Dampati chho sampati nahi books and stories free download online pdf in Gujarati

દંપતિ છો સંપતિ નહીં

લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે... એક નાનકડી ભેટ
#repeat_post_edited
#દંપતિ છો#સંપત્તિ નથી

અરે યાર હમણાં હમણાં તો છુટ્ટાછેડાના કેસ કેટલાં વધી રહયા છે. બોલો હવે લગ્ન પર કોઈને ભરોસો જ નથી. હવે કોઈ સહન જ નથી કરતું નાનકડું કંઈ થાય એટલે છુટા પડી જાય. મને તો લાગે છે ધીમે ધીમે લગ્ન જ કોઈ નહીં કરે અને લિવ ઇનમાં જ રહેવા લાગશે. લગ્ન સંસ્થાનો પાયો હચમચી ગયો છે.

ના એવું જરાય નથી લગ્ન સંસ્થા એ બહુ જ સુંદર વ્યવસ્થા છે અને એ ક્યારેય ડગમગશે નહીં એ ભગવાને ઘડેલ સુંદર સમાજને રચવા માટે રાખવામાં આવેલ ઈંટ છે એ પાયેથી જ મજબૂત બને આપણી સમાજવ્યવસ્થા એ માટે જ સુંદર રીતે ઘડવામાં આવી છે. લગ્ન પરથી જો ભરોસો ઉઠી ગયો હોત કે લિવ ઇનનું મહત્વ વધવા લાગ્યું હોત તો આટલાં લોકો આટલાં ધૂમધામ થી લગ્ન કરત ખરા?

લગ્ન ટકાવવા કે બટકાવવા એ દંપતિના હાથમાં છે અને એ કોઈ ખાલી લગ્ન કરી લીધાથી પૂરું થતું નથી લગ્ન કર્યા બાદ તો શરૂ થાય છે. રોજ અલગ અલગ વસ્તુનો સામનો કરવાનો હોય છે. રોજ એને જાળવી રાખવા પહેલ કરવી પડે છે અને એવું યુદ્ધ છે જે બે યોધા સાથે રહીને એક બીજા સામે લડે છે.

લગ્ન એક જ ટેવ વિચાર કે રહેણીકરણી ધરાવતી વ્યક્તિ સાથે નથી થતા. અલગ ઉછેર અને વ્યક્તિત્વ ધરાવનાર સાથે રહી દંપતિ બને છે જેની થોડીક શરતો છે એમાં સૌથી પહેલાં એક બીજાને જે છે એ રીતે સ્વીકારવુ, બંને એ એક બીજા પર અતૂટ વિશ્વાસ કેળવવો. કેળવવો એટલે લખું છું કે એ આપો આપ આવી નહીં જાય સામે વાળી વ્યક્તિ એ થોડાક એવા કાર્યો કરવા પડશે.

પહેલાં તો એ સમજવું અતિશય જરૂરી છે કે તમે બે અલગ વ્યક્તિઓ છો એટલે ગમવું કે ન ગમવું અલગ રહેવાનું તમને જે ન ભાવે એ સામે વાળાને ખૂબ ભાવે એવું પણ બને. તમને જયાં કંટાળો આવે ત્યાં તમારું પાત્ર મજા લેતું હોય. એક વાત યાદ રાખવી તમે પતિ પત્ની છો ટ્વિન્સ નથી. લગ્ન કર્યા એટલે જરાય જરૂર નહીં એક જ શોખ હોય અલગ અલગ શોખ હોય પણ બંનેની દરેક ટેવને અને શોખને એટલું જ સન્માન દેવું જરૂરી છે.

જેમના લગ્નજીવન ટકી રહયા છે કે સુંદર દામ્પત્યજીવન જીવી રહયા છે એ અતૂટ ભરોસો તો છે જ પણ એટલી સમજણ પણ છે કે ક્યારે સામે વાળા પાત્રને સમય આપવો. સાથે ને સાથે 24 કલાક ચોંટી રહેવાથી કે એક બીજાની વાતમાં સહમત હો કે નહીં હા એ હા કરવાથી તમે સુંદર દંપતી પુરવાર થઈ રહ્યા છો એવું તમને લાગતું હોય તો તમે એ ખોટું વિચારી રહ્યા છો. દામ્પત્ય જીવનમાં લાગણી થી જોડાવું જેટલું મહત્વનું છે એટલું જ જરૂરી સમય સમય પર એક બીજાથી અલગ પડવું પણ જરૂરી છે. એક જ રૂમ નીચે બોલ્યા વગર બે વ્યક્તિ સાથે રહી શકે એ એટલું જરૂરી છે.

