Prem ni saja - 12 in Gujarati Love Stories by Mehul Kumar books and stories PDF | પ્રેમ ની સજા - ભાગ-૧૨

પ્રેમ ની સજા - ભાગ-૧૨

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે કોલેજ ની પરિક્ષા પુરી થયા પછી મનોજ એના ગામડે ગયો, રિઝલ્ટ આવવાના સમયે એ પાછો આવ્યો, રિઝલ્ટ ના દિવસે બધા રિઝલ્ટ લેવા કોલેજ ગયા બધા જ મળ્યા પણ આશા એને ના મળી , પછી એ સારી નોકરી શોધવાના પ્રયત્નો કરવા લાગ્યો હવે જોઈએ આગળ.
રિઝલ્ટ ના બીજા દિવસ થી જ મનોજે નોકરી શોધવાનુ શરુ કર્યુ એના પ્રયત્નો નુ સારુ પરિણામ એને મળ્યુ અને એને એક મલ્ટીનેશનલ કંપનિ મા નોકરી મળી ગઈ એ ઘણો ખુશ હતો, આ ખુશ ખબર એ આશા ને સંભળાવવા માંગતો હતો પણ આશા સાથે એનો કોન્ટેક્ટ જ નહતો થતો. એક દિવસ એ નોકરી પર થી પાછો આવ્યો અને જમી ને એ અને અગાશી ઉપર બેઠા હતા ત્યારે વિજય ના ફોન પર એની બહેન કવિતા નો ફોન આવ્યો.
વિજય : હેલ્લો માય ડિયર સિસ્ટર! !
કવિતા : હા ભયલા કેમ છે તુ ? ઘર મા બધા કેવા છે?
વિજય : બસ બધા મજા મા છે તુ બોલ તુ કેમ છે અને જીજુ કેવા છે? બરાબર તારુ ધ્યાન તો રાખે છે ને!
કવિતા : હા ભાઈ એ મારુ સારી રીતે ધ્યાન રાખે છે. શુ કરે છે તુ? ક્યા છે ઘરે છે?
વિજય : હા ઘરેજ છુ અગાશી ઉપર મનોજ પણ છે!
કવિતા : ઓહ બોવ સરસ મારે એની સાથે પણ વાત કરવી છે, એને ફોન આપ તો.
વિજય : હા હા હમણા જ આપુ.
મનોજ : બોલ બહેન કેમ છે તુ?
કવિતા : હુ તો મજા મા છુ તુ બોલ. આશા ને મળવાનુ તો હવે બંધ જ થઈ ગયુ હશે ને!
મનોજ : હા પણ તને કંઈ રીતે ખબર!
કવિતા : લે હવે તુ કંઈ રોજ ૫૦૦ કીમી દુર આશા ને મળવા રોજ થોડો આવવાનો છે?
મનોજ : શુ કહે છે મને કંઈ ખબર નય પડતી! આશા ક્યા છે એ જ મને ખબર નથી ને તુ મળવાની માંડે છે.
કવિતા : શુ વાત કરે છે તને નથી ખબર કે આશા અંબાજી મા રહે છે?
મનોજ : ના નથી ખબર પણ તને કંઈ રીતે ખબર પડી કે આશા અંબીજી રહે છે.
કવિતા : હુ અને તારા જીજુ અંબાજી માતાજી ના દર્શન કરવા આવ્યા છે. આશા અમને અહી જ મળી.
મનોજ : હોઈ શકે કે એ પણ ત્યા દર્શન કરવા આવી હોય?
કવિતા : અરે ના હવે અમને એ એના ઘરે પણ લઈ ગઈ હતી. ને અમે ખાસો ટાઈમ એના ઘરે બેઠા પણ.
મનોજ : શુ વાત કરે છે ? તો તમે હવે ક્યા જવાના ? દર્શન થઈ ગયા? અને તુ આશા ના ઘરે હતી ત્યારે ફોન ના કરાય બોવ ટાઈમ થઈ ગયો યાર આશા ને મળવાનુ તો દુર એની સાથે વાત પણ નય થતી.
કવિતા : કેમ શુ થયુ?
મનોજ કવિતા ને બધુ કહે છે કે કેવી રીતે આશા દુર થઈ ને એમનો કોન્ટેક્ટ પ઼ણ બંધ થઈ ગયો.
કવિતા : તુ ચિંતા ના કરીશ, હુ દર્શન કરી ને આશા ના ઘરે જઉ છુ એને તારી સાથે વાત કરાવુ છુ અને એનો નવો નંબર હશે એ પણ હુ લઈ લઉ છુ ઓકે.
મનોજ : ઓકે તુ એના ઘરે જઈને ફોન કર લે વિજય ને આપુ છુ તુ પછી વિજય ને જ ફોન કરજે.
વિજય : હા બોલ બહેન.
કવિતા : હુ દર્શન કરવા જઉ છુ પછી ફોન કરુ ત્યારે મને મમ્મી સાથે વાત કરાવજે.
વિજય : સારુ ચલ બાય, ધ્યાન રાખજે તારુ.
