Parashar Dharmashatstra - 3 books and stories free download online pdf in Gujarati

પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૩

यतिस्चव ब्रह्मचारी च पक्कान्नस्वमिनावुभौI

तयोरन्नमद्त्वा तु भुक्त्वा चान्द्रायण चरेतII ५१ II

दधाच्च भिक्षात्रितयं परिवाडब्रह्मचारिणामI

इच्छया च ततो दधाद्रिभवे सत्यवारितंII ५२ II

यतिहस्ते जलं दधार्ध्रेक्षय दधात्पुनर्जलंI

तर्द्धेक्ष्य मेरुणा तुल्यं तज्जलं सागरोपममII ५३ II

यस्य छत्रं हयस्चैवकुज्जरारोह्मृद्धिमत्I

एन्द्रं स्थानमुपासीत तस्मातं न विचारयेतII ५४ II

સંન્યાસી તથા બ્રહ્મચારી આ બંને રાંધેલા અન્નના અધિકારી છે, તે બંનેને અન્ન આપ્યા વગર ભોજન કરે તો ચન્દ્રાયણ કરવું.

સંન્યાસી તથા બ્રહ્મચારીમાંના ત્રણ જણને ભિક્ષા આપવી અને તે પછી જો પોતાની પાસે ધન હોય તો ઈચ્છાપૂર્વક, અટક્યા વગર બીજાઓને પણ ભિક્ષા આપવી.

સન્યાસીને ભિક્ષા આપતી વખતે પ્રથમ સંન્યાસીના હાથમાં જળ આપવું અને પછી ભિક્ષા આપવી અને તે પછી પાછુ પણ તેના હાથમાં જળ આપવું. આ રીતે આપેલી ભિક્ષા મેરુ સમાન થાય છે અને હાથમાં આપેલું જળ સાગર સમાન થાય છે.

જેને છત્ર તથા ઘોડા છે તેવા ક્ષત્રીય જાતિના વ્યક્તિનો અતિથિ સત્કાર કરવાથી, જેમાં હાથી ઉપર ચઢવાનું, અમૃતનું પાન તથા અપ્સરાઓનું સેવાસુખ વગેરે મળે છે એવા સમૃદ્ધિવાળા ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે. તે માટે ક્ષત્રિયની જાતિ પૂજ્ય છે કે નથી, તેનો વિચાર કરવો નહિ.

દાન કરવામાં સંન્યાસી, બ્રહ્મચારી અને પછી બીજા લોકો આમ પ્રાયોરીટી રાખવી. સંન્યાસી ને દાન આપીતા પહેલા અને પછી તેમને પાણી આપવી જેથી તેઓ હાથ-મોં ધોઈ શકે. પોલીસ તેમજ અન્ય સુરક્ષાબળમાં સેવા આપવાવાળા વ્યક્તિઓને પણ અતિથિની જેમ જ સત્કાર કરવો. ક્યારેય પણ તે સેવા કરવા લાયક છે કે નહિ તેવો ડાઉટ કરવો નહિ.

वैश्वदेवकृतान्दोषान शक्तो भिक्षुर्व्यपोहितुमI

नहि भिक्षुकृतान्दोषान्वैष्व्देवो व्यपोहतिII ५५ II

अकृत्वा वैश्वदेवं तु भुज्ज्य्ते ये द्विजाधमा:I

सर्वे ते निष्फ़ला ज्ञेया: पतन्ति नरकेडशुचौII ५६ II

वैश्वदेवविहीना ये आतिथ्येनबहिश्कृताःI

सर्वे ते नरकं यान्ति काकयोनिं व्रजन्ति चII ५७ II

पापो वा यदि चाण्डालो विप्रघ्र: पितृघातकःI

वैष्वदेवे तु संप्राप्तं: सोडतिथि: स्वर्गसडक्रमःII ५८ II

વૈશ્વદેવના દોષોને ભિક્ષુક દુર કરી શકે છેપરંતુ ભિક્ષુકને ભિક્ષા ન આપવાથી જે દોષ લાગે છે, તેને વૈશ્વદેવ પણ નાશ કરી શકતો નથી.

જે દ્વિજ જાતિના વ્યક્તિઓ વૈશ્વદેવ કર્યા વિના ભોજન કરે છે, તેઓને તેના નિત્યકર્મ નું ફળ મળતું નથી અને તેઓ અપવિત્ર એવા નરકમાં પડે છે.

જેઓ વૈશ્વદેવ કરતા નથી તથા જેઓ અતિથીઓનો સત્કાર કરતા નથી, તે સર્વે નરકમાં પડે છે અને પછી કાગડાની યોનિમાં જન્મે છે.

