Parashar Dharmashashtr - 4 books and stories free download online pdf in Gujarati

પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૪

द्रितिय अध्याय

अतःपरं गृहस्थस्य कर्माचारं कलौ युगेI

धर्म साधारणं शक्त्या चातुर्वर्ण्याश्रमागतंII १ II

तं प्रवक्ष्याम्यहं पूर्व पराशर्वचो यथाI

षट्कर्मनिरतो विप्रः कृषिकर्मसमाचरेतII २ II

क्षुधितं तृषितं श्रान्तं बलिवर्द न योजयेतI

हिनाडं व्याधितं क्लीबं तृषं विप्रो न वाहयेतII ३ II

स्थिराडं नीरुजं तृप्तं सुनर्द षण्ढवर्जितमI

वाह्येद्दिवसस्याद्रे पश्च्वात्स्त्रानं समाचरेतII ४ II

હવે પછી કળીયુગમાં ગૃહસ્થાશ્રમી પુરુષના કર્મ, આચાર તથા ચારેય વર્ણ નો અનુક્રમથી ઉતરી આવેલો સાધારણ ધર્મ પૂર્વ કલ્પમાં પરાશરે જે પ્રમાણે કહ્યો હતો, તે પ્રમાણે હું મારી શક્તિ અનુસાર કહીશ.બ્રાહ્મણે પ્રથમ અધ્યાય માં કહેલ સંધ્યા, ગાયત્રીનો જપ, હોમ વગેરે છ કર્મ નિત્ય કરવા અને સેવક એવા શુદ્રોની પાસે ખેતી કરાવવી.

ખેતીના કામમાં, ભૂખ્યા, તરસ્યા, થાકી ગયેલા, ઓછા અંગવાળા, રોગી અને નપુંસક એવા બળદને જોડવો નહિ.

પરંતુ શરીરે હુષ્ટપુષ્ટ, રોગ વિનાના, ભૂખ અને તરસ વિનાના મોટો અવાજ કરનારા, ષઢપણા થી રહિત એવા બળદને અર્ધો દિવસ હળે જોડવો અને પછી સ્નાન કરવું.

શિક્ષકે દરરોજ ધ્યાન આદિ મન અને વિચારોને શુદ્ધ કરવાવાળી પ્રવૃતિઓ કરવી અને ખેતીલાયક જમીન હોય તો ખેતી કોન્ટ્રાકટ થી કરાવવી. ખેતી માટે નિર્બળ ને બદલે બળવાન પશુનો ઉપયોગ કરવો. અહી પ્રાણીઓ પર અત્યાચાર ના થાય તે માટે જોઈ ચકાસીને ખેતી માટે ઉપયોગ કરવો એમ કહ્યું છે.

जप्पं देवार्चनं होमं स्वाध्यायं चैवमभ्यसेतI

एकद्रित्रिचतुर्विप्रान्भोजयेत्स्नानत्कान द्रिज्:II ५ II

स्वयडकष्टे तथा क्षेत्रे धान्यैश्च्व स्वयमर्जित: I

निर्वपेत्पस्चै यज्ञाश्च ऋतुदिक्षां च कारयेतII ६ II

तिला रसा न विक्रेया विक्रेया धान्यत: समा:I

विप्रस्यैवंविधा वृतिस्तृणकाष्ठादिविक्रय: II ७ II

ब्राह्मणस्चैत्कृषिं कुर्यातन्महादोषमान्प्र्युयातI

संवत्सरेण यत्पापं मत्स्यघाति समाप्नुयातII ८ II

अयोमुखेन काष्ठेन तदेकाहेन लांगली

(ખેડ પછીના) સ્નાન કર્યા પછી બ્રાહ્મણે જપ કરવો, દેવતાની પૂજા કરવી, વૈશ્વદેવ કરવો અને સ્વાધ્યાય (પોતાના વેદનો પાઠ) કરવો તથા એક, બે, ત્રણ અથવા તો ચાર સ્નાતક બ્રાહ્મણોને જમાડવા.

