નસીબ ના ખેલ..17

              ધીરજલાલ ને પણ શુ સુજ્યું તો એ નિશા ના ઘરે જાવા તૈયાર થઈ ગયા...  ધરા ને રાજકોટ રાખી ને ધીરજલાલ અને હંસાબેન નિશાના ઘરે ભાવનગર પહોંચ્યા.. નિશાનું ઘર જોયું.. કેવલને અને નિશા ના પતિ ને મળ્યા.. એ લોકો ને કરિયાણાની દુકાન હતી એ પણ જોઈ...  બધું ઠીકઠાક લાગ્યું...  ખબર નહિ કેમ ? જે અત્યાર  સુધી એક ઘર માં બે બહેનો આપવાની ના પાડતા હતા એ જ ધીરજલાલ ધરા ને આ ઘર માં આપવા તૈયાર થઈ ગયા... (જેનું સાચું કારણ અત્યારે કોઈ નોહતું જાણતું.. ). ધીરજલાલ હવે એમ માનવા લાગ્યા કે આપણા જીવન નો શુ ભરોસો... ? આપણા ગયા પછી ધરા એકલી પડી જશે.. પણ અહીં હશે તો નિશા ગમે એમ તો ય ભાઈ ની દીકરી છે ધરા ની બહેન છે એ ધરા ને સાચવી લેશે . ધરા ને એકલી નહિ પડવા દયે.. એકલું નહિ લાગવા દયે...


                    રાજકોટ આવી ને એમણે ધરા ને કહ્યું કે લોકો સારા છે, કેવલ પણ સારો છે...  ધરા એ ફકત એટલું કીધું કે પાપા મને છોકરો બતાવશો તો ખરા ને ???  ત્યાં તો ધરા ના માસી એ કહ્યું કે એ અને ધરા ના મમ્મી ફરી જશે બધું જોઈ આવશે અને છોકરા નો ફોટો પણ લેતા આવશે... ધરા ને હવે કાઈ કહેવા જેવું ન રહેતું હતું...

              બીજે જ દિવસે ધરાના માસી અને એના મમ્મી ફરી  ભાવનગર આવ્યા... અને ધરા ના માસી એ  કેવલ નો ફોટો પણ માંગ્યો..  અને એ લોકો ને રાજકોટ ધરા ને જોવા માટે નું આમંત્રણ પણ આપ્યું.... તરત જ નિશા એ કીધું કે એ લોકો એ તો ધરા ને જોયેલી જ છે અને એમના તરફ થી તો નક્કી જ છે... એ લોકો તો સીધી સગાઈ કરવા જ આવશે.. ત્યારે ધરા ના માસી એ કહ્યું કે કેવલ ને તો બાકી જ હશે ને ધરા ને જોવાની.... ત્યારે વધુ એક ધડાકો થયો નિશા તરફ થી કે કેવલભાઈ તો એ  (નિશા)  જ્યાં કહેશે ત્યાં જ હા પાડશે.   પણ આ તરફ કોઈનું ધ્યાન જ ન ગયું કે નિશા એ આમ  શા માટે કીધું  ?  કેમ કેવલ નિશાની આટલી બધી વાત માનતો હશે  ??? 
           

                ધરાના માસી અને મમ્મી કેવલ નો ફોટો લઈ અને એ લોકો ને આમંત્રણ આપી ને રાજકોટ પરત આવ્યા અને ધરા ને કેવલ નો ફોટો બતાવ્યો....   દેખાવ માં સાવ સામાન્ય કહી શકાય એવા કેવલ ને જોઈ ને ધરા એ એના પપ્પા ને કહ્યું કે આ મુરતિયો હોય તો  એને જરાય નથી ગમ્યો... આના કરતા તો આગળ જોયેલા છોકરાઓ સાત દરજ્જે સારા હતા....!!


             ધરા ના આ શબ્દો સાંભળતા જ ધરા ના માસી ગુસ્સામાં ઘણું બધું બોલવા લાગ્યા... "તે પોતે કોઈ છોકરો પસંદ કરી રાખ્યો છે ? તારે તો મા-બાપ નું નામ ડૂબાળવું છે, હજી તારા લક્ષણ સુધાર્યા નથી... ધીરજલાલ તારા પર ભરોસો કરે છે એ જ ખોટું છે... તું સુધરે એમ છે જ નહિ ..."   વગેરે વગેરે જેવા વ્યંગબાણ એક પછી એક છૂટતા રહ્યા.. અને ધરા ના મમ્મી સાવ   ચૂપચાપ બધું સાંભળતા રહ્યા , અને આ બધું જોઈ સાંભળી ને ધરા ને ખૂબ દુઃખ થયું... એણે પણ કહી દીધું કે હવે એ કેવલ ને જોવા પણ નથી માંગતી.. તમે જ્યાં કહેશો જેની સાથે કહેશો એની સાથે લગ્ન કરી લઈશ... (એ વાત અલગ હતી કે આ નિર્ણય ધરા એ થોડી જીદ માં લીધો હતો , જાણે એને ખબર હતી કે એની મરજી આમ પણ ચાલવાની તો નોહતી જ..)
                                            (ક્રમશઃ)

***

Rate & Review

Kaushik Kahar 2 weeks ago

Vicky Vaswani 3 weeks ago

Parul Ramani 4 weeks ago

mili 1 month ago