Nasib na Khel - 18 books and stories free download online pdf in Gujarati

નસીબ ના ખેલ... 18

ધરા ના માસી અને મમ્મી જ્યારે કેવલ ને જોવા ગયા હતા ત્યારે ત્યાં એ લોકો ને રાજકોટ આવી ધરા ને જોવા આવવાનું આમંત્રણ આપી આવ્યા હતા... પણ નિશા એ તો સીધું એમ જ કહી દ8ધુ કે અમે તો નક્કી કરવા જ આવીએ છીએ.. કારણ અમારા તરફ થી તો હા જ છે... તમે એ રીત ની તૈયારી માં જ રહેજો.. અમે આવશું એટલે મીઠીજીભ આપી ને જ જશું.. (મતલબ સગાઈ કહી શકીયે... પેહલા કહેતા હતા ને રૂપિયો નાળિયેર આપ્યા, ગોળધાણા ખાધા, વગેરે જેવું , રિંગ પહેરાવવાનું તો હવે ચલણ માં આવ્યુ છે..)

અને એ દિવસ આવી પણ ગયો... નિશા પોતાના મોટા જેઠ-જેઠાણી, એનો દીકરો, નણંદ- નણદોઈ, નણંદ ની દીકરી, અને પોતે પોતાના વર અને પોતાના બે સંતાન એક દીકરો અને એક દીકરી અને કેવલ ... સહુ ને લઇ ને રાજકોટ આવી પહોંચી... સાથે ધરા માટે એક સાડી અને જરૂરી કટલરી પણ લઇ ને આવી હતી, મીઠાઈ નું બોક્સ , પગ ના છડા, નાક ની ચૂંક વગેરે સાથે લાવી હતી... સગાઈ ની બધી તૈયારી.... !!!!
જાણે એ જાણતી હતી કે અહીંથી હવે કોઈ ના પાડવાનું જ નથી... આટલો બધો આત્મવિશ્વાસ કેમ ??? એ કોઈ ની સમજ માં ન આવ્યુ... કોઈ ને કાઈ અજુગતું ન લાગ્યું... જે ધીરજલાલ પહેલા એક ઘર માં બે બહેન આપવા જરાય રાજી ન હતા.. કે નિશા ના પિતા શાંતિલાલે ધીરજલાલ ને દગો આપ્યો હતો.. એ બધું ધીરજલાલ અચાનક ભૂલી કેમ ગયા ??? કોઈ કાઈ જ જાણતું ન હતું....
અને ધરા એ તો જીદ માં પોતાનો નિર્ણય કહી જ દીધો હતો કે પપ્પા જ્યાં કહેશે ત્યાં એ વ્યક્તિ સાથે લગ્ન કારી લેશે એ... એને હવે કોઈ ફરક નોહતો છોકરો જોવાથી.... અને એણે કર્યું પણ એમ જ.... બધા ની હાજરી માં ધરા ને ચા ની ટ્રે સાથે બહાર લાવવામાં આવી.. અને બધા સાથે બેસાડી... પણ ધરા નીચું જોઈને જ બેસી રહી... નિશા એ પણ કહ્યું કે ધરા કેવલભાઈ સામું જો તો ખરી .. પણ ધરા અડગ રહી... જો કે બધા એમ સમજ્યા કે ધરા શરમાય છે એટલે સહુ ની હાજરી માં ઉંચુ નથી જોતી... તેથી ધરા અને કેવલ ને એકલા બેસાડવા એવો નિર્ણય લેવાયો... અને બંને ને એકલા બેસાડવામાં આવ્યા... કેવલે આડાઅવળા પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી... ધરા એ દરેક ના જવાબ આપ્યા પણ કેવલ સામું જોયું સુધ્ધાં નહિ.... આ વાત કેવલે પણ નોટિસ કરી... હંસાબેન પણ આ વાત જોઈ રહ્યા હતા...
થોડી વાર આમ બેઠા પછી હંસાબેન આવી ને ધરા ને લઇ ગયા... ધરા ને લઈ ને સીધા રસોડામાં ગયા અને ધરા પર વરસી પડ્યા... "આટલી જીદ શુ કામ ની.. તે ધાર્યું છે શુ ? આટલા મહેમાન વચ્ચે અમારું નાક કપાવે છે.. એ લોકો મન માં શુ વિચારશે ? બાપ ની આબરૂ ની કાઈ પડી જ નથી.... " વગેરે વગેરે..... ધરા રોઈ પડી ને એટલું જ બોલી કે મમ્મી મેં લગ્ન ની ના ક્યાં પાડી છે.. કહું જ છું તમે કહેશો ત્યાં પરણી જઈશ... તમારી હા માં હા કહું છું પછી શુ કામ મને આટલું બધું વઢો છો ?? હંસાબેન કાઈ કહે એ પહેલા જ ત્યાં નિશા આવી ચડી... ધરા ને રડતી જોઈ તો કહે હજી ક્યાં વિદાય થઈ છે તારી કેમ રડે છે ??? બસ આ વાત માં હંસાબેન ને બહાનું મળી ગયું આ વાત ને દબાવવાનું.... મજાક ની બીજી વાત કરી ને થઈ રહેલી ગંભીર વાત ઉડાવી દીધી...
પછી સૌ જમવાની તૈયારી માં લાગી ગયાં... જમ્યા પછી સગાઈ ની ઔપચારિક વિધિ કરવાનું નક્કી થયું હતું... સહુ પોતપોતાની રીતે ખુશ હતા... પણ ધરા ના મન ની સ્થિતિ કોઈ નોહતું સમજતું...અને ધરા નું નસીબ નવા ઘાવ આપવા સજ્જ થઈ ને ઉભું હતું... લોકો કહે છે લગ્ન પછી યુવતી ના જીવન ની નવી શરૂઆત થાય છે.. જિંદગીની આ સફર પર ધરા નું નસીબ ધરા ની રાહ જોતું ઉભું હતું... કાઈ કેટલાય નવા ખેલ સાથે......