Vivah Ek Abhishap - 14 books and stories free download online pdf in Gujarati

વિવાહ એક અભિશાપ - ૧૪

આગળ આપણે જોયુ કે વિક્રમ ચમત્કારી ભસ્મ ની મદદથી હીરની આત્મા ને કેદ કરી લે છે જેનાથી એ ગુસ્સે થાય છે પણ વિક્રમ નું કંઇ બગાડી નથી શકતી અને બહાર પણ નીકળી શકતી નથી એટલે .આખરે થાકીને રડવા લાગે છે વિક્રમ ને છોડવા માટે વિનંતી કરે છે ત્યારે વિક્રમ એને શ્રાપ પાછો લેવા નુ કહે છે પણ આશ્ચર્ય તો ત્યારે પામે છે કે જ્યારે હીર જણાવે છે કે એ શ્રાપ પાછળ કે હત્યાઓ પાછળ એનો કોઇ જ હાથ નહતો.એ પછી હીર આગળ જણાવે છે કે એ રાત્રે એની સાથે શું થયુ હતુ.
હીરે એક ઉંડો નિસાસો નાખ્યો એ નિસાસા માં એનું દર્દ સાફ દેખાતુ હતુ.એણે વાત આગળ વધારતા કહ્યું ,"એ ગોઝારી દિવસે જ્યારે ભાઇ ને ખબર પડી કે હું ચંદર ને અને ચંદર મને પ્રેમ કરે છે ત્યારે એમનો ક્રોધ કાબુ બહાર જતો રહ્યો .ક્રોધમાં આવીને એમને મને બંધ કરી દીધી અને ચંદર ને જાન થી મારી નાખવા નો આદેશ એમના માણસો ને આપ્યો જે એમના જીવન ની સહુથી ગંભીર ભુલ હતી ."
"એ રાત્રે હું રુમ માં મોડી રાત સુધી રડતી રહી .નિરાશ થઈ હું એ ક્ષણો ને યાદ કરવા લાગી જે મે ચંદર સાથે વીતાવી હતી.અચાનક મારા ઓરડાનો દરવાજો ખુલ્યો.મને એમ હતુ કે ભાઇ હશે પણ ત્યાં સુરજન સિંહ ઉભો હતો.પોતાની સુઝબુઝ થી એ ભાઇ નો વિશ્વાસપાત્ર બની ગયો હતો ભાઇ બહુ જ વિશ્વાસ કરતા એના પર પણ મને એ બિલકુલ ય પસંદ નહોતો.સુરજન સિંહ મારી પાસે આવીને બોલ્યો,"તમારી સાથે બહુ ખોટુ થાય છે તમે આ રીતે દુખી થાવ એ મારા થી નહિ જોવાય.તમે અને ચંદર બંને સવાર પડતા પહેલા ગામ છોડી ને જતા રહો .જો તમે એ ના કર્યુ તો ઠાકોર સાહેબ ના માણસો ચંદર ને જાન થી મારી નાખશે.હું તમારી મદદ કરીશ અહિંથી બહાર નીકળવા માં .અને અહિં ગામ માં જે શિવજીનુ મંદિર છે ત્યાં જઇ ને વિવાહ કરી લો .મે બધી જ વ્યવસ્થા કરી રાખી છે .અને જતા પહેલા આ નવવધુ ના વસ્ત્રો પણ છે પહેરીને જજો. ત્યાં મંદિર માં તમારો પ્રેમ તમારી રાહ જુએ છે જલદી કરજો.એમ બોલી એ નવ વિવાહિતા ના વસ્ત્રો ત્યાં મુકીને દરવાજો ખુલ્લો મુકી ને જતો રહ્યો .અને હું તરત જ એ વસ્ત્રો પહેરી દરવાજા માંથી નીકળી ભાગી ગઇ.
