Tapali - 2 books and stories free download online pdf in Gujarati

ટપાલી - પાર્ટ - 2

? ટપાલી ? પાર્ટ - 2
?????

રમલી અને શ્રીપાલ પોતાની વાતોમાં એટલા ડૂબી ગયા કે દૂર વાગી રહેલું રિધમીક નૃત્યનો શોર કાનમાં આવતો બંધ થઈ ગયો

રમલીએ એકદમથી પાછળ નજર કરતા જ ઘણા આગળ નીકળી ગયાનું ભાન થયું . એ તુરંત રોકાઈ ગઈ . અને શ્રી ને કહેવા લાગી .

હવે ઘણું મોડું થયું છે સાહેબ મારી માઁ ને તો એમ જ છે કે હું મારી બેનપણી સાથે આ નાચ જોવા આવી છું . પણ હવે હું રજા લઈશ .

શ્રીપાલ ને પણ લાગ્યું ઘણા આગળ આવી ગયા આપણે ...
ચાલ થોડે સુધી હું મૂકી જાવ થોડા અંતરમાં બંને વચ્ચે ઘણી વાતોની આપ-લે થઈ ગઈ . બંને એ એકબીજા વિષે ઘણું જાણી લીધું .

રમલીના ઘરની ગલી આવતા જ રમલી એ કહ્યું સાહેબ હવે તમે જઇ શકો છો .
મનમાં તો બંનેમાંથી કોઈની છુટ્ટા પડવાની ઈચ્છા હોય એવું ના લાગ્યું . ને જવું પણ જરૂરી હતું .

રમલી પોતાની ગલીમાં વળવા નીકળી અને શ્રી એ પૂછી જ લીધું
' કાલે મળીશ ને ? '

' જવાબમાં રમલીની આંખોમાં સવાલ હતો પણ મળવું તો હતું જ

' શ્રી એ પણ આંખોના ઇશારાથી ફરી સવાલ કર્યો '

રમલી પણ ધીમા સ્વરમાં બોલી
' હા સાહેબ મળશું '

શ્રી એ ફરી સવાલ કર્યો ' ક્યાં ? '

' ગામને છેવાડે એક તળાવ છે ત્યાં જઈશું . એવું બોલી ચાલવા માટે ડગલું આગળ માંડ્યું અને ફરી શ્રી એ સવાલ કર્યો ....'

' સાહેબ કે પછી શ્રી '

રમલી ફરી ધીમા સ્વરે શ્રી બોલી આંખોથી શરમાઈને ઝડપી પગલે ચાલવા લાગી .

ઘરનો પાછલો દરવાજો માઁ એ ખુલ્લો જ રાખ્યો હતો . ધીમે પગલે આવી પોતાની પથારીમાં લાંબી થઈ ગઈ . સુતા પછી પણ શ્રી નો ચહેરો જ નજર સામે આવ્યા કરતો હતો . રમલી ની ઉંમર પણ એકવીસ વર્ષની , રમલી ની જિંદગીમાં જુવાની એ પગલાં પાડી દીધા હતા . દિલનો દરવાજો કોઈ ખખડાવી રહ્યું હતું .હૃદયના એક ખૂણે સંગીતનો કોઈ મીઠો સુર લહેરાઈ રહ્યો હતો .

રમલીની પાંપણો પરથી નિંદ્રા દૂર દૂર સુધી વિલીન થઈ ગઈ હતી . રમલી પણ નિંદ્રાને પાંપણ પરથી જ હળવે હાથે જાકારો દેતી રહી .
એના મનમાં આવતા શ્રી ના વિચારો એને સુવા દે તો ને ..

વિચારોમાં જ અચાનક રમલી ને પણ લાગવા માંડ્યું ..પોતાની અંદર કૈક ખૂટે છે એ આ શ્રી જ હશે કે શું ? !!! આને જ પ્રેમ કહેવાતો હશે કે શું ?
આપણા વિચારોમાં એક જ વ્યક્તિનું સામ્રાજ્ય હોય , અને એક હલ્કીસી મીઠી મૂંઝવણ ...


