Pappano Purnjanm books and stories free download online pdf in Gujarati

પપ્પાનો_પુનૅજન્મ



પપ્પા તમે કેમ કંઈ બોલતાં નથી. એ મમ્મી આ પપ્પા જો ને પહેલાં ભલે ક્યારેય પ્રેમનો દરિયો વહાવે એવું નથી દર્શાવ્યું પણ હું આવતી તો તરત એમનાં મોઢામાં ખુશી છલકાતી પણ અત્યારે તો મને ઓળખતાં જ નથી એવું કેમ કરે છે. પપ્પા હું તમારી લાડો તમે આ તો કહી બોલાવતાં , પપ્પા હું તમારી પડછાઈ લોકો આ કહી તો મને સંબોધતા. પપ્પા હું તમારી ચમચી દીદી આં કહી તો મને ખિજવતી.. મા કે ને પપ્પા ને મારી જોડે ક્યારેય મશ્કરી નથી કરી તો આજે આવી મજાક કેમ કરે છે. હોસ્પિટલ માં માર્ગી એની મમ્મી ને કહી રહી હતી.
સીટી હોસ્પિટલ માર્ગી એ માથે લઈ લીધી હતી.

અચાનક ફોન આવ્યો હતો કે પપ્પા ને ચક્કર આવ્યા અને પડી ગયા છે હોસ્પિટલ લઈ જઈ છીએ. માર્ગી એ કંઈ વિચાર્યા વગર જ ગાડીમાં બેસી ને ચાર કલાક ની મુસાફરી રોતા રોતા જ કાઢી દર દશ મિનિટે તેના ભાઈ ને ફોન કરે અને પછી કાપી નાખે. મમ્મી શું થયું છે બોલ ને પપ્પા ને ભાઈ આ પપ્પા ને ચક્કર કેમ આવ્યા ડોકટર શું કહે છે . જેવાં કેટલાં સવાલો પૂછી નાખ્યા. જવાબ ની રાહ જોઈ જ નહીં . સીધી પહોંચી ડોકટર પાસે ખબર નહીં પપ્પા બાબતે પહેલેથી તેને કોઈ પર વિશ્વાસ જ નહીં. ડોકટર સાહેબ પપ્પા ને શું થયું છે તે જાગે છે પણ મને ઓળખતાં નથી તે મમ્મી અને ભાઈ ને કંઈ બોલી કહેવા કોશિષ કરે છે પણ મારી તો સામે પણ નથી જોતાં. ?બોલો ને ઓચિંતા ના ચક્કર કેમ આવ્યા તમે એમના રિપોર્ટ કરાવ્યા તેમાં શું આવ્યું. ?

ડોકટર સાહેબે પાણી આપ્યું માર્ગી ને અને કહ્યું કે શાંત થઈ જાવ તમારી આ પરિસ્થતિ માં બહુ ચિંતા સારી નહીં. હા માર્ગી ને સાતમો મહિનો ચાલતો હતો. એક દીકરો ચાર વર્ષ નો અત્યારે ઘરે દાદા દાદી પાસે હતો. મારી ચિંતા છોડો હું સંભાળી લઈશ તમે પપ્પા નું કહો કેમ આમ વર્તન કરે છે એમનાં રિપોર્ટ , હવે ડોકટર મહેતા થી ન રેવાયું તેમણે કહ્યું કે તમારા પપ્પા ના શારીરિક બધાં જ રિપોર્ટ નોર્મલ છે. કિડની , લીવર હાર્ટ બધું જ પરફેક્ટ કાર્ય કરે છે. બીપી , ડાયાબિટીસ કંઈ નથી પરંતુ , શું ડોકટર સાહેબ હવે પરંતુ શું? જેમ શારીરિક આપણે સ્વસ્થ રહીએ તેમ માનસિક સ્વસ્થતા પણ બહુ જ જરૂરી છે. આપણે હંમેશા શરીર માટે ના ટોનિક કે ખોરાક ને જ પ્રાધાન્ય આપીએ છીએ માનસિક જરૂરી શાંતિ, ધ્યાન , ખુલીને લાગણી પ્રદર્શિત કરવી વગેરે ને હંમેશા અવગણીએ છીએ. ખરાબ ખોરાક ખાવા થી ફૂડ પોઇઝનિંગ થાય તેમ વધુ ગુસ્સો અને અતિ વિચાર થી માનસિક પોઇઝનીંગ થાય. પરંતુ આપણે ક્યારેય માનસિક સ્વસ્થતા માટે ડોકટર નો સંપર્ક કરતાં નથી કારણ આપણે તો માનસિક બીમારી એટલે ગાંડપણ જ સમજીએ છીએ. થોડી પણ માનસિક અસ્વસ્થતા લાગે તો ડોકટર નો સંપર્ક કરવો જ જોઈએ તે દવા જ આપે એવું નથી તે કાઉન્સલિંગ પણ કરી તમારી તકલીફ હળવી કરી શકે છે. ઘણી વખત આપણા મનના વિચારો ને આપણા મિત્રો કે પરિવારજનો ને કહેતાં અચકાઈએ ત્યારે આ ત્રિયાત વ્યક્તિ તરીકે સાંભળી એનું નિરાકરણ પણ લાવે છે.