મને આશ્ચર્ય જરુર થયુ કેમ કે કોઇ મને રોકવા આવ્યુ નહિ ખબર નહિ સુરજન સિંહે બધા ચોકીયાતો ને શું કર્યુ હતુ કે બધા જ ઘોડા વેચીને સુઇ રહ્યા હતા.એટલે હું આરામ થી બહાર નીકળી ગઇ.હું મહાદેવ ના મંદિર માં ગઇ પણ ત્યાં તો કોઇ જ નહોતુ .આજુબાજુ માં પણ જોયુ એ ક્યાંય નહોતો .મને થયુ કદાચ થોડીવાર પછી આવે એટલે હું એની રાહ જોતી મંદિર ના પગથિયે બેસી ગઇ.આખરે મે એને દુર થી મંદિર તરફ ઝડપથી આવતા જોયો .મને જોઇને મને ખેંચીને મંદિર ના ગર્ભ ગ્રૃહ માં લઇ જઇ ને બારણુ બંદ કરી દીધું.અને હું કંઇ બોલુ એ પહેલા ચુપ રહેવા નો ઇશારો કર્યો .થોડી વાર માં બહાર થી માણસો ના દોડવા નો અવાજ નજીક આવ્યો ને થોડી વાર પછી દુર જતો રહ્યો .થોડી વાર પછી બધુ શાંત થઈ જતા એણે પુછ્યું ,"તુ અહિયાં દુલ્હન ની જેમ સજી ધજીને શું કરે છે?"
" સુરજન સિંહે મને કહ્યું હતુ કે તુ મારી આ મંદિર માં રાહ જોઇ રહ્યો છે. અને આપણે બે ય આજ રાતે જ લગ્ન કરીને ગામ છોડી ને જતા રહીએ.મારા ભાઇ ઓ એ તને મારી નાખવા નો આદેશ કર્યો છે."
" ના ,એ બરાબર નથી લાગતુ.આ ગામ છોડી ને તને લઇને હું ક્યાં ક્યાં ભટકીશ.તું એક રાજકુમારી ની જેમ મોટી થઈ છો .એટલે તું એ બધું સહન નહિ કરી શકે. અને આપણે જ્યાં જશું તારા ભાઇ ના માણસો ત્યાં પહોંચી જશે એના કરતા સારુ છે કે તુ મને ભુલી જા.અને તારા ભાઇ જ્યાં કહે ત્યાં લગ્ન કરી લે.મને મારા હાલ પર છોડી દે."
"તારી હિંમત કેવી રીતે થઈ આ વાત કરવાની? તારી સાથે જ જીવવાનું સપનુ છે મારુ.એ માટે ગમે તે કિમત ચુકવવા તૈયાર છુ.જો મારો જીવ જાય તો ય મને મંજુર છે પણ બીજા કોઇ સાથે તો લગ્ન નહિ જ કરુ.અને જો તુ મારી સાથે લગ્ન નહિ કરે તો હું મંદિર ના પગથિયે માથુ પછાડી પછાડી ને મરી જઇશ."
એમ કહીને હું માથુ પછાડવા ગઇ તો ચંદરે મને રોકી ને કહ્યું ,"ખબરદાર જો એવો વિચાર પણ કર્યો તો .અરે તારા માટે તો હજાર વાર મરી જઉં .તારે લગ્ન કરવા છે ને .તો ઠીક છે હું કરવા તૈયાર છું.એમ કહીને મહાદેવ ના ત્રિશુળ વડે પોતા ના હાથ માં લોહી કાઢી એ લોહીથી મારી માંગ ભરી દીધી .અને કહ્યું ,"હવે થી તુ મારી પત્ની છે. "અને હું ખુશી થી એને ભેટી પડી.
એ છેલ્લી ખુશી ની ક્ષણો હતી જે મે મહેસુસ કરી હતી.કેમ કે એ પછી અમારી જિંદગી માં એ અનર્થ થવાનું હતુ જેણે મર્યા પછી પણ અમારો પીછો ના છોડ્યો.
જ્યારે અમને લાગ્યુ કે બધું શાંત થઈ ગયુ ત્યારે અમે ગામ થી દુર ભાગી જવા મંદિર બહાર નીકળ્યા.અમે ગામ થી બહાર નીકળવા ના રસ્તો પકડ્યો પણ એ રસ્તે અમે એ માણસો જોયા જે ચંદર ને મારવા પાછળ પડ્યા હતા .એમણે અમને બંને ને જોઇ લીધા.એટલે ડરીને અમે જંગલ તરફ ના રસ્તે ભાગ્યા.એ માણસો પણ અમારો પીછો કરતા અમારી પાછળ જ હતા.