રમલી એ નાનપણથી પોતાના બાપુને હંમેશા લડતા જ જોયા છે . અને પોતાની માઁ ને ચૂપ રહીને સહન કરતા જ જોઈ છે . પોતાનામાં થોડી સમજદારી આવ્યા પછી માઁ નું ઘણું ધ્યાન રાખતી . ઘણીવાર બાપુ સામે બળવો પોકારવાની ઈચ્છા થઈ જતી . પણ અંદર ને અંદર ગુસ્સાને પી જતી . અને હવે પોતાનો ભાઈ વનરાજ પણ એવા જ સ્વભાવનો . બૈરું એટલે પુરુષની ગુલામ , એ પણ બાપુ જેવી જ માનસિકતામાં જીવી રહ્યો હતો .
અચાનક રમલી ને થયું કે શ્રી પણ આવો હશે તો ?
અને પોતાની જાતને જ જવાબ આપતા બોલી ' ના રે , ' શ્રી તો એવો ના જ હોય .

વિચારોમાં ને વિચારોમાં વ્હેલી સવારે ક્યારે નિંદર આવી ગઈ ખબર ના પડી .

બીજા દિવસની સવાર પડતા જ રમલી ફટાફટ ઉઠી માઁ સાથે રોજના પોતાના કામ કરવા લાગી . રમલી ના ચહેરા પરનું સ્મિત અને ચમક જોઈ માઁ એ પૂછ્યું
' શુ વાત છે રમલી ? આજે તારી આંખોની ચમક કૈક અલગ જ છે અને થોડી સુજેલી લાગે છે .

જવાબ માં રમલી બોલી ....
' શુ કહું માઁ તને કાલનો ઓલો નાચવા વાળીનો પ્રોગ્રામ ખૂબ સરસ હતો હો ...શુ નાચતી હતી મજા આવી ગઈ .

માઁ એ ફરી પૂછ્યું ' તારી બેનપણી અંજુ આવી તી ને ?

હા , માઁ એ હતી એટલે જ હો અમે બંને એ ખૂબ મજા કરી .

રમલી પોતે શુ બોલતી હતી અને શું કામ કરતી હતી . એ બાબત નું એને પોતાને કાંઈ ભાન જ નહોતું .
બસ વાતો કરતા કરતા અને કામ કરતા એનું ધ્યાન વારે-વારે દિવાર પર ટાંગેલી ઘડિયાળ તરફ જતું હતું .

સાંજ ક્યારે પડશે ને ક્યારે હું શ્રી ને મળીશ .
પણ હા , આજે હું માઁ ને શુ કહીશ .એ વિચારવું પડશે .

નદીનાં કાંઠેથી થોડે દુર એક મંદિર છે અને એના પૂજારી ની છોકરી રમલીની ખાસ બેનપણી ..
રમલી એ વિચારી લીધું બસ ઇ રેવતીના ઘેર જાવ છુ એમ માઁ ને કહી દઈશ . રમલીના મનને થોડી ટાઢક વળી અને મનમાં ને મનમાં બોલી ' હાઈશ કૈક બહાનું તો મળ્યું .
કાગડોળે એ સાંજની રાહ જોતી હતી . એ સાંજ , અને એ સમય આવી ગયો .
માઁ ને કહ્યું ' માઁ હું રેવતી ના ઘેર જાવ છુ અને આવતા મોડું થાય તો ચિંતા ના કરીશ . ઘણા સમયે મળશું એટલે વાતોમાં ટાઈમ લાગી જશે

' માઁ પણ હા નો હોંકારો ભણી અને પાછી જલ્દી આવજે દીકરા તારા બાપુની તો તને ખબર છે .

રમલી અને એની માઁ વચ્ચે
માઁ-દીકરી કરતા બેનપણા જેવો વ્યવહાર થઈ ગયો હતો . બંને એકબીજાનું ઘણું ધ્યાન રાખતા .

તળાવના કિનારે જવા રમલીના પગ ફટાફટ ચાલવા લાગ્યા . પણ પૂરું શરીર જાણે ધ્રુજી રહ્યું હતું . એક તરફથી માઁ ને ખોટું બોલ્યા નો અફસોસ અને બીજી બાજુ શ્રી ને મળવા બૈચેન થયેલું મન ...

