Parashar Dharmashashtra - 2 books and stories free download online pdf in Gujarati

પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૨

अभिगम्य कृते दानं त्रेतास्वाहुय दीयते I

द्रापरे याचमानाय सेवया दीयते कलौ II २८ II

अभिगम्योतमं दानमाहूयेवं तु मध्यमम I

अधमं याचमानाय सेवादानाम तु निष्फलं II २९ II

जीतो धर्मो हधर्मेण सत्यं चैवान्रुतेंन च I

जितास्चोरेस्च्व राजान: स्त्रिभिस्च पुरुषा: कलौ II ३० II

सीदन्ति चाग्निहोत्रानी गुरुपूजा प्रणश्यति I

कुमार्यस्च प्रसूयन्ते अस्मिन्कलियुगे सदा II ३१ II

સત્યયુગમાં સામે જઈને દાન લેનારાને દાન આપવામાં આવતું હતું, ત્રેતાયુગમાં બોલાવીને દાન આપવામાં આવતું હતું, દ્રાપરયુગમાં માગનારાને દાન આપવામાં આવતું હતું અને કળીયુગમાં સેવા કરનારાને દાન આપવામાં આવે છે.

દાન લેનારાને ઘરે જઈને દાન આપવું એ ઉત્તમ દાન છે, બોલાવીને આપવું એ મધ્યમ દાન છે, યાચના કરનારાને દાન આપવુંએ અધમ દાન છે અને સેવા કરાવીને કે કીર્તિ માટે દાન આપવું એ નિષ્ફળ દાન છે.

આ કળીયુગમાં અધર્મે ધર્મ ને જીત્યો છે, અસત્યે સત્ય ને જીત્યું છે, ચોરોએ રાજાને જીત્યા છે અને સ્ત્રીઓએ પુરુષોને જીત્યા છે.

(કળીયુગમાં લોકો અધર્મ કરતા ડરતા નથી, પળે પળે કારણ વગર પણ જુઠું બોલે છે, ચોરો રાજાને ત્રાસ આપ્યા કરે છે તેથી તેઓને ઠેકાણે લાવવા માટે રાજાએ મહાપરિશ્રમ વેઠવો પડે છે, માટે ચોરોએ રાજાને જીત્યા છે એમ કહ્યું છે તથા દરેક ઘરમાં સ્ત્રીઓનું જ પ્રાધાન્ય જોવામાં આવે છે. સાધારણ કામ અથવા મોટું કામ પણ કરવાનું હોય તો ઘરની સ્ત્રીની મરજી અથવા સલાહ વગર થઇ શકતું નથી. ગૃહસ્થના ઘરમાં સ્ત્રીનો પ્રીતિપાત્ર જેટલો આગળ વધી શકે છે તેટલો પુરુષનો પ્રીતિપાત્ર આગળ વધી શકતો નથી.)

આ કળીયુગમાં સદાય અગ્નિહોત્ર નાશ પામ્યા છે, ગુરુની પૂજા પણ નાશ પામી છે અને કુમારિકાઓ પ્રસુતા થાય છે.

આજના સમયમાં દાન કરવું શ્રેષ્ઠ કહેવાય પણ ના સામેથી જઈને, ના સામેથી બોલાવીને, ના માંગવાવાળાને, ના તો કોઈ કામ કરાવીને કે ના તો પોતાનું નામ વધારવા માટે દાન કરવું જોઈએ.દાન હમેશા એ વ્યક્તિને કરવું કે જે જ્ઞાન (નોલેજ, સ્કીલ) ધરાવતો હોય અને તેનો દુરુપયોગ કરવાને બદલે નિષ્ઠાથી પોતાનું કામ કરતો હોય. અત્યારે પોતાની ફરજ કરતા ચાપલુસી કરવાવાળા આગળ વધે છે, સાચું બોલવાને બદલે ફાયદા માટે ખોટું બોલવાવાળા ઉપર હોય છે, ક્યાયના પણ ઉપરી અધિકારીઓએ ભ્રષ્ટાચારી કે કનિંગ લોકોનું જ માની ને ચાલવું પડે છે, અને દરેક ઘરમાં હોમમીનીસ્ટર ની ઈચ્છા સૌથી ઉપર જ રહે છે. દરરોજ પાંચ કુદરતી તત્વોનો આભાર માનવાવાળા નથી રહ્યા, ના કે ગુરૂ એટલે કે ટીચર્સ, પ્રોફેસર્સ નું માં રહ્યું છે અને અપરિણીત તેમજ નાની ઉમર ની દીકરીઓ પ્રેગ્નેન્ટ પણ થાય છે. આટઆટલી સદીઓ પહેલા પણ પરાશરઋષિએ આજના સમય નો ટ્રેન્ડ જણાવ્યો છે.

