Badlo - 5 books and stories free download online pdf in Gujarati

બદલો - ભાગ 5

દોસ્તો આપણે આગળના ભાગમાં જોયેલું કે માનસીએ આત્મહત્યા કરેલ છે તેવું તેની રૂહ કહે છે પણ તે અક્ષયને પણ પોતાનો ગુનેગાર માને છે તો એ જાણવા વાંચો ભાગ-5..

ભાગ - 5 શરૂ


                    આ સાંભળીને વિહાન ના પગ નીચેથી જમીન ખસકી જાય છે કારણ કે અક્ષય તો માનસીનો ફ્રેન્ડ હોય છે.હવે વિહાન પૂછે છે કે"પણ અક્ષયે શું કર્યું?"

     ત્યારે માનસીની આત્મા માનસી સાથે થયેલી પુરી ઘટના જણાવે છે.હવે વિહાન ને આ પુરી ઘટના સમજાઈ જાય છે અને વિહાન પોતે માનસીની આત્માને શાંતિ અપાવશે તેવું પ્રોમિસ કરે છે અને નીકળી જાય છે બધા સબૂત ભેગા કરવા માટે..

          હવે સવાલ તો ત્યાં આવતો હોય છે કે આ માનસી અક્ષયને કેમ પોતાની મોત નો ગુનેગાર માને છે?માનસીએ તો આત્મહત્યા કરેલીને તો પછી એમાં અક્ષય નો શું વાંક?આ બધા સવાલો વિહાન ને મૂંઝવી રહ્યા હોય છે..વિહાન ધીમે ધીમે બધા સબુતો ભેગા કરવામાં વ્યસ્ત થઈ જાય છે અને થોડાક સમયમાં જ વિહાન CCTV કેમેરા ની ફૂટેજ અને બીજા ઘણા બધા સબુતો ભેગા કરે છે જે સાબિત કરતા હોય છે કે અક્ષય એ માનસીની મોત નો ગુનેગાર છે.આ બધા સબુતો ભેગા થાય છે પણ આ વાતની જાણ અક્ષયને થતા તે વિહાન ને મળવા બોલાવે છે અને અક્ષય તો વિહાન નો મિત્ર હોય છે એટલે વિહાન તો બિન્દાસ્ત તેને મળવા જાય છે અને જ્યારે અક્ષય વિહાન ને મળે છે તે વિહાન ને આવકારો આપે છે તેની સાથે સારો એવો વ્યવહાર કરે છે.અક્ષય વિહાનને બેસાડે છે અને કોફી લઈને આવે છે.જ્યારે વિહાન કોફી પીતો હોય છે ત્યારે વિહાન સાથે વાત કરે છે..

"વિહાન હાલમાં તું કંઈક માનસીના આત્મહત્યા ના કેસ ને પોતે સોલ્વ કરે છે એવી મને વાત મળી છે!" અક્ષયે વિહાન ને કહ્યું.

"હા પણ તને કેવી રીતે ખબર અક્ષય" વિહાને અક્ષયને પૂછ્યું.
"મને હોસ્પિટલ ની એક નર્સ જે મારી ફ્રેન્ડ છે તેની પાસેથી મને આ વાત મળી" અક્ષયે વિહાનને કહ્યું.

અક્ષય ને એ પણ ખબર હોય છે કે પોતે ગુનેગાર છે એ વિહાનને ખબર પડી ચુકી છે એટલે અક્ષય વિહાનને ગુમરાહ કરવાની કોશિશ કરતા કહે છે કે...
"વિહાન!મારે તને માનસીના મોતની એ રાત ની વાત કરવી છે." અક્ષય બોલ્યો.

"કેમ એમાં તારો પણ હાથ હતો ને? CCTV માં તું એના રૂમ માં જતો દેખાય છે." વિહાન ગુસ્સે થઈને બોલ્યો.

"હા વિહાન હું માનસીના મોત નો ગુનેગાર છું કે નહિ એ મારી વાત સાંભળ્યા પછી કહેજે." અક્ષયે વિહાનને કહ્યું.

"હા બોલ તારો શું હાથ છે માનસીના મોતમાં" વિહાન બોલ્યો..

"તો સાંભળ એ રાત્રે તને ખબર ને પહેલા માનસી રૂમ માં ગઈ હતી અને હા CCTV માં સાચું છે કે માનસીના મોત ના થોડાક કલાક પહેલાં હું તેના રૂમ માં ગયેલો હતો પણ તેની પાછળ નું કારણ તને ખબર છે? હું એટલે તેના રૂમ માં ગયેલો કારણ કે માનસીને 1 મહિના પહેલા જ મેલેરિયા થઈ ગયેલો ત્યારે તેના આખા શરીર પર હાથ માં બધે લાલ લાલ ડાઘ પડી ગયેલા.. અને આજે સાંજે એ ડાઘ દેખાયેલા જેથી હું ચિંતામાં હતો.એટલે મને ખબર હતી એ ફોન રમ્યા કરશે એટલે મેં તેના પીવાના પાણીમાં ઊંઘ ની ગોળી ઉમેરી અને હું પાછો મારા રૂમ માં નીકળી ગયો.અને 3 થી 4 કલાક પછી હું પાછો તેના રૂમ માં એ જોવા ગયો કે માનસી સુઈ ગઈ છે કે શું? ત્યારે મેં જોયું તો ત્યાં ખુદ હોટે નો એક વેઈટર ઉભેલો હતો અને મેં આપેલો પાણીનો ગ્લાસ ખાલી હતો મને એમ કે માનસીને કદાચ કઈ કામ હશે એટલે વેઈટર ને બોલાવ્યો હશે પણ પછી હું પાછો ઉઠ્યો અને જ્યારે તેની રૂમ માં ગયો ત્યારે માનસી લોહીલુહાણ હાલત માં પડેલ હતી.. અને મેં આપેલો પાણીનો ગ્લાસ પણ ખાલી હતો.મને ખૂબ જ ડર લાગ્યો માનસીની ડેડ બોડી ને મારી સામે જોઇને અને મેં જોરથી મા....ન....સી એમ રાડ પાડી.... બસ આ માનસીના મોત માં હવે તું કહે મારો એ વાંક જ હતો કે મેં માનસીની ફિકર કરી??"  આવું અક્ષયે વિહાન ને આખી ઘટના સમજાવતા કહ્યું...

ભાગ - 5 પૂર્ણ 

      દોસ્તો અક્ષય જે વાત કરી રહ્યો છે એ શું સાચી છે અને આ વાત સાચી છે તો પછી માનસીની રૂહ એમ કેમ કહે છે કે અક્ષય મારી મોત નો ગુનેગાર છે?હવે આ વાતો સાંભળીને વિહાન શું કરશે એ જોવા વાંચતા રહો સસ્પેન્સ અને થ્રિલર થી ભરપૂર સ્ટોરી "બદલો - રહસ્ય મોતનું"