગઈ ને પ્રેમ થઈ ગયો. ઘરનાં પછી બહુ સમજાવટ પછી દિકરી ની ખુશી માટે સગાઈ પણ કરાવી આપી,કુંડલી પણ ચેક કરાઈ બંને કપલ ની પણ એક ભુલ કે સાથે સાથે સાસુ ની વહું ની ચેક કરાવવાની હતી.લગ્ન થઈ ગયા.થોડા દિવસ સારું ચાલ્યું,પછી વિચારો ને મતભેદો ની લડાઇ થવા લાગી.પછી સાસુ વહુ એકબીજાને નજર માં કણી માફક ખુંચવા લાગ્યા.નાની નાની વાતો માં કંકાસ થવા લાગ્યો. કનિરા એ પહેલે થી આઝાદી પ્રિય છોકરી હતી.તેને કોઈ પરંપરા ના નામ પર બાંધે તે તેને પસંદ નહતું.પછી ત્યાં ભેદ ત્યાં શરૂ થયો.ત્યાં બંને વચ્ચે ભેદ શરુ થયા ખાવા પીવા થી લઈ ને ઝગડા શરૂ થવા લાગ્યા. એક બાજુ ટેકનોલેજી અને ઉગતું વૃક્ષ હતું તો બીજુ અનુભવ ને આધારે ધડપણ પર પહોચેલું વૃક્ષ હતું. પછી સાસુ એ દિકરા ને તેની પત્ની વિરુદ્ધ રોજ ચડાવ્યા કરે ને કનિરા એના પતિ ને એની માંની રોજ ફરીયાદ કરે. પછી તેના પતિ ની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ.તેને જુદા થવાનું વિચાર્યું. પછી ધીરે ધીરે દિવાલ થઇ ગઇ વિચારો ની અને ઘર ની કનિરા અને એના પતિ અલગ થયા.
         સાસુ એ જીદ ને ખાતર દિકરો ખોયો. આ વાત સાસુ ને ત્યારે સમજાય છે જયાંરે કનિરા ના સસરા નું અવસાન થાય ત્યારે એકલા પડે છે. ત્યારે ઘણું મોડું થયેલું હોય છે. રાંડયા પછી ડહાપણ આવે તે શા કામ નું તેમના બે દિકરાઓ છે.કોઈ તેમને રાખવા તૈયાર નથી.તે માંજી એકલા પડી ગયા છે.પસ્તાવા નો પાર નથી.સાસુ એ સમજવું જોઇએતુ હતું કે મારી દિકરી પણ કોઇ ની આવી રીતે વહુ થશે.કોઇ ની દિકરી ને ઘર માં એવુ વાતાવરણ પુરુ પાડો કે તેને લાગે કે આ મારું જ ઘર છે.તેને આગળ આવવું છે,તો જગ્યા આપો.તેના પગ ન ખેંચો એક દિકરી કેટલીક આશા ઓ સાથે પરણી ને આવતી હોય છે. તેની સાથે મિત્રતા જેવો ભાવ કેળવો આજ કાલ તો મા દિકરી વચ્ચે પણ વિચાર ભેદ હોય જ છે. તો સાસુ ને તો કંઈ કહેવા જેવું નથી.

  વૃદ્ધ થવું એટલે પરિપક્વતા લાવવી શરીરે જે ઘરડા ફેરફાર થાય છે તે નથી માણસ શરીર થી ઘરડો થાય છે. મન થી નહીં.

      મારી આ વાર્તા સાસુ વહુ નાં સંબંધ પ્રેમ કેવી રીતે રાખી શકાય તેની વાત હું કરું છું.

      નવી આવેલી દિકરી ને લાગવું જોઈએ કે આ મારી મા છે.તમે તેને થોડી ઉડવાની જગ્યા આપશો. તો તે પણ તમને સાચવશે ઘર ના કામ આવડવા, સાડી પહેરવી,ભુવાઓને માથું નમાવવું,રિવાજ ના નામે બાધા લેવી આ બાહ્ય આચાર છે. સંસ્કાર અંદર થી આવે સમાજ માં તમને કનિરા જેવી જ છોકરી ઓ મળશે કેટલા ને તમે બાંધશો.તમારે વહુ સામે પોતાનું માન વધારવું હોય તો વહુ ઓ સાથે પોતાને સેટ કરવી પડશે.પોતે રસ્તો જાતે જ શોધવો પડશે.કોઈ તમને નહીં બતાવે બતાવવા ના બહાને મનોરંજન કરશે તમારું.બીજું કંઈ નહીં.

          જુદા થવું તે કંઈ સમસ્યા નો ઉકેલ નથી.સાથે રહીને સહભાગી બની એકબીજા નો સહારો બનવું પડશે સાસુ વહું એ સાસુ વહું એક થાય તો કોઈ પુરુષ ની તાકાત નથી.કે કોઈ સ્ત્રી ને આગળ આવતાં રોકી શકે એક સ્ત્રીએ બીજી સ્ત્રીની તાકાત બનવું પડશે,નવીનતા ને અપનાવવી પડશે. પ્રશ્ન કનિરા નો નથી સમાજ માં બધી કનિરા ને છે.સાસુ એ સમજવું પડશે.કે વહુ માં દિકરી ને શોધવા ની આવડત તો સાસુ એ કેળવવી જોઈએ. કોઈ પોતાની દિકરી હૃદયે કાઠું કરી તમને સોંપતા હોય છે. તેમને તેમની દિકરી ને 25 વર્ષ સુધી સાચવી હોય છે. તે તમને માત્ર દિકરી નું દાન નથી કરતા તે અગત્યનો અંગ તમને આપતા હોય છે. તમે તે વખતે કેવા વચનો આપતા હોવ છો કે તમારી દિકરી હવે મારી ઘર ની શોભા છે.તો શોભા ને તો સરખી રાખવી જોઈએ,જયારે તમારા દિકરા ના હાથ માં કોઈ પિતા એનો હાથ સોપેં છે.તમારા દિકરા નું અડધું અંગ બની જાય છે. ને તમારી જવાબદારી બની જાય છે. કે તેની ખુશી નું પણ ધ્યાન રાખવું તમે તમારી છોકરી નું કેમ રાખો છો તેમ એ પણ દિકરી જ છે જે પોતાના પરિવાર ને છોડી તમને અપનાવવા આવી છે.

     કનિરા ના સાસુ એ આ વાર્તા માં જે કર્યું એમને શું મળ્યું આંસુઓ સિવાય તેમના દિકરા એજ તેમને છોડી દીધા, ને છેવટે ઠોકરો ખાઈ જીવવું પડયું

ત્યાર થી જ તે દિકરી તમારા ઘરનું સદસ્ય થઈ જાય છે.તમારે તેને પોતાની દિકરી સમજી તેને તમારે સહકાર આપવો ત્યાં સુધી કે તે તમારા ઘરે સંપુર્ણ પણે ભળી ન જાય. તમે એને બદલે તેને એવો અહેસાસ કરાવો  છો કે તેની માટે આ બીજું ઘર છે.શા માટે 

   વધું માં હવે  આગળ.........

દિલ માંથી નિકળેલ" લબ્સ "
       
       શૈમી ઓઝા