પોતે ખેડેલા ક્ષેત્રમાં વાવેલાં ધાન્યોથી તથા પોતાના દાસોએ ખેડીને ઉત્પન્ન કરેલાં ધાન્યો વડે પાંચ મહાયજ્ઞ (બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, વૈશ્વદેવ, ભૂતયજ્ઞ તથા મનુષ્યયજ્ઞ) કરવા તથા અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞો કરવા.

બ્રાહ્મણે તલ તથા રસ (દૂધ, દહીં, મધ, ઘી વગેરે) વેચવા નહિ અને ધર્મક્રિયાને માટે તલ વેચવા હોય તો તલના સમાન (ભારોભાર) બીજું ધાન્ય લઈને તલ આપવા તથા ખડ, લાકડા વગેરે પણ વેચવા.

બ્રાહ્મણ જો ખેતી કરે તો તેને મહાદોષ લાગે. માછલાં મારનારો એક વર્ષમાં જેટલું પાપ કરે છે, તેટલું પાપ લોહના મુખવાળા એટલે કે અણીવાળા હળથી જમીનને ખેડ્નારો ખેડૂત એક દિવસમાં પ્રાપ્ત કરે છે.

ખેતી જાતે કરી હોય કે કોન્ટ્રાકટથી, પણ તે દરમ્યાન પણ જીવજંતુઓ ની હત્યા થાય છે તેથી તેના પ્રાયશ્ચિત અને શાંતિ માટે જપ, પૂજા અને ધ્યાન જેવા કામ કરી અને સ્ટુડન્ટસ ને જમાડવા એટલે કે અન્નદાન કરવું. પોતાના ખેતરમાંથી થયેલા પાક માંથી બ્રહ્મયજ્ઞ એટલે શિક્ષકો માટે દાન, પિતૃયજ્ઞ એટલે પૂર્વજો માટે પરિવારને દાન કરવું, વૈશ્વદેવ એટલે પર્યાવરણ શુધ્ધિ માટે અગ્નિને આહુતિ આપવી, ભૂતયજ્ઞ એટલે પ્રાણીઓને અન્નદાન કરવું, ખવડાવવું અને મનુષ્યયજ્ઞ એટલે જરૂરીયાતમંદ માણસોને અન્નદાન કરવું. શિક્ષક માટે કહ્યું છે કે તેને શિક્ષણકાર્યથી આજીવિકા મેળવવી અને તેનાથી જો જરૂરીયાત પૂરી ના થઇ શકે તો ટ્રેડીંગ જેવા વ્યવસાય કરવા પણ તેમાં કેટલીક છણાવટ કરેલી વસ્તુઓનું ટ્રેડીંગ ન કરવું. જો ટ્રેડીંગનો બીઝનેસ ન થઇ શકે એમ હોય તો સર્વિસ પ્રોવાડીંગ ના વ્યવસાય કરી શકાય અને તે પણ ન થઇ શકે તો જાતે ખેતી કરવી. જાતે ખેતી કરવી તે માટે આટલો દોષ કહેવાનું કારણ એ જ છે કે જેમનું કામ જ્ઞાન આપવાનું છે તેણે અજાણતા પણ જીવહત્યા થાય તેવા કામ ન કરવા જોઈએ.

