Almast fakiri haiyu in Gujarati Love Stories by Manisha Hathi books and stories PDF | અલમસ્ત ફકીરી હૈયું

Featured Books
Categories
Share

અલમસ્ત ફકીરી હૈયું

' અલમસ્ત ફકીર હૈયું '

મિડ-વે પર ફુલ સ્પીડમાં ગાડીઓ જઇ રહી હતી . શિયાળાની ઋતુ એટલે ઠંડીના સુસવાટા ....
બ્લેક કલરની સ્કોર્પિયો માં કંઈ ખરાબી થવાથી મિડ-વે પર રોકાઈ ગઈ .

ડ્રાઇવર બહાર નીકળી ગાડીમાં શુ ખરાબી આવી છે એ માટે બોનેટ ઊંચું કરી જોવા લાગ્યો .
સ્કોર્પિયોની અંદર બેઠેલો પ્રતિક કાળા કાંચમાંથી રસ્તા ઉપરની ચહલ-પહલ નિહાળી રહ્યો હતો .

બરોબર સામે જ ચા ની થડી પર ભીડ જામેલી હતી . અટલી ઠંડીમાં ગરમાગરમ ચાની ચુસ્કી લેવા લોકો જાણે તડપી રહ્યા હતા . એક ફેમિલી ચાની ગરમાહટ સાથે ખિલખિલાટ હાસ્યને વેરી રહ્યું હતું .
પ્રતિકનું ધ્યાન એ ભાઈ તરફ ગયું ચહેરો ખૂબ જાણીતો લાગ્યો . વિચારોની ગડમથલને અંતે યાદ આવ્યું . એ ચિરાગ હતો એનો સ્કૂલનો સાથી ખાસ જીગરી યાર , સ્કૂલના ભણતર પછી તો આગળના ભણતર માટે વિદેશ પહોંચી ગયો હતો . એ પછી કેટલા સમયે ...
પોતાના મિત્રને મળવાની ઉત્કંઠા થતા જ એણે દરવાજો ખોલ્યો અને ત્યાંજ એની સાથે ઉભેલી એની ધર્મપત્ની તરફ એનું ધ્યાન ગયું ......!!!!
અને એકદમથી દરવાજો બંધ કરી દીધો . એના મોઢામાંથી નીકળેલા ઉદગાર હોઠ પર જ રહી ગયા ...
એક આશ્ચર્ય સાથે એ જોઈ જ રહ્યો .
આ તો શાલિની !!!!

પોતાનો પહેલો અને છેલ્લો પ્રેમ ...
કોલેજકાળ દરમ્યાન બંને એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા .
શાલિનીના પિતાને આ વાતની ગંધ આવતા જ એણે પ્રતિકને ધમકી આપી હતી . ' હવે પછી મારી દીકરીની આસપાસ પણ ફર્ક્યો છે તો હું મારી દીકરીને જ મારી નાખીશ .
અને ખબરદાર તું તો આ શહેર છોડીને જ નીકળી જજે .

પ્રતિક સ્વભાવે ખૂબ સરળ હતો . કોઈપણ જાતની મારપીટ પડવામાં માનતો ન' તો .
શાલિની સાથેના પ્રેમને એણે અંદર જ દફનાવી શહેર છોડી ચાલી નીકળ્યો હતો .

પ્રતિકે પોતાના જીવનમાં એકાંતને સ્વીકારી લીધું હતું . અને આજ કેટલાય વર્ષો પછી એ ચહેરો નજર સામે આવ્યો હતો . ગાડીમાં બેઠા બેઠા પ્રતિકની સામે શાલિની સાથે વિતાવેલા દિવસોની યાદ તાજી થઈ જતા જ એની આંખો ભીની થઇ ગઇ .

પોતાના ભૂતકાળમાં ખોવાયેલ પ્રતિકને કોઈ બોલાવી રહ્યાનો ખ્યાલ આવતા જ એકદમ સજાગ થયો .
કારની બીજી સાઈડનો દરવાજો ખુલ્લો હતો . એટલે એણે જોયું કોઈ એને ધારી ધારી એની સામે જોઇને પૂછી રહ્યું હતું .

' ઓ , હેલ્લો તું પ્રતિક ????
પ્રતિકે પણ આનંદમાં આવી માથું ધુણાવ્યું ' અરે હા યાર તું ચિરાગને ? ...

એ સમય દરમ્યાન ચિરાગની પત્ની અને બાળકો ચા-નાસ્તામાં મશગૂલ હતા . એટલે બંને વચ્ચે ભૂતકાળની ઘણી વાતોની આપ-લે થઈ ગઈ .
બંને મિત્રો એકબીજાના ફોન નંબર લઈ હાથ મિલાવી છુટ્ટા પડ્યા .

પ્રતિકના ડ્રાઈવરે સીટ બેલ્ટ બાંધી કાર સ્ટાર્ટ કરી . અને રવાના થવામાં ...

ચિરાગની પત્નીએ આવીને તરત પૂછ્યું
' તમે અટલી રસપૂર્વક કોની સાથે વાત કરી રહ્યા હતા .

મારો સ્કૂલ ટાઇમનો જૂનો અને ખાસ મિત્ર ' પ્રતિક શાહ '
બિચારો જિંદગીભર કુંવારો જ રહ્યો . એની પ્રેમિકાના બાપે ધમકી આપી હતી . ' મારી છોકરીથી દૂર નહીં જાય તો હું મારી છોકરીને મારતા પણ નહીં અચકાવ '
કેટલો નરાધમ હશે એ બાપ એકસાથે ત્રણ ત્રણ જિંદગી બરબાદ કરી નાખી ...

શાલિની એકદમ બોલી
' ઓહઃહઃ તો તમે એની સાથે સેલ્ફી લીધી કે નહીં ? '

અરે , હા આ જો મારો મિત્ર
' પ્રતિક...

વરસો પેલાનું એક દ્રશ્ય શાલિની સામે તરવરી ઉઠ્યું .
પોતાના પ્રેમ પ્રકરણની ઘરમાં જાણ થતાં જ પોતે જ્યારે કોલેજ ગઈ હતી એ દરમ્યાન

પિતાને હાર્ટએટેક આવ્યાનુ નકલી નાટક ..
શાલિનીએ ઘેર આવતા જ જોયું પિતાના કપાળ અને હાથ પર નકલી લાલ સ્યાહીના ડાઘથી ચિતરાયેલ પાટા ,
માઁ ની આજીજી પૂર્વકની વિનવણી ' દીકરા તારા પિતાની જિંદગી તારા હાથમાં છે ' .
એ સમયે નજર સામે આવેલ દ્રશ્યને કારણે શાલિનીને પણ ઘણો આઘાત લાગેલો ...

લગ્નના અમુક વરસો પછી ખબર પડી કે ' પોતાની માં -પિતા અને ભાઈએ એની સાથે જુઠમુઠનું જબરું નાટક રચ્યું હતું .

રસ્તા પર ચાલી રહેલા એક કેસરિયા ભગવા ધારી ફકીરની અવાજ શાલિનીના કાનમાં જોરથી અથડાતા શાલિની તંદ્રામાંથી જાગૃત થઈ .
આંખોમાં આવેલ આંસુને એક કડવા ઘૂંટ સાથે પી ગઈ

અસલમાં તો ફકીર કોણ હતો
સંસાર ત્યાગી ભગવા ધારણ કરનાર કે પછી....
સંસારમાં રહી ફકીરી જીવન જીવનાર . .

ફુલસ્પીડમાં જતી પ્રતિકની ગાડીના ધુમાડાને શાલિની જોઈ રહી....