Tapali books and stories free download online pdf in Gujarati

ટપાલી

? ટપાલી ?

?????

સાઈકલની ટ્રીન-ટ્રીન અવાજ આવતા જ રમલી ઓઢણાનો છેડો દાંતમાં દબાવી બાર દોડી ગઈ .
ટપાલી થોડો દૂર હોય ત્યાંથી જ ઘંટડી વગાડતો આવે . અને એનો રોજનો આજ ટાઈમ .

ટાઇમના હિસાબે એ જ હશે એમ સમજી રમલી બહારની તરફ દોડી . ટપાલી જ છે હો...

જેની જેની ટપાલ હતી એને આપતો આપતો આવી રહ્યો હતો . અને રમલીનું મન અંદરથી ઉત્પાત મચાવી રહ્યું હતું . મારા નામની ટપાલ આજે તો હશે જ હો ...

અને બસ એ....જ રોજની જેમ આજે પણ એના ઘરની બાજુમાંથી નીકળી ગયો .

ઉતાવળે પગલે જોવા દોડતી અને ઉદાસ મને ઓરડામાં પાછી ફરતી . રસોઈ કરતી માઁ રોજ રમલી ને જોયા કરતી . અને આજે તો પૂછી જ લીધુ .

' શુ વાત સે રમલી , તારા મનમાં શુ ચાલે છે ? ' બોલ તો....છેલ્લા મહિનાથી જોવ છું.

રમલીની માઁ હજુ એની વાત પુરી કરે એ પેલા તો રમલી બાથરુમ તરફ દોડી અને ઉલ્ટી કરવા લાગી .

માઁ તુરંત દોડીને આવી અને પૂછવા લાગી ' શુ થયુ દીકરા ?
કાંઈ ખાવામાં આવી ગયું કે શું ? ઉલ્ટી શેની ?
રમલીનો ચહેરો જોતાજ માઁ ગભરાઈ ગઈ .

રમલીની આંખોમાં અશ્રુઓની ધારા અને માઁ ના ઓઢણાનો છેડો આંખે વળગાડી જમીન ઉપર ફસડાઈ પડી .
માઁ ઓલો શ્રી આવ્યો તો ને ..!! રડતા ચહેરે તૂટક -તૂટક શબ્દોમાં માંડ બોલી સકતી હતી .
મને માફ કરી દે માઁ ...પણ મેં કાંઈ ભૂલ નથી કરી હો

રમલીની માઁ ને માથે તો જાણે આભ તૂટી પડ્યું . અને ગુસ્સામાં લાલચોળ ' તને ભાન છે ?
તું શું બોલે છે ?
અને હજુ એમ બોલે છે કે મેં કાંઈ ભૂલ નથી કરી .

તારા બાપુ અને ભાઈ બેય ગરમ મિજાજના ...!! શુ કહીશ એને ?

રસોડામાં ગેસ પર ચડાવેલી તાવડી પર પડેલી રોટલી બળી ને ખાખ થઈ ગઈ હતી . આખા ઘરમાં ધુમાડો છવાઈ ગયો . રમલીની માઁ નું શરીર પણ જાણે ભડ-ભડ બળી રહ્યું હતું .

રમલીની માઁ ને તો પૂરું ઘર જાણે ગોળ-ગોળ ફરવા લાગ્યું . માથું પકડીને એ તો ખાટલા પર બેસી પડી .દિવસ જાણે કેમ વીતશે કોને ખબર ....પણ રાત ? રાતનો સીન કેવો હશે ? જરુર મહાભારત રચાશે ... એ વિચાર માત્રથી કાંપી ઉઠી .

પોતાનો ધણી અને મોટો દીકરો વનરાજ તો ફાડી ખાશે આ છોકરીને કાંઈ સૂઝતું ન તું ...
આજે તો બેય બાપ-દીકરો કોઈ કોર્ટ ના કામે શહેર ગયા તા .
પણ રાતે તો આવશે અને ...
અને રમલીનું પેટ ક્યાં સુધી છાનું રહશે .