कृते त्वस्थिगता: प्राणास्त्रेतायां मांसमश्रिता: I

द्रापरे रुधिरं चैव कलौ त्वन्नादिषु स्थिता: II ३२ II

युगे युगे च ये धर्मास्तत्र तत्र च ये द्रिजा: I

तेषां निन्दा न कर्तव्या युगरूपा हि ते द्रिजा: II ३३ II

युगे युगे तु सामर्थ्ये शेषं मुनिविभाशितम I

पराशरेण चाप्युकतम प्रायश्चितं विधीयते II ३४ II

સત્યયુગમાં પ્રાણ હાડકામાં રહેતા હતા, ત્રેતાયુગમાં માંસમાં રહેતા હતા, દ્રાપરયુગમાં રુધિરમાં રહેતા હતા અને કળીયુગમાં અન્નાદિકમાં રહે છે.

યુગ યુગના જે ધર્મો છે તેની અને તે તે યુગના બ્રાહ્મણોની નિંદા કરવી નહિ કારણકે બ્રાહ્મણો ના ગુણો પણ જે તે યુગ ના જેવા જ હોય છે.

પ્રત્યેક યુગમાં મુખ્ય મુનિના કહેતા બાકી રહેલા યુગના ધર્મો બીજા મુનિઓએ કહેલા છે. તેમ જ આ કલિયુગને વિષે પણ પરાશરે પ્રાયશ્ચિત ધર્મ કહ્યા છે, તેથી કળીયુગમાં પરાશરે કહેલા પ્રાયશ્ચિત ધર્મ પાળવામાં આવે છે.

પ્રાણ એટલેકે ચાલકબળ, હાડકા, માંસપેશીઓ અને બ્લડમાં રહેતું જે હવે ફૂડ માં રહે છે. એટલે જ આગળ ના યુગોમાં લાંબા સમય ના તાપ અને યજ્ઞો દરમ્યાન ઉપવાસ કરવામાં આવતા, જે આજે ન કરી શકાય અને ન કરવા જોઈએ. પ્ર્રકરણ શૂન્ય માં જણાવ્યા મુજબ બ્રાહ્મણ એટલે જ્ઞાન આપણા ટીચર, અને અહી પણ આ ઉદાહરણ લેવા માં આવ્યું છે, આ સમયમાં દરેક પ્રોફેશન ના લોકો ની ક્વોલીટીઝ જે-તે સમય જેવી જ હોય છે એટલે કે આજના ટીચર્સ નું નોલેજ અને બિહેવિયર, સૈનિકોની સ્કીલ અને બિહેવિયર, વેપારીઓની નિષ્ઠા અને સ્કીલ, કે સર્વિસ પ્રોવાઈડર્સ ની સરખામણી આગળના સમય સાથે ના કરવી કે ના તો તેટલી અપેક્ષા રાખવી. તેમજ આ સમય માં કરવામાં આવેલ ભૂલોના સુધારા ઋષિ પરાશરએ કહ્યા પ્રમાણે કરવા જોઈએ.