શ્રી સાથે વાત કરવામાં ખરેખર મજા આવતી હતી . ચોખ્ખા દિલનો અને મજાનો માણસ હતો .
પરપોટા ની આરપાર દેખાતું દ્રશ્ય કેટલું સાફ હોય છે . રમલીના મનમાં પણ ફૂટી રહેલા પ્રેમના પરપોટામાં શ્રી ની તસ્વીર સાફ સાફ નજર આવી રહી હતી .બંને વચ્ચે કદાચ પહેલી નજરનો પ્રેમ હતો . કે પછી યૌવનનું આકર્ષણ ?

તળાવના કિનારે આવીને ઝાડ નીચે આવેલા બાંકડા પર બેસી ગઈ.

થોડી જ વારમાં શ્રી આવી ગયો . આવતાની સાથે જ બોલ્યો ...
' ઓહઃહઃ મારાથી પેલા જ આવી ગઈ તું '
' શુ વાત છે ?

જવાબમાં રમલી બોલી ' હું તો પેલા મંદિરમાં આવી હતી . ત્યાં બાજુમાં જ મારી બેનપણી રહે છે એટલે થયું થોડી વેલી જ નીકળી જાવ .

શ્રી હસ્તા હસ્તા બોલ્યો ' પેલી વાત કે હું તને ફક્ત ' આર ' કહીને જ બોલાવીશ .
અને બીજું એ કે તું પેલું ગીત ગાઈ શકે છે ' મેં તુજસે મિલને આઈ મંદિર જાને કે બહાને '

જવાબમાં રમલી એ કહ્યું ' અરે સાચું કહું છું શ્રી '
જવાબમાં ફરી શ્રી બોલ્યો હંમમમમ તારા ચહેરા પર તો સાફ સાફ દેખાઈ છે . કે તું કેટલું સાચું બોલે છે .
બંનેની મીઠ્ઠી નોકજોકમાં બે કલાક ક્યાં પસાર થઈ ગયા ખબર જ ના પડી .

રમલી ઘેર જવા ઉભી થઇ . ત્યાં શ્રી બોલ્યો.... ' આર ,તને વાંધો ન હોય તો એક વાત કહું ?

મારે આજે સાંજે જ મારા શહેર પાછું ફરવાનું હતું . પણ મેં ડ્રાઈવર અને બીજો જે માણસ મારી સાથે હતો એ બંનેને મોકલી દીધા અને હું રોકાઈ ગયો . તને ખબર છે કેમ ?
તને પેલી વાર જોઈ ત્યારથી જ તારા પ્રેમમાં પડી ગયો છું . પણ તારી સંપૂર્ણ ઈચ્છા હોય તો જ આગળ વધી સકુ છુ .
નહીં તો ખાલી મિત્ર બની રહેશું

' કેમ શુ કહેવું છે તારું ? '

એટલી જ વારમાં તળાવના કિનારે નાના છોકરાવ ના ટોળાએ મસ્તીમાં એક મોટો પથ્થર નાખતા જ પાણીના બધા જ છાંટા શ્રી ના ચહેરા પર ....

રમલીએ ચહેરા પર હાસ્ય સાથે તુરંત પોતાના ઓઢણાના છેડાથી શ્રી નો ચહેરો લૂછતાં આંખો જુકાવી એટલું જ બોલી ' 'હું પણ '
અને ભીના થયેલા છેડાને પોતાના ગાલ પર લગાડતી ત્યાંથી ઉતાવળે પગલે ભાગતી જ હતી ...
ત્યાં શ્રી ફરી બોલ્યો
' કાલે હું જાવ છું '
એમ બોલતા બોલતા રમલી ની એકદમ નજીક આવી ગયો .

શ્રી નું છેલ્લું વાક્ય સાંભળી રમલી ની આંખો પહોળી થઇ ગઇ અને શ્રી ને પૂછી બેઠી ' કેમ અચાનક ? '

એક દિવસ તો કામનું બહાનું શોધી લીધું . હા એમ પણ હવે તો મારે અહીં આવવાનું વારંવાર થશે જ સમજી ?