હું થાકી જવા લાગી એટલે ચંદરે એક અવાવરુ મકાન બતાવતા કહ્યું ," થોડી વાર પેલા મકાન માં જઇ ને સંતાઇ જઇએ .પછી માણસો ના જતા રહ્યા પછી બહાર નીકળી ને ભાગી જઇશું."
અમે બંને એ મકાન માં જઇ ને છુપાઇ ગયા. .પેલા માણસો પણ અમને શોધવા આવ્યા નહિ.થોડી વાર પછી ઘરમાંથી અવાજ આવ્યો ,"રાજકુમારી હીર ચંદર ,બહાર આવી જાઓ.હું સુરજન સિંહ બધુ બરાબર કરવા આવી ગયો છું. તમને ઠાકોર સાહેબ ના માણસો થી કોઈ ખતરો નથી ."
એમનો અવાજ સાંભળી ને અમને ધરપત થઈ કે અમે સલામત છીએ એટલે અમે બહાર નીકળ્યા ,પણ જેવા અમે બહાર નીકળ્યા અમે સુરજનસિંહ ને જોયો અને ચોંકી ગયા. અમને વિશ્વાસ નહોતો આવતો કે એ સુરજનસિંહ છે .એ એક વિચિત્ર રુપ માં હતો.એણે માત્ર લંગોટ પહેરેલી હતી. .એને એ રુપ માં જોઇને ભલભલા ના મોં મા કાળજુ આવી જાય.એના છુટા વાળ ,મોટી મુછો ,શરીર પર ચોળેલી ભસ્મ ,માથા પર કરેલુ વિચિત્ર ચિતરામણ ,લાલચોળ આંખો, ગળા માં ખોપરીઓ ની પહેરેલી માળા,અને ચહેરા પર નું ભયંકર અને લુચ્ચુ હાસ્ય.એ જોઇને અમને લાગ્યુ કે અમે જરુર કોઇ ષડયંત્ર માં ફસાઇ ગયા છીએ .
એણે કહ્યું ,"હું સાચુ કહુ છુ ,તમને ઠાકોરસાહેબ ના માણસો થી કોઇ ખતરો નથી જે ખતરો છે એ ખુદ મારા થી છે.અને હવે બધુ જરુર થી બરાબર થઈ જશે પણ માત્ર મારા માટે કેમ કે મારા અમર થવાનો સમય આવી ગયો છે."એમ કહીને એ જોર જોર થી ભયંકર અટહાસ્ય કરવા લાગ્યો..
******************
આટલુ બોલી ને હીર ફરી થી રડવા લાગી .મે એને રડવા દીધી .મને ખાતરી થઈ ગઇ કે આ બધા પાછળ સુરજન સિંહ નો હાથ હશે.પણ એ બધું આગળ સાંભળવાની તાલાવેલી હતી અને એ સાંભળવુ જરુરી પણ હતુ.કેમ કે એના વગર શ્રાપ નો તોડ મળે તેમ નહોતો.થોડી વાર શાંત થઈ ને એણે વાત આગળ વધારી."એની સાથે બીજા દસબાર માણસો હતા જેણે એની જેમ જ લંગોટ અને ગળા માં ખોપરી ઓ ની માળા પહેરેલી હતી.એણે મને અને ચંદર ને ઘેરી લીધા.એમના એક માણસે મને પકડી ને ચંદર થી અલગ કરી દીધી .બીજા માણસોએ ચંદર ને મારવાનું શરુ કર્યુ.મારો ચંદર એ બધા સામે બહુ લડ્યો .પણ આખરે એ થાકી ગયો .એમના માણસોએ ચંદર ની છાતી માં ખંજર મારી મારીને એને મારી નાખ્યો.હું રડતી રહી ,ચીસો પાડતી રહી પણ એમને દયા ના આવી.છેવટે ચંદર ને મરતા જોઇને હું બેહોશ થઈ ગઇ.
******************************
ચંદર ની હત્યા કર્યા પછી હીર સાથે શું થયુ?સુરજનસિંહ પોતે ક્યાં ગાયબ થઈ ગયો ?વિક્રમ શ્રાપ ને કેવી રીતે ખતમ કરી શકશે જાણવા વાંચતા રહો વિવાહ એક અભિશાપ.


Share

NEW REALESED