Zer to pidha books and stories free download online pdf in Gujarati

ઝેર તો પીધાં ચોળી ચોળી

#તમાકું_સેવન_હાનિકારક_છે.

કેટલાં દિવસ થયા ઉમંગ તમે જમી પણ નથી શકતાં. આ ચાંદુ કંઈ ઘાટા કાથા કે ચૂનાનું નથી જોવો જોઈ તમારો ગાલ પણ સોજી ગયો હોય તેવું લાગે છે. લોપા હું આજે જુલાબ ની ગોળી લઈ લઈશ ચિંતા કરમાં પેટ નો બગાડ છે. તારો જ વાંક છે કેટલું સરસ જમવાનું બનાવે છે કે કન્ટ્રોલ જ ન થાય. રોજ વિચારું કે આજ થી સાત્વિક જ આહાર અને બને એટલું ઓછું જમીશ તીખું તળેલું ખારું ગળ્યું બધું લિમિટમાં પણ તું એવું કંઇ એવું બનાવ કે દાઢ દળકી જ જાય. ઉમંગે લોપા ને સમજાવતા કહ્યું. લોપા ફરી ચિંતા સાથે શાંત થઈ ગઈ. લોપા નો ડર ખોટો ન હતો. નાનપણ માં જે તમાકું ખાવાથી  પોતાના કાકા ને  કેન્સર  થયેલ તે જોયું હતું તેની અસર  કુમળા મન પર થી  જતી જ ન હતી છાને ખૂણે એ ડર હંમેશા રહેતો. 
             લગ્ન પહેલાં ઉમંગે પ્રોમિસ કરેલ કે ચોક્કસ પછી છોડી દેશે. લગ્નને  દશકો વીતી ગયો પણ દર વખતે એક અલગ તારિખ કે વાત સાથે ઉમંગ તૈયાર જ હોય. હાઈસ્કુલ માં હતો ત્યારની ટેવ એમ તો ન જ છૂટે દિવસો વિતતા ગયા અને લોપા પણ ટેવાતી ગઈ ત્યાં સુધી કે તે ઝેર છે ધીમે ધીમે શરીર માં પ્રસરે છે છતાં તે પોતાના હાથે જ ઉમંગ માટે સોપારી , તમાકું કે ફાકી એટલે કે માવો બનાવવાની વસ્તુ લાવતી. ક્યાંક તેણે હાર માની લીધી હતી. જ્યારે દલીલ થતી તો ઉમંગ એનાં કુટુંબ ના વડીલો ના ઉદાહરણ આપતાં કે વર્ષો થી ખાઈ પીવે છે કંઈ થયું નથી અથવા કહેતાં કે થવાનું છે તે લખાયેલ છે. દર વખત તમાકું કે કોઈ બીજા કારણોસર મોઢામાં ચાંદા પડતાં દર વખતે ડર પણ રહેતો અને મટી પણ જતાં. આ વખતે થોડું લાંબુ ચાલ્યું હતું. જો કે ઉમંગ માત્ર ફાકી જ ખાતો એનાં થી વધુ તો એનાં મિત્રો સિગારેટ પીતા પણ સિગારેટ માં પણ પેસીવ સ્મોકિંગ હાનિકારક જ છે પણ કોણ કોને સમજાવે? બધા જ મિત્રો કે ઉમંગ ખુદ કોર્પોરટજગત માં ઊંચી પોસ્ટ ધરાવતો. 
               એક વખત તો ઉમંગે ચોખ્ખું જ કહી દીધું કે તને છોડી શકીશ તમાકું નહીં જ. બસ ત્યાર થી લોપા એ સમજી લીધું કે એના પ્રેમમાં જ ક્યાંક ખામી છે બાકી તો આ વાક્ય બોલવાનું તો દૂર વિચારતાં પહેલાં એક વખત તો ઉમંગ ધબકારા ચૂક્યો હોત. જોત જોતામાં બીજું અઠવાડિયું ચાલ્યું ગયું પણ ઉમંગે દરેક વસ્તુ કરી જોઈ મોઢાનું ચાંદુ મટતું જ ન હતું. એટલે ફેમિલી ડોકટર પાસે જવાનો નિર્ણય લેવાયો. લોપા ને ટેવ હતી કે નાના માં નાની તકલીફ પણ એ ઉમંગ ની હોય તો પણ સાથે જાય. ડોકટર સાહેબ દશ દિવસ જેવું થયું જોવો ને બિચારા કંઈ ખાઈ પણ નથી શકતાં.(#MMO) ફેમિલી ડોકટર સાથે કૌટુંબિક સબંધ હોવાથી ડોકટરે મજાકમાં કહ્યું કે તમારી રસોઈ થી છુટવા આવું કર્યું હશે. લોપા કંઈ જ ન બોલી એક અજાણ્યો ભય સતાવી રહ્યો હતો. ડોકટરે જોઈ તરત જ કહ્યું કે હું કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. રાઘવ પટેલ નો સંપર્ક કરાવું છું આપણા મનના સામધાન માટે એક વખત રિપોર્ટ વગેરે કરાવી લઈએ. લોપાના માથા ઉપર થી આકાશ અને પગ નીચેની જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું. 
          આ તમાકું અને સિગારેટ સ્મોકિંગ શરીર માટે કેટલી હાનિકારક છે એ જાણ્યા પછી લોકો સમજતાં નથી ત્યારે એટલું જ કહીશ કે કોશિષ કરવાથી મોટી મોટી કુટેવ સુધરી જાય છે. તમારા માટે નહીં તમારા પરિવાર માટે આ ઝેર નું સેવન ન કરો.

https://youtu.be/HRvWsOjYeW0