રમલી પણ નારાજગી દર્શાવતા બોલી એનો મતલબ કાલનું મળવાનું કેન્સલ ?
શ્રી એ પણ જવાબમાં હંમમમ બોલી એની નજીક ગયો . રમલી ની આંખોમાં જોતાં જ એને પોતાની બાહોમાં જકડી લીધી .

સંધ્યાનો સૂરજ ડૂબી ગયો હતો . અને તળાવને કિનારે અંધકારમાં એક મૌન પથરાયેલું હતું . પ્રેમમાં ડૂબેલા રમલી અને શ્રી ને રાત ઘણી વીતી ગયાનું ભાન થયું .

રમલી પણ ફટાફટ પોતાના વેશ ઠીક કરતા બોલી શ્રી ત્યાં પહોંચીને ટપાલ જરુર લખજે .
' શ્રી એ પણ જવાબમાં કહ્યું હા કહ્યું '
પછી રમલી ભારી હૈયે ઘર તરફ રવાના થઈ .

??????

રમલીએ પોતાના અને શ્રી ના થયેલા મિલન નું પૂરું વર્ણન માઁ આગળ રજૂ કરી દીધું .
માઁ પણ રમલીના માથે હાથ ફેરવતા બોલી તે ભૂલ તો ઘણી મોટી કરી છે . પણ હવે જ્યારે પણ બાપુને ખબર પડશે ત્યારે સામનો કરવા તૈયાર રહેજે .

રાતે તો રમલી જલ્દી સુઈ ગઈ . બીજા દિવસની બપોરે બધા સાથે બેસી જમતા હતા ને અચાનક રમલી ઉભી થઇને બાથરુમની તરફ ભાગી .
રમલીના બાપુએ રમલીની માઁ ના ચહેરા ને જોઈ એકદમ રાડ પાડી
' તું અટલી ગભરાયેલી કેમ છે ?

કાંઈ નહી બસ આ તો રમલી ને તાવ ને ઉલ્ટી એવું છે એટલે ચિંતા થાય છે .

ઉભી રે બાજુ વાળા ડો . ને ઘેર જ બોલાવું છુ . એ રમલી ને તપાસી લેશે .

રમલીની માં એ એકદમ ના પાડી અને બોલી એ તો ઠીક થઈ જશે .

બાથરુમ માંથી બહાર નીકળતી રમલી નો ગભરાયરલો ચહેરો જોઈ બાપુ જોરથી તાડુક્યાં
' શુ વાત છે રમલી '
જવાબ દે મને હાથ પકડી ખેંચીને જોરથી ખાટલે બેસાડી દીધી .
અને પોતાના રુવાબ માં જોર જોરથી બોલવા લાગ્યો .
મને થોડીક તો ગંધ આવી જ ગઈ તી સમજી ?
અઢી , ત્રણ મહિના પહેલા શહેરથી આવેલા ઓલા માણસ સાથે ક્યાં ગઈ તી ?
મને બધા વાવડ મળી ગયા તા સમજી . પછી રમલીનો ચોટલો જાલીને એક લાફો મારતા બોલ્યો ' પણ આ પરિણામ હશે એવી નો ' તી ખબર ?
એ તારા શહેરી બાબુને હું મારી રીતે જવાબ આપી જ દઈશ . પણ આ ઘરમાં તારો ટાંટિયો નો રહેવા દવ . રમલીની માઁ તરફ પણ આંખો કાઢતા બોલ્યો આજે રાત સુધી આ ઘરની બાર હોવી જોઈએ સમજી .
રમલીની માઁ રમલી ને કોઈ જાતની મદદ ન કરે એટલે એને પણ રુમમાં બંધ કરી દીધી .
રમલીનો ભાઈ પણ બાપની જેમ ગુસ્સામાં ધુવાંફુવાં હતો .

?????