अहमधैव तत्सर्व्मनुस्मुर्त्य ब्रवीमि वःI

चातुर्वर्ण्यसमाचारं श्रुणवन्तु ऋषिपुन्ड्वा:II ३५ II

परशारमतं पुण्यं पवित्रं पापनाशनमI

चिन्तितं ब्राह्मणारथाय धर्मसंस्थापनाय चII ३६ II

चतुर्णांमपि वर्णानामचारो धर्मपालक:I

आचारभ्रष्टदेहानां भवेद्ध्रम: परादमुख:II ३७ II

षटकर्माभिरतो नित्यं देवतातिथिपूजक:I

हुतशेषन्तु भुज्जानो ब्राह्मणों नावसीदतीII ३८ II

હું આજે જ તે સર્વ ધર્મને સંભારીને તમને કહું છું. હે મહાઋષિઓ, ચારેય વર્ણના આચારોને તમે સાંભળો.

પરાશરમુનિએ આ ધર્મશાસ્ત્ર ધર્માનુષ્ઠાન દ્વારા બ્રાહ્મણપણું સંપાદન કરવા માટે તથા ધર્મનો ઉપદેશ આપીને ધર્મની સ્થાપના કરવા માટે રચ્યું છે. તે પરાશરે રચેલું પુણ્યસ્વરૂપ ધર્મશાસ્ત્ર અર્થપુર્વક વિચાર કરવાથી પાપનો નાશ કરે છે અને પવિત્ર કરે છે.

આચાર ચારેય વર્ણના ધર્મનું પાલન કરે છે. જેઓનું શરીર આચારથી ભ્રષ્ટ થયેલું છે, તેઓનાથી ધર્મ પરામુખ રહે છે અર્થાત ધર્મ તેનાથી દુર રહે છે.

નિત્ય છ કર્મ કરનારો, દેવતા અને અતિથીનું પૂજન કરનારો તથા વૈશ્વદેવ કર્યા પછી બાકી રહેલા અન્નનું ભોજન કરનારો બ્રાહ્મણ દુઃખી થતો નથી.

પ્રોફેશન પ્રમાણેનું બીહેવીઅર પબ્લિક તેમજ પ્રાઇવેટમાં હોવું જોઈએ. એટલેકે શિક્ષણક્ષેત્ર, પોલીસ-સૈન્યક્ષેત્ર, વ્યાપારક્ષેત્ર અને સેવાકીયક્ષેત્ર, કોઈ પણ ક્ષેત્રના વ્યક્તિએ જે તે મુજબનો જ વ્યવહાર કરવો જોઈએ. જો તેમ ન કરવામાં આવે તો તેમના પર આંગળી ઉઠી શકે છે, પગલાં પણ લેવાઈ શકે છે અને પરિણામ સ્વરૂપ પોતાના વ્યવસાયથી દુર પણ કરવામાં આવી શકે છે એટલે કે ધર્મ તેનાથી દૂર રહે છે.

શૈક્ષણિક વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ હમેશા પૂજા, ધ્યાન અને અતિથિની સેવા કરવી જોઈએ. પૂજા અને ધ્યાન, કોન્સન્ટ્રેશન વધારે છે જે તેમના પ્રોફેશનમાં ખુબ ઉપયોગી છે. અતિથિની સેવા કરવાથી તેની સાથે ઘરોબો વધે છે અને આ કારણે થતા કોમ્યુનીકેશન થકી નોલેજ પણ વધે છે.

संध्या स्नानं जपो होमो देवतातिथिपूजनंI

आतिथ्यं वैश्वदेवं च षट कर्माणि दिने दिने II ३९ II

इष्टो वा यदि वा द्रेष्यो मुर्ख: पण्डित एव वाI

वैश्वदेवे तु सम्प्राप्त: सोडतिथि: स्वर्गसडकम:II ४० II

दूराध्वोप्गतं श्रान्तं वैश्वदेव उपस्थितमI

अतिथिं तं विजानीयात्रातिथिः पुर्वमागत:II ४१ II

नैकग्रामीणमतिथिं संगृहीत कदाचनI

अनित्यमागतो यस्मातस्मादतिथिरुच्यते II ४२ II

સ્નાન, સંધ્યાવંદન, ગાયત્રીનો જપ, હોમ, દેવતાનું તથા અતિથિનું પૂજન, વૈશ્વદેવનું કર્મ તથા આવેલા અતિથિનો સત્કાર, આ છ કર્મ બ્રાહ્મણાદિક વર્ણે પ્રતિદિન કરવા જોઈએ.