સાહેબ તમારી વાત સમજું છું , મારા પપ્પા અને હું એક જ સરખું મગજ ધરાવીએ છીએ અમને નાની નાની વાત અસર બહુ કરે છે. બાળપણ થી પપ્પા નો ગુસ્સો જોયો છે પણ તે ગુસ્સા પાછળ નું frustration ક્યારેય નજરે આવ્યું જ નહીં. ત્રણ ભાઈ બહેન દાદા દાદી મમ્મી પપ્પા સાત વ્યક્તિઓના કુટુંબ ને જીવન જરૂરિયાતો પૂરી પાડવામાં, ત્રણ બહેનો તેનાં વ્યવહાર સાચવવામાં અને સાથે અમને સારા માં સારું ભણતર અને ઉછેર આપવામાં પપ્પા ઘસાઈ ગયા તે દેખાતું ક્યારેક તો નીંદર માટે નીંદર ની ગોળીઓ ખાતા તે પણ ડોકટર ને પૂછયા વગર . ધીમે ધીમે તેની આદત થઇ ગઇ હતી. પણ પપ્પા નું મગજ એક દમ ચકાચક જ કામ કરતું હતું. લગ્ન પછી ઓછું આવવા જવાનો લીધે છેલ્લા પાંચ વર્ષ માં બહુ ખ્યાલ નથી પણ છતાં પપ્પા ને કોઈ તકલીફ હોય એવું મમ્મી કે ભાઈએ કહ્યું પણ નથી. મારો દીકરો રમ્ય આવ્યો ત્યારે હું દોઢ મહિનો રોકાયેલ પપ્પા સરસ રીતે જ રાખતા અને રહેતાં હતાં ત્યાં સુધી કે નામ પણ પાડવાનું મસ્ત આયોજન જાતે કરેલ તો આ ચાર વર્ષ માં હું આવજા તો કરતી જ હતી ક્યારેય કોઈ ટેન્શન કે તકલીફ દેખાયા જ નથી. માર્ગી એ ડોકટર સાહેબ ને કહ્યું.

આ તારા પપ્પા નો MRI રિપોર્ટ , એને મગજમાં જે આપણે ફોલિક એસિડ બનતું હોય તે બનતું બંધ થઈ ગયું છે અને જે હતું તે પણ ધીમે ધીમે સુકાતું જાય છે. આમની છેલ્લા ત્રણ વર્ષ થી દવા કરું છું પરંતુ મેડિકલ દ્વારા હજી એ રોગ ને પૂર્ણ રૂપે દૂર કરવાનો ઉપાય શોધાયો જ નથી. આજે જે ચક્કર આવ્યા તે એ ફોલિક એસિડ સુકાયા પછી ની ઇફેક્ટ છે જે ધીમે ધીમે ગંભીર ધારણ કરશે. છેલ્લા છ મહિનામાં જે નહીં મળ્યા હોય તેમને તે ભૂલી ગયા હશે. તારી આવી પરિસ્થતિ ને લીધે તું કદાચ નહીં મળવા આવી શકી હોય એટલે હવે તેમને તું યાદ નથી. સાહેબ આપણે અમદાવાદ મુંબઈ ક્યો ત્યાં લઈ જઈએ પપ્પા ને પણ મને ન ઓળખે તે કેમ ચાલે. મારી ઓળખ તો એમનાં થકી છે. માર્ગી ભાંગી પડી. સાંભળ આ રોગ ની કોઈ દવા નથી હા ધીમે ફેલાઈ તે માટે ની દવાઓ હતી જે આપેલ પણ હવે આ છેલ્લું સ્ટેજ છે. બહુ તો બે મહિના તેનાં થી વધુ શક્યતા જ નથી કે સર્વાઇવ કરી શકે. ધીમે ધીમે બધું ભૂલી શરીરના દરેક અંગનો ઉપયોગ કેમ થાય તે પણ ભૂલી જશે ધીમે ધીમે અંદર માં ઓર્ગન પણ તેનું કામ કરવાનું બંધ કરી દેશે અને પછી ....(#MMO)