રમલી રડતા ચહેરે ઘરની બહાર નીકળી ગઈ . ક્યાં જશે ? શુ કરશે ? કાંઈ ખબર નહોતી .
શ્રી પણ ટપાલ લખવાનો વાયદો કરી શહેર જઈને ભૂલી જ ગયો . બધા પુરુષો આવા જ હશે ?
ચાલતા ચાલતા રસ્તામાં જ એની બેનપણી રેવતી મળી .
રમલીની આ હાલત જોતા જ ગભરાઈ ગઈ પણ ખ્યાલ તો આવી જ ગયો કેમ કે રમલી પોતાની દરેક વાત રેવતી ને કરતી .

રસ્તા વચ્ચે જ રમલી રેવતીના ખભે માથું મૂકી રડવા લાગી . રેવતી એ એને રડી લેવા દીધી .
પછી બોલી ' સાંભળ મારા ઘેર આવી જા હું ને મારા બાપુ બે જ જણા છીએ . થોડા દિવસ રહે પછી કૈક રસ્તો કાઢીશું .

રેવતી એ પોતાના બાપુને બધી વાત કરી એટલે રેવતીના બાપુ બોલ્યા ' દીકરા તમે બેય છોડીયું અહીં રે જો ને મજા કરજો હું તો મારા મંદિરમાં પડ્યો રઈશ .

રેવતી પણ રમલી ને કહેતા બોલી ' આ બધા શહેરી બાબુઓનો ભરોસો જ ન કરાઇ . તારી જિંદગી ને નરકમાં ધકેલી પોતે તો જલ્સા કરતો હશે . અને હવે તો બાળક ને પણ જન્મ આપ્યે છૂટકો એનું બલિદાન કેમ લેવાઈ ?

આ બાજુ રમલીની માઁ ઉપર પણ પુરી નજર રાખવામાં આવતી એટલે એ પણ રમલીને મળવા જઈ શકે એમ નો ' તી

જોતજોતામાં કેટલો સમય નીકળી ગયો . શ્રી ની ના કોઈ ખબર કે ના કોઈ સંદેશ
નવ મહિના પુરા થતા જ રમલી એ એક સુંદર બાળકને જન્મ આપ્યો .

શ્રી ની યાદમાં રમલી બાળકને ગળે લગાડી ખૂબ રડી હતી ...પછી લાગ્યું કે બધું જ વ્યર્થ છે . જિંદગી તો આમ ને આમ એકલા જ કાઢવાની છે .

એક દિવસ રમલીની માં ને અચાનક મોકો મળતા જ એ ઘેરથી ભાગી અને સીધી પોલીસ સ્ટેશન જઇ પહુચી . ગામમાં નવો આવેલો ઇન્સ્પેક્ટર ઘણો ઈમાનદાર પોલીસ ઓફિસર હતો એ કોઈથી ડરે એમ નહોતો .
રમલીની માઁ એ બધી વિગતવાર વાત કહી સંભળાવી . ઇન્સ્પેક્ટરે એને ખાતરીપૂર્વક કહ્યું ' જેણે આ ભૂલ કરી છે એ પકડાશે જ તમે નિશ્ચિન્ત થઈને ઘેર જાવ .

બીજા દિવસની સવાર અને રેવતી કોઈ કામ હોવાથી ગામ ભણી ગઈ . અને એ વખતે રમલી ઘરમાં એકલી હતી .
અગિયાર વાગ્યાની આસપાસનો સમય અને ટ્રીન-ટ્રીન કરતી સાયકલ નો અવાજ રમલીના કાનમાં પડયો . અને કોઈએ જોરથી સાદ કર્યો ' ટપાલ '

રમલી ને થયું અહીં કોની ટપાલ ?
રમલી એ ધ્યાન ન દીધું . ત્યાં ફરી અવાજ આવ્યો .
એટલે રમલીને થયું ટપાલી અહીં જ આવ્યો કે શું ?
બહાર જઈ કવર હાથમાં લઈને તરત જ અંદર ઓરડામાં ગઈ .

