Badlo - 6 books and stories free download online pdf in Gujarati

બદલો - ભાગ 6

     દોસ્તો આપણે પાંચમા ભાગમાં જોયેલા કે અક્ષય વિહાન ને તેની પુરી સ્ટોરી કહે છે પણ આ વાતો પરથી વિહાન શું કરશે શું અક્ષય ખરેખર માનસીની મોત નો ગુનેગાર છે આ જાણવા વાંચો આ ભાગ..

ભાગ - 6 શરૂ


   "હા તો મને એક વાત કહે કે તો પછી પોસ્ટમાર્ટમ ના રિપોર્ટ માં માનસીને કોઈએ હવસ ની શિકાર બનાવેલ છે એમ બતાવેલ છે તો એની પાછળ તો તું નથી ને?" વિહાને ગુસ્સામાં અક્ષયને પૂછ્યું.
"જો વિહાન તારાથી મારે કઈ છુપાવવા જેવું નથી તે રાત્રે હું તેની રૂમ માં ગયેલો તો પછી નીકળ્યો ક્યારે તેનો ફૂટેજ મને આપ અમે જો એમાં હું માનસીના રૂમ માંથી 2 થી 4 કલાક પછી નીકળેલો દેખાડે ને તો હું માનસીનો ગુનેગાર બસ!!"  આવું અક્ષય વિહાન ને કહે છે..
"અરે હા પણ પછીની તો ફૂટેજ જ કોઈએ ગાયબ કરી નાખેલ છે અક્ષય" આવું વિહાન અક્ષયને કહે છે.
"હા તો હવે એ તારે નક્કી કરવાનું છે વિહાન કે ગુનેગાર કોણ છે? હું કબુલું છું કે મેં માનસીના પીવાના પાણીમાં ઊંઘ ની ગોળી નાખી પણ એની પાછળ નું કારણ છે મારી પાસે હવે એ તારે નક્કી કરવાનું છે કે માનસીના મોત નો ગુનેગાર હું છે કે પછી એ વેઈટર?" એવું અક્ષય વિહાન ને કહે છે..
અક્ષય આવી વાત કરીને વિહાન ને એકદમ વિચારોમાં નાખી દે છે.
હવે વિહાન ને એમ થાય છે કે કદાચ માનસી ની એ રૂહ ખોટું બોલી રહી હોય એમ સમજીને તે અક્ષય ને કહે છે કે"અક્ષય મેં તારી ઉપર ખોટો વ્હેમ કર્યો સોરી યાર"ત્યારે અક્ષય કહે છે કે"અરે યાર ઇટ્સ ઓકે એમાં શું ભૂલ બધાંધી થાય" 
અને આવું કહીને વિહાન અક્ષયના ઘરે થી નીકળી જાય છે.વિહાન જેવો જાય છે અક્ષય મનોમન હસવા લાગે છે.અને પછી તે પોતાના રૂમમાં જાય છે.રાત પડે છે અને અક્ષય પોતાના રૂમમાં સુવા જાય છે.એટલામાં તેની રૂમની લાઈટ ચાલુ બંધ થવા લાગે છે.અક્ષય જેવો ઉભો થાય છે કે બારીઓ જોર જોરથી ખખડવા લાગે છે અને કોઈક છોકરીનો રડવાનો અવાજ આવે છે પણ અક્ષય સમજી નથી શકતો કે આ છે કોણ અને પછી અક્ષય એકદમ ડરી જાય છે અને તેને પોતાની ઘરની બહાર જવું હોય છે પણ બારી બારણાં ઓટોમેટિકલી બંધ થઈ જાય છે અને ત્યાં લોહીલુહાણ હાલતમાં માનસીની રૂહ અચાનક અક્ષયની સામે આવે છે અક્ષય એકદમ ડરી જાય છે માનસીની રૂહ જેવી આવે છે અક્ષય ને ખૂબ જ ખરાબ રીતે મારે છે અક્ષય પણ થોડોક ચાલાક હોય છે તે પછી જોરથી એમ બોલે છે કે જો તે મને માર્યું તો હું વિહાન ને મારી નાખીશ.આ સાંભળી માનસીની રૂહ એકદમ શાંત થઈ જાય છે અને અક્ષયને કાંઇ પણ કરતી નથી.અને ત્યાં સુધીમાં સવાર પડી જાય છે અને અક્ષય બચી જાય છે.હવે અક્ષયને પણ ડર લાગવા લાગે છે કે કદાચ આ રૂહ તેને મારી ના નાખે.હવે તે આ બધી વાત તેના એક મિત્રને કરે છે જે આ તંત્ર-મંત્ર વિશે બધું જાણતો હોય છે.
"ભાઈ કાલે તો માનસીની રૂહ મને મારવા આવેલી અને મને હવે બીક લાગે છે. મને આનું કોઈ સોલ્યુશન હોય તો આપો."
"જો ભાઈ એ રૂહ તને એટલે જ પરેશાન કરે છે કારણ કે એની મોત ની પાછળ તારો કાંઈ હાથ હશે" બાબાએ કહ્યું.
"હા,પણ હવે આનાથી છુટકારો મેળવવા તારે એ રૂહની સામે તારા ગુનાહોનું કબૂલ કરવું પડશે પછી જ તું બચી શકીશ." બાબાએ કહ્યું.
"હા,પણ હવે એ ગુનાહોનું કબૂલ મારે ક્યાં કરવું પડશે?" અક્ષય બોલ્યો.
"હું તને કહું ને તે હવેલીએ આપણે હવન રાખીશું ત્યાં આ રૂહ આવે એટલે તું તારા ગુનાહોને કબૂલ કરજે." બાબાએ કહ્યું.
"હા ચોક્કસ જ્યારે જવાનું હોય ત્યારે મને કહેજો બાબા" આવું કહીને અક્ષય ત્યાંથી નીકળી જાય છે.
    
        ભાગ - 6 પૂર્ણ

             દોસ્તો હવે આ અક્ષયને ડર લાગવાથી તે આ તંત્ર મંત્ર ની જાળ માં ફસાઈ છે અને હવન કરશે તો શું માનસીની રૂહ અક્ષય ને છોડી દેશે અને અક્ષય ના કહેવા પ્રમાણે અક્ષય ગુમેગાર નથી તો ગુનેગાર છે કોણ??આ જાણવા વાંચતા રહો.સસ્પેન્સ અને થ્રિલર થી ભરપૂર સ્ટોરી "બદલો-રહસ્ય મોતનું"