પેટમાં રહેલો ગર્ભને કેટલો ટાઈમ થયો કોને ખબર ?
ગામનું એક -એક ખોરડું રમલીના બાપ અને એના દીકરા વનરાજ ને જાણતું હતું . કોઈપણ દવાખાનામાં જાવ તો એના ધણી કેશવને આખુ ગામ ઓળખતું હતું . રમલીની માઁ એ કાળજું કઠણ કર્યું અને વિચાર્યું જે થશે જોયું જશે . પુરી જિંદગી આ લોકોના જુલમ સહન કરીને હવે એ રીઢી થઈ ગઈ હતી .

રસોડાનું કામ જેમતેમ પૂરું કરી અંદરના ઓરડામાં ગઈ . ચારે તરફ અંધારું કરી એક ખૂણે રમલી બેઠી તી .
થાળીમાં જમવાનું લઈ રમલીની પાસે બેઠી . ઓરડાની બારીઓ ખોલી થોડું અજવાળું કર્યું . અને ધીરેથી માથે હાથ ફેરવતા બોલી પેલા શાંતિથી ખાઈ લે પછી મને માંડી ને વાત કર .
રડતી આંખે માઁ એ રમલી ને પ્રેમથી જમાડયું ..

રમલી થોડી સ્વસ્થ થઈ અને માઁ ની આગળ સઘળી વાત વ્હેતી મૂકી .
માઁ આપણા ગામમાં ત્રણ મહિના પેલા શહેરથી એક મોટો અફસર આવ્યો તો . એનું નામ શ્રીપાલ છે અફસર ભલે પણ દિલનો તો બવ ગજબનો હતો માઁ .....
? ? ?
શ્રીપાલ એટલે એક અનોખું જ વ્યક્તિત્વ , કોઈપણ જોવે તો એક નજરમાં પ્રેમ થઈ જાય .

ફ્રેંચ કટ દાઢી , નાનકડી અને નાજુક ફ્રેમના ચશ્મા , કપડાની ચોઇસ તો અપ્રતિમ , ટૂંકમાં કહીએ તો એક સુંદર અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ , એના સ્વભાવમાં પણ એના સંસ્કારોની સુગંધ હતી . ખૂબ મોટો બિઝનેસમેન હતો . માતા-પિતાનું એક માત્ર સંતાન હતો . પોતાના બિઝનેસને ફેલાવવા એ ગામમાં એક ફેક્ટરી લગાડવા માંગતો હતો . આ ગામ શ્રીપાલના શહેરથી એટલું દૂર નો ' તું ...
પોતાની કાર નો ડ્રાઈવર અને ફેક્ટરીના એક માણસને લઈને એ આ ગામમાં આવ્યો હતો .

???????

રમલીની વાત પૂરી થઈ ત્યાંતો દી આથમી ગયો . રમલી પોતાની વાતને પુરી કરતા કરતા શ્રીપાલ સાથે થયેલા મિલનની પળોમાં ખોવાઈ ગઈ .

એ રાતે એના ગામમાં જુદા-જુદા શહેરથી બધી નૃત્યાંગનાઓ આવી હતી .

ચાર -છ મહિને આ ગામમાં આવો કોઈને કોઈ કાર્યક્રમ થયા કરતો . આજની નૃત્યાંગનાઓનો નાચ જોવા આખુ ગામ ઘેલું થયું તું .

ગામની સારી એવી કહી શકાય એવી હોટેલમાં શ્રીપાલ રોકાયો હતો . શ્રીપાલ પણ રાતના સમયે ગામની ગુલાબી ઠંડકને માણવા લટાર મારવા નીકળી પડ્યો .

ગામના ચોકમાં આવેલા સ્ટેજ આગળ લોકોનું ટોળું જોઈને એ પણ દોડી આવ્યો .
જોયું તો જબરજસ્ત તાલ અને રિધમ સાથે નૃત્યાંગનાઓ નૃત્ય પ્રસ્તુત કરી રહી હતી . રંગબેરંગી લાઈટના ગોળા ફરી રહ્યા હતા . શ્રીપાલ ચારે તરફ જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો . ગામની વસ્તી તો સારી એવી છે . પોતે અહીં ફેક્ટરી ખોલવાનો વિચાર કર્યો છે એ ખોટું નથી કર્યું .