પોતાનો મિત્ર હોય કે શત્રુ હોય, મુર્ખ હોય કે પંડિત હોય, પરંતુ વૈશ્વદેવનું કર્મ થઇ રહ્યા પછી જે આવે છે, તે અતિથિ સત્કાર કરવાથી સ્વર્ગનું ફળ આપે છે.

ઘણો દુર માર્ગ ચાલીને આવ્યો હોય અને થાકી ગયો હોય, આવો બ્રાહ્મણ વૈશ્વદેવનું કર્મ થઈ રહ્યા પછી આવીને ઉભો રહે તો તેને અતિથિ જાણવો પરંતુ તેના પહેલા આવેલો અતિથિ ગણાય નહી.

એક ગામમાં રહેનારા વ્યક્તિને કદિ પણ અતિથિ તરીકે સંઘરવો નહિ. વ્યક્તિ એક સંપૂર્ણ તિથી રહેતો નથી, માટે તે અતિથિ કહેવાય છે.

શૈક્ષણિક વ્યવસાયીકે વૈશ્વદેવનું કર્મ થયા પછી એટલે કે સાંજે સંધ્યા પછી આવેલ અતિથિ સાથે ભલે કેવા પણ સંબંધ હોય તેનો સત્કાર કરવો જોઈએ, આમ કરવાથી હંમેશા ફાયદો જ થશે, તે સંબધ પ્રગાઢ બને, સુધરે અને તેના થકી નવા માર્ગો પણ મળે. સાંજ પછી આવેલ શિક્ષક બીજા ગામથી આવેલ હોય તો તેને અતિથિ કહેવાય જયારે આપણા જ શહેર કે ગામનો વ્યક્તિ અતિથિ ન કહી શકાય તેમજ સાંજ પહેલા આવેલ વ્યક્તિ પણ અતિથિ ન કહી શકાય. જે એક સંપૂર્ણ તિથિ એટલે કે ૨૪ કલાક સુધી ન રોકાતો હોય તેને અતિથિ કહી શકાય.

अतिथिं तत्र संप्राप्तं पुज्येत्स्वागतादिनाI

अर्ध्यासन्प्रदानेन पाद्प्रक्षलनेन चII ४३ II

श्रद्धया चान्न्दानेन प्रियमप्रष्नोत्तरेण चI

गच्छन्तं चानुयानेन प्रीतिमुत्पादयेद्रुहीII ४४ II

अतिथिर्यस्य भग्नाशो गृहात्प्रतिनिवर्ततेI

पितरस्तस्य नश्यन्ति दश वर्षाणि पञ्च चII ४५ II

काष्ठभारसह्स्त्रेण घृतकुम्भशतेन चI

अतिथिर्यस्य भग्नाशस्तस्य होमो निरर्थकःII ४६ II

પોતાને ઘરે આવેલા અતિથિની “ભલે પધાર્યા” વગેરે આગતાસ્વાગતા કરીને, અર્ધ્ય આપીને, બેસવા માટે આસન આપીને તથા તેના પગ પખાળીને તેની પૂજા કરવી.

શ્રદ્ધાપૂર્વક અન્ન જમાડીને, મન ગમતા પ્રશ્નોત્તર કરીને અને તે જાય તે સમયે તેની પાછળ તેને મુકવા જઈને ગૃહસ્થાશ્રમીએ અતિથિને પ્રસન્ન કરવો.

પરંતુ જેના ઘરમાંથી અતિથિ નિરાશ થઈને પાછો ચાલ્યો જાય છે તેના પિતૃઓ પંદર વર્ષ સુધી ભોજન કરતા નથી, અર્થાત તેના વંશજોએ આપેલા પિંડને તેઓ ગ્રહણ કરતા નથી.