શબ્દો સમજવા જરૂરી છે પણ મૌનને માણવું પણ દામ્પત્યજીવનમાં જરૂરી છે. અત્યારે આપણે એક બીજાથી એટેચ થતાં વાંધો નથી આવતો શીખવાનું છે યોગ્ય સમયે ડિટેચ થતાં(#MMO) એક બીજાના વિચારોને માનવા જરૂરી નથી પણ એકબીજાના વિચારોને માન આપવું જરૂરી છે. જે આ સમજી જાય એ સુંદર લગ્નજીવન જીવી જાય છે. આપણે લગ્નને બંધન માનીને જ ચાલીએ છીએ એટલે જ આપણે દંપતિ ઓછા એક બીજાના સંપત્તિ બનતા જઈએ છીએ. આપણામાં મિત્રતા ભાવની જગ્યા એ માલિકી ભાવ આવે છે અને અંતે સામે વાળી વ્યક્તિને આપણે ગુલામ બનાવવાના જ વિચારો કરીએ છીએ અને આચાર પણ એવા જ થઈ જાય છે. બે ચાર વસ્તુનું ધ્યાન રાખવાથી સુંદર દામ્પત્ય જીવન જીવી શકાય

* અત્યારે સૌથી જરૂરી સોશ્યલ મીડિયાના જમાનામાં ફોન એ જે વ્યક્તિની વ્યક્તિગત વસ્તુ છે એ તમને દેખાડે તો જ જોવો. કારણ વગર શંકાનો કીડો મગજમાં લાવી તમારા જીવન માં ખોટા વાઇરસ ને આવકારો નહીં.
*બંધન હમેંશા મુક્તિની ચાહ રાખે છે. પણ જો તમે તમારા સામેના પાત્રને મુક્ત જ રાખશો તો એ આપો આપ તમારા પ્રેમના બંધન માં બંધાય જશે.
*લગ્ન ટકાવવા કે લગ્નમાં બટકાઈ જવું બંને દંપતીના જ હાથમાં છે.
છૂટાછેડા એ કોઈ જ હલ નથી. એટલે એવું પણ નથી કહેતી કે ફરજીયાત ગૂંગળામણથી જીવન જીવો પણ એક વખત વિચારો કે ક્યાં કારણ થી છુટા પડો છો અને સામે તમે તે વ્યક્તિ સાથેના તમારા પ્રેમને રાખો નિર્ણય આપો આપ આવી જશે અને જો કારણ તમારા પ્રેમથી તગડું છે તો કારણ વગર લગ્નને ટકાવવા જરૂર નથી. સમાજ માટે સાથે રહેવા કરતાં સહજતાથી અલગ થવું જ સારું. એક વસ્તુ જો તમને આવડી જશે તો પણ ટકી રહેવાશે માફ કરવું. લગ્ન એટલે એક જ વ્યક્તિ સાથે વારે વારે થતો પ્રેમ એમ જ લગ્ન એટલે એક જ વ્યક્તિની અલગ અલગ ભૂલોની અપાતી માફી. ટૂંકમાં એક જ છત નીચે બે અલગ વ્યક્તિત્વનો સ્વીકાર ...

લગ્નના અમુક વર્ષે તમને નીચેની ચેલેન્જ બહુ જ ઉપયોગી થશે.... કારણ ઘરેડ માં થી બહાર લાવી તમારા સાથી થી તમને નજીક લાવશે.....

ભાષાંતર કરવાનો પ્રયત્ન કર્યો છે છતાં અંગ્રેજી પણ રાખેલ છે જેથી કોઈ સમજણ માં ફેર ન પડે

14 Day Marriage Challenge
પડકાર રૂપી લગ્નજીવનના ચૌદ દિવસ

Start the habit of kissing them goodnight every day
રોજ રાત્રે સૂતા પહેલાં એક બીજા ને કિસ કરવી.

Give them 3 compliments today
દિવસ માં ત્રણ વખત પ્રશંસા કરવી.

Take the Love Language quiz
પ્રેમ ને લગતી પ્રશ્નોતરી કરવી.

Show them their love language in one way today
તેમને કોઈ પણ રીતે પ્રેમ દર્શાવવો

Touch them (hold a hand, rub their back)
સ્પર્શ કરવો....

Tell them something you are thankful for in them
કોઈ વાત એમના માં ખાસ હોય તેનાં માટે આભાર માનવો

Send them a nice text message at random today
દિવસમાં એક વખત ક્યારેક કોઈ સારો મેસેજ ફોરવર્ડ કરવો.

Plan and go on a date night
ડિનર માટે આયોજન કરી જવું

Go for a walk alone together
સાથે ચાલવા જવું

Snuggle and watch a movie together
એક બીજાના આગોશમાં બેસી પિકચર જોવું

Leave them a sweet note (next to the coffee pot, in their car..)
ક્યારેક કોઈ સુંદર નોટ લખીને મૂકવી જ્યાં તેમની નજર પડી શકે.

Look through your wedding album or together
લગ્નનો આલ્બમ કે વિડિયો સાથે બેસી જોવો.

Share something nice about them or a photo on FB/Insgaram
સોશ્યલ મીડિયા માં તમારો ફોટો મૂક્યા બાદ જે સારી કૉમેન્ટ શેર કરવી.

Do something nice for them
કંઇક તેમનાં માટે વિશેષ કરો, કોફી બનાવવી , કોઈ અવસર વગર ગિફ્ટ આપવી , અચાનક બહાર જમવાનો પ્લાન કરવો જેવું ઘણું થઈ શકે.

ઉપર ની દરેક વસ્તુ માત્ર પતિ એ નથી કરવાની પતિ અને પત્ની બંને એ કરવાની છે..{#માતંગી}