નસીબ ના ખેલ... - 23

  વિદાય વેળાએ ધરા ના મન માં કાંઈક આવી જ વાતો ચાલી રહી હતી જે અત્યાર ના કવિ શ્રી મનોજ પંડ્યા સનમ એ પોતાની એક રચના માં રજૂ કરી છે
              
 સાસરે જતી દીકરી ના મનોભાવો

હું તો તમારા આંગણાં ની લીલીછમ્મ વેલી
ચાલી હું તો પિયર ઘરને આમ છૂટું મેલી

ઘડ્યો છે ઈશ્વરે એવો રૂડો ઘાટ
મારે જાવું પડશે હવે સાસર ની વાટ

મારા પિયરના સાથી રોતા ચારે પાસ
મને સાસરે વળાવવા આવજો ખાસ

મારે આપ વડીલો ના આશિષ નો સાથ
આપના આશિષને હું લઈ જઈશ સાથ

મને મળ્યા છે આપના હિંમત ને સુ સંસ્કાર
હું ખુશી ખુશી મહેકાવિશ જીવન સંસાર

(મનોજ પંડયા સનમ જોરાવરનગર સુરેન્દ્રનગર)

                 
                   સૌ સજળ નયને ધરા ને વિદાય આપી રહ્યા હતા....  આમ જુવો તો ધરા નું નસીબ એના મમ્મીપપ્પા માટે ખૂબ સારું લાભદાયક હતું, ધરા ના આવ્યા પછી જ લગ્ન ના સાત વર્ષ બાદ તેઓ ને મા-બાપ બનવાનું સૌભાગ્ય મળ્યું હતું અને ઘર ની પરિસ્થિતિ પણ ઘણી સુધરી હતી...  પણ ધરા ની વિદાય બાદ એમાં પણ ઓટ આવવાની હતી... આર્થિક અને સામાજિક બે ય ફટકા પડવાના હતા... 
                   ધરા પિયર ની વાટ છોડી ને સાસરી ના માર્ગ પર જઈ રહી હતી,  એક નવી જિંદગી જીવવા જઈ રહી હતી,  
              લગ્ન પત્યા બાદ ધરા ને સાંજે રાજકોટ થી વિદાય આપવામાં આવી હતી... અને રસ્તા માં ચા નાસ્તા ના વિરામ સાથે સર્વે મોડી રાત્રે  ભાવનગર પહોંચ્યા... અને પહેલા તો વાડી એ જ જવું જરૂરી હતું... રિવાજ મુજબ ગણેશ સ્થાપના પાસે વરઘોડિયા ના મીંઢોળ છોડવાના હતા, કંકુ ના પાણી માં કોડી અને પૈસા સાથે વીંટી નાખી ને શોધવાની રમત પણ રમવાની હતી... 
                   આ બધી વિધિ પતાવતા રાત ના 1 વાગી ગયો... અને ત્યાર બાદ અન્ય સહુ મહેમાન વાડી એ જ રોકાયા અને નિશા ,ધરા ,કેવલ,નિશાના પતિ મનોજ અને ધરા ના સૌથી મોટા જેઠાણી ઘરે આવ્યા...  અને ધરા ના ગૃહપ્રવેશ ની વિધિ પણ રાતે જ પતાવી...
                   આ બધી વિધિ માં 2 /2:30 જેવું થઈ ગયું, અને પછી સૌ એ સુવા ની તૈયારી કરી... 
                   ધરા ની લગ્નની પહેલી રાત હતી.. અને બંને (ધરા અને કેવલ ) ખૂબ થાકેલા હતા આખા દિવસ ના... લગ્ન ની વિધિ , મુસાફરી, લગ્ન બાદ ની  વિધિ, અને વળી ધરા તો મન થી પણ ખૂબ થાકેલી હતી... મા-બાપ ને છોડી ને આવી હતી... જો કે આ સ્થિતિ દરેક કન્યા ની હોય છે.. એમા ય જ્યારે પિયર અને સાસરી આ રીતે દૂર હોય લાંબી મુસાફરી હોય ત્યારે દરેક કન્યા લગ્ન પછી તન-મન થી ખૂબ થાકી જ જાય એ સ્વાભાવિક છે... 
                   બીજે દિવસે રિવાજ મુજબ ધરા ને તેની સાસરી માં નાહવા ના બદલે પિયર માં કે કોઈ સગા ને ત્યાં જઈ ને નહાવાનું હોય.. અને અહીં તો ધરા ના પિયર નું સગું કોઈ ન હતું ત્યારે ધરા ના નણંદ આગળ આવ્યા હતા અને ધરા ને પોતાની નાની બહેન માનીને પોતાના ઘરે આ રિવાજ  પૂરો કરવાનું કહ્યું હતું... અને ત્યાં જવાનું હોવાથી રાત્રે જ નિશા એ ધરા ને વહેલા ઉઠવાની સૂચના આપી દીધી હતી....
                   આખા દિવસ નો થાક અને  રાત ના પહેલેથી જ 2:30 વાગી ગયા હતા.. આમાં ધરા આરામ ક્યાંથી કરે ???
                   અહીં જ ધરા ને  પિયર અને સાસરી વચ્ચે નો ભેદ સમજાઈ ગયો... ક્યાં એ પોતાના ઘરે આરામ થી મોડી ઉઠતી અને ક્યાં અહીં આટલી મોડી રાત્રે સુવા છતાં પહેલે થી જ સવારે વહેલા જાગવાની સૂચના મળી ગઈ હતી...

(ક્રમશઃ)

***

Rate & Review

Indu Talati

Indu Talati 2 weeks ago

Pragnesh

Pragnesh 1 month ago

Viral

Viral 5 months ago

Deepali Trivedi

Deepali Trivedi 5 months ago

Bhagirath Pithiya

Bhagirath Pithiya 5 months ago