Badlo - Last Part books and stories free download online pdf in Gujarati

બદલો - અંતિમ ભાગ

        દોસ્તો આગળના ભાગમાં આપણે.જોયેલું કે માનસીની રૂહ ખુદ બધાની વરચે આવે છે અને પછી અક્ષય રડતો રડતો કઈક બોલે છે શું બોલે છે જાણવા વાંચો આ ભાગ...

ભાગ - 8


       અક્ષય રડતા રડતા કહે છે કે"કોલેજના પહેલા વર્ષમાં મેં જ્યારે માનસીને પ્રપોઝ કરેલુ ત્યારે તેને મને આખી કોલેજની સામે બેઇજ્જત કરેલો હતો અને પછી ત્યારથી જ મારા ઉપર તેનો.બદલો.લેવાનું ભૂત સવાર હતું.હું ચાહત તો તેને સાદી રીતે મારી નાંખત પણ ના તેને પોતાના શરીર નું ખુબ જ અભિમાન હતું એ અભિમાન મારે પતાવવું હતું એટલે મને જેવો મોકો મળ્યો મેં મારું કામ પતાવ્યું.આપણે લોકો ગાર્ડન માં હતા ત્યારે માનસી ઉઓર આવી એટલે મને ખબર હતી કે તમે લોકો ઉઓર નહિ આવો તમે બધા વતોના ગપ્પા મારશો.એટલે મેં આ તક નો લાભ ઉપાડ્યો અને હું માનસીની પાછળ પાછળ ગયો અને પછી માનસી જેવી તેના રૂમ માં ગઈ અને પછી તે જેવી કપડાં બદલવા ગઈ મેં એટલામાં આવીને ત્યાં પડેલા તેના પાણીના ગ્લાસ માં બેહોંશ થવાની ટિકડીઓ નાખી દીધી અને પછી હું ત્યાં પડેલા પલંગ ની નીચે જ સંતાઈ ગયો અને પછી ત્યાં એટલામાં માનસીએ પાણી પીધું અને પછી તેને બે થી ત્રણ મિનિટમાં જ ચક્કર આવવા લાગ્યા હજુ પણ તે થોડીક હોંશમાં હતી એટલે મેં કઈ કર્યું નહિ પણ જેવી તે બેહોંશ થઈ મેં તક નો લાભ ઉપાડ્યો.અને માંરૂ કામ પતાવી દીધું.અને ત્યાંથી મારા રૂમમાં છાનોમાનો આવીને સુઈ ગયો પણ મને એમ હતું કે કદાચ માનસીને ખબર નહિ પડે અને તે નોર્મલી રહેશે એવું માનીને હું તો શાંતિથી સુઈ ગયો.પણ જેવો હું સવારે ગયો તે લોહીલુહાણ હાલતમાં ત્યાં નીચે પડેલ હતી મને હવે પાક્કી ખાતરી થઈ ગયેલ હતી કે હવે કદાચ મારો ગુનો ના પકડાઈ જાય એટલે મેં જોર જોર જૉરથી બૂમો પાડી અને તમે બધા આવ્યા.. પણ મને તમે એક વાત કહેશો આ માનસી એ  આ મરી જવાનો નિર્ણય ક્યારે કર્યો?" આવું અક્ષયે પૂછ્યું.
ત્યારે ખુદ વિહાન માં માનસીની રૂહ આવી અને પછી જવાબ આપ્યો કે "હું જ્યારે સવારે ઉઠી અને હું ન્હાવા ગઈ ત્યારે મેં જોયું તો મારા શરીર ઉપર ઘણી બધી જગ્યાએ કોઈના નખના નિશાનો હતા અને મને પછી ખબર પડી કે મને કોઈએ તેની હવસ નો શિકાર બનાવેલ છે અને આ મને ખબર પડતાં હું અંદર થી જ તૂટી પડી કે હવે હું દુનિયાને શું મોઢું દેખાડીશ અને આ ડર માં અને ડર માં ત્યાં પડેલી બ્લેડ થી જ મેં મારી હાથોની નસ અને ગરદન કાપી નાખી અને ત્યાં જ મરી ગઈ..આ અક્ષય ની લીધે મારા મમ્મી પપ્પા અને મારી આખી જિંદગી ખોરવાઈ ગઈ મારો વિહાન જેને હું જીવથી પણ વધારે ચાહતી હતી એ મારાથી દૂર થઈ ગયો હું આ અક્ષય ને નહિ છોડું એમ કહીને તે પાછી અક્ષય ને મારવા જાય છે પણ ત્યાં ઇન્સ્પેક્ટર સલમાન તેને રોકે છે અને સમજાવે છે કે જો તું આવું કરીશ તો તારા ગુનાની સજા વિહાન ભોગવશે અમે અક્ષયને તેના ગુણની બરાબર સજા આપીશું તું નિશ્ચિત રહે.. બસ આવું કહેતા જ માનસીની રૂહ વિહાન ના શરીરમાંથી નીકળી જાય છે અને માનસીના મોત નો બદલો તેને મળી જાય છે અને અક્ષયે જે બદલા ની આગ માં માનસી સાથે કર્યું તેની તેને સજા પણ મળી જાય છે..
      હવે થોડાક દિવસો જાય છે અક્ષય ને ફાંસી ની સજા થાય છે... એ દિવસે ઇન્સ્પેકટર સલમાન ના ચહેરા પર કેસ સોલ્વ કર્યાની ખુશી હોય છે તો વિહાન ના ચહેરા પર દુઃખ ના આંસુ અને માનસીની યાદો હોય છે અને માનસીના મા બાપ દુઃખી તો હોય છે પણ છોકરીને ઇન્સાફ મળ્યો એ વાત થી તે લોકો ખુશ હોય છે અને આવી જ રીતે માનસીના મા બાપ અને મિત્રો ની જિંદગીમાં માનસી એક માત્ર યાદ બનીને રહી જાય છે.
                     
             અંતિમ ભાગ પૂરો..

       દોસ્તો આશા કરું છું તમને મારી આ સ્ટોરી પસંદ આવી હશે અને હા કોઈ ભૂલ લાગી હોય અથવા તો કોઈ પણ પ્રકારે તમારે પ્રતિભાવ આપવો હોય તો તમે મને પ્રતિભાવ આપી શકો છો..

ત્યાં સુધી ખુશ રહો,વાંચતા રહો,અને આગળ વધતા રહો... જલ્દી જ એક નવી સ્ટોરી.સાથે મળીશું....

મારી આ સ્ટોરી વાંચવા માટે હું બધા વાંચકમિત્રોનો પુરા દિલથી આભારી છું......