Badlo - 3 books and stories free download online pdf in Gujarati

બદલો - ભાગ 3

     દોસ્તો આગળના ભાગમાં આપણે જોયેલું કે માનસી નું રહસ્યમય રીતે મોત થઈ જાય છે અને વધારે તપાસ કરતા મેનેજર ડોશી જણાય છે મેનેજર સબૂત આપીને નિર્દોષ સાબિત થઈ જાય છે..હવે આગળ શું થાય છે તે જાણવા વાંચો આ ભાગ...

ભાગ - 3 શરૂ

ઇન્સ્પેક્ટર સલમાન આ કેસ સોલ્વ કરવામાં લાગી જાય છે..
માનસીના મોતનો સૌથી વધારે આઘાત વિહાનને લાગ્યો હોય છે.વિહાન હવે એકદમ દુઃખી રહેવા લાગે છે.એક રાત્રે વિહાન તેના રૂમમાં સાવ એકલો બેઠો હોય છે અને રાત ના અંધકારમાં તેના રૂમની બારીઓ જોર જોરથી અવાજ કરવા લાગે છે.
"સાલું આ બારીઓને શું થયું! લાવ ને બંધ કરી લવ" આવું કહીને વિહાન બારીઓ બંધ કરીને સુવે છે... વિહાન...વિહાન.... એમ કરીને કોઈનો રડવાનો અવાજ આવે છે.પહેલા તો વિહાન ને આ પોતાનો વ્હેમ લાગે છે.પણ પછી રડવાનો અવાજ વધુ જોર થી આવવા લાગે છે.. વિહાન ઉભો થાય છે આ અવાજ વિહાન ના રૂમ ના એક ખૂણામાંથી આવતો હોય છે વિહાન ત્યાં જાય છે તો તેને ઉપર પાંખ ઉપર લટકેલી એક લાશ જોર જોરથી રડતી હોય છે. આ જોઈને વિહાન એકદમ ડરી જાય છે.અને બેહોંશ થઈ જાય છે.સવાર થાય છે અને એક બાજુ ઇન્સ્પેક્ટર સલમાન માનસીના કાતિલ ને પકડવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા હોય છે.એટલામાં પોસ્ટમાર્ટમ નો રિપોર્ટ આવી જાય છે અને રિપોર્ટમાં ખબર પડે છે કે માનસીને કોઈએ હવસ ની શિકાર બનાવી હતી અને કોઈના દ્વારા તેને આત્મહત્યા કરવા પર મજબૂર કરવામાં આવી હતી.આ રિપોર્ટ મળતાની સાથે જ માનસીના બધા મિત્રોને ઇન્સ્પેક્ટર સલમાન મળવા બોલાવે છે બધા મિત્રો આવે છે પણ અક્ષય નથી આવતો.એટલે ઇન્સ્પેક્ટર સલમાન અક્ષય ને કોલ કરે છે પણ કોલ લાગતો નથી.હવે ઇન્સ્પેક્ટર સલમાન બધાને માનસી સાથે થયેલી ઘટના જણાવે છે.અને આ સાંભળી તો બધા ચોંકી જાય છે.ઇન્સ્પેક્ટર સલમાન વધારે પૂછતાછ કરે છે અને તેના પરથી તેમને ખબર પડે છે કે વિહાન અને માનસી વરચે જોરદાર ઝઘડો થયેલો જેથી બન્ને લોકોમાં રિલેશન પ્રોબ્લેમ ચાલતા હતા.હવે ઇન્સ્પેક્ટર સલમાન નો શક વિહાન ઉપર જાય છે અને ઇન્સ્પેક્ટર સલમાન વિહાન ઉપર નજર રાખવા માંડે છે.પણ ઇન્સ્પેક્ટર સલમાન ને કોઈ સબૂત મળતું નથી.. કેસ વધારે ને વધારે કોમ્પ્લીકેટેડ બનતો જતો હોય છે.
           થોડાક દિવસો પછી વિહાન તેના ઘરમાં જ હોય છે ને અચાનક લાઈટો બંધ ચાલુ થવા લાગે છે.વિહાન ને થાય છે કે કદાચ કોઈ ટેક્નિકલ પ્રોબ્લેમ હશે એટલે તે જેવો મોઢું ધોવા જાય છે કે અરીસામાં તેને  લોહી લુહાણ મોઢું દેખાય છે... અને પછી એક સેકન્ડ માં ત્યાં લાલ અક્ષરે એમ લખાઈને આવી જાય છે કે"મારી મોત ના ગુનેગારને સજા અપાવો" અને આ વાંચીને તરત જ વિહાન ઇન્સ્પેક્ટર સલમાન ને કોલ કરે છે અને ઇન્સ્પેક્ટર સલમાન વિહાન ના ઘરે આવે છે.
"thank you સર આવવા માટે" વિહાન કહે છે.એટલે ઇનસ્પેક્ટર સલમાન કહે છે કે "કયા લખેલું હતું દેખાડોને!"
"મારી સાથે આવો સર જોવો અહીંયા સર" આવું વિહાન બોલે છે.
"ક્યાં છે આ અરીસો તો એકદમ સાફ છે તમે જૂઠું કેમ બોલો છો?" ઇન્સ્પેક્ટર સલમાન ગુસ્સામાં કહે છે..
"ના સર હું સાચું કહું છું અહીંયા લાલ અક્ષરે લખેલું હતું,હું ખોટું નથી બોલતો સર મારી વાતનો વિશ્વાસ કરો સર" આવું વિહાન ઇન્સ્પેક્ટર સલમાન ને સમજાવે છે.પણ સબૂત ન હોવાથી ગુસ્સામાં ઇન્સ્પેક્ટર સલમાન ત્યાંથી નીકળી જાય છે..
             એ વાતને કદાચ હજુ થોડાક દિવસો ગયા હોય છે ત્યાં અક્ષય નું ખૂબ જ જોરદાર હાઈ-વે પર એક્સીડેન્ટ થાય છે.અને વિહાન અક્ષય ને મળવા જાય છે..
"આ બધું કેવી રીતે થયું અક્ષય ધ્યાન રાખતો હોય તો" આવું વિહાન બોલે છે.
"અરે યાર હું શાંતિથી ગાડી ચલાવતો હતો એટલામા તું માનીશ નહિ પણ મને એક લોહી લુહાણ છોકરી અચાનક મારી સામેં આવી ગઈ અને તેને બચાવવામાં મારી આ હાલત થઈ" અક્ષય બોલ્યો..
"પણ યાર તે છોકરી બચી કે" વિહાને અક્ષયને પૂછ્યું.
"અરે ના યાર મેં પાછળ જોયુ તો કલી હતું જ નહીં" અક્ષય ઉદાસ થઈને બોલ્યો..
કાંઈ નહિ ધ્યાન રાખજે ભાઈ આવું કહીને વિહાન પાછો ઘરે આવવા નીકળી જાય છે...

ભાગ - 3 પૂર્ણ 

      દોસ્તો અક્ષય ની ગાડી સામે જે છોકરી હતી એ કોણ હતી?અને કદાચ એ છોકરી માનસી હોય તો માનસી તો મરી ગઈ છે તો શું આ તેની રૂહ હશે?અને માનસીએ આત્મહત્યા કરેલી પક્ષહી તેની હત્યા થઇ.ગતિ આ જાણવા વાંચતા રહો થ્રિલર સસ્પેન્સ થી ભરપૂર સ્ટોરી"બદલો-રહસ્ય મોતનું"