પાપી હોય, ચાંડાળ હોય બ્રહ્મહત્યા કરનારો હોય અથવા તો પિતાનો મારનાર હોય, છતાં જે વૈશ્વદેવ સમયે આવે છે, તે અતિથિ સત્કાર કરવાથી સ્વર્ગ આપે છે.

यो वेष्टितशिरा मुण्डे यो मुण्डे: दक्षिणामुख:I

वामपदे करं न्यस्य तद्धेरक्षांसि भुज्जतेII ५९ II

अव्रताह्यनधियाना यत्र भैक्ष्यचरा द्रिजा:I

तं ग्रामं दण्डयेद्राजा चोरभक्तप्रदो हि सःII ६० II

क्षत्रितोहि प्रजारक्षन् शस्त्रपाणि: प्रदण्डवान्I

निर्जित्य परसैन्यानि क्षितिं धर्मेण पालयेत्II ६१ II

पुष्पं फ़लं विचिनुयान्मुलच्छ्हेदनं न कारयेतI

मालाकार इवारामेनयथा डाकारक:II ६२ II

જે વ્યક્તિ માથે પાઘડી પહેરીને ભોજન કરે છે, જે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરે છે અને જે ડાબા પગ પર હાથ રાખીને ભોજન કરે છે, તેનું ભોજન રાક્ષસો હરી જાય છે.

જે ગામમાં બ્રહ્મચર્ય વ્રત નહિ પાળનારા તથા વેદાધ્યયન નહિ કરનારા બ્રાહ્મણો ભિક્ષા માંગતા હોય તે ગામનાં માણસોનો રાજાએ દંડ કરવો, કેમકે ગ્રામવાસી લોકો ચોરને ભિક્ષા આપે છે.

ક્ષત્રીયે હાથમાં હથિયાર લઈને પ્રજાનું રક્ષણ કરવું, દુષ્ટને શિક્ષા કરવી અને શત્રુનાં સૈન્યોને જીતી લઈને ધર્મથી પૃથ્વીનું પાલન કરવું.

કોયલા કરનારો કબાડી જેમ ઝાડોને મૂળથી ઉખેડી તેને બાળી નાખીને તેનો નાશ કરે છે, તેમ રાજાએ પણ પોતાની પ્રજાનું સર્વધન હરી લઈને તેનો નાશ કરવો નહિ; પરંતુ માળી જેમ વાડીમાં ઊગેલાં વૃક્ષોને પાણી સિંચીને તેનું પોષણ કરે છે અને તેમાંથી પુષ્પોને તથા ફળોને ચૂંટે છે, તેમ રાજાએ પણ પોતાની પ્રજાનું પોષણ કરીને તેની પાસેથી પોતાનો કર લેવો.

ક્યારેય માથે ટોપી કે કેપ પહેરી રાખીને જમવું નહિ કેમકે તેનો ઉપયોગ તડકાથી બચવા માટે કરવામાં આવ્યો હોય અને તે કારણે પરસેવો અને ગંદકી પણ તેમાં હોય તેથી તેને ઉતારીને જ જમવું. મોટાભાગે દક્ષિણ દિશામાં સ્મશાન હોય અને તેથી જતી- આવતી સ્મશાનયાત્રાઓ દેખાય તો તેની અસર મન અને મનના વિચારો પર પડે છે. આ માટે દક્ષિણ દિશા તરફ મો રાખી જમવું ન જોઈએ. જમતા સમયે જો શરીર સંપૂર્ણ ટટ્ટાર હોય તો પાચન સારું થાય ચી જયારે પગ પર હાથ રાખીએ એટલે ટેકો મળે અને તેથી પોશ્ચર સીધું ના રહે, માટે પગ પર હાથ રાખી જમવાની ના કહેવામાં આવે છે. આ બધા જ કારણો એવા છે કે જેનાથી જમવાનું પોષણ મળે તેમ નથી.

બ્રહ્મચારી ન હોય અને/અથવા અભણ હોય તેમને ક્યારેય ભીખ આપવી. કેમકે જો કોઈ વ્યક્તિ સંસારી છે તો તેની ફરજ છે કે તે પોતાના પરિવાર માટે શ્રમ કરે, તેવી જ રીતે અક્ષરજ્ઞાન હોવું તે પણ તેટલું જ આવશ્યક છે, અક્ષરજ્ઞાન વગર નો માણસ અને જાનવર સમાન જ ગણાય.

સુરક્ષાબળોએ હથિયાર સાથે રાખી પ્રજાજનો, સામાન્ય માણસોનું રક્ષણ કરવું જોઈએ. ગુનેગારો ને સજા કરવી જોઈએ અને શત્રુરાષ્ટ્રો ની સામે જીત મેળવવી જોઈએ.