અતિથિ જેના ઘરમાંથી નિરાશ થઈને જાય છે તે પુરુષ હજાર ભાર કાષ્ઠનો હોમ કરે છે અને સેંકડો ઘડા ઘી નો હોમ કરે છે, તો પણ તેનો હોમ નિષ્ફળ થાય છે. અર્થાત અતિથિનો તિરસ્કાર કરનારાને હોમનું ફળ મળતું નથી.

અતિથિને સસ્મિત આવકાર આપી, પાણી પીવડાવી, બેસાડી તેના પગ ધોવડાવવા, જમાડવા અને તેમને ગમતી વાતો કરી, જાય ત્યારે ઘર ના ગેટ સુધી મુકવા જવા. આ પરથી સમજી શકાય કે માનવીય સંબંધો સાચવવામાં ભારતીય સંસ્કૃતિ કેટલે આગળ છે. પણ જો આમ ન કરવામાં આવે અને અતિથિ નિરાશ કે દુઃખી મનથી પાછો જાય કેટલું પણ પુણ્ય કે સમાજમાં દાન કરીએ તે નીરર્થક છે.

सुक्षेत्रे वापयेद्रिजं सुपात्रे निक्षिपेद्रनम्I

सुक्षेत्रे च सुपात्रे च ह्युप्तं दत्तं न नश्यतिII ४७ II

न पृच्च्छेद्रोत्रचरणे न स्वाध्यायं श्रुतं तथाI

हर्दये कल्प्येद्देवं सर्वदेवमयो हि सःII ४८ II

अपूर्वः सुव्रती विप्रो ह्यपूर्वश्च्वातिथिस्तयाI

वेदाभ्यासरतो नित्यं तावपूर्वो दिने दिनेII ४९ II

वैष्वदेवे तु संप्राप्ते भिक्षुके गृहमागतेI

उर्ध्ध्यत्य वैष्वदेवार्थे भिक्षुकं तं विसर्जयेतII ५० II

સારા ક્ષેત્રમાં બીજ વાવવું અને સુપાત્ર તથા યોગ્ય વ્યક્તિને ધન આપવું, કારણકે સારા ક્ષેત્રમાં વાવેલું બીજ અને સુપાત્રને આપેલું દાન નાશ પામતું નથી.

અતિથિને ગોત્ર તથા શાખા પૂછવી નહિ, વેદનો અભ્યાસ તથા વ્યાકરણાદિક શાસ્ત્રનો અભ્યાસ પણ પૂછવો નહિ, પરંતુ તેને હૃદયમાં દેવતા કલ્પવો, કારણકે અતિથિ સર્વ દેવતારૂપ ગણાય છે.

અતિથિ જેમ અપૂર્વ ગણાય છે, તેમ સન્યાસીના ધર્મને પાળનારો બ્રાહ્મણ પણ વૈશ્વદેવ સમયે આવે તો તેને પણ અપૂર્વ અતિથિ માનવો તથા વેદાભ્યાસમાં પરાયણ રહેનારો બ્રહ્મચારી આવે તો તેને પણ જાણવો, સન્યાસી અને બ્રહ્મચારી દરરોજ આવે, તો પણ તેને અતિથિ જાણવા.

વૈશ્વદેવ કર્યા પહેલા સંન્યાસી ભિક્ષા લેવા માટે આવે તો વૈશ્વદેવને માટે અન્નને જુદું કાઢી લઇને સંન્યાસીને ભિક્ષા આપીને વિદાય કરવા અને પછી વૈશ્વદેવ કરવો.

દાન વ્યક્તિ જોઇને જ આપવું, કેમકે ખોટી જગ્યાએ આપેલું દાન સમાજ ને ડહોળવાની પ્રવૃત્તિમાં જ જાય છે. અતિથિને તેની નાત-જાત કે ભણતર પૂછ્યા વગર તેની ભગવાન સમજીને સેવા કરવી. બ્રહ્મચારી કે સંન્યાસીને હમેશા અતિથિની જેમ જ ટ્રીટ કરવા જોઈએ. તેમજ સંન્યાસી જો સાંજ પહેલા પણ આવે તો તેમને જમાડીને મોકલવા જોઈએ.

Share

NEW REALESED