એ વિચારતા અને ચારે તરફ નજર ઘુમાવતા એની નજર ઝાડની પાછળ ઉભેલી એક છોકરી તરફ ગઈ . લાઈટનો ગોળો વારેવારે આવીને એ છોકરીના ચહેરાને ઔર ચમકાવી રહ્યો હતો . એકદમ ખીલેલી ગુલાબની કળી જેવી સુંદરતા , કેસરી કલરનું ઓઢણું , ગાલે પડતા ખંજન , પાતળા ગુલાબી હોઠ ...
એના ચહેરા પરથી નજર હટતી જ નહોતી . બસ એની સુંદરતાને જોતો જ રહ્યો . એના ચહેરા પર પડતી લાઈટને કારણે એની સુંદરતા કૈક વધારે જ ચમકી રહી હતી .

શ્રીપાલે જોયું પેલી જે નૃત્યાંગનાઓ નાચતી હતી એ જ રીતે પેલી છોકરી પણ પોતાની ધૂનમાં નાચી રહી હતી . પોતે જ્યાં બેઠો હતો એની પાછળ પણ ખાસ્સી એવી ભીડ જામી ગઈ હતી . શ્રીપાલ ગમે એમ કરી ભીડને ચીરતો એ છોકરી પાસે જઈ પહોંચ્યો .

ઝાડ આગળ પહોંચતા જ એણે છોકરીને ધીમી અવાજે બોલાવ્યું

રમલી પણ અચાનક કોઈને બોલાવતા જોઈને બોલી ,
' કોને મને બોલાવો છો સાહેબ ?

હા , 'હું તને જ બોલવું છુ '

' બોલોને સાહેબ મારુ શુ કામ પડ્યું ? '

'તું અહીં ઉભી ઉભી નાચે છે એના કરતાં એ લોકોની સાથે જ જઈને ડાન્સ કરને .'

શ્રીપાલ ફરી બોલ્યો ....
' અટલી ભીડ અને અટલો સરસ ડાન્સનો પ્રોગ્રામ પડતો મૂકી હું તને મળવા આવી ગયો . તને ખરાબ તો નથી લાગ્યું ને

'ના સાહેબ ના , એમા ખરાબ શુ લાગે . અને હા મારા બાપુને ખબર પડે કે આવી રીતે બધાની વચ્ચે નાચું છુ . તો મારો ટાંટિયો ભાંગી નાખે '

અરે , પણ એમાં શું તું પણ ખૂબ સરસ નાચે છે બરાબર એ લોકોની જેમ જ

જવાબમાં રમલી હસવા લાગી

રમલીને હસ્તી જોઈ શ્રીપાલનું મન પાગલ થઈ ગયું .

રમલી એ પણ સવાલ કર્યો ' સાહેબ તમે અમારા ગામમા નવા લાગો છો .

શ્રીપાલે જવાબ આપતા કહ્યું
' પેલી વાત તો એ કે મને જે લોકો ગમે છે એ અને જે લોકોને હું ગમુ છુ એ લોકો મને ફક્ત ' શ્રી ' કહીને બોલાવે છે .
તું પણ મને સાહેબ નહી પણ ખાલી 'શ્રી ' કહીને બોલાવીશ તો ચાલશે .
દૂર સુર અને તાલની જોરદાર રિધમ સાથે નૃત્યાંગનાઓ પોતાની પ્રસ્તુતિ રજૂ કરી રહી હતી .

આ બાજુ શ્રીપાલ અને રમલી વાતો કરતા કરતા ક્યાંય આગળ નીકળી ગયા .

★ શ્રીપાલ અને રમલી વાતો વાતોમાં ..
★જોજો હો બંને જુવાન હૈયા....
★ના પણ , શ્રીપાલ એટલે
સુલજેલો માણસ ...
★ હા , પણ આપણો સમાજ એટલું જરુર કહેશે ' આવી રીતે અંધારી રાતમાં છોકરી સાથે એકલા ?
આવો વાંચીશું પાર્ટ -2 માં રમલી નું આગળ શું થયું ?