રાજાએ એટલેકે સરકારે ટેક્સ પ્રજાની સેવા અને વ્યવસ્થા તેમજ પોતાના કર્મચારીઓના પોષણ જેટલો જ લેવો જોઈએ જેથી પ્રજા વધુ સમૃદ્ધ થઇ શકે અને વધુ ટેક્સ આપી શકે જેનાથી વધુ સારી વ્યવસ્થા આપી શકાય, એટલો નહિ કે જેનાથી પ્રજાની સમૃદ્ધિનો જ નાશ થાય.

लाभकर्मं तथा रत्नं गवां च परिपालनंI

कृषिकर्मं च वाणिज्यं वैष्यवृति रुदायुतII ६३ II

शूद्रस्य द्रिजशुश्रुषा परमो धर्म उच्यतेI

अन्यथा कुरुते किंचित्द्र्धवेतस्य निष्फ़लम्II ६४ II

लवणं मधु तैलं च दधि तक्रं घृतं पयःI

न दुष्येच्छूद्रजातीनां कुर्यात्सर्वेषु विक्रयंII ६५ II

विक्रीणन्मधमांसानि ह्यभक्ष्यस्य च भक्षणमI

कुर्वन्नगम्यागमनं शूद्रः पतति तत्क्षणात्II ६६ II

कपिलाक्षीरपानेन ब्राह्मणीगमनेन चI

वेदाक्षरविचारेण शूद्रस्य नरकं ध्रुवंII ६७ II

II इति श्रीपराशर्स्मुर्त्यानाम चातुर्वर्ण्याचारो नाम प्रथमोध्याय: II

વૈશ્યે ધનના લાભ માટે વ્યાજ નો ધંધો કરવો, મણી, મોતી વગેરે નો વ્યાપાર કરવો, ગાયોનું પાલન પોષણ કરવું, ખેતી કરવી અને વ્યાપાર કરવો. આ વૈશ્ય જાતિ ની આજીવિકા છે.

શુદ્રએ દ્રિજવર્ણની સેવા કરવી, આ તેનો ઉત્તમ ધર્મ કહેવાય છે. આથી ઉલટું કર્મ જે કોઈ વર્ણ કરે છે, તે તેનું નિષ્ફળ થાય છે.

શુદ્રથી જો સેવા થઇ શકે નહિ તો તેને મીઠું, મધ, તેલ, દહીં, છાસ, ઘી, દૂધ આ સર્વનો વ્યાપાર કરવો. આ પદાર્થ નો વ્યાપાર કરવાથી શુદ્ર જાતિના વ્યક્તિઓને દોષ લાગતો નથી.

પરંતુ શુદ્ર મદિરા અને માંસનો વેપાર કરે છે, નહિ ખાવા યોગ્ય પદાર્થનું ભક્ષણ કરે છે તથા અગમ્ય એટલેકે નહિ જવા યોગ્ય સ્ત્રીઓની (સગીબેન, પુત્ર, કાકા, મામા, માસી વગેરે સંબંધીની પુત્રીઓ અગમ્ય ગણાય છે) સાથે ગમન કરે છે તો તે જ વખતે તે પાતકી થાય છે.

કપિલા એટલે કે રાતા તથા પીળા રંગવાળી ગાયનું દૂધ પીવાથી, બ્રાહ્મણ જાતિની સ્ત્રી સાથે ગમન કરવાથી અને વેદ ભણવાથી શુદ્ર ને અવશ્ય નરક મળે છે.

વેપારી લોકોએ નાણાં ધીરવા, જરૂરી વસ્તુઓનું ખરીદ વેચાણ કરવું, પશુપાલન, ખેતી જેવા વ્યવસાય કરવા પણ વર્જ્ય અને જેનાથી જીવોને નુકશાન થતું હોય તેવી ચીજવસ્તુઓનું વેચાણ જેવા કામ ન કરવા જોઈએ. શુદ્ર એટલે કે સર્વિસ પ્રોવાઇડર્સ, શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા લોકોને સર્વિસ પ્રોવાઇડ કરે તે સૌથી ઉત્તમ. જો તે ન થઇ શકે તો ગ્રોસરી (કરીયાણા) અને ડેરી ઉદ્યોગ પણ કરી શકે. પરંતુ વર્જ્ય વસ્તુઓ, માંસ, મદિરા, નો વ્યાપાર કે ઉપયોગ ન કરવો જોઈએ તેમજ સંબધીઓ માં લગ્ન ન કરવા જોઈએ.

ઇતિ શ્રીપરાશરસ્મુર્તીમાં ચાર વર્ણનો આચાર નામનો અધ્યાય સમાપ્ત