એણે જોયું તો સરનામાં વગરનું ખુલ્લું કવર . અંદર જોયું તો એક કોરો કાગળ અને એ પણ તાજો જ ભીનો થયેલો . જોયું તો લાગ્યું કે આ તો કોઈના તાજા જ ટપકેલા આંસુ છે .
જરૂર કોઈ બીજાનું હશે એવું વિચારી એકદમથી બહાર આવી
આવીને જોયું તો ટપાલી ત્યાંને ત્યાં જ ઉભો તો
રમલી એ ધ્યાનથી જોયું તો વધેલી દાઢી , ઊંડી ઉતરી ગયેલી આંખો અને એ આંખોમાંથી વ્હેતા આંસુઓનો દરિયો
ચહેરાને ધ્યાનથી જોતા જ રમલી પાગલ થઈ ગઈ ....
શ્રી ......તું......???
આ શું હાલત છે તારી ?
શ્રી નો હાથ હાથમાં લઈ એને ઓટલે બેસાડ્યો . આંખોને વિશ્વાસ નો ' તો બેસતો .
બંનેની ચાર આંખો આજે એક થઇ હતી . બંનેના હાથ એકબીજાના હાથમાં અને એ જ સમયે બાજુમાં જ રહેલા મંદિરમાં દર્શને આવેલા લોકોએ વગાડેલ ઘંટ અને ઝાલરનો ઝંકાર એ નાદ એકસાથે રણકી ઉઠ્યો . એવું લાગતું હતું કે જાણે ભગવાનની સાક્ષીએ હસ્તમેળાપ થઈ રહ્યો હતો . કેટલા લાંબા વિરહ બાદ મિલનની ઘડી .
બંનેમાંથી કોઈને ન તો કોઈ સવાલ ન જવાબ . બસ બંને વચ્ચે એક મૌન પથરાઈ ગયું હતું .

અને થોડા જ સમયમાં રેવતી અને રમલીની માઁ આવી ગયા .
રમલીની માઁ એ રડતા રડતા પોતાના ધણી અને દીકરાના કારનામા ની વાત કરી .

શ્રી એ જે જગ્યા ફેક્ટરી માટે લીધી હતી . ત્યાં જમીનની અંદર વિદેશી બંધુકો ને કારતુસો દાટી દીધા હતા . અને શ્રી ને દેશદ્રોહી સાબિત કરી એને આજીવન જેલની સજા મળી હતી .

મેં થોડા દિવસ પેલા તારા બાપુ અને ભાઈને આપસમાં આ વાત કરતા સાંભળી લીધા હતા . એટલે ગમે તેમ કરી મેં આપણાં ગામમાં આવેલા નવા ઇન્સ્પેક્ટર ને મળીને બધી વાત કરી દીધી . અને અંતે તારા બાપુ અને ભાઈએ શ્રી સાથે ખોટી રીતે કરેલા કારનામા ની ખબર પડી ગઈ .

શ્રી પણ રમલી ની માઁ ના પગે પડી ગયો . અને બોલ્યો ' આ બધું જ મારા કારણે થયું છે મને માફ કરી દેજો . અને પછી રમલી અને એની માઁ ને કહ્યું તમે બંને હવે કોઈ જાતની આનાકાની કર્યા વગર મારી સાથે મારા ઘેર આવશો .

રમલીની માઁ એ રેવતી આગળ બે હાથ પકડી માફી માંગી અને રમલી ને સાચવવા બદલ આભાર માન્યો .
થોડા સમયમાં રમલી એની માઁ અને શ્રી ના હાથમાં એનું પ્યારું , માસુમ બાળક શહેર તરફ જવા નીકળ્યા .
અને આ બાજુ ઇન્સ્પેક્ટરે બંને બાપ-દીકરાને પકડી જેલમાં આજીવન કારાવાસ માં ધકેલી દીધા .

★ આ વાર્તાના અંતે એટલું જ કહીશ કે પ્રેમ કરનારા દરેક શહેરી બાબુ ખરાબ નથી હોતા .
★ અને દરેક શહેરી બાબુ શ્રી નથી હોતા .
વાર્તાનો અંત થોડો લાંબો થઈ ગયો છે . તો માફી ચાહું છું . આપના પ્રતિભાવ જરૂર લખશો જેનાથી કોઈ ભૂલચૂક હોય તો સુધારી સકુ ....??