पाशको मत्स्यघाती च व्याधः शाकुनिकस्तथाII ९ II

अदाता कर्षकस्चैव सर्वे ते समभागिनःI

वृक्षं छित्वा महीं भित्वा हत्वा च कृमिकिटकानII १० II

कर्षकः खलयज्ञेन सर्वपापै: प्रमुच्यतेI

यो न दधाद्रिजातिभ्यो राशिमूलमुपागतःII ११ II

स चौरः स च पापिष्ठो ब्रह्धं तं विनिर्दिशेतI

राज्ञे दत्वा तु षडभागं देवानां चैकविंशतिमII १२ II

विप्राणां त्रिशन्कं भागं सर्वपापै: प्रमुच्यतेI

क्षत्रियोपि कृषि कृत्वा देवन्विप्रामष्व पूजयेतII १३ II

वैश्यः शुद्रस्तथा कुर्यात्क्रुषिवाणिज्य शिल्पकमI

विक्रर्म कुर्वते शूद्रा द्रिजशुश्रुषणोज्ज्हितःII १४ II

भवन्त्यल्पायुषस्ते वै निरयं यान्त्यसंशयम्I

चतुर्णामपि वर्णानामेष धर्मः सनातनःII १५ II

इति श्रीपाराशरसंहितायां गृहस्थधर्माचारो नाम द्रितियोध्याय: II २ II

પાશ નાખીને મૃગ વગેરેને પકડનારો, માછલાં મારનારો, પારધી, પક્ષીઓની હિંસા કરનારો, તથા ખળાંમાં માગવા આવનારાઓને ધાન્ય નહિ આપનારો ખેડૂત, આ સર્વે સરખા પાપ ના ભાગી છે.

ખેતી કરનારો ઝાડોને કાપે છે, પૃથ્વીને ખોદે છે તથા નાના અને મોટા જીવોની હત્યા કરે છે. આ સર્વ પાપોમાંથી તે ખલ યજ્ઞ (પોતાના અનાજમાંથી યથાશક્તિ બ્રાહ્મણોને દાન આપે તેને ખલ યજ્ઞ કહે છે.) કરીને છૂટે છે.

જે ખેડૂત ધાન્યના ઢગલા પાસે આવેલા બ્રાહ્મણને ધાન્ય આપતો નથી, તે ચોર અને મહાપાપી છે અને તેને બ્રહ્મહત્યા કરનારો કહેવો.

રાજાને છઠઠો ભાગ, દેવને એકવીસમો ભાગ અને બ્રાહ્મણોને વીસમો ભાગ આપવાથી ખેતી કરનારો ખેતીના સર્વ પાપોમાંથી છૂટે છે.

ક્ષત્રિયે પણ ખેતી કરવી અને દેવતાઓ તથા બ્રાહ્મણોનું પૂજન કરવું તથા વૈશ્યે અને શુદ્રે પણ ખેતી, વ્યાપાર અને શિલ્પકામ કરવા.

શુદ્રો જો દ્રિજવર્ણની સેવા તજી દઈને બીજા કર્મ કરે છે તો તેઓનું આયુષ્ય ઓછું થાય છે તથા તેઓ અવશ્ય નરકમાં પડે છે.

ચારેય વર્ણનો આ સનાતન ધર્મ મેં તમને કહ્યો.

ઇતિ શ્રી પરાશરસંહિતામાં ‘ગૃહસ્થના સનાતન ધર્મ’ એ નામનો અધ્યાય બીજો સમાપ્ત

પશુઓને અને જરૂરીયાતમંદ વ્યક્તિઓને પોતે કરેલી ખેતી ના ઉત્પાદન માંથી દાન કરવું જોઈએ. આમ ન કરવું તે ખુબ જ ખરાબ છે. શિક્ષક કે જે ફક્ત વિદ્યાદાન જ કરતો હોય તે જો અનાજ માંગે તો તેને અવશ્ય આપવા જોઈએ. ખેતી કરવામાં ઝાડ કાપવા, જમીન નું ખનન કરવું અને અન્ય જીવહત્યાઓ કરવાની થતી હોવાથી આ દાન કરવા જરૂરી છે. રાજાને ભાગ એટલે કે સરકારી ટેક્સ, દેવને ભાગ એટલે કે અગ્નિને આહુતિથી પર્યાવરણ શુદ્ધિ અને વિદ્યાદાન કરનારા શિક્ષકને દાન કરવું. સૈનિક પણ જો સંરક્ષણ ના વ્યવસાયથી આજીવિકા પૂરી ના કરી શકે તો વ્યાપાર અને ખેતી કરી શકે. આજ વાત વેપારીઓને પણ લાગુ પડે છે જયારે કે જેઓ સર્વિસ પ્રોવાઇડર નું કામ કરે છે તેમણે અલગ અલગ પણ સર્વિસ પ્રોવિઝન નું જ કામ કરવું કેમકે તેના વગર સમાજ વ્યવસ્થા પડી ભાંગે, તે સૌથી વધુ મહત્વના વ્યવસાય છે.