ફોન મુક્યા બાદ વિજય મનોજ ને કવિતા સાથે થયેલી વાત વિશે પુછે છે. મનોજ વિજય ને બધુ કહે છે. બ઼ધી વાત થયા બાદ બંન્ને નીચે જમવા જાય છે અને જમીને અગાશી પર આવીને કવિતા ના ફોન ની રાહ જોવે છે. બોવ ટાઈમ થઈ જાય છે પણ કવિતા નો ફોન નય આવતો પછી બંન્ને જણા ઊંઘી જાય છે. સવાર ના સમયે કવિતા નો ફોન આવે છે, મનોજ તૈયારી મા ઊઠી જાય છે ને ફોન ઉઠાવે છે.
મનોજ : બોલ બહેન આશા ના ઘરે પહોચી ગઈ, એને ફોન આપ અને નબર પણ પછી લઈ લેજે. હમણા મારી જલ્દી વાત કરાવ.
કવિતા : અરે ભાઈ શાંત થા હુ આશા ના ઘર પાસે જ ઊભી છુ પણ એના ઘરે લોક છે, બાજુ મા પુછ્યુ તો એમણે કહ્યુ કે એ બહાર ગયા છે ૩-૪ દિવસ પ઼છી આવશે.
મનોજ : શુ થાય છે યાર આ આટલા ટાઈમ પછી ખબર પડી કે આશા ક્યા છે , પણ નસીબ મા એની સા઼થે વાત કરવા નુ નથી લખ્યુ.
કવિતા : ભાઈ ઉદાસ ના થઈશ તુ એક કામ કર ને એ લોકો ૩-૪ દિવસ પછી પાછા આવશે જ ને , તો તુ અને વિજય પણ પ઼છી દર્શન કરવાના બહાને આવજો ત્યારે આશા સાથે વાત તો વાત પણ એને મળી પણ લેજે.
મનોજ : હા યાર આ વાત ગમી આશા ને મળી પણ લેવાશે ને માતાજી ના દર્શન પણ થઈ જશે.
કવિતા : સારુ મમ્મી ને ફોન આપ થોડી મમ્મી સાથે પણ વાત કરી લઉ.
મનોજ એના મમ્મી ને ફોન આપી એના કામ મા લાગી જાય છે વિજય ને પણ એ બધુ કહે છે અને બંન્ને જણ અંબાજી જવા તૈયાર થાય છે વિજય સંજય અને સુજલ ને પણ આવવા માટે કહે છે એ લોકો પણ તૈયાર થાય છે જવા. ૩ દિવસ પછી ચારેય મિત્રો અંબાજી જવા નીકળે છે. સ્ટેશને પહોચી એ લોકો અંબાજી ની બસ પકડે છે. મનોજ આશા ના વિચારો મા જ ખોવાયેલો રહે છે. જેમ જેમ અંબાજી નજીક ઼આવતુ જાય છે તેમ તેમ મનોજ ની ઉત્સુક્તા વ઼ધતી જાય છે. આખરે એ બધા અંબાજી પહોચે છે અંબાજી પહોચી ને કવિતા ના કહ્યા મુજબ એ લોકો આશા ના ઘર બાજુ જાય છે. આશા ના ઘર પાસે પહોચી જાય છે પણ ત્યારે પણ આશા ના ઘરે લોક હોય છે, મનોજ થોડો ઉદાસ થઈ જાય છે એ બાજુ મા આશા ના ફેમિલી વિશે પુછ પરછ કરે છે ત્યારે એને જાણવા મળે છે કે આશા લોકો ગઈકાલે જ ઘર ખાલી કરી જતા રહ્યા અને ક્યાં ગયા એની કોઈ ને ખબર નહી. આ બધુ સાંભળ્યા બાદ મનોજ એકદમ ભાંગી પડે છે અને માથે હાથ દઈને બેસી જાય છે . વિજય, સંજય, સુજલ મનોજ ને દિલાસો આપે છે.
વિજય : મનોજ મન ઼ખોટુ ના કરીશ આશા મળશે તને માતાજી ના દરબાર મા આવ્યો છે માતાજી ને અરજ કર એ જરુર સાંભળશે ને તારો અને આશા નો મેળાપ કરાવશે.
મનોજ : શુ યાર ક્ટલા ટાઈમ પછી જાણવા મળ્યુ કે આશા ક્યા છે તો પણ નસીબ મા એને મળવાનુ ના થયુ અને હવે ક્યા છે એની પણ ખબર નય શુ કરવાનુ?
સુજલ : ભાઈ ભગવાન પર ભરોસો રાખ એક દિવસ તો આશા જરુર તને મળશે. ચાલ દર્શન કરવા જાય છે.
બધા માતાજી ના દર્શન કરવા જાય છે અને દર્શન કરી એમના ઘરે જવા નીકળે છે.
આશા ઘર બદલી ને ક્યા ગઈ હશે? શુ એની જાણ મનોજ ને થશે? આ બધુ કેમ થઈ રહ્યુ છે કે મનોજ ને ખબર પડી કે આશા ક્યા છે ને એણે ઘર બદલી નાખ્યુ?
આશા ના મન મા શુ છે એ જાણી જોઈને મનોજ સાથે કોન્ટેક્ટ મા નય રહેતી કે કોઈ મજબુરી મા. જાણો આવતા ભાગ મા આવજો . . . . . . . . . . .