માર્ગી જો તું ભાંગી પડીશ તો ભાઈ મમ્મી નું શું? દીદી તો દૂર બેઠી છે તેને કહી દીધું છે પણ તારે તો સ્ટ્રોંગ બનવું જ પડશે. માર્ગી દોડતી મમ્મી પાસે આવી ભાઈ સામે જોઈ ને ખૂણા માં જઈ રડવા લાગી. જેની પરછાઇ છે તે વ્યક્તિ જ નહીં રહે તો. માર્ગી તેનાં પપ્પા નું બીબુ એટલે દુઃખ છૂપાવવામાં માહિર અને કોઈ ને ભેટી ને રોવું તો આવડે જ નહીં. થોડી સ્વસ્થ થઈ ઘરે લઈ જવાની પ્રોસિઝર શરૂ કરી. બે દિવસ પાછી દીદી પણ આવી ગઈ હતી. આ પરિસ્થતિ માં કેટલો સમય નીકળે ખબર જ ન હતી. ફરજિયાત રૂટિન માં લાગવા સિવાય કોઈ રસ્તો ન હતો. ધીમે ધીમે શરીર સાથ છોડતું હતું મમ્મી પપ્પા ની ૨૪ કલાક સેવામાં હતી. પંદર દિવસે માર્ગી પણ આંટો મારી જતી હતી. એક મહિનો ટ્રાવેલિંગ નહોતું કરવાનું એટલે નવમો બેઠાં ભેગી ફરી આવી જોવા ભાઈને તાલીમમાં જવાનું હતું પપ્પા હવે કોઈ ને ઓળખતાં ન હતાં ખોરાક કેમ ચવાઈ તે ભૂલી ગયા હતા. માર્ગી એ ભાઈને પરાણે મોકલ્યો અને પોતે મમ્મી પપ્પા આગળ રહેવા લાગી એક અઠવાડિયાની જ તો વાત હતી. ત્રણ ચાર દિવસ પસાર થઈ ગયા હતાં. એક દિવસ સવારે પપ્પા ને હેડકી શરૂ થઈ અને માર્ગી ત્યાં થી ખસી જ નહીં . શારીરિક કષ્ટ જોઈ મનોમન માર્ગી એ ભગવાનને પપ્પા માટે શાંતિ માંગવાનું શરૂ કરી દીધું. પપ્પા માટે ડોકટર ને બોલાવવા વરને મોકલ્યા પણ પપ્પા જાણે માર્ગી સામે જોઈ આવજો કહી રહ્યા હોય તેમ સાવ શાંતિ થી જીવ છોડી દીધો. અંત ખબર હતી છતા માથે થી છત ગયા નો અહેસાસ બહુ અઘરો હતો. એક જ સેકન્ડમાં નાનો ભાઈ મોટો થઈ ગયો.

માર્ગી આજે રડી નહીં જવાબદારી એ તેની આંખો સૂકવી દીધી. ભાઈ, દીદી ને ફોન કર્યો. મમ્મી ને સમજાવી બેસાડી. ભાઈ ની રાહ જોવા લાગી. દીદી ને આવતા બે દિવસ થશે એટલે પપ્પાને બરફમાં રાખવી તૈયારી શરૂ કરી દીધી. બધાને તેની સ્વસ્થતા જોઈ નવાઇ લાગતી હતી પણ અંદર થી ચૂર ચૂર થયેલ. ભાઈ આવી ગયો બધું સાંભળી લીધું આ તરફ પપ્પા ને લઈ જવાનો સમય નજીક આવતો હતો અને માર્ગી ને લેબર પેઇન શરુ થયું . એક તરફ જ્યાં પપ્પા ને અગ્નિદાહ દેવાતો હતો ત્યાં જ માર્ગી એ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. બાળક ને જોયું તો જાણે પપ્પા જ પાછા આવ્યા હોય તેવું લાગ્યું. કારણ હાથમાં લીધાં સાથે જે રીતે બાળકે સ્મિત આપ્યું તે તે જ સ્મિત હતું જે માર્ગી પિયર આવતી ત્યારે જે પપ્પા આપતાં તે જ હતું..